નવલરામ પંડ્યા/સુબોધચિંતામણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 10: Line 10:
આ ગ્રંથ મહુવા બંદરના કોઈ જુવાન વાણિયાએ બનાવ્યો છે. એ ગ્રંથ રૂડો કે ભૂંડો જેવો છે તેવો પણ તે માટે કાઠિયાવાડે બેશક અભિમાન ધરાવવું જોઈએ, કેમ કે કાઠિયાવાડમાં સુધારાનું ચાંચલ્ય પેઠું તેની એ અચૂક સાબિતી છે. ખરે પાછલાં ચાર પાંચ વર્ષથી કાઠિયાવાડે સુધારામાં ખૂબ બહાર પડવા માંડ્યું છે. હાલ કાઠિયાવાડમાંથી નાનાં નાનાં પણ ચારપાંચ ચોપાનિયાં નીકળે છે, અને મુંબાઈમાં છપાતા *ત્રિમાસિક, આર્યધર્મપ્રકાશ, સ્વદેશવત્સલ વગેરેમાં પણ આગળ પડતો હાથ સૌરાષ્ટ્રીઓનો જ હોય એમ દેખાય છે. એ વગેરે કેટલાક લખનાર ‘સુધારા’ના નહિ, પણ જૂના મતના પ્રતિપાદક છે. પણ તેનું વિદ્યાચાંચલ્ય જોઈ સુધારાના સામાન્ય અર્થમાં તેને અહીં ગણ્યા છે. કાઠિયાવાડના આ સુધારાનું ખાસ લક્ષણ એ છ ે કે સંરક્ષક ને ઉચ્છેદક એવા બે પક્ષ એક કાળે જ ઊભા થયા છે. મુંબાઈ ઇલાકામાં હાલ જે હિંદુઓ તરફથી ગુજરાતી ચોપડીઓ છપાય છે. તેમાં ઘણો ભાગ કાઠિયાવાડ તરફનો જ માલમ પડશે. પુનર્લગ્નાદિક સુધારાના કામ પણ હાલ કોઈ કોઈ ઠેકાણે થતાં સાંભળીએ છીએ તે કાઠિયાવાડ અથવા કાઠિયાવાડીથી જ. હાલ સુધારાના ચાંચલ્યે જાણે ગુજરાતમાંથી આવી અત્રે વાસ કર્યો હોય એમ દેખાય છે, અને એનું જોર તો હાલ બેશક કાઠિયાવાડના જુવાનિયામાં ઊભરાઈ જાય છે.

ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે.

જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી.

  આ ઉપરથી જણાશે કે આ ગ્રંથના વિચારોનું સ્વરૂપ કેવું છે. એ ગ્રંથ ખરેખરું કહીએ તો હડહડતા સુધારાનો, દરિયા પારના સુધારાનો, કેવળ ઉચ્છેદક સુધારાનો છે. એમાં સુબોધ ચિંતામણિએ નામ સિવાય બીજું કાંઈ પણ જૂનું સ્વીકાર્યું નથી, અને એ જૂનું નામ રાખતાં પણ શેઠ વલ્લભદાસનો સુધરેલો જીવ બહુ જ કચવાયો હોય એમ જણાય છે, કેમ કે એ બાબત માફી માગવામાં આશરે દશ બાર લીટીઓ રોકી છે. તોપણ એ માફી ન આપતાં અમે તો કહીએ છીએ કે એવું વહેમી નામ નહોતું જ રાખવું, અને તેને બદલે ‘સુધારા બોધ’ કે એવું જ કાંઈ નવું પાડવું હતું. એ શબ્દ કપોલકલ્પિત, કઢંગો, ભાષાની પ્રૌઢિ વિરુદ્ધ થાત ખરો, પણ નવા વિચારના સુધારાવાળા જવાનો કાંઈ માન્યમાન્ય રૂઢિની પરવાહ રાખતા નથી, અને એ શેઠને તો તે નથી જ એ પોતે અહીંયાં જે લખ્યુંછે તે ઉપરથી સાફ જણાઈ આવે છે. આવું સીધું નામ રાખવાનો મોટો ફાયદો તો એ જ થાય કે લોકો ઠગાત નહિ અને એમાં શો વિષય છે તે નામ વાંચતાં જ તુર્ત જ સમજી જાત.

નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે.

પ્રથમ પુરણ પ્રસ્તાવના વાંચી થા વાકેફ,  
{{Poem2Close}}
ઊતરશે નહિ એ વિના ક્રોધ રૂપી તુજ કેફ.
{{Block center|<poem>પ્રથમ પુરણ પ્રસ્તાવના વાંચી થા વાકેફ,  
ઊતરશે નહિ એ વિના ક્રોધ રૂપી તુજ કેફ.</poem>}}
{{Poem2Open}}
ક્રોધ જે માણસને ચંચળ ને ઉદ્યોગી કરે છે, તેને આળસ ને એદીપણું ઉત્પન્ન કરનારી જે કેફ તેની ઉપમા શી રીતે આપી છે તે વાત આઘી મૂકી અત્રે અમારા કહેવાની મતલબ એ છે કે લોકને કડવું લાગે એવું લખાણ અત્રે જાણી જોઈને જ કરેલું છે. અને એમ કરવું જ વાજબી છે એનું પ્રતિપાદન કરવા પ્રસ્તાવનામાં કાંઈક વિસ્તારથી મહેનત કરી છે. વ્યાસથી માંડીને દયારામ સુધીના સંસ્કૃત કે ગુજરાતી કવિઓને કલમના એક ઝપાટાની સાથે તુચ્છકારી નાખવામાં પણ ખરેખરી નર્મદાશંકરી જ કરી છે, પણ તેની વિદ્વત્તા કે રસિકતાનો તે સ્થળે એકે છાંટો નથી. આ બધું લખી કહેવાનું હાર્દ તો એ જ જણાય છે, કે નીતિબોધક કવિ તો હાલ હું મહુવામાં ઊગ્યો તે પહેલાં આ (વિદ્યાકળામાં વખણાયેલાને મેક્સ મૂલર સરખાને સાનંદાશ્ચર્યથી ભરી નાખનારા) દેશમાં કોઈ થયો જ નથી. શુકન, મુહૂર્ત, ને ભૂત પ્રેતને ઉત્તેજન આપવાનું તહોમત અખાપર્યંત તમામ જૂના કવિઓ ઉપર સાબિત કરી તેમને વર્જ્ય ઠેરવ્યા તો ખેર, કેમકે પ્રેમાનંદ, શામળ, ને બિભત્સ દયારામ વગેરે પોતાના માત્ર કવિત્વ બળે જ સેકશપિયર ને બાઈરનની પેઠે ભાષામાં અમર રહેવાને પૂર્ણ શક્તિમાન છે. પણ અમને આશ્ચર્ય લાગે છે કે ભલા, વિવેકી ને સદાનીતિનો બોધ કરનાર બિચારા સુધારાના કવિ દલપતરામને પણ વિસારી મૂકી નીતિબોધક કવિની ખુરશી પોતાને માટે જ ખાલી પડી રહેલી છે એમ આ જુવાન શેઠ શા ઉપરથી માની બેસે છે. તેમજ એ ખોટ પૂરી પાડવા મારે ગીતાવળી લખવી છે, દાઢાનિષેધક નિબંધ લખવો છે. આયુષ્ય નિર્માણ લખવું છે, વગેરે જે કહ્યું છે તે પણ સુઘડ રસિકતાથી ઊલટું છે. એ બધું આપવડાઈના તડાકા જેવું દેખાય છે, અને વિવેકી વાંચનાર ઉપર સારી અસર થતી નથી. અમે તો ધારીએ છીએ કે આવી ઢપની લાંબી ૫૦ પાનાંની પ્રસ્તાવના લખી છે તેથી માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ છે, એટલું જ નહિ પણ તેથી આખા કાવ્યને નકામું લોકમાં અપ્રિય થવાની દહેશતમાં નાંખ્યું છે. ગ્રંથકારમાં અને તેમાં વિશેષે કરીને નવા જવાન ગ્રંથકારમાં નમ્રતા જેવી શોભા આપનારી છે તેવું અહંપદ કે તડાકા ભડાકા નથી જ. એમ કરવાથી તેને પોતાના ઉદયમાં થોડોક કાળ કદાપિ કાંઈ પુષ્ટિ મળતી હશે, પણ પાછળથી સામટો અસ્ત થઈ જાય છે. માટે હવેથી આ ભાઈ પોતાની એ ઢપ બદલે તો સારું.  

