સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અલંકારવિચાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{center|<big>'''લક્ષણાનું કાર્ય – વ્યંગ્યાર્થસ્ફુરણ'''</big>}} {{Poem2Open}}{{Poem2Close}} <hr> {{reflist}} {{HeaderNav |previous = સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિતાનું ભાષાકર્મ : લક્ષણાવ્યાપાર|કવિત...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|<big>'''લક્ષણાનું કાર્ય – વ્યંગ્યાર્થસ્ફુરણ'''</big>}}
{{center|<big>'''અલંકારવિચાર'''</big>}}
{{Poem2Open}}{{Poem2Close}}
{{Poem2Open}}
આનંદવર્ધને ગુણ, રીતિ અને અલંકારના સિદ્ધાંતોની ઉપેક્ષા નથી કરી, એને પોતાના ધ્વનિવિચારની અંતર્ગત કરી લીધા છે. પણ સંભવ છે કે આનંદવર્ધન ધ્વનિની સ્થાપનાના એક ચોક્કસ દૃષ્ટિબિંદુથી ચાલ્યા હોઈ એમની યોજનામાં એ સિદ્ધાંતોનું સઘળું ન સમાયું હોય. આનંદવર્ધનની યોજના આપણને અપર્યાપ્ત લાગતી હોય અને ગુણ, રીતિ ને અલંકારના સિદ્ધાંતોની કાવ્યવિશ્લેષણમાં વિશેષ ક્ષમતા લાગતી હોય તો આપણે ધ્વનિવિચારથી આગળ જઈ એ સિદ્ધાંતોની ક્ષમતા નાણી શકીએ. પણ આનંદવર્ધને પોતાની યોજનામાં રહીને પણ આ સિદ્ધાંતો સાથે જે રીતે કામ પાડ્યું છે તે નજર બહાર રહેવું ન જોઈએ. અલંકારોનું સ્વતંત્ર પ્રકરણ આનંદવર્ધને નથી રચ્યું – એમની યોજનામાં એ ન જ આવે, પરંતુ અલંકારોની ધ્વનિપરકતાની ચર્ચા એમના ગ્રંથમાં કેટલીબધી જગ્યા રોકે છે! હા, અલંકારો એમની દૃષ્ટિએ ધ્વનિપરક હોવા જોઈએ એટલે કે કાવ્યાર્થ-સમર્પક હોવા જોઈએ, તો જ એ કાવ્યના અંગરૂપ બને છે; વાચ્ય અલંકારો પોતાનામાં જ પરિસમાપ્ત થાય, તેથી એ અળગા રહી જાય, કાવ્યનું અંગ ન બને. ધ્વનિપરક અલંકારથી ગુણીભૂતવ્યંગ્યનો કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવે છે, જે આનંદવર્ધનની દૃષ્ટિએ ઊતરતો કાવ્યપ્રકાર હરગિજ નથી. આલંકારિક મહાકવિ – વાણીનોયે એ નિર્દેશ કરે છે<ref>૧૪. મુખ્યા મહાકવિગિરામલકારભૂતામપિ ।<br>{{gap|2.5em}}પ્રતીયમાનચ્છાવૈષા ભૂષા લિજજેવ યોષિતામ્ || ૩.૩૭ ||</ref>જે એમ બતાવે છે કે એમની દૃષ્ટિએ આલંકારિક કાવ્યરચના એક પ્રશસ્ત કવિમાર્ગ છે. આનંદવર્ધનની અપેક્ષા એવી છે કે રસના આવેશમાં સહજ રીતે જ અલંકારની રચના થવી જોઈએ. અલંકારરચના માટે કવિએ જુદો સભાન પ્રયત્ન કરવો પડતો ન હોવો જોઈએ. એટલું જ નહીં, આનંદવર્ધન માને છે કે પ્રતિભાશાળી કવિ રસમાં એકાગ્રચિત્ત થઈને રચના કરતો હોય છે ત્યારે દુર્ઘટ અલંકારો પણ ‘અહમહમિકાયા’ – ’હું પહેલો, હું પહેલો’ એમ તેની આગળ દોડતા આવીને પડે છે. આ અલંકારો કાવ્યમાં બહિરંગરૂપ નથી. ધ્વનિમાર્ગના અલંકારો તે આ જ.  <ref>૧૫. રસાક્ષિપ્તતયા યસ્ય બન્ધઃ શક્યક્રિયો ભવેત્ ।<br>{{gap|2.5em}}અપૃથગ્યત્નનિર્વર્ત્યેઃ સોડલકારો ધ્વનૌ મતઃ ॥ ૨.૧૬ ॥<br> અલંકારાન્તરાણિ (યમકાદિ સિવાયના, રૂપકાદિ અલંકારો) હિ નિરૂપ્યમાણદુર્ઘટના – ન્યપિ રસસમાહિત ચેતસઃ પ્રતિભાનવત : કક્વેરહમ્પૂર્વિક્યા પરાપતન્તિ. ।.. ન તેષાં બહિરઙ્‌ગત્વં રસાભિવ્યક્તૌ ।</ref> વસ્તુધ્વનિ, રસધ્વનિ વગેરે પરત્વે અલંકારરચનાના સ્વરૂપ અને સ્થાન વિશે આનંદવર્ધને જે ઝીણવટથી વિચાર કર્યો છે તે બતાવે છે કે અલંકારની કાવ્યોપકારકતા વિશે આનંદવર્ધનને શંકા નથી. અલંકારના વિગતવાર વ્યવસ્થિત નિરૂપણ માટે આપણી પાસે મમ્મટાદિ પરવર્તી આચાર્યો છે જ, જેમણે ધ્વનિવિચારને સ્વીકારીને એની સાથે અલંકારપ્રકરણ જોડ્યું છે.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અલંકારનિરૂપણને આધુનિક કાવ્યવિવેચનમાં ઘણી કામયાબીથી વિનિયોજી શકાય એમાં શંકા નથી. આપણે જ્યાં ‘કલ્પન’ (ઈમેજ) અને ‘પ્રતીક’ (સિમ્બલ) જોઈએ છીએ તેવાં ઘણાં કાવ્યવર્ણનોમાં સાદૃશ્યમૂલક અલંકાર – રચનાઓ નિહિત હોય છે અને અલંકારરચનાના વિશ્લેષણથી કાવ્યાર્થને વધારે ઉઘાડી શકાય તેમ હોય છે. પણ આપણને એ આવડતું નથી તેથી ‘અલંકાર’ શબ્દનો આપણે છોછ અનુભવીએ છીએ અને ‘કલ્પન’ ને ‘પ્રતીક’નું જાડુંમોટું લેબલ લગાડીને આપણે આપણું ગાડું ગબડાવીએ છીએ. આપણાં કાવ્યવિવેચનોમાંથી આના દાખલા જોઈએ તેટલા જડશે. મારે પણ મીરાંની કવિતાની કલ્પનનિષ્ઠતાની વાત કરવાની થઈ છે ત્યારે રૂપકદૃષ્ટાંત વગેરે અલંકારરચનાઓ જ બતાવવાનું થયું છે. મેં અલબત્ત અલંકારરચનાઓ સ્ફુટ કરી છે અને એ દ્વારા કાવ્યાર્થ કેવો પ્રત્યક્ષ થાય છે તે સમજાવ્યું છે. પણ કેવળ અલંકારની પરિભાષામાં હું મારો મુદ્દો મૂકી શક્યો નથી. જો કે મારું વક્તવ્ય એવું નથી જ કે પશ્ચિમની સાહિત્યપરિભાષા છોડી આપણે કેવળ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષાથી જ વિવેચન કરવું જોઈએ. મારું વક્તવ્ય એટલું જ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં ઓજારોની સાર્થકતા આપણે પ્રમાણવી જોઈએ અને એનો કસ કાઢવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કલ્પનપ્રતીક અને અલંકાર એકબીજાની અંદર મર્યાદિત રૂપે જ સમાય છે, એકબીજાથી બહાર પણ વિસ્તરે છે ને તેથી બધા જ હેતુ માટે એકને બદલે બીજી પરિભાષા કામ નહીં આવી શકે. જે – તે હેતુ માટે વધારે કાર્યક્ષમ પરિભાષા જ આપણે કામે લગાડવાની રહી, પણ તે એ પરિભાષાની ક્ષમતાનો પરિચય કર્યા પછી.
