અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big>'''કવિ દલપતરામ ડાહ્યાભાઈ'''</big>
<center><big>'''કવિ દલપતરામ ડાહ્યાભાઈ'''</big><br>
'''[૧૮૨૦ - ૧૮૯૮]'''</center>
'''[૧૮૨૦ - ૧૮૯૮]'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
'''દલપતરામનું કળામાનસ'''  
'''દલપતરામનું કળામાનસ'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે.
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે. <ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
<ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}}
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}} <br>
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}<br>
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}} <br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}}  
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref>  
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref> તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''દલપતરામની કાવ્યપ્રવૃત્તિ'''
'''દલપતરામની કાવ્યપ્રવૃત્તિ'''
Line 136: Line 134:
દલપતરામની બીજી બધી કૃતિઓના સમુચ્ચય જેટલું આ વિસ્તીર્ણ કાવ્ય સ્વામી સહજાનંદના જીવનની ઘટનાઓ-’લીલા’ઓનું વર્ણન આપે છે. આ કાવ્ય ગુજરાતના જીવનમાં એક કાળે મહત્ત્વનો ભાગ ભજવી ગયેલા આ સંપ્રદાયની ભાવનાનું નિરૂપણ હોવા ઉપરાંત તે વખતના ગુજરાતનું એક કીમતી ચિત્ર છે. આ કૃતિની કાવ્ય તરીકેની મર્યાદાઓ ઘણી છે, દલપતરામની પોતાની મર્યાદાઓ ઉપરાંત વિષયની પોતાની મર્યાદાઓ પણ એમાં ઉમેરાયેલી છે. વળી આ કાવ્યનો હેતુ પણ ઉત્તમ કવિતા બનાવવાનો નહિ, પણ ધર્મગુરુની લીલાઓનું અશેષ માહાત્મ્ય રજૂ કરવાનો છે; એટલે આમાં રસદૃષ્ટિએ વસ્તુના ઔચિત્ય યા વિવેકનો પ્રસંગ ઊભો થાય તેમ નથી. તેમ છતાં કેટલાક પ્રસંગોમાં દલપતરામની કલમ વિશેષ ઝળકે છે, દા.ત. સહજાનંદ સ્વામીનું ગવર્નરને મળવા રાજકોટ જવું, તથા તેમનું અક્ષરધામપ્રયાણ જેવા પ્રસંગો ઇતિહાસ અને કાવ્ય બંને દૃષ્ટિએ રસાવહ બનેલા છે. આ લાંબું કાવ્ય સંસ્કૃત ઢબે રૂપમેળ વૃત્તોમાં લખાયેલ છે, જોકે દેશી ઢાળ પણ એમાં ઠીકઠીક વપરાયા છે. સંસ્કૃત મહાકાવ્યની રીતે તેની સર્ગરચના થયેલી છે એ પણ ધ્યાન ખેંચનારું તત્ત્વ છે. દલપતરામની બીજી કૃતિઓ કરતાં અહીં શબ્દની પ્રૌઢિ પણ વિશેષ છે. જેમકે,
દલપતરામની બીજી બધી કૃતિઓના સમુચ્ચય જેટલું આ વિસ્તીર્ણ કાવ્ય સ્વામી સહજાનંદના જીવનની ઘટનાઓ-’લીલા’ઓનું વર્ણન આપે છે. આ કાવ્ય ગુજરાતના જીવનમાં એક કાળે મહત્ત્વનો ભાગ ભજવી ગયેલા આ સંપ્રદાયની ભાવનાનું નિરૂપણ હોવા ઉપરાંત તે વખતના ગુજરાતનું એક કીમતી ચિત્ર છે. આ કૃતિની કાવ્ય તરીકેની મર્યાદાઓ ઘણી છે, દલપતરામની પોતાની મર્યાદાઓ ઉપરાંત વિષયની પોતાની મર્યાદાઓ પણ એમાં ઉમેરાયેલી છે. વળી આ કાવ્યનો હેતુ પણ ઉત્તમ કવિતા બનાવવાનો નહિ, પણ ધર્મગુરુની લીલાઓનું અશેષ માહાત્મ્ય રજૂ કરવાનો છે; એટલે આમાં રસદૃષ્ટિએ વસ્તુના ઔચિત્ય યા વિવેકનો પ્રસંગ ઊભો થાય તેમ નથી. તેમ છતાં કેટલાક પ્રસંગોમાં દલપતરામની કલમ વિશેષ ઝળકે છે, દા.ત. સહજાનંદ સ્વામીનું ગવર્નરને મળવા રાજકોટ જવું, તથા તેમનું અક્ષરધામપ્રયાણ જેવા પ્રસંગો ઇતિહાસ અને કાવ્ય બંને દૃષ્ટિએ રસાવહ બનેલા છે. આ લાંબું કાવ્ય સંસ્કૃત ઢબે રૂપમેળ વૃત્તોમાં લખાયેલ છે, જોકે દેશી ઢાળ પણ એમાં ઠીકઠીક વપરાયા છે. સંસ્કૃત મહાકાવ્યની રીતે તેની સર્ગરચના થયેલી છે એ પણ ધ્યાન ખેંચનારું તત્ત્વ છે. દલપતરામની બીજી કૃતિઓ કરતાં અહીં શબ્દની પ્રૌઢિ પણ વિશેષ છે. જેમકે,
{{Poem2Close}}
{{Poem2Close}}
સાધ્યો અષ્ટાંગયોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને,
{{Block center|<poem>સાધ્યો અષ્ટાંગયોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને,
શોધી વેદાંતતત્ત્વો સકળ ગ્રહિ લિધાં જેમ સિંધૂથિ રત્ને.
શોધી વેદાંતતત્ત્વો સકળ ગ્રહિ લિધાં જેમ સિંધૂથિ રત્ને.
આધિ વ્યાધી ઉપાધિ પ્રણત જનતણી ટાળિ કીધી સમાધી,
આધિ વ્યાધી ઉપાધિ પ્રણત જનતણી ટાળિ કીધી સમાધી,
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધી વંદું માયા અબાધી. ૧-૧-૩૪
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધી વંદું માયા અબાધી. ૧-૧-૩૪</poem>}}
દલપતરામનું સ્થાન
'''દલપતરામનું સ્થાન'''
{{Poem2Open}}
દલપતકાવ્યની આ રીતની કળાસમદ્ધિ છે. કાવ્યકળાનાં એમણે ખેડેલાં શબ્દ અને અર્થચમત્કૃતિનાં તત્ત્વોનું આજે સ્વતંત્ર ગૌરવ રહ્યું નથી. એમના સમયના અનંતવિધ સામાજિક વિષયો અને પ્રશ્નો આજે હયાત નથી. જે થોડાંએક કાવ્યોમાં રસલક્ષી બનવાનો યત્ન છે તેમાં પણ તેમનું ઉડ્ડયન ઘણું નીચું છે. આમ દલપતકાવ્યનું રસતત્ત્વ ઘણું અલ્પ છે, છતાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં દલપતરામનું સ્થાન કાવ્યકળાના ઊંડા ઉપાસક તરીકે રહેશે જ. એમનો ઉપાસનાવિધિ જુદો હતો, કાવ્યકળાની બાલદશાનો હતો, છતાં જેટલા પ્રમાણમાં તે સાચા દિલનો હતો તેટલા પ્રમાણમાં તે માનાર્હ છે.
દલપતકાવ્યની આ રીતની કળાસમદ્ધિ છે. કાવ્યકળાનાં એમણે ખેડેલાં શબ્દ અને અર્થચમત્કૃતિનાં તત્ત્વોનું આજે સ્વતંત્ર ગૌરવ રહ્યું નથી. એમના સમયના અનંતવિધ સામાજિક વિષયો અને પ્રશ્નો આજે હયાત નથી. જે થોડાંએક કાવ્યોમાં રસલક્ષી બનવાનો યત્ન છે તેમાં પણ તેમનું ઉડ્ડયન ઘણું નીચું છે. આમ દલપતકાવ્યનું રસતત્ત્વ ઘણું અલ્પ છે, છતાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં દલપતરામનું સ્થાન કાવ્યકળાના ઊંડા ઉપાસક તરીકે રહેશે જ. એમનો ઉપાસનાવિધિ જુદો હતો, કાવ્યકળાની બાલદશાનો હતો, છતાં જેટલા પ્રમાણમાં તે સાચા દિલનો હતો તેટલા પ્રમાણમાં તે માનાર્હ છે.
