સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શાંતિદાસ
Jump to navigation
Jump to search
શાંતિદાસ
[નીચેનાં બંને ગીતોમાં ભરી ભરી આરત છે. પહેલા ગીતમાં મિલનનો આનંદ વહોરવામાં પોતાનું બધું ડૂલ કરી દેવાનું ઉડાઉપણું કેટલું આકર્ષક છે! એક પછી એક ચિત્રો કેવાં મનોરમ ઊઠતાં આવે છે! ૫. તછુઓ – હલેસું? બીજા ગીતમાં વેદનાનો હૂબહૂ ખ્યાલ આપ્યો છે. જાણે પાકું પાન - એ ઉત્પ્રેક્ષા બધી વાત સ્પષ્ટ કરી આપે છે. દુઃખડું ડુંગર થઈને બેઠું છે – એટલે કે ૧. ડુંગર જેટલું ભારેખમ થઈ પડ્યું છે; ૨. ડુંગરની પેઠે જામીને બેઠું છે, ખસતું જ નથી; ૩. ડુંગરની જેમ પાસે જ છે, દૂર નથી. અને સુખ? સુખ તો ૧. સ્વર્ગ જેવું સ્વપ્નવત્ છે; ૨. મળતું જ નથી; ૩. પાસે નથી, સ્વર્ગની જેમ ઊંચે ઊંચે દૂર પડ્યું છે.]