{{Poem2Close}}
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
{{HeaderNav
{{HeaderNav
|previous =   [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિતાનું ભાષાકર્મ : લક્ષણાવ્યાપાર|કવિતાનું ભાષાકર્મ : લક્ષણાવ્યાપાર]]
|previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિકર્મની અનંતતાનું દિગ્દર્શન|કવિકર્મની અનંતતાનું દિગ્દર્શન]]
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ|અભિધામૂલ વ્યંજનાનો કાવ્યમાર્ગ]]
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ગુણરીતિવિચાર|ગુણરીતિવિચાર]]
}}
}}

Latest revision as of 14:50, 4 July 2024

અલંકારવિચાર

આનંદવર્ધને ગુણ, રીતિ અને અલંકારના સિદ્ધાંતોની ઉપેક્ષા નથી કરી, એને પોતાના ધ્વનિવિચારની અંતર્ગત કરી લીધા છે. પણ સંભવ છે કે આનંદવર્ધન ધ્વનિની સ્થાપનાના એક ચોક્કસ દૃષ્ટિબિંદુથી ચાલ્યા હોઈ એમની યોજનામાં એ સિદ્ધાંતોનું સઘળું ન સમાયું હોય. આનંદવર્ધનની યોજના આપણને અપર્યાપ્ત લાગતી હોય અને ગુણ, રીતિ ને અલંકારના સિદ્ધાંતોની કાવ્યવિશ્લેષણમાં વિશેષ ક્ષમતા લાગતી હોય તો આપણે ધ્વનિવિચારથી આગળ જઈ એ સિદ્ધાંતોની ક્ષમતા નાણી શકીએ. પણ આનંદવર્ધને પોતાની યોજનામાં રહીને પણ આ સિદ્ધાંતો સાથે જે રીતે કામ પાડ્યું છે તે નજર બહાર રહેવું ન જોઈએ. અલંકારોનું સ્વતંત્ર પ્રકરણ આનંદવર્ધને નથી રચ્યું – એમની યોજનામાં એ ન જ આવે, પરંતુ અલંકારોની ધ્વનિપરકતાની ચર્ચા એમના ગ્રંથમાં કેટલીબધી જગ્યા રોકે છે! હા, અલંકારો એમની દૃષ્ટિએ ધ્વનિપરક હોવા જોઈએ એટલે કે કાવ્યાર્થ-સમર્પક હોવા જોઈએ, તો જ એ કાવ્યના અંગરૂપ બને છે; વાચ્ય અલંકારો પોતાનામાં જ પરિસમાપ્ત થાય, તેથી એ અળગા રહી જાય, કાવ્યનું અંગ ન બને. ધ્વનિપરક અલંકારથી ગુણીભૂતવ્યંગ્યનો કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવે છે, જે આનંદવર્ધનની દૃષ્ટિએ ઊતરતો કાવ્યપ્રકાર હરગિજ નથી. આલંકારિક મહાકવિ – વાણીનોયે એ નિર્દેશ કરે છે[1]જે એમ બતાવે છે કે એમની દૃષ્ટિએ આલંકારિક કાવ્યરચના એક પ્રશસ્ત કવિમાર્ગ છે. આનંદવર્ધનની અપેક્ષા એવી છે કે રસના આવેશમાં સહજ રીતે જ અલંકારની રચના થવી જોઈએ. અલંકારરચના માટે કવિએ જુદો સભાન પ્રયત્ન કરવો પડતો ન હોવો જોઈએ. એટલું જ નહીં, આનંદવર્ધન માને છે કે પ્રતિભાશાળી કવિ રસમાં એકાગ્રચિત્ત થઈને રચના કરતો હોય છે ત્યારે દુર્ઘટ અલંકારો પણ ‘અહમહમિકાયા’ – ’હું પહેલો, હું પહેલો’ એમ તેની આગળ દોડતા આવીને પડે છે. આ અલંકારો કાવ્યમાં બહિરંગરૂપ નથી. ધ્વનિમાર્ગના અલંકારો તે