સંચયન-૬૨: Difference between revisions

()
()
 
(6 intermediate revisions by the same user not shown)
Line 819: Line 819:

'''વૃદ્ધ બાળક'''
'''વૃદ્ધ બાળક'''
[[File:Sanchayan 06-2024 Image 12.jpg|right|300px|]]

આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો.
આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! [[File:Sanchayan 06-2024 Image 13.jpg|right|thumb|250px|<center>(સૌમ્ય, સ્વસ્થ અને સરળ રમેનબાબુ (ફોટો - નરેન))</center>]]પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો.

લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે.

'''શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત'''
'''શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત'''
 
[[File:Sanchayan 06-2024 Image 14.jpg|right|250px|thumb|<center>કલાકાર શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્તાને ઘેર : જમણી બાજુ - રવિશંકર રાવળની પાછળ શિવકુમાર જોશી અને વ્રજલાલ ત્રિવેદી</center>]]
કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો.

Line 835: Line 836:

રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી.

<center>
[[File:Sanchayan 06-2024 Image 15.jpg|270px]]
[[File:Sanchayan 06-2024 Image 16.jpg|365px]]
</center>
તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે.

પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે.

Line 841: Line 845:
એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી.

[[File:Sanchayan 06-2024 Image 17.jpg|center|thumb|250px|<center>મુલાકાત વેળા કરેલો તેમનો સ્કેચ (ર. મ. રા.)</center>]]

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}