ગ્રંથ અને ગ્રંથકાર/ચિમનલાલ ભેગીલાલ ગાંધી ‘વિવિત્સુ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 27: Line 27:
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
‘રાસપાંખડી' માટે ‘અર્વાચીન કવિતા’; ૧૯૩૯ ની ગુ. સા. સભાની કાર્યવહી: 'રાસપાંખડી' (પ્રસ્તાવના), શ્રી મંજુલાલ મજમુદારની.
‘રાસપાંખડી' માટે ‘અર્વાચીન કવિતા’; ૧૯૩૯ ની ગુ. સા. સભાની કાર્યવહી: 'રાસપાંખડી' (પ્રસ્તાવના), શ્રી મંજુલાલ મજમુદારની.
સરનામું : ગાંધીવાડો, આતરસુંબા, તા. કપડવંજ, જિ. ખેડા.</poem>
</poem>
{{right|'''સરનામું :''' ૪૩, જરીવાલા બિલ્ડિંગ, ચોપાટી, મુંબઈ-૭.}}<br>
{{right|'''સરનામું :''' ગાંધીવાડો, આતરસુંબા, તા. કપડવંજ, જિ. ખેડા.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચિનુભાઈ ભોગીલાલ પટવા 'ફિલસૂફ'
|previous = ચિનુભાઈ ભોગીલાલ પટવા 'ફિલસૂફ'
|next = છોટુભાઈ શંકરભાઈ સુથાર
|next = છોટુભાઈ શંકરભાઈ સુથાર
}}
}}

Revision as of 05:16, 9 June 2024


ચિમનલાલ ભોગીલાલ ગાંધી ‘વિવિત્સુ’

[૧૫-૯-૧૮૯૪]

એમનો જન્મ ઈ.સ. ૧૮૯૪ના સપ્ટેંબરની પંદરમી તારીખે કપડવંજમાં થયો હતો. એમનું મૂળ વતન આતરસુંબા. માતાનું નામ મહાલક્ષ્મીબહેન અને પિતાનું નામ ભોગીલાલ. જ્ઞાતિએ દશા ખડાયતા વાણિયા. એમનું લગ્ન ઈ.સ. ૧૯૦૩માં શ્રી મૂળીબહેન સાથે થયેલું. શ્રી ગાંધીએ પ્રાથમિક શિક્ષણ દહેગામની ગુજરાતી શાળામાં અને માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાં લીધું હતું. તેમણે ૧૯૩૨માં મોટી ઉંમરે મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની ડિગ્રી 'એન્ટાયર' સંસ્કૃત સાથે લીધી હતી. તેમણે કેળવણીખાતામાં શિક્ષક તથા આસિસ્ટંટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે કુલ ૩૪ વર્ષ નોકરી કરી છે. અત્યારે તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્તિકાળની તેમની પ્રિય પ્રવૃત્તિઓ બે છે: એક તો શ્રી અરવિંદના તત્ત્વચિંતનનું પરિશીલન અને પ્રચાર, અને બીજી પુષ્ટિમાર્ગીય તત્ત્વજ્ઞાનની પરીક્ષાઓનું સંચાલન. ગોવર્ધનરામ, કાન્ત, નાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ અને આનંદશંકર ધ્રુવની પ્રબળ અસર નીચે તેઓ આવ્યા હતા. કવિતાના સર્જનમાં શૈલી પરત્વે કાન્તનાં ખંડકાવ્યો તથા ઇતર કાવ્યોનું ઊંડું પરિશીલન તેમણે કર્યું અને તેની અસર પોતાની કૃતિઓમાં ઝીલી. આનંદશંકર ધ્રુવ પાસે તો શ્રી ગાંધીએ ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરેલો અને ત્યારે તેમના સીધા સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય તેમને સાંપડેલું. એટલે આનંદશંકરની વિચારધારા, સાહિત્યપ્રીતિ અને ગદ્યશૈલીના સૌષ્ઠવની એમનાં ગદ્યલખાણો પર અસર થયેલી છે. આ ઉપરાંત કવિશ્રી ‘કાન્ત’ સાથે તેમ જ કવિશ્રી નાનાલાલ સાથે પ્રત્યક્ષ પરિચયમાં આવવાની પણ એમને તક મળેલી. અમદાવાદની (૬ઠ્ઠી) અને નડિયાદની (૯મી) સાહિત્ય પરિષદોમાં તેમ જ ૧૯૫૫ માં નડિયાદની સાહિત્ય પરિષદમાં અને ૧૯૫૬માં લેખકમિલનમાં તેમણે હાજરી આપી સાહિત્યસંસ્કારો ઝીલવા નમ્ર પ્રયાસો કરેલા. એમને સંસ્કૃત પ્રત્યે ખૂબ જ અનુરાગ હોવાથી સંસ્કૃત સાહિત્યની અસર એમના સારાય જીવન ઉપર જોઈ શકાય છે. વડોદરાના 'સાહિત્ય' માસિકમાં, મુંબઈના 'સમાલોચક' અને 'ગુજરાતી' સામયિકોમાં તેમ જ ‘સયાજીવિજય'ના સાપ્તાહિક અંકોમાં એમની કાવ્યકૃતિઓ સારી સંખ્યામાં પ્રગટ થઈ હતી. એમને ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી મળી છ ભાષાઓ આવડે છે. સંસ્કૃતમાં પણ એમણે ઘણા શ્લોકો રચ્યા છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થ ૧૯૧૫માં. ‘સમાલોચક'માં એમનું પ્રથમ કાવ્ય 'જૂની યાદ' પ્રસિદ્ધ થયું હતું. એમના પ્રિય લેખકો છે એમર્સન, પંડિત સુખલાલજી અને કલાપી. એમર્સન એના વિચારસૌન્દર્ય અને અર્થઘનતાનાં અમરત્વને કારણે, પંડિત સુખલાલજી એમની લાઘવભરી અને ગહન વિચારસભર લખાવટ માટે અને કલાપી તેમની સ્વાભાવિકતા તેમ જ માનવસ્વભાવના સચોટ અભ્યાસ માટે. Pushing to the Fronti ગુજરાતી અનુવાદ ‘આગળ ધસો' એ ગ્રંથના વાચનથી ગાંધીએ ઈ. ૧૯૧૮માં પ્રેરાઈને શ્રી મૂકી દીધેલો પ્રવિયસનો કૉલેજ અભ્યાસ ફરી ૧૯૨૭માં શરૂ કર્યો અને ૧૯૩૨માં બી.એ. થયા. અત્યારે એમના જીવનને ઊંડો અને સાચો દિલાસો શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં લખાણોમાંથી મળે છે. કવિતા તરફ એમને અપાર પ્રીતિ છે. ‘રાસપાંખડી'માં એમણે કેટલાંક સુંદર ગીતો આપ્યાં છે. સ્વ. કેશવ હ. શેઠ, સ્વ. લલિતજી, સ્વ કરુણાશંકર માસ્તર અને સ્વ. ધૂમકેતુના સહવાસથી તેમ જ કુમાર કાર્યાલયની બુધવારિયાની બેઠકોમાં પ્રત્યક્ષ સતત ભાગ લેતા રહેવાથી કાવ્યરચનાની પ્રવૃત્તિમાં એમને બળ અને પ્રેરણા પ્રાપ્ત થયાં છે. એમનાં કાવ્યો 'કુમાર', 'સંસ્કૃતિ', 'માનસી', 'દક્ષિણા'માં પ્રગટ થયાં છે. શ્રી કેતકરના મરાઠી જ્ઞાનકોષના ગુજરાતી ભાષાંતરનો ૨૭૦ પૃષ્ઠનો અનુવાદ તેમણે કર્યો છે. બંગાળીમાંથી પણ તેમણે કેટલાક છૂટક અનુવાદો કર્યા છે. તેમનો મૌલિક કાવ્યસંગ્રહ બહાર પડવામાં આવે છે.