આ જ. [2] વસ્તુધ્વનિ, રસધ્વનિ વગેરે પરત્વે અલંકારરચનાના સ્વરૂપ અને સ્થાન વિશે આનંદવર્ધને જે ઝીણવટથી વિચાર કર્યો છે તે બતાવે છે કે અલંકારની કાવ્યોપકારકતા વિશે આનંદવર્ધનને શંકા નથી. અલંકારના વિગતવાર વ્યવસ્થિત નિરૂપણ માટે આપણી પાસે મમ્મટાદિ પરવર્તી આચાર્યો છે જ, જેમણે ધ્વનિવિચારને સ્વીકારીને એની સાથે અલંકારપ્રકરણ જોડ્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અલંકારનિરૂપણને આધુનિક કાવ્યવિવેચનમાં ઘણી કામયાબીથી વિનિયોજી શકાય એમાં શંકા નથી. આપણે જ્યાં ‘કલ્પન’ (ઈમેજ) અને ‘પ્રતીક’ (સિમ્બલ) જોઈએ છીએ તેવાં ઘણાં કાવ્યવર્ણનોમાં સાદૃશ્યમૂલક અલંકાર – રચનાઓ નિહિત હોય છે અને અલંકારરચનાના વિશ્લેષણથી કાવ્યાર્થને વધારે ઉઘાડી શકાય તેમ હોય છે. પણ આપણને એ આવડતું નથી તેથી ‘અલંકાર’ શબ્દનો આપણે છોછ અનુભવીએ છીએ અને ‘કલ્પન’ ને ‘પ્રતીક’નું જાડુંમોટું લેબલ લગાડીને આપણે આપણું ગાડું ગબડાવીએ છીએ. આપણાં કાવ્યવિવેચનોમાંથી આના દાખલા જોઈએ તેટલા જડશે. મારે પણ મીરાંની કવિતાની કલ્પનનિષ્ઠતાની વાત કરવાની થઈ છે ત્યારે રૂપકદૃષ્ટાંત વગેરે અલંકારરચનાઓ જ બતાવવાનું થયું છે. મેં અલબત્ત અલંકારરચનાઓ સ્ફુટ કરી છે અને એ દ્વારા કાવ્યાર્થ કેવો પ્રત્યક્ષ થાય છે તે સમજાવ્યું છે. પણ કેવળ અલંકારની પરિભાષામાં હું મારો મુદ્દો મૂકી શક્યો નથી. જો કે મારું વક્તવ્ય એવું નથી જ કે પશ્ચિમની સાહિત્યપરિભાષા છોડી આપણે કેવળ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષાથી જ વિવેચન કરવું જોઈએ. મારું વક્તવ્ય એટલું જ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં ઓજારોની સાર્થકતા આપણે પ્રમાણવી જોઈએ અને એનો કસ કાઢવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કલ્પનપ્રતીક અને અલંકાર એકબીજાની અંદર મર્યાદિત રૂપે જ સમાય છે, એકબીજાથી બહાર પણ વિસ્તરે છે ને તેથી બધા જ હેતુ માટે એકને બદલે બીજી પરિભાષા કામ નહીં આવી શકે. જે – તે હેતુ માટે વધારે કાર્યક્ષમ પરિભાષા જ આપણે કામે લગાડવાની રહી, પણ તે એ પરિભાષાની ક્ષમતાનો પરિચય કર્યા પછી.


  1. ૧૪. મુખ્યા મહાકવિગિરામલકારભૂતામપિ ।
    પ્રતીયમાનચ્છાવૈષા ભૂષા લિજજેવ યોષિતામ્ || ૩.૩૭ ||
  2. ૧૫. રસાક્ષિપ્તતયા યસ્ય બન્ધઃ શક્યક્રિયો ભવેત્ ।
    અપૃથગ્યત્નનિર્વર્ત્યેઃ સોડલકારો ધ્વનૌ મતઃ ॥ ૨.૧૬ ॥
    અલંકારાન્તરાણિ (યમકાદિ સિવાયના, રૂપકાદિ અલંકારો) હિ નિરૂપ્યમાણદુર્ઘટના – ન્યપિ રસસમાહિત ચેતસઃ પ્રતિભાનવત : કક્વેરહમ્પૂર્વિક્યા પરાપતન્તિ. ।.. ન તેષાં બહિરઙ્‌ગત્વં રસાભિવ્યક્તૌ ।