દલપતરામની શબ્દાર્થચમત્કૃતિવાળી આ બોધક શૈલી ગુજરાતના કાવ્ય ઉપર ઘણા લાંબા વખત લગી પોતાની છાપ મૂકી જાય છે, અને ‘દલપતશાહી’નું સામ્રાજ્ય ઘણો કાળ એક ચકવે પ્રવર્તે છે. ઘણા નાના કવિઓ દલપતના આશીર્વાદ મેળવી તેમને પગલે પગલે ચાલે છે અને તેમની શૈલીમાં કૃતાર્થતા અનુભવે છે. પણ ગુજરાતી કવિતાની કૃતાર્થતા દલપતરીતિમાં અટકી રહેવાથી નથી એ વાતનો ખ્યાલ દલપતરામના જીવનકાળમાં જ જન્મે છે અને દલપતરીતિ કાવ્યની ઉત્તમ રીતિ તરીકેનું સ્થાન જોતજોતામાં ગુમાવી બેસે છે. દલપતરીતિનો પ્રથમ વિરોધ નર્મદ તરફથી જ થાય છે અને આ ‘રરરા’ની રીતિ સામે તે ‘જોસ્સા’ની રીતિને વહેતી મૂકે છે. પરંતુ નર્મદ પણ એ જોસ્સાને કળારૂપ આપી શકતો નથી, અને તે પછીની કવિતા ઉપર તેમની માન્યતાની અસર પણ બહુ જ અલ્પ રહે છે. ગુજરાતી કવિતાને દલપતરીતિમાંથી નવી અને ઊંચી કોટિની રીતિમાં લઈ જવાનું કાર્ય દલપતરામના શિષ્ય બાળાશંકરને હાથે સિદ્ધ થાય છે અને દલપતરીતિની મર્યાદિત કળાસંપત્તિનો સાચો ક્યાસ બાળાશંકરના મિત્ર મણિલાલના હાથે આપણને મળે છે. મણિલાલ નર્મદ તરફના સાચા છતાં કંઈક ઊર્મિલ પક્ષપાતથી દલપત તરફ જરા કઠોર બને છે, છતાં દલપતરામના મૃત્યુ સાથે ‘દલપતશાહી’નો અંત આવ્યો છે એ રીતનું તેમનું વિધાન સાવ ખોટું પણ નથી. લગભગ નિરક્ષર એવા સમાજને પોતાની અલ્પ છતાં પુરુષાર્થભરી સાક્ષરતાથી મુગ્ધ કરી અપૂર્વ લોકપ્રિયતા મેળવનાર દલપતરામની કવિતા હવેથી પ્રૌઢ સાક્ષરતાના જમાનામાં જીવંત રસવાહક તત્ત્વ તરીકે નહિ, પણ એક ઐતિહાસિક અવશેષ તરીકેનું સ્થાન મેળવવા લાગે છે.
દલપતરામની શબ્દાર્થચમત્કૃતિવાળી આ બોધક શૈલી ગુજરાતના કાવ્ય ઉપર ઘણા લાંબા વખત લગી પોતાની છાપ મૂકી જાય છે, અને ‘દલપતશાહી’નું સામ્રાજ્ય ઘણો કાળ એક ચકવે પ્રવર્તે છે. ઘણા નાના કવિઓ દલપતના આશીર્વાદ મેળવી તેમને પગલે પગલે ચાલે છે અને તેમની શૈલીમાં કૃતાર્થતા અનુભવે છે. પણ ગુજરાતી કવિતાની કૃતાર્થતા દલપતરીતિમાં અટકી રહેવાથી નથી એ વાતનો ખ્યાલ દલપતરામના જીવનકાળમાં જ જન્મે છે અને દલપતરીતિ કાવ્યની ઉત્તમ રીતિ તરીકેનું સ્થાન જોતજોતામાં ગુમાવી બેસે છે. દલપતરીતિનો પ્રથમ વિરોધ નર્મદ તરફથી જ થાય છે અને આ ‘રરરા’ની રીતિ સામે તે ‘જોસ્સા’ની રીતિને વહેતી મૂકે છે. પરંતુ નર્મદ પણ એ જોસ્સાને કળારૂપ આપી શકતો નથી, અને તે પછીની કવિતા ઉપર તેમની માન્યતાની અસર પણ બહુ જ અલ્પ રહે છે. ગુજરાતી કવિતાને દલપતરીતિમાંથી નવી અને ઊંચી કોટિની રીતિમાં લઈ જવાનું કાર્ય દલપતરામના શિષ્ય બાળાશંકરને હાથે સિદ્ધ થાય છે અને દલપતરીતિની મર્યાદિત કળાસંપત્તિનો સાચો ક્યાસ બાળાશંકરના મિત્ર મણિલાલના હાથે આપણને મળે છે. મણિલાલ નર્મદ તરફના સાચા છતાં કંઈક ઊર્મિલ પક્ષપાતથી દલપત તરફ જરા કઠોર બને છે, છતાં દલપતરામના મૃત્યુ સાથે ‘દલપતશાહી’નો અંત આવ્યો છે એ રીતનું તેમનું વિધાન સાવ ખોટું પણ નથી. લગભગ નિરક્ષર એવા સમાજને પોતાની અલ્પ છતાં પુરુષાર્થભરી સાક્ષરતાથી મુગ્ધ કરી અપૂર્વ લોકપ્રિયતા મેળવનાર દલપતરામની કવિતા હવેથી પ્રૌઢ સાક્ષરતાના જમાનામાં જીવંત રસવાહક તત્ત્વ તરીકે નહિ, પણ એક ઐતિહાસિક અવશેષ તરીકેનું સ્થાન મેળવવા લાગે છે.
દલપતરીતિના ચિરંજીવ અંશો
{{Poem2Close}}
'''દલપતરીતિના ચિરંજીવ અંશો'''
{{Poem2Open}}
તેમ છતાં દલપતરીતિ એ સાવ મૃતપ્રાય થયેલી વસ્તુ નથી. એનામાં એક એવું લક્ષણ છે જે હમેશાં જીવતું રહેલું છે, એ છે એની બાલોપયોગિતા. દલપતરામનું કળામાનસ બાલદશાનું છે, અને ગુજરાતના ઘણા કવિઓએ બાલદશામાં દલપતશૈલીનો આશ્રય લઈ આગળ પગલાં ભર્યાં છે. એ રીતે દલપતરીતિ કવિતામાર્ગમાં પ્રથમ પગથિયું બની શકવાની અમુક ખાસ ક્ષમતા ધરાવે છે. આ રીતિનો આથી યે વિશેષ ઉપયોગ બાલદશામાં રહેતા સમાજને માટે છે. ઊંચી ગ્રહણશક્તિનો જેમનામાં અભાવ હોય તેવા વાચકો માટે, તથા સમુદાયો માટે, કે સભાઓ માટે પ્રવૃત્ત થતી કવિતાને માટે આ શૈલી વિશેષ અનુરૂપ નીવડે તેમ છે. હળવા હાસ્ય તેમ જ કટાક્ષને માટે આ શૈલીનું અલ્પગાંભીર્ય બહુ મદદગાર બને છે. અને કાવ્ય માટે આવી હળવી સહજગમ્ય પાતળી શૈલીની પણ હમેશાં જરૂર છે. આ શૈલીમાં કાવ્યકલાનું સર્વસ્વ આવી જતું નથી, છતાં એમાં કાવ્યનું જે અમુક અલ્પત્વ છે તે પણ મહત્ત્વનું નથી એમ નહિ કહી શકાય. દલપતરીતિની બોધકતાને બાદ કરી નાખીને તેમાં અર્થવ્યંજકતાનો સમર્થ વિનયોગ કરી, તથા કળાનાં ઉચ્ચ રસતત્ત્વોને જાળવી રાખી હરેક પ્રકારના બાલમાનસને કવિતાભિમુખ કરવાના કાર્યમાં આ બાળશૈલી હમેશાં કામ આવ્યા કરશે.
તેમ છતાં દલપતરીતિ એ સાવ મૃતપ્રાય થયેલી વસ્તુ નથી. એનામાં એક એવું લક્ષણ છે જે હમેશાં જીવતું રહેલું છે, એ છે એની બાલોપયોગિતા. દલપતરામનું કળામાનસ બાલદશાનું છે, અને ગુજરાતના ઘણા કવિઓએ બાલદશામાં દલપતશૈલીનો આશ્રય લઈ આગળ પગલાં ભર્યાં છે. એ રીતે દલપતરીતિ કવિતામાર્ગમાં પ્રથમ પગથિયું બની શકવાની અમુક ખાસ ક્ષમતા ધરાવે છે. આ રીતિનો આથી યે વિશેષ ઉપયોગ બાલદશામાં રહેતા સમાજને માટે છે. ઊંચી ગ્રહણશક્તિનો જેમનામાં અભાવ હોય તેવા વાચકો માટે, તથા સમુદાયો માટે, કે સભાઓ માટે પ્રવૃત્ત થતી કવિતાને માટે આ શૈલી વિશેષ અનુરૂપ નીવડે તેમ છે. હળવા હાસ્ય તેમ જ કટાક્ષને માટે આ શૈલીનું અલ્પગાંભીર્ય બહુ મદદગાર બને છે. અને કાવ્ય માટે આવી હળવી સહજગમ્ય પાતળી શૈલીની પણ હમેશાં જરૂર છે. આ શૈલીમાં કાવ્યકલાનું સર્વસ્વ આવી જતું નથી, છતાં એમાં કાવ્યનું જે અમુક અલ્પત્વ છે તે પણ મહત્ત્વનું નથી એમ નહિ કહી શકાય. દલપતરીતિની બોધકતાને બાદ કરી નાખીને તેમાં અર્થવ્યંજકતાનો સમર્થ વિનયોગ કરી, તથા કળાનાં ઉચ્ચ રસતત્ત્વોને જાળવી રાખી હરેક પ્રકારના બાલમાનસને કવિતાભિમુખ કરવાના કાર્યમાં આ બાળશૈલી હમેશાં કામ આવ્યા કરશે.
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{HeaderNav2
|previous =  ખંડક ૧ : મુખ્ય કવિઓ
|next = કવિ નર્મદાશંકર લાલશંકર
}}