ઉપર પ્રમાણે ઉછંકળ હુંપદનો કેટલોક દેખાવ છે તે બાદ કરતાં એમાં સ્પષ્ટપણે ને જુસ્સાથી પોતાના વિચાર જે છે તે દર્શાવ્યા તેને માટે અમે કોઈ દોષ કાઢતા નથી, પણ ઊલટા તેને એ કાવ્યના ગુણ ગણીએ છીએ. એ બધા વિચારની સાથે અમે અત્રે એકમત નથી, કેટલાકને તો અમે ખોટા જ સમજીએ છીએ. કેટલેક ઠેકાણે કૂવાના દેડકા જેવું કરી નાંખેલું માલમ પડે છે, કેટલેક ઠેકાણે અમે જોઈએ છીએ કે વધારે અનુભવ તેને વિદ્વાનોનો સમાગમ થશે ત્યારે જે ટૂંકી નજરનું લખાણ છે તે આપોઆપ દૂર થશે, અને કેટલે ઠેકાણે મતભેદની વાતો છે, તોપણ ગ્રંથકારનું એ કામ કે પોતાના જે વિચારો હોય તે સ્પષ્ટપણે જુસ્સાભેર વાંચનારની આગળ મૂકવા તે કરવામાં શેઠ વલ્લભદાસે સંપૂર્ણ ફતેહ મેળવી છે. જો મર્યાદામાં રહી, રુચતું રુચતું જ કહ્યું હોત, તો ઘણા લોકસુધારાની વાત સાંભળત એ વાત ખરી છે, પણ તેમ તેની અસરે થોડી જ થાત. હાલ થોડા પણ ભાવથી વાંચનારા જે વલ્લભદાસને મળશે, તે વાંચી સુધારામાં એના જેવા જ તદ્રુપ જ થઈ જશે. જે કદી પણ મોળાં, દહીં ને દૂધમાં પગ રાખનારાં, લખાણથી થઈ શકત નહિ. ખરી વાત તો એ છે કે આ એકપક્ષી ગ્રંથ છે, અને સઘળા એકપક્ષી ગ્રંથોનું કામ એ જ છે કે પોતાના પક્ષને બળવાન જુસ્સાવાળો કરવો. પ્રતિપક્ષીઓને સમજાવવાને અર્થ તે છે જ નહિ. એકપક્ષી ગ્રંથ પ્રતિપક્ષમાં જેટલો નિંદાય છે તેટલો જ તે સ્વપક્ષમાં વંદાય છે. તે વાંચી પોતાના પક્ષના લોક ધારેલું કામ કરવા ઉશ્કેરાઈ ટપોટપ તૈયાર થાય છે. એકપક્ષી ગ્રંથોનો આ હેતુ તથા લાભ ન સમજાયાથી કેટલાક સ્વપક્ષી પણ આવા ગ્રંથને નીંંદે છે, અને કહે છે, કે વિવેકથી લખ્યું હોત તો લોકોનાં દિલમાં ઊતરત. પણ પ્રતિપક્ષીઓનાં દિલમાં ઉતારવું એ આવા ગ્રંથનું કર્તવ્ય જ નથી. અને આ ભેદના અજ્ઞાનને લીધે વખતે ગ્રંથકાર પોતે પણ લોકનો અનાદર જોઈ નાઉમેદ થાય છે કે મારું કહ્યું કોઈ સાંભળતું નથી. પણ એવા લખાણથી પોતાના પક્ષના કેટલા સબળ તથા સતેજ થયા તેનો તે વિચાર કરતો નથી. સ્પષ્ટવક્તાપણું એ જ ખરો ધર્મ છે; એ જ ખરું ડહાપણ છે; અને એ જ સરસ લખાણનું રહસ્ય છે. આવા ગ્રંથનો જો કદાપિ ચોતરફથી ફિટકાર થાય, તોપણ ભલા ગ્રંથકારનો એ જ ધર્મ છે કે ‘સત્યમેવ જયતે’ એ વાક્ય ઉપર જ ભરોસો રાખી પોતાના ઉદ્યોગમાં અખંડ સદ્‌બુદ્ધિથી મંડ્યા રહેવું, અને તેમ કરવાથી અમે ઉપર કહ્યું તે પ્રમાણેનો ફાયદો થશે અને તે કાંઈ નાનોસૂનો નથી. સેનાને સશૌર્ય કરવી એ એનું જે કામ તે યુદ્ધ કાળે પરમોપયોગી છે.

Revision as of 01:31, 27 May 2024

૧૪. સુબોધચિંતામણિ
[શેઠ વલ્લભદાસ પોપટ]

આ ગ્રંથની પહોંચ નોંધ્યાને ત્રણેક માસ થઈ ગયા છતાં દિલગીર છીએ કે તેમાં વચન આપ્યા પ્રમાણે અમે અત્યાર સુધી તેનું યથાસ્થિત વિવેચન કરી શક્યા નહિ. પણ આ ચોપાનિયાનું કદ નાનું અને વળી એની ખાસ બાબત શાળોપયોગી હોવાથી હરકોઈ માસમાં બહારના વિષયોને માટે થોડી જ જગા બાકી રહે છે. તેમાં વિવેચન આપવું ત્યારે કાંઈક વિસ્તારથી જ આપવું એમ અમારો વિચાર હોવાથી તેની જગા કરવા હંમેશાં કેટલોક વખત અવશ્યે જ થોભવું પડે છે. આ કારણથી અમે એવો નિયમ રાખ્યો છે કે કેટલાંક પુસ્તકની તો માત્ર પહોંચ જ આપવી, કેટલાંક વિષે તે જ સ્થળે સામાન્ય વિચાર પાંચ દશ લીટીમાં દર્શાવી દેવા. અને જે થોડાં પુસ્તક ઉત્તમ પ્રતિના માલમ પડે તેને જ વિસ્તીર્ણ વિવેચનને માટે રહેવા દેવાં. વિવેચન બાબત અમારું ધોરણ ઘણા વખતથી આ રીતનું ચાલે છે. એ વાત ચતુર વાંચનારના તો લક્ષમાં હશે જ, પરંતુ સઘળાની જાણને માટે અત્રે તે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે તેમાં કોઈ ભૂલ ખાય નહિ. આવું ધોરણ રાખવાથી ઘણી વખત એમ બને છે કે એક ચોપડીને ઠીક છે એમ કહી પતાવી દઈએ છીએ અને બીજીનું વિવેચન આપીએ છીએ તેમાં તેના દોષ વિસ્તારથી બતાવેલા હોય છે. આ ઉપરથી એમ કદી સમજવું નહિ કે પેલી ઠીક કહેલી ચોપડી તે કરતાં સારી હશે, પણ તેથી ઊલટું અનુમાન તો એ જ લેવાનું છે કે એના દોષ દર્શાવ્યા છે તોપણ તે પેલી ચોપડીઓ કરતાં તો સર્વથા સારી જ છે. જેમ કે ગઈ વખતે કાંતાના વિવેચનમાં અમે તેના ઘણાક દોષ વિસ્તારથી સમજાવ્યા છે. પણ તે ઉપરથી સમજવાનું એ છે કે એ ઉત્તમ પ્રતિનું નાટક છે, અને બીજી નમાલી કવિતા, વાર્તા કે નાટકો જેને અમે બે બોલની પહોંચમાં વિદાય કરીએ છીએ તેના કરતાં એ અલબત્ત બધી રીતે સારું જ છે. વિવેચન યોગ્ય અમે ગણ્યું એ જ તેના ઉત્તમપણાની સાબિતી છે. પછીથી તે ઉત્તમ વર્ગનાં પુસ્તકો જોડે સરખાવાય છે, અને તદનુસાર તેની તુલના થાય છે, અને તુલનામાં તે દોષિત ઠરે તોપણ જેને તે તુલના શોભતી જ નથી તેના કરતાં તે સારું જ હોવું જોઈએ. શેઠ વલ્લભદાસ પોપટનું આ સુબોધચિંતામણિ કાવ્ય અમારા વિચારમાં વિવેચનને યોગ્ય છે. એની શૈલી, એના વિચાર, ને એની ભાષા એ સર્વે લંબાણથી ચર્ચા કરવા જોગ છે. પણ એ સઘળું યથેચ્છ તો સ્વતંત્ર વિવેચનનું મોટું ત્રિમાસિક હોય તેમાં જ થઈ શકે, અને ખરે કેટલાક વખતથી એવા ત્રિમાસિકની આપણી ભાષામાં પૂરેપૂરી ખોટ અમને જણાવા લાગી