સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પુનરુક્તિની વ્યંજકતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 14:30, 3 July 2024

પુનરુક્તિની વ્યંજકતા

પાઠકના કાવ્યમાં ‘ધમાલ ન કરો’ એ પદસમૂહ દરેક શ્લોકને આરંભે પુનરાવર્તિત થયો છે. આવી પુનરાવૃત્તિ પણ વ્યંજક હોઈ શકે છે એમ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે. પાઠકના કાવ્યમાં એ પદસમૂહનું પુનરાવર્તન એમ સૂચવે છે કે ધમાલ (આ શબ્દ ‘રોકકળ’ આદિના અર્થમાં હોવાનું સમજાય છે) કરવાનું રોકી શકાતું નથી ને તેથી ફરીફરી એ આજ્ઞા કરવી પડે છે. એમાંથી દુઃખની લાગણીની નિરંકુશતા સૂચવાય છે. કલાપીની નીચેની પંક્તિઓમાં પણ પુનરાવૃત્તિની પ્રયુક્તિનો આશ્રય લેવાયો છે :

ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના અને
ઉર ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને,
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી,
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં!
(ભાવના અને વિશ્વ)

અહીં પુનરાવૃત્તિથી ઉર ઠલવવાના પ્રયત્નોનું સાતત્ય સૂચવાય છે, એની બહુલતા સૂચવાય છે અને તેથી વ્યર્થતાની લાગણી ઘૂંટાય છે. ‘મળે જ મળે નહીં’ એમાં ‘મળે’ની પુનરાવૃત્તિ નિરુપાયતા સૂચવે છે અને વ્યર્થતાની લાગણીને અપરિહાર્ય બનાવે છે.