Latest revision as of 04:07, 8 July 2024

કવિ દલપતરામ ડાહ્યાભાઈ
[૧૮૨૦ - ૧૮૯૮]

અંગઉધારનો ઝગડો (૧૮૪૮), હુન્નરખાનની ચડાઈ, જાદવાસ્થળી, સંપલક્ષ્મી સંવાદ (૧૮૫૧), રાજવિદ્યાભ્યાસ (૧૮૫૪), સ્વદેશકલ્યાણ વિશે (૧૮૫૬), હોપ વાચનમાળાનાં કાવ્યો (૧૮૫૮), વિજયક્ષમા (૧૮૫૯), ગુર્જરી વાણીવિલાપ (૧૮૬૩), હંસકાવ્યશતક, શેરસટ્ટાની ગરબીઓ, ફારબસવિરહ (૧૮૬૫), ફારબસવિલાસ (૧૮૬૭), વેનચરિત્ર (૧૮૬૮), રણમલસરવર્ણન, ઋતુવર્ણન (૧૮૭૭), દલપતકાવ્ય ભા. ૧ (૧૮૭૯), કચ્છ ગરબાવળી (૧૮૮૦), માંગલિક ગીતાવલિ (૧૮૮૧) દલપતકાવ્ય ભા. ૨ (૧૮૯૬). આ સ્તબકને પોતાના વ્યક્તિત્વથી આવરી લેનાર બે કવિઓ સૌથી વધુ જાણીતા છે, દલપતરામ અને નર્મદાશંકર. એ બંને કવિઓની કવિતાના પ્રથમ પ્રૌઢ વિવેચક નવલરામ નર્મદ તરફના પક્ષપાતથી હો કે સરતચૂકથી હો આ બે કવિઓનો ઉલ્લેખ ઊલટા ક્રમમાં કરે છે. પરંતુ ઐતિહાસિક ન્યાયે અર્વાચીન કવિતામાં દલપતરામનું સ્થાન પહેલું છે અને નર્મદનું તેની પછી છે. દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે. તેમનું કાવ્યમાનસ જૂની મધ્યકાલીન ભાષાપ્રણાલીની કાવ્યભાવનાથી ઘડાયેલું છે. નર્મદાશંકરમાં પ્રાચીન કાવ્ય સાથે અનુસંધાન છે, પરંતુ તેનું કાવ્યમાનસ તેથી નિરાળી ઢબનું છે, અર્વાચીન કહેવાય તેવા કાવ્યસંસ્કારોવાળું છે. તેની કવિતાના બંને પગ અર્વાચીનતામાં છે.

દલપતરામનું કળામાનસ

દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે. [1] તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.

દલપતરામની કાવ્યપ્રવૃત્તિ

દલપતરામની કાવ્યપ્રવૃત્તિ સમયના તથા વિષયના ઉભયવિધ પટમાં ખૂબ વિસ્તરેલી છે. તેમની કલમ ઘડાયા પછી ૫૦ વરસ લગી પ્રવૃત્ત રહી છે અને પોતાના સમકાલીન જીવનના એકેએક ખૂણામાં પહોંચી વળી છે. તેમણે હિંદી ભાષામાં પણ ઘણું લખ્યું છે. તેમનાં હિંદી કાવ્યોમાં મુખ્ય ‘જ્ઞાનચાતુરી’, ‘શ્રવણાખ્યાન’, ’પુરુષોત્તમચરિત્ર’ છે. ગુજરાતી ઢબની વ્રજભાષામાં રચાયેલા ‘પ્રવીણ સાગર’ની છેલ્લી બાર લહેરોનું સંપાદન પણ તેમણે પોતાની થોડી રચના અંદર મૂકીને કર્યું છે. તેમની ગુજરાતી કવિતામાં અનેક નાનીમોટી કૃતિઓ આવે છે, જે દલપતકાવ્યના બે ભાગમાં તેમને પોતાને હાથે જ સંગૃહીત થઈ છે. આ સંગ્રહમાં ૧૮૯૬ પછી લખાયેલી બેએક કૃતિઓ સંગ્રહાવી રહી ગઈ છે, જે દલપતકાવ્યની ૧૮૯૬ પછીની આવૃત્તિઓમાં આવી જવી જોઈતી હતી. દલપતરામની કાવ્યશક્તિનો અંદાજ આ બેય પ્રકારની કવિતા ઉપરથી થવો જોઈએ. પોતાની નિરવધિ જનપરાયણતાને લઈને દલપતરામની ગુજરાતી કવિતાની આસપાસ ગુજરાતના જનવર્ગની સામાન્ય ગ્રહણશક્તિની આડ હમેશાં બંધાઈ રહેલી છે. આથી એમની કવિતાને સામાન્ય અને લોકપ્રિય થવામાં તત્કાલીન ઘણી સફળતા મળી છે. પણ તેનો અધિક ઉન્નત આવિષ્કાર પણ કેટલો બધો અટકી પડ્યો છે તે તેમની હિંદી કવિતા જોતાં જણાય છે, હિંદી કવિતા લખતી વેળા દલપતરામની કલ્પના વિદગ્ધમાં વિદગ્ધ કાવ્યકલારસિક વર્ગને પોતાનું ઉદ્દેશ્ય સમજે છે. ઉપરાંત હિંદી ભાષા તે કાળની પ્રચલિત ગુજરાતી ભાષા કરતાં વિશેષ સમૃદ્ધ છે. એ બે કારણોને લઈ દલપતરામની હિંદી કવિતામાં જે ભાષાવૈભવ અને કલાત્મકતા પ્રકટ થયાં છે તેટલાં તેમની ગુજરાતી કવિતામાં નથી થયાં. આ જોતાં એમ પણ લાગે છે કે દલપતરામની ગુજરાતી કવિતામાં જે ઊણપ છે તેને માટે તે કાળનું ગુજરાત પણ ઠીક ઠીક જવાબદાર કહેવાય. અને આપણે એમ કહેવું જોઈશે કે દલપતરામની કાવ્યશક્તિનો ઉન્નત ઉન્મેષ જોવા ઇચ્છનારે તો તેમની વ્રજભાષાની કૃતિઓ અને તેમાંયે વિશેષ કરીને ‘શ્રવણાખ્યાન’નું પરિશીલન કરવું જોઈએ.