છે. એવા ત્રિમાસિકની ગેરહાજરીમાં એ બાબત અમે અમારાથી બનતું કરીએ છીએ; અને તે રીત મુજબ હવે આ કાવ્યના ગુણદોષ તપાસીએ. ‘પુસ્તક વાંચી કેવળ રચનાની પ્રશંસાથી સંતોષ નથી’ એમ શેઠ વલ્લભદાસ લખે છે તે ખરું છે – અગર જો મારી પુસ્તક રચનાની પ્રશંસા થશે જ એમ પોતે ઇશારો કરવો એમાં કેટલીક કડકાઈ રહેલી છે ખરી. આ પુસ્તક તેની શૈલી કરતાં તેના વિચારને માટે વધારે ચર્ચાવું જોઈએ. એ સુધારાનો ગ્રંથ છે, અને તે ખરા અંતઃકરણના જુસ્સાથી લખાયેલો છે. એના બરાબર તુલના કરતાં આખા સુધારાના વિષયને તોળવો પડે એમ છે, અને તે કરવા અમે આ સ્થળે તૈયાર નથી, તોપણ તેનું સ્વરૂપ કેવું છે તે અમે અત્રે કાંઈક દર્શાવીએ છીએ. આ ગ્રંથ મહુવા બંદરના કોઈ જુવાન વાણિયાએ બનાવ્યો છે. એ ગ્રંથ રૂડો કે ભૂંડો જેવો છે તેવો પણ તે માટે કાઠિયાવાડે બેશક અભિમાન ધરાવવું જોઈએ, કેમ કે કાઠિયાવાડમાં સુધારાનું ચાંચલ્ય પેઠું તેની એ અચૂક સાબિતી છે. ખરે પાછલાં ચાર પાંચ વર્ષથી કાઠિયાવાડે સુધારામાં ખૂબ બહાર પડવા માંડ્યું છે. હાલ કાઠિયાવાડમાંથી નાનાં નાનાં પણ ચારપાંચ ચોપાનિયાં નીકળે છે, અને મુંબાઈમાં છપાતા *ત્રિમાસિક, આર્યધર્મપ્રકાશ, સ્વદેશવત્સલ વગેરેમાં પણ આગળ પડતો હાથ સૌરાષ્ટ્રીઓનો જ હોય એમ દેખાય છે. એ વગેરે કેટલાક લખનાર ‘સુધારા’ના નહિ, પણ જૂના મતના પ્રતિપાદક છે. પણ તેનું વિદ્યાચાંચલ્ય જોઈ સુધારાના સામાન્ય અર્થમાં તેને અહીં ગણ્યા છે. કાઠિયાવાડના આ સુધારાનું ખાસ લક્ષણ એ છ ે કે સંરક્ષક ને ઉચ્છેદક એવા બે પક્ષ એક કાળે જ ઊભા થયા છે. મુંબાઈ ઇલાકામાં હાલ જે હિંદુઓ તરફથી ગુજરાતી ચોપડીઓ છપાય છે. તેમાં ઘણો ભાગ કાઠિયાવાડ તરફનો જ માલમ પડશે. પુનર્લગ્નાદિક સુધારાના કામ પણ હાલ કોઈ કોઈ ઠેકાણે થતાં સાંભળીએ છીએ તે કાઠિયાવાડ અથવા કાઠિયાવાડીથી જ. હાલ સુધારાના ચાંચલ્યે જાણે ગુજરાતમાંથી આવી અત્રે વાસ કર્યો હોય એમ દેખાય છે, અને એનું જોર તો હાલ બેશક કાઠિયાવાડના જુવાનિયામાં ઊભરાઈ જાય છે. ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે. જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી.

આ ઉપરથી જણાશે કે આ ગ્રંથના વિચારોનું સ્વરૂપ કેવું છે. એ ગ્રંથ ખરેખરું કહીએ તો હડહડતા સુધારાનો, દરિયા પારના સુધારાનો, કેવળ ઉચ્છેદક સુધારાનો છે. એમાં સુબોધ ચિંતામણિએ નામ સિવાય બીજું કાંઈ પણ જૂનું સ્વીકાર્યું નથી, અને એ જૂનું નામ રાખતાં પણ શેઠ વલ્લભદાસનો સુધરેલો જીવ બહુ જ કચવાયો હોય એમ જણાય છે, કેમ કે એ બાબત માફી માગવામાં આશરે દશ બાર લીટીઓ રોકી છે. તોપણ એ માફી ન આપતાં અમે તો કહીએ છીએ કે એવું વહેમી નામ નહોતું જ રાખવું, અને તેને બદલે ‘સુધારા બોધ’ કે એવું જ કાંઈ નવું પાડવું હતું. એ શબ્દ કપોલકલ્પિત, કઢંગો, ભાષાની પ્રૌઢિ વિરુદ્ધ થાત ખરો, પણ નવા વિચારના સુધારાવાળા જવાનો કાંઈ માન્યમાન્ય રૂઢિની પરવાહ રાખતા નથી, અને એ શેઠને તો તે નથી જ એ પોતે અહીંયાં જે લખ્યુંછે તે ઉપરથી સાફ જણાઈ આવે છે. આવું સીધું નામ રાખવાનો મોટો ફાયદો તો એ જ થાય કે લોકો ઠગાત નહિ અને એમાં શો વિષય છે તે નામ વાંચતાં જ તુર્ત જ સમજી જાત.

નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે.

પ્રથમ પુરણ પ્રસ્તાવના વાંચી થા વાકેફ,
ઊતરશે નહિ એ વિના ક્રોધ રૂપી તુજ કેફ.

ક્રોધ જે માણસને ચંચળ ને ઉદ્યોગી કરે છે, તેને આળસ ને એદીપણું ઉત્પન્ન કરનારી જે કેફ તેની ઉપમા શી રીતે આપી છે તે વાત આઘી મૂકી અત્રે અમારા કહેવાની મતલબ એ છે કે લોકને કડવું લાગે એવું લખાણ અત્રે જાણી જોઈને જ કરેલું છે. અને એમ કરવું જ વાજબી છે એનું પ્રતિપાદન કરવા પ્રસ્તાવનામાં કાંઈક વિસ્તારથી મહેનત કરી છે. વ્યાસથી માંડીને દયારામ સુધીના સંસ્કૃત કે ગુજરાતી કવિઓને કલમના એક ઝપાટાની સાથે તુચ્છકારી નાખવામાં પણ ખરેખરી નર્મદાશંકરી જ કરી છે, પણ તેની વિદ્વત્તા કે રસિકતાનો તે સ્થળે એકે છાંટો નથી. આ બધું લખી કહેવાનું હાર્દ તો એ જ જણાય છે, કે નીતિબોધક કવિ તો હાલ હું મહુવામાં ઊગ્યો તે પહેલાં આ (વિદ્યાકળામાં વખણાયેલાને મેક્સ મૂલર સરખાને સાનંદાશ્ચર્યથી ભરી નાખનારા) દેશમાં કોઈ થયો જ નથી. શુકન, મુહૂર્ત, ને ભૂત પ્રેતને ઉત્તેજન આપવાનું તહોમત અખાપર્યંત તમામ જૂના કવિઓ ઉપર સાબિત કરી તેમને વર્જ્ય ઠેરવ્યા તો ખેર, કેમકે પ્રેમાનંદ, શામળ, ને બિભત્સ દયારામ વગેરે પોતાના માત્ર કવિત્વ બળે જ સેકશપિયર ને બાઈરનની પેઠે ભાષામાં અમર રહેવાને પૂર્ણ શક્તિમાન છે. પણ અમને આશ્ચર્ય લાગે છે કે ભલા, વિવેકી ને સદાનીતિનો બોધ કરનાર બિચારા સુધારાના કવિ દલપતરામને પણ વિસારી મૂકી નીતિબોધક કવિની ખુરશી પોતાને માટે જ ખાલી પડી રહેલી છે એમ આ જુવાન શેઠ શા ઉપરથી માની બેસે છે. તેમજ એ ખોટ પૂરી પાડવા મારે ગીતાવળી લખવી છે, દાઢાનિષેધક નિબંધ લખવો છે. આયુષ્ય નિર્માણ લખવું છે, વગેરે જે કહ્યું છે તે પણ સુઘડ રસિકતાથી ઊલટું છે. એ બધું આપવડાઈના તડાકા જેવું દેખાય છે, અને વિવેકી વાંચનાર