સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભાઉ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભાઉ

[नरो वा कुंजरो वा એ શબ્દો ભાગ્યે જ કોઈને કાને ન પડ્યા હોય. એટલા બધા એ પ્રચલિત છે અને એટલો એની પાછળનો પ્રસંગ જાણીતો છે. ૫. ઋષિ તે વૈશંપાયન, રાજન તે જનમેજય (અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર). ૧૧મી લીટીમાં અરિષ્ટ – બૂરી વસ્તુઓ (જે ઉપર ગણાવી છે તે) કહી તેમાં ૧૦મી લીટીનું ‘વર્ણ અઢાર નહિ ભેદાભેદ’ એ પણ આવી ગયું. અઢાર વર્ણ એક એક વચ્ચે ભેદ ન રાખે, એની ઋષિ પાસે બૂરી વસ્તુમાં કવિએ ગણના કરાવી છે.. પણ વૈશંપાયન ઋષિના વખતમાં વર્ણની સંખ્યા સદ્ભાગ્યે અઢાર સુધી પહોંચી ન હતી. તે તો આપણા ‘ભાઉ ’- ભાઈએ પોતાના સમયના ખ્યાલ પ્રમાણે ઋષિના મોંમાં એ શબ્દ મૂકી દીધા. ૧૫. દ્રોણપુત્રના નામે નામ. ૨૪. છળ-ગત - કપટની રીતે. ૨૭. કર્મ લાગ્યું –સ્પર્શ્યું પરચો બતાવ્યા વગર ન રહ્યું. ૨૯. મહી - પૃથ્વી ઉપર. ૩૩. સુણી વાત - સાંભળેલી વાત. ૩૬. નીગમ્યું - જવા દીધું.]