દલપતરામનાં ત્રણ નવાં પ્રસ્થાનો : પહેલું - છંદ

પોતાને વારસામાં મળેલી મધ્યકાલીન કળાનાં બે તત્ત્વો – શબ્દચમત્કૃતિ અને અર્થચમત્કૃતિ ઉપર દલપતરામનું અસાધારણ પ્રભુત્વ છે. પ્રાસ, અનુપ્રાસ, યમક, વર્ણસગાઈ તથા ચિત્રપ્રબંધ વગેરે શબ્દનાં અલંકરણો તથા શ્લેષ, ઉપમા, ઉત્પ્રેક્ષા, વક્રોક્તિ તથા બીજા અનેક રીતના ઉક્તિચાટુત્વવાળા અર્થાલંકારો યોજવામાં દલપતરામ ખૂબ કૌશલ બતાવે છે. કાવ્યનું અંતિમ લક્ષ્ય રસ છે એમ તો તેઓ સ્વીકારે છે. પરંતુ એમની રસની કલ્પના તેમ જ કાવ્યકળાની કલ્પના આ બે ચમત્કૃતિઓથી બહુ આગળ જઈ શકતી નથી. આ મધ્યકાલીન કળાદૃષ્ટિનો સાંગોપાંગ વિનિયોગ દલપતરામે અર્વાચીન જીવનની પોતાની કવિતામાં કર્યો છે. છતાં તેમને હાથે કાવ્યના છંદ, વિષયો અને કાવ્યરૂપમાં મહત્ત્વનાં નવાં પ્રસ્થાનો થાય છે. આપણે ત્યાં દલપતરામથી પિંગળનો વધુ શાસ્ત્રીય રીતે અભ્યાસ શરૂ થાય છે. એટલું જ નહિ, શ્રી રામનારાયણ પાઠક કહે છે તેમ, દલપતરામે ગુજરાતીમાં પ્રથમ વાર સ્વતંત્ર પિંગળની રચના કરી ત્યારથી ગુજરાતી કવિતાની જાણે સ્વતંત્ર પ્રાણપ્રતિષ્ઠા થઈ. પોતાનાં કાવ્યોમાં દલપતરામે છંદોના પોતાના વિપુલ જ્ઞાનનો પુષ્કળ ઉપયોગ કર્યો. તેમણે લગભગ બધા જ મેળના છંદોમાં રચના કરી છે. વ્રજભાષામાં પણ ઓછાં વપરાતાં એવાં સંસ્કૃત રૂપમેળ વૃત્તો પણ ગુજરાતી ભાષા માટે અત્યંત અનુકૂળ છે તે તેમણે સપ્રયોગ સિદ્ધ કરી આપ્યું.* [2] વ્રજભાષાની કવિતામાં પ્રચલિત તથા સામળે જેમનો વિશેષ પ્રયોગ કર્યો છે તે અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તો તથા આપણા લયમેળ, ઢાળો, ગરબીઓ વગેરેનો પણ દલપતરામે ખૂબ ઉપયોગ કર્યો છે. પણ છંદસર્વસ્વના આ પ્રદર્શનમાંથી અમુક જ છંદો તેમને વિશેષ અનુકૂળ નીવડેલા જણાય છે. રૂપમેળ જાતિમાંથી ઉપજાતિ, વર્ણમેળ જાતિમાંથી મનહર, અને માત્રામેળમાંથી ઇંદ્રવિજયની હથોટી તેમને વિશેષ છે. ગરબીઓના લગભગ બધા ઢાળો તેમણે વાપર્યા છે. પણ ખાસ કોઈ એક ઉપર તેમની પસંદગી ઊતરી હોય તેવું જણાતું નથી. પણ આ બધા છંદોમાં ઇંદ્રવિજયનો ઉત્કર્ષ સૌથી અધિક છે. એ વિશાળ પટવાળો છંદ અને તેનો ગંભીર સમુદ્રતરંગ જેવો લય તેમના પદ્યને તથા અર્થને અપૂર્વ ગૌરવવંતું બનાવે છે.

પ્રસ્થાન બીજું – કાવ્યના વિષયો

દલપતરામનું બીજું પ્રસ્થાન કાવ્યના વિષયને લગતું છે. દલપત-કાવ્યના વિષયોની યાદી કરીએ તો તે વખતના સામાજિક જીવનની તમામ પ્રવૃત્તિઓનું તે સંપૂર્ણ કૅટલોગ બની રહે. આ વિષયબાહુલ્યનું કારણ દલપતરામનું જીવન તેમની ઉત્સાહભરી પ્રવૃત્તિના ગાળામાં ધર્માભિમુખ કરતાં લોકાભિમુખ વિશેષ રહ્યું છે તે છે. સમસ્ત લૌકિક જીવનનો જાગૃતિ માગતો પ્રત્યેક અંશ, તથા વિચારજગતના તથા ભાવનાજગતના એકેએક આગળ પડતા તત્ત્વને તેમણે કાવ્યમાં ઉદ્‌બોધ્યું છે, જે કવિના સર્વવ્યાપી ઉદારતાથી ભરેલા કલ્યાણેચ્છુ માનસનું સૂચન કરે છે.

પ્રસ્થાન ત્રીજું – કાવ્યનો આકાર

દલપતરામનું ત્રીજું પ્રસ્થાન કાવ્યના આકાર પરત્વેનું છે. આમાં તેમણે કશી ખાસ લાક્ષણિક સિદ્ધિ મેળવી નથી એટલે એ વાત આપણા ધ્યાન બહાર રહી ગઈ છે. પરંતુ તેમ છતાં તેમને હાથે આપણી કવિતાએ અજાણ્યે પણ કાવ્યના નવા આકારો તરફ ડગ ભર્યાં છે. પ્રાચીન કવિતાના આકારમાં મુક્તકો, ટૂંકાં પદો, અને લાંબાં આખ્યાનો તથા લાંબી વાર્તાઓ આવે છે. દલપતરામે આ ચારમાંથી પહેલાં બેનો ખૂબ ઉપયોગ કર્યો છે. ત્રીજાના પ્રયોગ રૂપે ‘વેનચરિત્ર’ છે. સામળઢબની લાંબી વાર્તાનો પ્રયોગ તેમણે કાવ્યપ્રવૃત્તિના પ્રારંભમાં જ કરી તેને છોડી દીધો. જોકે સામળના ‘ઉદ્યમકર્મસંવાદ’ જેવા સંવાદનો આકાર તેમણે ચાલુ રાખ્યો છે. પણ આ સિવાય દલપતરામને હાથે ઘણા નવા ઘાટ અજાણ્યે પણ ઘડાઈ ગયા છે. તેમનું પહેલું ઉપલભ્ય કાવ્ય ‘બાપાની પીંપર’ લઈએ. તે નથી મુક્તક, નથી પદ, નથી આખ્યાન, નથી વાર્તા. ‘હુન્નરખાનની ચડાઈ’, ‘જાદવાસ્થળી’, ‘રાજવિદ્યાભ્યાસ’ વગેરે કવિતાનાં ભાષણો, ‘ફારબસવિરહ’, ‘ઋતુવર્ણન’, રણમલસર વગેરે સ્થળોનાં વર્ણન, પ્રદર્શનોનાં વર્ણન, સંસ્થાઓના ઇતિહાસ વગેરે એવા નવા વિષયો તેમણે લીધા છે જેને માટે તેમને એકે જૂનો આકાર કામ આવે તેમ નથી. દલપતરામની કવિતાની ખરી પ્રયોગદશા અહીં છે. નવા વિષયો તથા નવા ભાવો માટે જૂનાં રૂપો કે જૂની શૈલી પૂરતાં ન લાગતાં દલપતરામની પ્રેરણા આપોઆપ નવાં રૂપો અને નવી શૈલી તરફ વળી છે. પણ તેમની કળાદૃષ્ટિમાં સુરચિત સુપ્રમાણ સંયમિત કળારૂપનો ખ્યાલ ન જેવો છે. પરિણામે દલપતરામનાં જે ઘણાંએક કાવ્યોના નવા ઘાટ છે તેમાંનો એકે ઘાટ સુભગ રીતે સિદ્ધ નથી. દલપતરામ મુક્તકોમાં અને પદોમાં જેટલો સુરેખ આકાર સાધી શકે છે તેટલો લાંબા કાવ્યમાં નથી સાધી શકતા. એ કાવ્યોના અનેક આકારોમાંથી ઠીકઠીક ઘાટવાળો એક આકાર સહેજ પ્રયત્નથી હાથ આવે છે, એ છે આખ્યાન અને વાર્તાની વચ્ચેનો ટૂંકી વાર્તાની નજીકનો ઘાટ, એને કાવ્યકથા કહી શકાય. દલપતરામની એ કાવ્યકથાઓની બોધાત્મકતાને બાદ કરી નાખ્યા પછી પણ તેમાંથી કથાનાં ઘણાં રસપ્રદ તત્ત્વો મળી આવે છે. વાચનમાળાનાં કાવ્યોમાંથી અડપલો જીવો, માખીનું બચ્ચું, તથા બીજાં પ્રકીર્ણ કાવ્યોમાંથી ગંડુ રાજા, ભોળો કણબી વગેરે આનાં દૃષ્ટાંતો છે. એમનાં ઘણાં કવિતો પણ આવી કાવ્યકથાના સુંદર નમૂના છે, જેમાં એકાદ નાનકડો પ્રસંગ સરસ રહસ્યભરી રીતે મુકાયેલો હોય છે. ‘શરણાઈવાળો’, ‘ભોળો ભાભો’, ‘નમેલી ડોસી’ વગેરે જાણીતાં કાવ્યો આનાં ઉદાહરણ છે. પણ આ સિવાય બીજાં પણ ઘણાં છે. આ કાવ્યકથાનું તત્ત્વ દલપતરામ પછી તેમની રીતે બહુ થોડું ખેડાયેલું છે; જોકે એ ઘાટમાં ઘણી શક્યતાઓ છે. આ કથાત્મક વસ્તુ જતે દિવસે ખંડકાવ્યનું ઘણું ગંભીર રૂપ લે છે. પણ દલપતરામની લાઘવભરી, વક્રોક્તિ આદિથી સુંદર ચોટ સાધતી આ કાવ્યકથા હજી અજોડ છે એમ કહીએ તો ખોટું નથી.