ઉપર સારી અસર થતી નથી. અમે તો ધારીએ છીએ કે આવી ઢપની લાંબી ૫૦ પાનાંની પ્રસ્તાવના લખી છે તેથી માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ છે, એટલું જ નહિ પણ તેથી આખા કાવ્યને નકામું લોકમાં અપ્રિય થવાની દહેશતમાં નાંખ્યું છે. ગ્રંથકારમાં અને તેમાં વિશેષે કરીને નવા જવાન ગ્રંથકારમાં નમ્રતા જેવી શોભા આપનારી છે તેવું અહંપદ કે તડાકા ભડાકા નથી જ. એમ કરવાથી તેને પોતાના ઉદયમાં થોડોક કાળ કદાપિ કાંઈ પુષ્ટિ મળતી હશે, પણ પાછળથી સામટો અસ્ત થઈ જાય છે. માટે હવેથી આ ભાઈ પોતાની એ ઢપ બદલે તો સારું. ઉપર પ્રમાણે ઉછંકળ હુંપદનો કેટલોક દેખાવ છે તે બાદ કરતાં એમાં સ્પષ્ટપણે ને જુસ્સાથી પોતાના વિચાર જે છે તે દર્શાવ્યા તેને માટે અમે કોઈ દોષ કાઢતા નથી, પણ ઊલટા તેને એ કાવ્યના ગુણ ગણીએ છીએ. એ બધા વિચારની સાથે અમે અત્રે એકમત નથી, કેટલાકને તો અમે ખોટા જ સમજીએ છીએ. કેટલેક ઠેકાણે કૂવાના દેડકા જેવું કરી નાંખેલું માલમ પડે છે, કેટલેક ઠેકાણે અમે જોઈએ છીએ કે વધારે અનુભવ તેને વિદ્વાનોનો સમાગમ થશે ત્યારે જે ટૂંકી નજરનું લખાણ છે તે આપોઆપ દૂર થશે, અને કેટલે ઠેકાણે મતભેદની વાતો છે, તોપણ ગ્રંથકારનું એ કામ કે પોતાના જે વિચારો હોય તે સ્પષ્ટપણે જુસ્સાભેર વાંચનારની આગળ મૂકવા તે કરવામાં શેઠ વલ્લભદાસે સંપૂર્ણ ફતેહ મેળવી છે. જો મર્યાદામાં રહી, રુચતું રુચતું જ કહ્યું હોત, તો ઘણા લોકસુધારાની વાત સાંભળત એ વાત ખરી છે, પણ તેમ તેની અસરે થોડી જ થાત. હાલ થોડા પણ ભાવથી વાંચનારા જે વલ્લભદાસને મળશે, તે વાંચી સુધારામાં એના જેવા જ તદ્રુપ જ થઈ જશે. જે કદી પણ મોળાં, દહીં ને દૂધમાં પગ રાખનારાં, લખાણથી થઈ શકત નહિ. ખરી વાત તો એ છે કે આ એકપક્ષી ગ્રંથ છે, અને સઘળા એકપક્ષી ગ્રંથોનું કામ એ જ છે કે પોતાના પક્ષને બળવાન જુસ્સાવાળો કરવો. પ્રતિપક્ષીઓને સમજાવવાને અર્થ તે છે જ નહિ. એકપક્ષી ગ્રંથ પ્રતિપક્ષમાં જેટલો નિંદાય છે તેટલો જ તે સ્વપક્ષમાં વંદાય છે. તે વાંચી પોતાના પક્ષના લોક ધારેલું કામ કરવા ઉશ્કેરાઈ ટપોટપ તૈયાર થાય છે. એકપક્ષી ગ્રંથોનો આ હેતુ તથા લાભ ન સમજાયાથી કેટલાક સ્વપક્ષી પણ આવા ગ્રંથને નીંંદે છે, અને કહે છે, કે વિવેકથી લખ્યું હોત તો લોકોનાં દિલમાં ઊતરત. પણ પ્રતિપક્ષીઓનાં દિલમાં ઉતારવું એ આવા ગ્રંથનું કર્તવ્ય જ નથી. અને આ ભેદના અજ્ઞાનને લીધે વખતે ગ્રંથકાર પોતે પણ લોકનો અનાદર જોઈ નાઉમેદ થાય છે કે મારું કહ્યું કોઈ સાંભળતું નથી. પણ એવા લખાણથી પોતાના પક્ષના કેટલા સબળ તથા સતેજ થયા તેનો તે વિચાર કરતો નથી. સ્પષ્ટવક્તાપણું એ જ ખરો ધર્મ છે; એ જ ખરું ડહાપણ છે; અને એ જ સરસ લખાણનું રહસ્ય છે. આવા ગ્રંથનો જો કદાપિ ચોતરફથી ફિટકાર થાય, તોપણ ભલા ગ્રંથકારનો એ જ ધર્મ છે કે ‘સત્યમેવ જયતે’ એ વાક્ય ઉપર જ ભરોસો રાખી પોતાના ઉદ્યોગમાં અખંડ સદ્‌બુદ્ધિથી મંડ્યા રહેવું, અને તેમ કરવાથી અમે ઉપર કહ્યું તે પ્રમાણેનો ફાયદો થશે અને તે કાંઈ નાનોસૂનો નથી. સેનાને સશૌર્ય કરવી એ એનું જે કામ તે યુદ્ધ કાળે પરમોપયોગી છે. પ્રતિપક્ષીને પણ સમાન અસર કરી શકે એવા ગ્રંથ તો જુદી જ રીતના હોય છે, અને તેના ગ્રંથકાર પણ જુદા વર્ગના હોય છે. તેવા ગ્રંથકારને તો ખરું કહીએ તો પક્ષાપક્ષ જ નથી. તેઓ સર્વ પક્ષમાંથી સારાસાર શોધનારા, મહા ઊંચી બુદ્ધિના, શાંત પુરુષો હોય છે. તેમના સિદ્ધાંતો એવા સામાન્ય ને ગંભીર હોય છે કે તેમાં સર્વે પક્ષના ખરા વિચારોનો સમાવેશ થઈ રહેલો હોય છે, અને સર્વે પક્ષની ભૂલચૂકોથી તે દૂર હોય છે. એવા સિદ્ધાંતીઓ જે પુસ્તક રચે છે તે એકપક્ષી ન નીવડતાં સર્વપક્ષી માલમ પડે છે, અને તેમાંથી સઘળા પક્ષ પોતપોતાની શક્તિ પ્રમાણે સાર ગ્રહણ કરે છે, અને એકે પક્ષમાં તે પુસ્તક છેક જનપ્રિય થઈ પડતું નથી. જનપ્રિય પુસ્તક તો એકપક્ષી હોય તે જ થાય – અલબત્ત તે જ પક્ષમાં, સર્વપક્ષી પુસ્તક ભાષામાં સ્થાયી રહે છે, અને એકપક્ષી પુસ્તક થોડો વખત લોકોમાં ઘણી હોહા કરી મૂકે છે. શૈલી શાસ્ત્રનો આટલો મર્મ અત્રે સ્પષ્ટ કરવાનું કારણ એ છે કે હાલ આપણા લોકમાં એ બાબત મોટો મતભેદ ચાલે છે. કેટલાક કહે છે કે ‘ધીરે ધીરે સુધારાનો સાર, સજ્જન સ્નેહ સહિત સંભળાવજો’ અને કેટલાક કહે છે, કહેવા બેસવું ત્યારે તો એક મગની બે ફાડ જ કરીને આપવી. ઉપલી સમજૂતી ઉપરથી માલમ પડશે કે એ બંને વાત યથાર્થ સમજવામાં આવે તો ખરી છે, અને એ બંનેમાં કશો વિરોધ નથી પણ એ ઉપરથી એ અર્થ નીકળતો નથી કે કોઈએ પણ પોતાના મનના વિચાર પડદામાં રાખી સભાશોભતું જ બોલવું. એ તો ચોખું જૂઠાણું છે. એકપક્ષીએ જેવા પોતાના વિચાર હોય તે પ્રમાણે જ જણાવવા, અને તેમ કરવાથી જ પોતાના વિચારના હકમાં ફાયદો થાય છે. એ ફાયદો કેવી ને કઈ રીતે થાય છે તે ન સમજાયાથી બંને મતવાળા એકબીજા સાથે નકામા લડી મરે છે. આ પુસ્તકના ચાર ભાગ પડેલા છે, અને તે દરેકમાં ઘણું કરીને એકનો એક જ છંદ રાખેલો છે. પિંગળ રીતના છંદ પસંદ ન કરતાં દેશી ગરબીઓ રાખી એ સારું