નવલરામ પંડ્યા/ગુજરાતીના પહેલા અને સમર્થ વિવેચક નવલરામ : રમણ સોની: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:

નવલરામ પંડ્યા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પહેલા અને સમર્થ વિવેચક હતા. એમની પહેલાં કવિ નર્મદાશંકરે વિવેચનની દિશામાં પણ થોડાંક મક્કમ ડગ ભર્યાં હતાં ખરાં – વિવેચન એટલે શું અને વિવેચન શા માટે એ વિશે, તથા એમના સામયિક ‘ડાંડિયો’માં સમકાલીન  સાહિત્યકૃતિઓ વિશે  એમણે દૃઢતાથી ને સાચી સમજથી લખ્યું હતું.  પરંતુ નર્મદની મુખ્ય ઓળખ કવિ અને નિબંધકાર તરીકેની, જ્યારે નવલરામની તો મુખ્ય ઓળખ અને એમનું મહત્ત્વનું પ્રદાન વિવેચનમાં. એથી નવલરામ આપણા પહેલા વિવેચક.

નર્મદ અને નવલરામ બંનેએ, સાહિત્યની ઉત્તમતાનાં ધોરણો નજર સામે રાખીને, આકરા ગ્રંથપરીક્ષણ પર ભાર મૂક્યો હતો. નર્મદની વિવેચનપ્રવૃત્તિનો તબક્કો ટૂંકો અને પ્રસંગોપાત્ત હતો પણ નવલરામે એ આખા સમયગાળાને આવરતું સાતત્યભર્યું ને સજ્જતાવાળું વિવેચન કર્યું છે. એમના કેટલાક ઉદ્‌ગારો, કેટલાક આગ્રહો, કેટલાંક નિરીક્ષણો સર્વકાલીન વિવેચન ઠરે એવાં છે. એમણે વિવેચનનાં ધોરણોને કદી પાતળાં કર્યા ન હતાં – પુસ્તકોને અવલોકવા-તપાસવામાં, એમના જ શબ્દોમાં કહીએ તો, કોઈ ‘રહેમીઅત’ રાખી ન હતી.

નવલરામનું શરૂઆતનું વિવેચન-લેખન ગુજરાતમિત્રમાં થયેલું – કેટલોક સમય તે ગુજરાતમિત્ર વર્તમાનપત્રના તંત્રી પણ રહેલા. મહીપતરામ નીલકંઠે શિક્ષણના પ્રશ્નો ચર્ચતું સામયિક શાળાપત્ર ૧૮૬૨માં શરૂ કરેલું, એ સામયિકના ૧૮૭૦માં નવલરામ તંત્રી બને છે ને એમાં સાહિત્ય અને અન્ય વિષયોનાં પુસ્તકોનાં અવલોકનો કરવાનું હાથ ધરે છે. એ પછી ૧૨ વર્ષ સુધી એમણે શાળાપત્રમાં સમકાલીન સાહિત્ય અને વિદ્યાનાં પુસ્તકોને સજ્જતા અને ખબરદારીથી અવલોકવાનો મહત્ત્વનો વિવેચકધર્મ બજાવ્યો.

નબળા ગ્રંથોના વધતા જતા ઉત્પાદનથી એ વ્યથિત થયા હતા ને એટલે એવી જ મક્કમતાથી એનો સામનો કરવા માટે એ ઉદ્યુક્ત થયા હતા – એકેએક વિષયના પ્રત્યેક ગ્રંથની સમીક્ષા કરવી એ એમનો સંકલ્પ હતો. પણ એ માટે એમને તત્કાલીન ચોપાનિયાં ને માસિક સામયિકો – ‘શાળાપત્ર’ સુધ્ધાં – પાછાં પડતાં, અક્ષમ ને અપર્યાપ્ત લાગતાં હતાં. એમણે લખેલું –