દલપતરામનાં કાવ્યો : ત્રણ જૂથ

‘દલપતકાવ્ય’ના બે ભાગમાં ચૌદ પ્રકરણો છે. એ પ્રકરણોમાં વિષયવાર કાવ્યો મૂકેલાં છે, જેમાં નાની નાની કૃતિઓથી માંડી સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલાં લાંબાં સળંગ કાવ્યો આવી જાય છે. આ ગોઠવણીમાં કાવ્યોનો સમયાનુક્રમ લક્ષ્યમાં રખાયો નથી, તેમ જ વિષયાનુકમે કાવ્યો ગોઠવાયાં છે ત્યાં પ્રત્યેક કૃતિનો રચનાકાળ મુકાયો નથી. કદાચ નાની નાની કૃતિઓના રચાવાના કાળની નોંધ પણ દલપતરામે રાખી નહિ હોય. એ રીતે નર્મદાશંકરે પોતાનાં કાવ્યોના સંપાદનમાં વિશેષ ચોકસાઈ અને શાસ્ત્રીયતા બતાવી છે. દલપતરામની કાવ્યકળાના વિકાસનો વિચાર કરતાં તેમની પહેલી અને છેલ્લી કૃતિના કળારૂપમાં કશો ખાસ ઉત્કર્ષ કે અપકર્ષ દેખાતો નથી. દલપતકાવ્યમાં સંગ્રહાયેલી દલપતરામની ૧૮૪૫ની પહેલી કૃતિ ‘બાપાની પીંપર’ છે. દલપતરામની કલમ તે પૂર્વે જ જેટલી શકય હતી તેટલી ઘડાઈ ગયેલી લાગે છે. એમની કવિતાની દ્વિવિધ ચમત્કૃતિઓ, પોતાના બળાબળ સાથે છેવટ લગી એકસરખી સ્વસ્થતાથી અને અંતરની કે બહારની પ્રેરણાથી અનેક વિષયોમાં વિચરે છે. દલપતરામનાં કાવ્યોને તેમના વિષયોના કાવ્યરૂપની દૃષ્ટિએ ત્રણ જૂથમાં વિચારવામાં સરળતા પડશે. પહેલું જૂથ ગરબી ગીત તથા પદોમાં લખાયેલાં કાવ્યોનું, બીજું જૂથ મુક્તક શૈલીના નાનકડા પ્રાસ્તાવિક દોહરાથી માંડી છપ્પા, કવિત વગેરેનું અને ત્રીજું જૂથ નાનાંમોટાં બીજાં કાવ્યોનું.

જૂથ પહેલું : ગરબી, ગીત, પદો

પહેલું જૂથ ‘દલપતકાવ્ય’નો ચોથો ભાગ રોકે છે. આ ગરબીઓ, ગીતો તથા પદોમાં દલપતરામ પ્રાચીન ગુજરાતી કવિતા સાથે તેના સ્વરૂપ પૂરતું બરાબર અનુસંધાન જાળવે છે, જોકે દલપતરામની રચનાઓમાં આ પ્રાચીન રચનાઓની ભાવસમૃદ્ધિ અને કળાસમૃદ્ધિ ઘણી થોડી છે. દલપતરામનું વ્યક્તિત્વ, તેમનું માનસ તથા તેમની કાવ્યપ્રવૃત્તિ પ્રાચીન કવિઓ કરતાં ઘણી રીતે ભિન્ન રૂપનાં હોવાથી એ જૂની રસસમૃદ્ધિનું પુનરુજ્જીવન કે સાતત્ય દલપતરામમાં ન સંભવે. છતાં તેમની આ કાવ્યરૂપમાં પ્રકટેલી શક્તિ જોતાં તેમને અર્વાચીન કવિતાના પ્રથમ સમૃદ્ધ ગીતકવિ કહી શકાય. આ ગીતોની પહેલી લાક્ષણિકતા તેમાંની ઢાળસમદ્ધિ છે. દલપતરામે લોકગીતો, ગરબીઓ, પદો તથા બીજા અનેક પ્રચલિત ઢાળોનો ઉપયોગ કર્યો છે. આ વસ્તુ તેમનો અલિખિત કંઠસ્થ લોકકાવ્ય સાથેનો અને તે સાથે એ લોકજીવનનો, ખાસ કરીને સ્ત્રીજીવનનો નિકટ પરિચય બતાવે છે. બીજી લાક્ષણિકતા તેમના વિષયવૈવિધ્યની છે. ઘરખૂણાના આચારથી માંડી ભૂગોળખગોળના દૂરતમ અને મહત્તમ પદાર્થો લગીના વિષયો આમાં છે. ગીતો પ્રાસ અને વર્ણસગાઈથી ભરપૂર છે છતાં તે તત્ત્વો લાલિત્યનાં સંવર્ધક બની શકતાં નથી. પ્રાસો કેટલીક વાર ચમત્કારી હોય છે તો કેટલીક વાર તે ગીતને બગાડનાર, કૃત્રિમ તથા કાવ્યના અર્થને અપ્રસ્તુત એવા શબ્દો લઈ આવનાર, રસને હાનિ કરનાર પણ હોય છે. બધાં જ ગીતોમાં વ્યવહારની ઠાવકાઈ તથા નિપુણતાની છાપ છે, વિશાળ શુભેચ્છા છે, બ્રાહ્મણમાનસનું, તથા શિક્ષકમાનસનું આશીર્વાદ આપતું ઉપદેશાત્મકપણું છે. એ સૌમાં સૌથી વિશેષ નોંધપાત્ર તત્ત્વ કાવ્યમાં દૃષ્ટાંતોનું સંયોજન છે. પોતાના બહોળા વ્યાવહારિક અનુભવમાંથી દલપતરામ પુષ્કળ દૃષ્ટાંતો લઈ આવે છે. આ મનોહર દૃષ્ટાંતશક્તિ અર્વાચીન કવિઓમાં દલપતરામ અસાધારણ પ્રમાણમાં ધરાવે છે. તેમનાં બીજાં કાવ્યોમાં પણ એ શક્તિ એટલી જ વ્યાપક રીતે પ્રવર્તતી જોવામાં આવે છે. એમનાં સબળ દૃષ્ટાંતોનું ઉત્તમ ઉદાહરણ તેમના જાણીતા ગીત ‘સજન સંભળાવજો રે ધીરે ધીરે સુધારાનો સાર’માં મળે છે. આ દૃષ્ટાંતનિયોજન એ આપણી પ્રાચીન કવિતાનું પોતાના વિષયને સચોટ રીતે રજૂ કરવાનું એક વિશિષ્ટ અને સબળ સાધન રહેલું છે; અને દલપતરામે તે રીતે પ્રાચીન પરંપરા સુભગ રીતે જાળવી રાખી છે. દલપતરામનાં ઘણાં ગીતોમાં ભાવોલ્લાસ થોડો છે. તેનું મુખ્ય કારણ ગીતોના વિષયો વસ્તુપ્રધાન છે. કપાસનો છોડ, શેલડી કે કેળ એવા વિષયોમાં ભાવનું ભારણ બહુ થોડું સંભવી શકે, તથાપિ આવા વિષયોમાંયે દલપતરામ કલ્પનાબળ તથા અર્થચમત્કૃતિ તો બતાવે છે. આ કલ્પનાબળના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ‘પૃથ્વી રૂપી નટડી’ તથા ‘આકાશ અને કાળ’ની ગરબીઓ રજૂ કરી શકાય. કદાચ પોતાને પણ ખબર નહિ હોય તેવી રીતે અહીં કવિ ઘણી ઊંચાઈએ પહોંચી ગયા છે. દલપતરામની કવિતામાં ઉપદેશનું બોધક તત્ત્વ આજે અરુચિકર નીવડવા લાગ્યું છે. પણ એ જમાનો ઉપદેશની પદ્ધતિમાં માનનાર હતો. કવિને પણ ઉપદેશ આપવો એ પોતાનો કવિધર્મ લાગતો હતો. સમાજને કોઈક આદર્શ રૂપમાં લઈ જવાની આ મનોવૃત્તિ જ્યારે દલપતરામમાં સાચા દર્શનના રણકારથી પ્રવૃત્ત થઈ છે ત્યારે તેના બોધાત્મક ઉદ્‌ગાર પણ કળામય બનેલા છે. ‘નિર્ભય ન ભમિશ રે નર ભમરા, બહુ બાવળ ક્યાંઈક જ ડમરા’, ‘મન મદઝર મેગળ એક છકેલો છૂટ્યો છે.’, ‘ચાલો ચાલો મુસાફર ચેતી જુવાનપુર જાતાં રે’ જેવી ધ્રુવપંક્તિઓમાં અલંકાર તથા અર્થ બંનેનું બળ જોવા મળે છે. શેરસટ્ટાની ગરબીઓ તે વખતની એ મહાન આફતના ઇતિહાસનું તાદૃશ આલેખનવાળું રસિક પાનું બનવા ઉપરાંત કવિના કલ્પનાવિહારને તથા ઉક્તિચાતુર્યને પણ ખૂબ સરસ અવકાશ આપે છે. ‘ગયા શિકારે શેરને શિકારના કરનાર, ત્યાં સામો શેરે કર્યો શિકારીનો શિકાર...’ ‘ખાતાવહીમાં દેખાતો સરસ શૃંગાર રસ, જોતાં કરુણા રસ હવે જુઓ જણાય છે. બૅંક રૂપી તીરથના નીરથકી ન્હાઈ ભાઈ, વાસના વિસરી પૂરો વૈરાગ્ય પમાય છે.’ આ પંક્તિઓમાં દેખાય છે તેવી ઘણી અલંકારછટાઓ આ ગરબીઓમાં છે. ‘બેગરજુ કેશવો’ ‘મોચીવાળા પથ્થરને શિખામણ’ જેવાં પદ નર્યાં ઉપદેશપ્રધાન છે. છતાં તેમાંનું અર્થસામર્થ્ય ખૂબ અસરકારક છે. ‘કેવા ગુણ કોનામાં છે?’નું પદ તેના પ્રાસબળથી જ આપણને જીતી લે છે. દલપતરામમાં ભાવની ઉત્કટતા નથી તેમ જ શૃંગારની ભડક છે છતાં તેમણે પ્રેમના વિષયને સ્પર્શ્યો નથી એમ નથી. ‘રામસીતાના સ્નેહનું વર્ણન રસશૃંગાર’ એ શબ્દોમાં એમની આ વિષયની ભાવના સંપૂર્ણ આવી જાય છે. અને આ ભાવ ઘેરી રીતે નહિ તો પણ થોડીક આહ્‌લાદક રીતે પણ તેમણે ગાયો છે. ‘પ્રેમીનાં જોડાં’માં પતિવ્રતતાનો ઉપદેશ છે છતાં તેનાં દૃષ્ટાંતો તથા નિરૂપણમાં બળ અને સૌંદર્ય છે. થોડીક વિરહની હોરીઓમાં ‘દરદ દિલ દરદીનું દરદી જ જાણે.’ ‘ઘેર આવો વસંતવિલાસી.’ જેવી પંક્તિઓ મળે છે. ‘મહિના’ઓમાં કેટલીક ખરેખર રમણીય લલિત પંક્તિઓ છે :