કર્યું છે. સંસ્કૃત ઢપના અક્ષર છંદો તો આપણા સમૂહને છેક અજાણ્યા જ છે, અને તે ગુજરાતી ભાષાને અનુકૂળ પણ નથી. અર્થ ક્લેશ કે ભાષાની ખેંચતાણ કરીને તે જોડ્યા કરતાં માત્રિક છંદમાં સરલ કવિતા કરવી એ ઘણું ડાહ્યું કામ છે. દસ-વીસ વર્ષ પર ગુજરાતી સાક્ષર મંડળને ગરબી વગેરેનો ઘણો તિરસ્કાર હતો તે હાલ ઘણોખરો દૂર થયેલો જોઈ અમે ઘણા રાજી થઈએ છીએ, કેમકે એવી ગેરસમજથી પ્રાચીન ગૂર્જર ભાષાનો અમૂલ્ય ભંડાર ફેંકી દેવા જેવું જ થઈ રહેતું હતું. ભાષા ભાષાના પદ્યબંધો તેના સ્વભાવને અનુસરતા જુદા જુદા જ હોય છે, અને તેમાં જે જાતના છંદો શિષ્ટ કવિઓ લખી ગયા હોય છે તે છંદો જ પાછળથી બીજા કવિઓ વાપરે છે. ઇંગ્લાંડમાં પ્રથમ ગ્રીકલાટિન વિદ્યાનું પુનર્જીવન થયું તે વેળા કેટલાક પાંડિત્યનો ડોળ ધરાવનારાઓ તે ભાષાના છંદ ઇંગ્રેજીમાં દાખલ કરવાને બહુ મથ્યા હતા. પણ ફળ એટલું જ થયું કે તેમની કવિતા ગાંધીની દુકાને પડીકાં બંધાવવાના જ કામમાં છેવટે આવી. આ ઉપરથી આપણામાં સંસ્કૃત છંદોના બહુ શોકી હોય તેમણે બોધ લેવાનો છે. સંસ્કૃતમાં પણ કાળને અનુસરી જુદા જુદા છંદ લખાતા આવ્યા છે. વૈદિકકાળમાં ત્રિષ્ટુપ, રામાયણકાળમાં અનુષ્ટુપ. પછીથી ઇંદ્રવજ્રાદિક, ત્યાર કેડે આર્યા, અને છેવટે ડંડક પર્યંત છંદો વપરાવા લાગ્યા. મતલબ એ કે લોકોમાં સામાન્ય રીતે જે છંદો એક કાળે બહુ પ્રસિદ્ધ હોય તે જ છંદમાં લખે તો તે પુસ્તક દેશમાં વંચાય. આ પુસ્તકમાં જે ગરબીઓ છે તેની અમે છંદમાં જ ગણના ઉપર કરી ગયા તે જાણી જોઈને જ કરી છે, કેમકે એમાં તાલ તથા માત્રાનો નિયમ ઘણે ઠેકાણે (પહેલા ભાગમાં તો બરાબર જ) છંદની પેઠે સાચવેલો છે. કેટલાક લોકમાં હજી એવી ઊંધી સમજ ચાલે છે, કે ગરબી વગેરેમાં કાંઈ પિંગળ નિયમ જ નથી, અને તે તો જેમ રાગડો કહાડીને લખીએ તેમ ચાલે. પણ એ ખોટી વાત છે. જૂના કવિઓ તાલ ને માત્રા નિયમે જ લખતા, અને હાલ જો કાંઈ તેમાં તૂટતું માલમ પડે છે તો તે ભાષાના ફેરફારને લીધે છે. ભાષામાં કેટલો ફેરફાર થતો આવે છે તે તો થોડો જ – બહુ જ થોડાના જાણવામાં છે. અને એ જ કારણથી ઘણા જણ જૂના કવિઓને વગર નિયમે જ પદ્યબંધ જોડનારા હજી ગણે છે. આ માટે પ્રસંગોપાત્ત એ બાબત અમે કાંઈ અત્રે ખુલાસો કર્યો છે. આ ગેરસમજૂતી હવે દૂર થવી જોઈએ, અને તે કરવાનો એ જ રસ્તો છે કે જેને આપણી દેશીઓનો અભિમાન હોય તેણે દેશીઓ પિંગળ નિયમે અવિચ્છિન જ લખવો. એના નિયમો પ્રસિદ્ધ-ગ્રંથસ્થ – ન હોવાથી તે જાણનારા કવિને પણ કોઈ કોઈ વાર ખોટાઈ કરવાનું મન થઈ આવે છે, અને તેવું કાંઈ ચોથા ભાગમાં આ ભાઈએ કરેલું નજર આવે છે. આખા ભાગમાં સાઠ સિત્તેર પાનાં સુધી એકની એક જ ગરબી ચલાવ્યા કરવી એે અમને બિલકુલ પસંદ નથી. આ બાબત આપણા વિવેચકોમાં હાલ કાંઈક વિરુદ્ધ મત ચાલે છે. એક જ છંદ વાપરવાનું ચેટક ઇંગ્રેજી તથા સંસ્કૃત ભાષાની દેખાદેખીથી આપણામાં કેટલાંક વર્ષથી ઊભું થયું છે. સંસ્કૃત કાવ્યોની એવી જ રૂઢિ છે કે આખા સર્ગમાં એકનો એક જ છંદ વાપરવો, અને માત્ર છેવટે મરજીમાં આવે, તો એક શ્લોક બીજી જાતનો મૂકવો. કાવ્યશાસ્ત્રવાળાએ તો મહાકાવ્યના લક્ષણમાં જ આ વાતને ગણી દીધી છે. રામાયણ, મહાભારત, ને પુરાણો જોઈશું, તો તો આખો ગ્રંથ એક વૃત્તમાં જોડેલો માલમ પડશે. ઇંગ્રેજીમાં પણ આખા કાવ્યમાં એક જાતનો જ છંદ અવશ્ય વપરાય છે. આ જોઈ ગુજરાતીમાં પણ એમ કરવાનું મન નવા મતવાદીને થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ જૂના પ્રાકૃત કવિઓ તો બેધડક આ નિયમથી ઊલટા ચાલી જુદી જુદી જ દેશીઓ વાપરતા આવ્યા છે. વ્રજમાં પણ એક વાર કવિત તો પછીથી સવૈયા લખવાનો તે ભાષાના ઘણાખરા કવિઓએ પોતાનાં કાવ્યોમાં સાધારણ નિયમ જ રાખેલો જણાય છે. નવું દાખલ કરવામાં બહાદુર એવા આપણા શામળ ભટે દોહરા, ચોપાઈ, ને વખતે છપ્પારૂપી વિચિત્રતા જ પોતાના સઘળા લખાણમાં સર્વત્ર પસંદ કરી છે, એ તો ગુજરાતનાં બાળકો પણ જાણે છે. પ્રાકૃત કવિઓ આ પ્રમાણે શા માટે કરતા હશે એ સમજવું મુશ્કેલ નથી. તેઓ જાતે સંસ્કૃત રૂઢિઓના પરમ આસ્થિક ભક્ત છતાં આ વાતમાં તો તેમણે તેનું જાણી જોઈને ઉલ્લંઘન કર્યું છે, કેમકે તેમની સ્વભાવશુદ્ધ શ્રવણેંદ્રિયે તેમ કરવા સ્પષ્ટ ના પાડી. તેણે જોયું કે એમ કરવા જતાં રસનો છેક ભંગ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે આપણી ભાષામાં કવિતા બોલાતી નથી, પણ ગવાય છે. એક દોહરો પણ રાગડો કાઢ્યા વિના આપણે બોલતા નથી. કવિતા બોલવી એ જ શું તે આપણામાં થોડા સમજતા હશે. એની કાંઈ સમજ પડવા હિંદુસ્તાનની કવિતા ભાટ ચારણો કેવી રીતે બોલે છે તેનો વિચાર કરવો. સૂરનો કેવળ ત્યાગ કરી માત્ર તાલ સંભાળી અર્થને આધારે જ જુસ્સો લાવી વાંચવું તેને કવિતા બોલવી એમ કહે છે. આ રીતિ સંપૂર્ણપણે ઇંગ્રેજી ભાષામાં પ્રવર્તમાન છે – તેમાં તો કવિતા વાંચતી વેળા રાગ જરા પણ કાઢવો અતિ નિંદ્ય ગણાય છે. પણ આપણે જે આંક ભણનાર પણ રાગ કાઢે ત્યારે જ રાજી થઈએ છીએ, તેને પરભાષાનો કાવ્યસંબંધી આવો વિરાગી નિયમ શા કામનો? જ્યાં રાગ આવ્યો, ત્યાં વિચિત્રતાની જરૂર છે જ. એકનો એક રાગ ગમે એવો મધુર હોય, તો પણ થોડા વખતમાં તે કાનને કંટાળો આપે છે. રાગ તો વારંવાર બદલાવવો જ જોઈએ તે સંગીતશાસ્ત્રનો નિયમ છે. ગાવાનાં પદો કેવાં ટૂંકાં હોય છે, એ તો સૌના લક્ષમાં હશે. કવિતા લેખે જે નાનો કકડો ગણાય, તે પણ ખરા ગાયનમાં તો લાંબો પડે છે. માટે જ્યાં સુધી આપણી કવિતા રાગની સાથે સંલગ્ન પામેલી છે, ત્યાં સુધી તેને અનુસરી વર્તવામાં જ એ બંનેની શોભા છે. એક ને એક રાગની લાંબી કવિતાથી શ્રવણસુખનો ભંગ થાય છે એટલું જ નહિ, પણ અર્થરસની એ હાનિ થાય છે. એકરસ વિવિધ સંચારી ભાવથી પુષ્ટ થાય છે. અને તે પ્રત્યેક સંચારી ભાવના ઉચ્ચારણને જુદો જુદો સ્વરભેદ જ અનુકૂલ હોય છે. માટે જ્યાં રાગ છે, ત્યાં તો ક્ષણે ક્ષણે બદલાતા સંચારી ભાવને અનુસરી રાગ પોતે પણ બદલાવો જ જોઈએ. સઘળી ભાષામાં સંગીત કવિતા આ નિયમે જ જોડવામાં આવે છે, જેનો દાખલો લઈ આપણા કેટલાક ગુજરાતી ભાઈઓ ભરમાયા છે. તે સંસ્કૃત ને ઇંગ્રેજી ભાષાના જ કોઈ પણ કવિએ સંગીત કવિતા એક વૃત્તમાં રચવાનો ખ્યાલ સ્વપ્ને પણ કર્યો નથી. જો સકળ કાવ્યશાસ્ત્ર સંપન્ન જે જયદેવ તેણે જ ગીતગોવિંદમાં વિવિધ બંધ પસંદ કર્યા, તો આપણે સંસ્કૃતનું ઓઠું લઈ ગરબીઓ ગાવામાં એક વૃત્ત રાખવાની ગાંડાઈ શા માટે કરવી જોઇએ? ગુજરાતી સઘળા કવિઓ હારીઆં પદ એક વિષય પર ઘણું કરીને ચાર સુધી જ લખતા આવ્યા છે અને એ નિયમ આપણે માટે, અમે તો ધારીએ છીએ કે, જોઈએ તેવો બસ છે. છંદોબદ્ધ કવિતામાં પણ એક વૃત્તનાં કાવ્યોવાળી ભાષાની પદવીએ પહોંચતાં હજી ગુજરાતીને વાર છે, અને તે વખત આવવા પહેલાં અવશ્યનું એ છે કે કવિતા ગાવાની રીત જોઈ આપણામાં તે બોલવાની રીત પડવી જોઈએ. હવે આ પ્રત્યેક ભાગમાં શું છે તે આપણે ઉપર ઉપરથી કાંઈ ખેચરદૃષ્ટિએ જોઈ લઈએ. ‘હરિ ભજન વિના દુખદરિયા સંસારનો પાર ન આવે’ એ ગરબીનો ઢાળ પહેલા ભાગમાં રાખ્યો છે, અને તેનું લખાણ બીજા સઘળા ભાગ કરતાં સારું છે. એમાં મરણ, લગ્ન, સાધારણ સુધારો, સામાન્ય વહેમ, ને કેળવણી સંબંધી, એ રીતે છ વિષયો અનુક્રમે વિગતવાર ચિત્ર પાડતી બાનીએ વર્ણવ્યા છે. છેલ્લી બાબત પર લખતાં શેઠ વલ્લભદાસે ઇંગ્રેજી ભાષાના અભ્યાસ વિરુદ્ધ કેટલાક કટાક્ષ ફેંક્યા છે તે જોઈ અમે દિલગીર થયા છીએ, કેમકે એ ઉપરથી માલૂમ પડી આવે છે કે એ ભાઈના સમજવામાં ઇંગ્રેજી અભ્યાસનું મહત્ત્વ બરાબર નથી. ગુજરાતી છએ ધોરણ પૂરા કર્યાં વિના ઇંગ્રેજીનો આરંભ જ ન કરવો એ વિચાર ખોટો છે, અને હાલ જે સરકારે ચોથું ધોરણ ભણી રહ્યા પછી ઇંગ્રેજીમાં દાખલ થવાની છૂટ રાખી છે તે દૂરંદેશી ભરેલી, યોગ્ય, ને ઊંચી કેળવણીને લાભકારક છે. ઇંગ્રેજી સ્કૂલોમાં ગુજરાતી ઉપર કદાપિ ઘટતું લક્ષ અપાતું નહિ હોય, તોપણ તે માટે બંને ભાષા જોડે ભણવાની વર્તમાન પદ્ધતિને જ દૂષિત ગણવી એ વાજબી નથી. તેમજ ‘આ કલમ ઘડી આપો મારું, આ બાગ નઠારું કે સારું, બેટ કિયાં આવ્યું વારું.’ એવું બોલતો કોઈ પણ ઇંગ્રેજી ભણેલો હિંદુ થઈ ગયો હોય એ અમે માની શકતા નથી, અને એ બાબત ભાઈ વલ્લભદાસ પોતાના અનુભવની સાક્ષી આપે છે તોપણ એમાં કોઈ અતિશયોક્તિ કે ગેરસમજૂતી હોવી જોઈએ. મુસલમાન કે કદાપિ પારસી સિવાય ગુજરાતના કોઈ પણ ભાગનો દેશી એમ બોલે જ નહિ. એ અભ્યાસનો નહિ, પણ જન્મ ભાષાનો સવાલ છે, અને તેમાં આવી ભૂલ કોઈ પણ માણસ શી રીતે કરી શકે? જો એવો કદાપિ ધારો કે નીકળ્યો, તોય તે માટે ઇંગ્રેજી સ્કૂલો કરતાં તેનાં માબાપનો વાંક કાઢવો બહેતર છે, કેમકે એને નાનપણમાં પોતાની ભાષા ભરાબર બોલતાં ન આવડી તેનો દોષ તેમને જ માથે છે. કલમ, બાગ, ને બેટ એ શબ્દો નાનપણથી ઘરમાં વપરાતા સાંભળવામાં આવે એવા હોવાથી તેની જાતિમાં જો કોઈ ભૂલ કરે, તો તે તેનાં માબાપની જ છે એમ સમજવું જોઈએ. બીજો ભાગ દેવાનંદની ‘અંતકાળે સગું નહિ કોઈનું રે’ એ ઊછળતી ગરબીના રાગમાં જોડેલો છે, અને લખાણ પણ પહેલા ભાગ કરતાં વધારે ઊછળતા જુસ્સાવાળું છે, અગર જો તે જ કારણથી તેની ભાષા, વિચાર કે પદ્યબંધમાં તેટલું વ્યવસ્થિતપણું રખાઈ શક્યું નથી. ત્રીજા ને ચોથા ભાગને પણ આ જ ટીકા સામાન્યણે લાગુ પડે છે. ભોજા ભગતના ચાબખાની રાહ પર ત્રીજો ભાગ રચ્યો છે, અને તેમાં તો સત્તર સત્તર કડી સુધીના લાંબા પદના કાફિયા મેળવતાં ભાષા ને શબ્દોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. આત્માને આતમો, અગિયારમું બારમું એને ઠેકાણે અગિયારમો બારમો, ઘરસૂત્રને ઘરસૂતરો, વગેરે વગેરે જેમ જેમ જડતું આવ્યું તેમ ઠોકી માર્યું છે. ભોજાભગતની પેઠે જ જડસી ભાંડણ ભાષા પણ કોઈ કોઈ ઠેકાણે મન મૂકીને વાપરી છે. એટલું બધું છતાંયે અમે કહીએ છીએ કે આવા ગામડિયા પોશાકની અંદર ખરા કવિત્વની મૂર્તિ રહેલી છે, અને પ્રાસાનુપ્રાસ પણ ઘણેક ઠેકાણે સ્વબુદ્ધિનો, સાભિપ્રાય, ને સરસ છે. ચોથા ભાગમાં વિવિધ રાગની પદ ગરબીઓ છે, અને વિષય પણ વિવિધ છે તથાપિ ઘણો ભાગ બાળલગ્નને લગતો છે. અત્રે તો ઘણોખરો ‘બાળલગ્ન બત્રીસી’માંથી ભાષાફેર ઉતારો જ છે, અને તેમ છે એ વાત કવિએ પ્રસ્તાવનામાં પોતે કબૂલ કરી તેનું કારણ આ પ્રમાણે જાહેર કર્યું છે. ‘પુસ્તકમાં જે ચોથો ભાગ છે તેમાંની કેટલીક ગરબીનો ભાવાર્થ બાળલગ્ન બત્રીશીના પુસ્તકમાંથી ઉતારા તરીકે છે. તે લઘુ ગ્રંથની કાવ્ય મને ઘણી ઉત્તમ લાગી, પરંતુ તેમાં મૂકેલા રાગ અમારી તરફ અપ્રસિદ્ધ હોવાથી ખાસ નવરાતરમાં પુરુષોને ગાવાલાયક રાગોમાં તે ભાવાર્થ સમજાવ્યો છે. તેના વિદ્વાન કર્તાની પાસે તે બાબતની ક્ષમા ચાહું છું.’ આખા કાવ્યની શૈલી પણ ‘બાળલગ્ન બત્રીસી’ને અનુસરતી રાખવા ઉપર શેઠ વલ્લભદાસનું લક્ષ અખંડ જણાય છે, અને તે બાબત પણ પ્રસ્તાવનામાં આ રીતનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ‘નવલ બત્રીસીની કાવ્ય પણ એ વિષે લખાયેલા વિષયમાં સર્વોત્કૃષ્ટ છે. ભાષા જુસ્સાભેર હૃદય લાગણીને રોશન કરનારી છે. આ ગ્રંથમાં મેં તેવી જ પદ્ધતિ પસંદ કરી છે.’ આ બે ઉતારા અત્રે આપવા એમાં કાંઈક અવિવેક જેવું છે ખરું, પણ હાલ આપણા પ્રાંતમાં કવિતાની જે ત્રણચાર શાળાઓ (Schools) ચાલે છે તેમાં કોની જોડે આ કાવ્ય સંબંધ ધરાવે છે એ સવાલ પોતે કવિએ જ ઉઠાવ્યો છે, તો તેનું કાંઈક નિરાકરણ આ વિવેચનમાં થવું જ જોઈએ. એ આખું કાવ્ય ધ્યાન દઈને વાંચતાં અમારો એવો નિશ્ચય થાય છે કે એ દલપતશાળાનું તો નથી જ. આ ઊગતા કવિનું લક્ષ શબ્દ કરતાં અર્થ ઉપર વધારે છે તે વાત જ તેને તે શાળામાંથી મુક્ત કરવાને બસ છે. ભાષાશુદ્ધિનો કેવળ અનાદર, કેટલોક ક્લિષ્ટાન્વય, અને વિચારોની પણ કોઈ કોઈ ઢપછપ જોતાં હાલ એની વિશેષ ઝોક નર્મદશાળા તરફ દીઠામાં આવે છે. પણ તેમ જ નિર્દંભ અર્થલક્ષીપણું અને પારદર્શક સ્પષ્ટવક્તા વાણી, એ નવલશાળાનાં જે ખાસ લક્ષણો તે પણ અત્રે બહાર પડતાં છે, માટે અમારો મત એ મુજબનો થાય છે કે હાલ એ કવિ આ બંને શાળાની મધ્યે છે, પણ મનનું વલણ આગળ જતાં બીજીની તરફ જવાનું છે. અમે જોઈને પ્રસન્ન થઈએ છીએ કે આ કાવ્યમાં શેઠ વલ્લભદાસે ઉત્તમ પદ્યકારોનાં કેટલાંક લક્ષણો દર્શાવ્યાં છે. શૈલી એકાગ્ર, બંધ અર્થલક્ષી તથા કાંઈક ઘટ્ટ, ને પ્રાસાનુપ્રાસ સ્વબુદ્ધિની છે. સંક્ષિપ્ત અથવા એકાગ્રશૈલી (Concise) એટલે મુદ્દાની વાતને જ વળગી રહી આડાઅવળા જવું નહીં. આ શૈલીમાં દરેક શબ્દ સાભિપ્રાય એટલે અર્થમાં જરૂરનો વધારો કરનાર હોય તે જ મૂકવામાં આવે છે, અને કાંઈ પણ પુનરુક્તિ કે અંગ વિસ્તાર પણ ઝાઝો કરવામાં આવતો નથી. સર્વાગ્રદૃષ્ટિવાળી શેલીમાં (Diffused style) યથાર્થતા તો એટલી જ રહેલી હોય છે, પણ અંગઅંગીનો વિસ્તાર મર્યાદિત હોતો નથી. આ બંને શૈલી સારી છે, અને જેની બુદ્ધિ જે શૈલીને અનુકૂળ હોય તેને અનુસરી તે પ્રમાણે લખે, તો બંને શૈલીના ગ્રંથ સમાન જ રસ આપે છે. તોપણ અમે એકાગ્રહ શૈલીને વધારે ઊંચી ગણીએ છીએ. એ શૈલીમાં અત્તરની શીશી પેઠે સઘળું સારસ્ય જ ભરેલું માલમ પડે છે. આવી સર્વોત્તમ શૈલી આ જુવાન કવિને એકદમ જોઈએ તેવી સાધ્ય થયેલી છે એમ કહેવાનો અમારો અર્થ નથી, પણ એના મનનું તે તરફ સ્વાભાવિક વળગણ છે એમાં કાંઈ શક નથી, અને એ જ વાત તેને મુબારકબાદી આપવાને અમે બસ સમજીએ છીએ. અર્થલક્ષી બંધ એ પણ એક બુદ્ધિમાન કવિનું લક્ષણ છે. આજકાલના ઘણાખરા નાનકડા કવિઓ શબ્દલક્ષી જ દીઠામાં આવે છે. તેઓનું ઘણું લક્ષ તાલ, માત્રા, ઝડ, ઝમક, વગેરે ગોઠવવામાં જ રોકાયેલું હોય છે, અને જાણે શબ્દ પહેલાં ને અર્થ પછી એમ જ સમજતા દેખાય છે. વખતે નિરર્થક શબ્દો પણ પાદપૂરણાર્થે ઘોચી દેતા કાંઈ આંચકો ખાતા નથી. વિશેષણો તો સાભિપ્રાય કે સપ્રયોજન જોઈએ તેનો વિચાર પણ તેના સ્વપ્નામાં આવતો નથી, અને જાણે તે માત્રાનું ભરણું કરવાને જ અર્થે હોય એમ સમજે છે. આમ હોવાથી તેમનું કવન ઢમઢોલ ને માંહે પોલ જેવું જ કેવળ થઈ જાય છે, અને તે જોઈ સમજવાર કે રસિક પુરુષો તો બહુ જ કંટાળે છે કેમ કે તેમને તો અર્થલક્ષી પદ્યબંધ જ ગમે, અર્થની ઉપર જ અખંડ લક્ષ, અને તેના સર્વે ભાવ પરિપૂર્ણ રીતે પરાવર્તન પમાડવાને માટે જ ભાષા છે, એમ સમજી જે યથાયોગ્ય પદ્યરચના કરવી તેને અમે અર્થલક્ષી પદ્યબંધ કહીએ છીએ. આ વિવેચન બહુ ચાલ્યું. હવે તો એ પૂરું કરવું જોઈએ, કેમ કે ચર્ચાજોગ બાબતો તો આ પુસ્તકમાં ખૂટે એમ નથી. અર્થલક્ષીબંધ અને એકાગ્ર શૈલી, એ બે દુર્લભ સુગુણો આ કાવ્યમાં છે એમ અમે પાછળ બતાવ્યું. એમાં સિદ્ધિ કેટલી થઈ છે તે હવે જોવાનું છે. એક અર્થલક્ષી બંધ જ સિદ્ધિએ પહોંચાડવો બહુ મુશ્કેલ છે, તો તેની સાથે એકાગ્ર શૈલી ભળી એટલે તે કામ બહુ જ મુશ્કેલ અને ઘણાને તો અસાધ્ય જ થઈ પડે એમાં કોઈ આશ્ચર્ય નથી. એમાં પૂરેપૂરી ફતેહ તો ઘણી મહેનતે, ઘણે અભ્યાસે, ને સ્વાભાવિક યોગ્યતા બહુ સારી હોય છે, તો જ કોઈ વિરલાને મળે છે. એ સિદ્ધિ એટલી દુર્લભ છે કે તેને સઘળા કવિઓ પ્રસાદ જ ગણે છે. આપણી ભાષામાં આ જાતની શૈલી સંપૂર્ણપણે તો ગૂર્જર ભૂષણ પ્રેમાનંદ ભટ્ટમાં જ જોવામાં છે, અને તેનાથી ઊતરતે દરજ્જે દયારામમાં. શામળની બાની એકાગ્ર નથી, પણ કાંઈક વ્યગ્ર અને વિસ્તીર્ણ છે. અખાનો બંધ કેવળ અર્થલક્ષી ને એકાગ્ર છે. પણ તેમ કરવા જતાં ભાષા બગડી ગઈ છે. આ શૈલીમાં ત્રણ વાતનો મોટો ભય રહે છે! – ક્લિષ્ટતા, કઠોરતા, અને અનાગરત્વ (Intelegance) એટલે શુદ્ધિ, રૂઢિ, પ્રૌઢિ વગેરેનો ભંગ થઈ વાણી ખીચડા જેવી ગામડિયા દેખાય છે. અખામાં કઠોરતા નથી, પણ અનાગરત્વ તથા (વિષયનું કાઠિન્ય બાદ કરતાં પણ) ક્લિષ્ટતાનો કેટલોક દોષ લાગ્યો છે. ત્યારપછી એ શૈલી નર્મદાશંકરે પકડી તેણે અનાગરત્વનો દોષ ઘણોખરો દૂર કર્યો, પણ તેમ કરતાં વાણી કાંઈક ક્લિષ્ટ થઈ ગઈ ને જોઈએ તેવી મીઠાશ આવી નહિ. એમ છે, તો આ શિખાઉ કવિની ભાષા એ શૈલીનો આશ્રય લેતાં મનમાનતી ન નીવડે એમાં કાંઈ નવાઈ નથી. પણ ટીકા કરવા જોગ એ છે કે ‘મારી સરલ કવિતામાં કાઠિયાવાડી શબ્દો કેટલેક ઠેકાણે આવ્યા છે. પ્રાંતભેદના શબ્દો પણ હશે; તથાપિ એ પદ્ધતિ મને પસંદ છે’ એમ કહી એ સઘળા દોષમાંથી જ છટકી જવા માગે છે. પ્રથમ તો કહેવાનું એ છે કે કાઠિયાવાડના સર્વોપરી વિદ્વાન મણિશંકરભાઈ, કવિ ભવાનીશંકર, તથા હાલ ભાવનગર વગેરે અનેક ઠેકાણે જે જુવાન લેખકો બહાર પડવા લાગ્યા છે, તેમાંના કોઈને પણ દેશની સામાન્ય ભાષામાં લખતાં અઘરું લાગતું નથી, તો આ ભાઈને જ તેમ શા માટે થવું જોઈએ? પ્રથમ પ્રયાસે અઘરું લાગે, પણ આગ્રહથી સઘળું થઈ શકે છે. ગમે તેમ હો પણ કાઠિયાવાડીનું પ્રાંતાભિમાન ઉશ્કેરી તેની હેઠે પોતાની શૈલીના દોષો છુપાવવા એ અમને બિલકુલ વાજબી લાગતું નથી. પણ પ્રાંતભેદના શબ્દોનો સવાલ બહુ મોટો છે તેથી તેને બીજા પ્રસંગને માટે રહેવા દઈ, અમે કહીએ છીએ કે આ ચોપડીમાં કાઠિયાવાડી શબ્દો એ જ મુખ્ય દોષ નથી; પણ ભાષાસંબંધી અનેક રીતના ગડબડ ગોટા છે. એમાં કેટલાક શબ્દો તો કાઠિયાવાડી નહિ પણ ગોહિલવાડી છે. અને તેથી તે હાલારી કે ઝાલાવાડી પણ સમજી શકતા નથી. તો ગુજરાતના બીજા લોકોનું શું કહેવું. કેટલાક તો કાઠિયાવાડી કે ગોહિલવાડી નહિ, પણ હડહડતા ગામડિયા શબ્દ જ છે. નખોદને ઠેકાણે નખ્યોદ, મિંઢળને ઠેકાણે મિંઢોસ, વૈધ્રતને ઠેકાણે વૈધ્રટ, મલકાયની જગો પર મરકાય, ગળચીની ગલકી (?), અખાડાની જગો પર અખેડો, અફસોસને ઠેકાણે અપશોચ, જાપતાને ઠેકાણે જાબતો, ધુમને ઠેકાણે ધોમ, પૂડાને ઠેકાણે પોડા વગેરે ગણતાં પણ પાર ન આવે એટલા શબ્દો છે તે કાંઈ કાઠિયાવાડી નહિ પણ ગામડિયા અથવા તોતળી જાતના જ બોલ કહેવાય. કાઠિયાવાડી પ્રાંતભેદનું તો ખરેખર નિમિત્ત જ છે – ખોટી જ ઢાલ ઊભી કરી છે. વાગેછ, બોલેછ, એવા સુરતી પ્રાંતભેદ પણ ફાવતું આવ્યું છે ત્યાં ધમધોક્કાર દાખલ કર્યા છે. સુરતી પ્રાંતભેદ તો શું પણ કેટલેક ઠેકાણે પારસી ઢપ પણ છૂટથી વાપરી છે. ( અમે જોઈએ છીએ કે જ્યાં પ્રાસ મેળવતાં ગૂંચવણ પડે છે અથવા પદ્ય બેસતું નથી તેવે ઠેકાણે જ આવા દોષિત શબ્દો વાપર્યા છે. એ કાંઈ પ્રાંતભેદની પ્રીતિ નહિ, પણ શિખાઉ પદ્યકારની અધીરાઈ જ કહેવાય. આવા અધીર જો સંસ્કૃત શ્લોક રચવા બેસે, તો બેશક પાણિનિને દોઢડાહ્યો ફેરવી દેશનિકાલ જ કરે ને પછી બીજી વાત.) જો તોડે કુદરતનો કાયદો, તો જાય તંદુરસ્તી ફાયદો, આ મત અર્વાચીન અલાયદો’ આ લીટીઓ તો મુંબાઈના પેલા મનસુખ સાહેરની જ કવિતાને (?) યાદ કરાવે એવી છે, અને ખરે કહ્યું ન હોય તો કોઈ પણ એમ ધારે નહિ કે એ કાઠિયાવાડના એક હિંદુ ગૃહસ્થની બનાવેલી હશે. તેમજ ‘અંગીકારી રીતે એજન (હિસાબી ખાતાનો શબ્દ) ઊલટું આપ્યું છે ઉત્તેજન (સંસ્કૃત શબ્દ) તેથઈ સ્થીતી સુધરી એકન’ (વિલાત જોડણી) એમાં જે પ્રાસ મેળવવા ભાષાનો અજાયબ ખીચડો કર્યો છે તે તો પેલા ફક્કડ લાવણી બનાવનારાઓને પણ બેશક ખૂણે બેસાડે એવા જ જણાય છે. તેમજ કેટલેક ઠેકાણે વ્યાકરણભંગ પણ કરતાં આંચકો ખાધો નથી. ‘ધૂત્યાનો’ને ઠેકાણે ધૂતાનો, કળશી એની જગો પર કળશે, વધાર્યો જને ઠેકાણે વધારે જ, કેફ કરીને ઠેકાણે કેફ કર્યા, ભ્રમણાને ભ્રમના, એટલુંનું અટલું. ઉપાયને ઉપા, ને અગીયારમું બારમું તેને ઠેકાણે અગીઆરમો બારમો, વગેરે અનેક ગ્રામ્યતાની, પ્રાંતભેદની, ને બેપરવાહીની ભૂલો આ પુસ્તકમાં ડગલે ડગલે માલમ પડે છે. ટૂંકામાં ભાષા એવી કપોલકલ્પિત થઈ ગઈ છે કે તેને ગુજરાતી, કાઠિયાવાડી, મુંબઈગરી, કે શું કહેવી તેની અમને કોઈપણ સૂઝ પડતી નથી, ને કેટલેક ઠેકાણે તો છેવટે કોષ આપ્યો છે તેની મદદ લેતા પણ અમારાથી તો બરાબર સમજી શકાતી નથી. પણ બસ, એ બાબત વધારે ચૂથણું ચલાવવું અમને ગમતું નથી. અમે તો અગાઉથી જ કહ્યું છે કે એ શૈલી કઠિન છે. અને પ્રથમ પ્રયાસે તે સિદ્ધ થતી નથી. આ શેઠ વલ્લભદાસનો એ બાબત પ્રથમ પ્રયાસ છે. તે જોતાં તો અમે કહીએ છીએ કે અનાગરત્વ સિવાય સઘળા દોષ એ ભાઈ દૂર કરી શક્યા એ જ મોટી વાત છે, એ જો પ્રાંતાભિમાન જે હાલ મિથ્યા આગળ કર્યું છે તેને છોડી દઈ અભ્યાસ જારી રાખશે, તો ભાષાની શુદ્ધિ રૂઢિ પણ મેળવવાને શક્તિમાન થશે એમ અમે માનીએ છીએ, કેમ કે એના લખાણ ઉપરથી એણે ઘણું વાંચ્યું હોય એમ તો માલમ જ પડે છે. અમે જૂના કવિઓનો ભાષાને માટે અભ્યાસ કરવાની (જો એ ભાઈને રુચે તો) ખાસ ભલામણ કરીએ છીએ. તેમાં જે શબ્દો આવે તે ગુજરાતમાં સર્વને માન્ય સમજવા. [...]

૧૮૮૨