કૃતિઓ
૧. છોડવાનું જીવન : અનુવાદ-અંગ્રેજી ('Plant Life) પરથી, વિજ્ઞાન; પ્ર. સાલ ૧૯૩૦.
પ્રકાશક : ભાષાંતર શાખા, વિદ્યાધિકારી કચેરી, વડોદરા.
૨. કરકસર : અનુવાદ-અંગ્રેજી પરથી, અર્થશાસ્ત્ર: પ્ર. સાલ ૧૯૩૨.
પ્રકાશક : ભાષાંતર શાખા, વિદ્યાધિકારી કચેરી, વડોદરા.
૩. મયૂખ : અનુવાદ-બંગાળી પરથી (રાખાલદાસ બંદોપાધ્યાય), ઐતિહાસિક નવલકથા: પ્ર. સાલ ૧૯૩૨.
પ્રકાશક : જાતે.
૪. રાસપાંખડી : મૌલિક, ગરબાસંગ્રહ: પ્ર. સાલ ૧૯૩૭,
પ્રકાશક : જાતે.
૫. દેવ આરાધના : મૌલિક અને સંપાદન, તત્ત્વચિંતન: પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : જાતે.
૬. સામાજિક સુખરૂપતા : અનુવાદ-અંગ્રેજી પરથી, સમાજશાસ્ત્ર; પ્ર. સાલ ૧૯૩૫.
પ્રકાશક : ભાષાંતર શાખા, વિદ્યાધિકારી કચેરી, વડોદરા.
અભ્યાસ-સામગ્રી :
‘રાસપાંખડી' માટે ‘અર્વાચીન કવિતા’; ૧૯૩૯ ની ગુ. સા. સભાની કાર્યવહી: 'રાસપાંખડી' (પ્રસ્તાવના), શ્રી મંજુલાલ મજમુદારની.

સરનામું : ગાંધીવાડો, આતરસુંબા, તા. કપડવંજ, જિ. ખેડા.