‘વાવલીયા વ્હાયા રે પિયુ વૈશાખના,
રજ ઊડે ને માણેક મેલું થાય જો;
નથડીનું મોતી રે હીરો હારનો
કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો.’

ગીતોની ધ્રુવપંક્તિઓનું તથા કડીઓનું છૂટકત્રૂટક લાવણ્ય વધારે સ્થાયી અને વ્યાપક રૂપે ‘માંગલિક ગીતાવલિ’નાં અનેક પદોમાં મળે છે. વેવિશાળથી આરંભાતી લગ્નની બધી ક્રિયાઓ તથા પ્રસંગોને કવિએ, આ પહેલાં ક્યાંય દેખાવા ન દીધેલી કલ્પના, સૌંદર્ય તથા કળાના ઉલ્લાસથી નિરૂપ્યાં છે. દલપતકાવ્યનું સૌથી અધિક કળામય અંગ હોય તો આ ગીતો છે. એમાં કવિને ઠરેલ અનુભવી શિક્ષાગુરુનો પાઠ ભજવવાને બદલે, વૌઠાના મેળામાં એકબીજાને મળેલાં અને ઇચ્છાલગ્ન કરવાને તત્પર થયેલાં એવાં વરકન્યામાં ઉદય થતા પ્રેમના તત્ત્વને* [3]ગાવાનું પ્રાપ્ત થયું છે. આ આખા ઊર્મિસભર વસ્તુને તેમણે પ્રસંગે પ્રસંગે કળામય રીતે બહલાવ્યું છે. વરકન્યાના માંડવા, ઘરની ભીંતો, વરકન્યાનાં સ્વરૂપવર્ણન, તેમનું સ્નેહઔત્સુક્ય, તેમની પ્રીતિનો આવિષ્કાર, તેમનો હસ્તમેળાપ, તથા કન્યાની વિદાય દરેક પ્રસંગે કાવ્યકળાનો, સૌંદર્યનો તથા સ્નેહનો આહ્‌લાદક ધબકાર દેખાય છે :

‘લાડડાનું નિરખવાને મુખડું રે રવિચંદ્ર ભમે છે આકાશ.’

વરનું આ વર્ણન આકાશી છે તો કન્યાનું વર્ણન એટલું જ ધરતીનું છેઃ

બાંહે બાંધ્યા બેરખા ને વળી બાજુ રે,
શોભે ગોરા ગાલ ઉપર શુભ ત્રાજુ રે,

ગોરા ગાલ પરના ત્રાજુના સૌંદર્યના આટલા વર્ણનથી પણ દલપતરામ આપણા સૌંદર્યલક્ષી કવિઓમાં બેસી શકે તેમ છે. હસ્તમેળાપ વખતે તેમણે જે ઉપમાઓ યોજી છે તે પણ પરમ સુંદર છે. પણ એ સૌથીયે વિશેષ રસની ઘનતા દીકરીને વળાવતી માના શબ્દોમાં કવિએ મૂકી છે :

દીકરી એક વાર નેહથી નિહાળ તું, તારો ટળવળે સૈયરોનો સાથ રે,
તારાં ભાઈ ભોજાઈ સામું ભાળ તું, તેનાં હૈડાં તો રે’તાં નથી હાથ રે,
દીકરી આંગણા માંહી તું ઊભી રહે, નેહે એક વાર નિરખું તારું મુખ રે,
એમ કહીને માએ કહ્યું દલપત કહે, ‘દીકરી પામજો સંપૂર્ણ સુખ રે.’

આ ગીતાવલિમાં કવિ તેમની શબ્દાર્થની ચમત્કૃતિના તથા બોધાત્મકતાના દોષોમાંથી બચી નર્યું સૌંદર્ય સાધી શક્યા છે.

જૂથ બીજું : ભાખારીતિનાં કાવ્યો, મુક્તકો, દોહરા, છપ્પા, કવિતા ઇ.'

દલપતકાવ્યના બીજા જૂથને ભાખારીતિની કવિતાનો પ્રકાર કહી શકાય. વ્રજભાષાના કવિઓ જેટલા પ્રકારની કાવ્યકળા કરી બતાવતા તે સર્વને, દલપતરામે ગુજરાતીમાં પ્રકટાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે બેશક, તેના રસોને શિક્ષાપત્રીની ગળણીમાંથી ગળાઈને આવવા દઈને... આ રીતિમાં શ્રોતાને આંજી નાખવાની દૃષ્ટિથી પ્રવૃત્ત થતી શબ્દ, અર્થ અને અલંકારની ચમત્કૃતિ જ કાવ્યનું સર્વસ્વ છે. દલપતરામમાં આ પ્રકારનું કૌશલ ખૂબ છે. આ ચમત્કૃતિની શક્તિનાં નાનાંમોટાં પ્રદર્શનો દલપતરામ દરેક ઠેકાણે કરે છે છતાં ’વિજયવિનોદ’, ‘હંસકાવ્યશતક’ અને ‘ફારબસવિલાસ’ એ ત્રણ લાંબા પ્રબંધોમાં તે શક્તિ તેના પૂર્ણ રૂપમાં પ્રકટે છે. માત્ર પદ્યથી મુગ્ધ બની જનાર, એક શબ્દના અનેક અર્થ થતા જોતાં છક થઈ જનાર, તથા વિવિધ જાતની ઉક્તિઓ તથા અલંકારોને જ અસાધારણ કાવ્યકળા સમજનાર પ્રાકૃત શ્રોતા માટે આજે પણ આ કાવ્યો રંજનનું ઘણું તત્ત્વ પૂરું પાડી શકે તેમ છે. કવિતામાનસની બાલદશામાં આવાં કાવ્યોનો અભ્યાસ કદાચ અમુક હદ લગી ઉપયોગી પણ નીવડે. પરંતુ એને કળાના ઉત્તમ તત્ત્વ તરીકે કદી સ્થાન ન મળી શકે. રસચમત્કૃતિના અભાવની મોટી મર્યાદા ઉપરાંત આ કાવ્યોમાં બીજી પણ એક મર્યાદા છે. શબ્દાર્થની ચમત્કૃતિમાં ખેંચાઈ જતાં તેમ જ તેમની નીતિબોધકતાના કદીક દુરાગ્રહ બની જતા સદાગ્રહને લીધે કવિ પાસે સુરુચિકુરુચિનો વિવેક બહુ રહેતો નથી. અને કેટલીક વાર તો ઘણી હીન અને ગ્રામ્ય ઉક્તિઓ તથા કલ્પનાઓનો દલપતરામે પ્રયોગ કરેલો જોવામાં આવે છે. આટલી મર્યાદાઓ, અને તે ય ઘણી મોટી છતાં આ કૃતિઓમાંથી ઘણાં રસપ્રદ તત્ત્વો મળી શકે તેમ છે. દલપતરામનું વ્યાવહારિક ડહાપણ, લોકવૃત્તનું ગાઢ નિરીક્ષણ તથા હકીકતો અને દૃષ્ટાંતોની શોધમાં ઇતિહાસના લાંબા પટમાં વિચરતી બુદ્ધિનો પ્રાદુર્ભાવ આ કાવ્યોમાં ભારોભાર છે. આ કાવ્યો ગદ્યમાં સંવાદના તંતુઓમાં પરોવાયેલાં મુક્તકો છે એ પણ ધ્યાન ખેંચે તેવી બિના છે. એ સંવાદો પણ આપણા નાટકના પુરોગામીઓ જેવા તથા તે વખતના ગદ્યના નમૂના જેવા છે. અહીં વ્રજભાખાની તથા મધ્યયુગની શૈલીમાં દલપતરામે સારી એવી શક્તિ બતાવી છે તેમાં શંકા નથી. આ પ્રબંધોમાં રસનો અલ્પ અને અર્થાદિનો જ વિશેષ ચમત્કાર છે, છતાં ઠાવકી મશ્કરીભર્યા હાસ્યનાં કેટલાંક મુક્તકો દલપતરામે આપ્યાં છે, તથા કેટલીક વાર પ્રહારક બળ પણ બહુ સરસ બતાવ્યું છે.* [4] ‘શરણાઈવાળો’, ‘ઊંટ કહે’, ‘કેડેથી નમેલી ડોશી’ વગેરે ચિરંજીવ કહેવાય તેવાં પ્રસિદ્ધ મુક્તકો ‘ફાર્બસવિલાસ’માં છે, પણ આ જાણીતાં થઈ ગયેલાં મુક્તકો ઉપરાંત બીજાં પણ હજી ઘણાં ઉદ્ધાર કરવા જેવાં છે. દલપતરામે સિદ્ધ કરેલું એવું હળવા વિનોદનું મુક્તક રૂપ હજી પણ આપણે ત્યાં ચાલી શકે તેવો સ્થિર ગુણવાળો કાવ્યપ્રકાર છે. પણ આ મુક્તકરીતિનું ખેડાણ, આપણા કેટલાક કવિઓના પ્રયત્નો છતાં, દલપતરામના જેટલું અને જેવું નથી થયું તે સ્વીકારવું પડશે.

જૂથ ત્રીજું : ટૂંકાં અને લાંબાં મૌલિક કાવ્યો

દલપતકાવ્યોનો ત્રીજો વિભાગ તે તેમનો સર્વથા મૌલિક કાવ્યપ્રકાર છે. પ્રાચીન દેશ્ય પ્રકારથી તથા ભાખારીતિથી આ પ્રકાર તદ્દન નિરાળો છે, પોતાની કાવ્યશક્તિને લોકજીવન તરફ પ્રેરતાં જન્મેલો કવિનો અને સાથેસાથે ગુજરાતી કવિતાનો પ્રથમ નવોન્મેષ છે. આ પ્રકારનાં કાવ્યો ઉપર જ દલપતરામની કવિ તરીકેની કીર્તિને ટકવાનો અવકાશ છે. આ કાવ્યોમાં આખા સમાજને વ્યાપતું જેટલું વિષયનું બાહુલ્ય છે તેટલું જ આકારનું વૈવિધ્ય છે. ટૂંકી ટૂંકી રચનાઓથી માંડી મોટાં વ્યાખ્યાનો સુધીની કૃતિઓ દલપતરામે લખી છે. આ કૃતિઓમાંનો મોટો ભાગ કોઈક ને કોઈક સમકાલીન હેતુને લક્ષ્યમાં રાખી લખાયેલો છે. એ રીતે ઐતિહાસિક દસ્તાવેજો તરીકે આ કાવ્યોનું ઘણું મોટું મૂલ્ય છે. પરંતુ પોતાના સમકાલીન જીવનનું આ નિરવધિ અનુસરણ તેની મોટી મર્યાદા પણ છે. કવિનાં ટૂંકાં ટૂંકાં કાવ્યો ‘અંગ્રેજી રાજ્યપ્રકરણ’, ‘સ્વદેશવાત્સલ્ય તથા કળાકૌશલ્ય’, ‘લક્ષ્મી સંબધી’, ‘નામાંકિત જનો વિષે’, ‘હોપ વાચનમાળાનાં કાવ્યો’ પ્રકરણોમાં વિશેષ છે. તે કાવ્યોમાં દલપતરામની રાજ્ય તરફની જાણીતી ભક્તિ, સ્વદેશ તરફની પ્રીતિ, હુન્નરઉદ્યોગની વૃદ્ધિની તમન્ના તથા વ્યવહારુ ડહાપણનું ગાંભીર્ય જોવા મળે છે. આ વિષયની છૂટી છૂટી ટૂંકી કૃતિઓમાંની કેટલીક ઘણી જાણીતી છે. પરંતુ તેમાં યે સૌથી વિશેષ જાણીતી તો હોપની વાચનમાળામાં સ્થાન પામેલી અને તેને માટે લખાયેલી કૃતિઓ છે. એ વાચનમાળાની સાથે એ કૃતિઓ પણ આજે સ્મૃતિમાંથી લુપ્ત થયેલી છે, છતાં તેમના કેટલાક કળાઅંશો, ટૂંકાં સુરેખ ચિત્રો, ચિત્રાત્મક પ્રસંગો, નાની વાર્તાઓ અને તેમાંનાં માખીનું બચ્ચું, અડપલો જીવો વગેરે અમર પાત્રો તથા કેટલાક સાદા હૃદયભાવો તેમાંની સહેલાઈથી ટાળી શકાય તેવી બોધકતાને બાદ કરતાં હજી પણ વાંચવા જેવી સામગ્રી પૂરી પાડે છે. દલપતરામનાં ટૂંકાં કાવ્યોમાં કળાતત્ત્વમાં, સૌથી હીન પ્રકારનાં હોય તો તે નામાંકિત જનોને અંગે લખાયેલાં ત્રીસેક કાવ્યો છે. આ કૃતિઓ મોટે ભાગે તેમની વિષયભૂત વ્યક્તિનાં કામોની લુખ્ખી છાપાંળવી નોંધ બની રહેલી છે. આમાં એકાદ-બે કાવ્ય ધ્યાન ખેંચે તેવાં છે. ‘મુંબઈના દરજીનો ગરબો’ કાવ્યદૃષ્ટિએ તો બીજી બધી કૃતિઓ જેવો છતાં એક શ્રમજીવીને થયેલા અન્યાયનો કેવી રીતે સફળ પ્રતીકાર થયો તેનો રસિક પ્રસંગ છે. બીજું કાવ્ય ‘સર જમશેદજીનો રાસડો’ તેમાંની થોડીક ઉત્તમ લીટીઓને લીધે નોંધપાત્ર બને છે.

હુન્નરખાનની ચડાઈ

આ પછી, રાજસભામાં કે લોકસભામાં વ્યાખ્યાન તરીકે પઠન પામેલી દલપતરામની સહેજ લાંબી સળંગ કૃતિઓનો એક નાનકડો ગુચ્છ આવે છે. એ દરેકમાં કંઈ ને કંઈ નોંધપાત્ર એવો કળાઅંશ મળી આવે છે. ‘હુન્નરખાનની ચડાઈ’ દલપતરામની પ્રારંભકાળની ૧૮૫૧ની કૃતિ છે તથા તેમાં આપણે ત્યાં ઔદ્યોગિક વિચારણાનું પ્રથમ મહત્ત્વનું પ્રસ્થાન છે. આ બે બાબતો ઉપરાંત તેમની એક ઉત્તમ કળાકૃતિ તરીકે સ્થાન પામે તેવાં તત્ત્વો તેમાં છે. મંડળી માટે સિંહનરની યોજેલી એક અનુચિત કલ્પના બાદ કરતાં આખું કાવ્ય એક સુંદર અને જોરદાર રૂપક છે. કવિની પ્રારંભની કૃતિ હોવા છતાં તેની ભાષા પ્રૌઢ, કથાનક શિષ્ટ અને રસદાયી છે. યુદ્ધના પ્રસંગોને કવિ બહલાવી શક્યા છે. કૃતિનો છેવટનો ભાગ, તેના સારાત્મકપણાને લીધે તથા વર્તમાનપત્રોને કાવ્ય છાપવાની વિનંતીના હવે અપ્રસ્તુતપણાને લીધે, કાપી નાખવામાં આવે તો દલપતરામની આ એક ઉત્તમ કૃતિ તરીકે ટકી શકે તેમ છે. કવીશ્વરની આ કદાચ સૌથી વિશેષ લોકપ્રિય કૃતિ છે. એ જ સાલમાં લખાયેલાં ‘જાદવાસ્થળી’ અને ‘સંપલક્ષ્મીસંવાદ’માંથી પહેલામાં યાદવોના નિકંદનનું કેફનિષેધ અંગે ઘટાવાયેલું વસ્તુ બહુ જ નબળી રીતે મુકાયું છે; બીજા કાવ્યમાં નાનકડી વાર્તા છે, પણ એ વાર્તાતત્ત્વ કરતાં કેટલાંક ચમત્કારી દૃષ્ટાંતોથી પુષ્ટ થતી સંપલક્ષ્મીની સામસામી જોરદાર દલીલો તેનો ઉત્તમાંશ છે. તેનો પદબંધ ઘણો શ્લિષ્ટ છે. ‘વેઠે કામ ન કરવા વિષે’ના કાવ્યમાં પદ્ય ભેગો ગદ્યમાં સંવાદ છે તે એક લાક્ષણિકતા હોવા ઉપરાંત, તેમાં આવતું ‘પરોપકારી’નું પાત્ર ખાસ મહત્ત્વનું છે. એમાં આજના લોકસેવકોનો પ્રથમ પૂર્વજ જોવા મળે છે. ‘હુન્નરખાનની ચડાઈ’માં જેવી રીતે આર્થિક પ્રશ્નો પરત્વે કવિની જાગૃતિ દેખાય છે તેવી રીતે આ કાવ્યમાં રાજકીય પ્રશ્નો પરત્વે દેખાય છે. આપણા સમાજની જાગૃતિના સીમાચિહ્ન તરીકે આ બંને કાવ્યો મહત્ત્વનાં છે. રાજાઓને વિદ્યાભ્યાસનો મહિમા ઠસાવવા લખાયેલા ‘રાજવિદ્યાભ્યાસ’માં દલપતરામે આપણને ગંડુરાજાની અમર વાર્તા આપી છે. ‘વિજયક્ષમા’માં રાજાને પ્રજાભિમુખ બનાવાનું ઉદ્‌બોધન કરતા કેટલાક સારા વાર્તાપ્રસંગો છે. એમાં એક પ્રસંગમાં કણબીઓને ભોગે થોડો વિનોદ છે છતાં દલપતરામની હાસ્યશક્તિનું તે એક સમર્થ દૃષ્ટાંત છે, આવી હેતુપ્રધાન લાંબી કૃતિઓમાં છેવટની મહત્ત્વની કૃતિ ‘ગુર્જરીવાણીવિલાપ’ છે. દલપતરામની નબળીસબળી બંને પ્રકારની રચનાશક્તિ આમાં છે, પણ તેમાંનાં ગુર્જરીભાષા માટેની કવિની વકીલાતને લગતાં કવિતો દલપતરામની ઉત્તમોત્તમ પંક્તિઓમાં સ્થાન લે તેવાં છે. આ પ્રકારની કૃતિઓમાં છેક ગદ્યમય બની ગયેલું છતાં કવિતાના પોતાના જીવનની તથા ગુજરાતની એક પ્રથમ અને મહત્ત્વની સંસ્થા-જીવનની ચરિત્રકથા જેવું ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ વિશેનું કાવ્ય નોંધપાત્ર છે. દલપતરામમાં જે ગદ્યાળુતા છે, પ્રસંગવશતા છે, તથા પદ્યમાં રસૌચિત્યની જે ઊણપ છે તે સર્વ દોષોનો એક જ સ્થળમાં અભ્યાસ કરવાની તક આપે તેવું આ કાવ્ય છે.

‘રસ’લક્ષી કાવ્યો

આ સિવાય બીજાં પણ થોડાંક આ વર્ગનાં કાવ્યો છે, પણ તે આ રીતનાં પ્રત્યક્ષ રીતે સુધારાલક્ષી ન હોવાથી તેમનો એક જુદો વર્ગ કરી શકાય તેમ છે. એ કાવ્યો દલપતરામે ભાનપૂર્વક રસલક્ષી બનીને લખેલાં છે તે જોતાં રસની બાબતમાં દલપતરામની કાવ્યશક્તિ કેટલે સુધી પહોંચી શકતી હતી તેનાં દૃષ્ટાંતો એમાંથી મળે છે. આવાં રસલક્ષી કાવ્યો દલપતરામ પાસે લખાવનાર નર્મદ છે. ગુજરાતીમાં નર્યાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યોનો પ્રારંભ નર્મદે કર્યો. તે ઉપરથી પ્રેરાઈને દલપતરામે પણ ઋતુવર્ણનો લખ્યાં. આ ઉપરાંત બીજાં સ્થાનો, પ્રસંગો વગેરેનાં પણ વર્ણનો તેમણે લખેલાં છે. આ વર્ણનોમાં કવિ જે ઉપમાઓ વગેરે વાપરે છે તે બોધાત્મક હોવા છતાં આ કાવ્યો સંસારસુધારા કે એવા કોઈ બીજા પ્રચારલક્ષી સ્પષ્ટ હેતુથી મુક્ત રહ્યાં છે તથા શબ્દ અને અર્થની ચમત્કૃતિની અતિશયતા પણ એમાં ઓછી થઈ છે એ હકીકતો આ કાવ્યો અંગે નોંધવા જેવી છે. આવાં નાનાંમોટાં અનેક વર્ણનો ‘સંસ્થાનસુધારા’ના પ્રકરણમાં છે. તેમાં કવિની કલ્પનાએ જેમાં વિશેષ બળ બતાવ્યું હોય તેવાં વર્ણનો રણમલસર, મુંબઈ તથા ભરૂચનાં સંગ્રહસ્થાનને લગતાં છે, સંગ્રહસ્થાનમાં મુકાયેલા કેટલાક પદાર્થોનું વર્ણન સુંદર અર્થચમત્કૃતિવાળું છે. મુંબઈની સમૃદ્ધિ અને તેની નૂતન નગરરચનાએ કવિને મનોહર આશ્ચર્યો પૂરાં પાડ્યાં છે, પરંતુ તેમાં યે સમુદ્રના વર્ણનમાં કવિએ પ્રશસ્ય કહેવાય તેવું કલ્પનાબળ દાખવ્યું છે; જોકે પેલી બોધાત્મકતા તો અહીં પણ છેવટના ભાગમાં તથા વચ્ચેવચ્ચે ડોકાઈ છે. બોધાત્મકતાથી વિશેષ નિર્મુક્ત રહેલું વર્ણન રણમલસરનું છે. દલપતરામની કેટલીક સારામાં સારી ઉપમાઓ આ કાવ્યમાં છે તથા વર્ણનનો પ્રસાદ પણ ઘણી વેળા હૃદયંગમ બનેલો છે.

ઋતુવર્ણનો

નર્મદાશંકરની જોડે પોતાનું સ્થાન ટકાવવા, તથા ઉત્સાહપૂર્વક નવે રસ સિદ્ધ કરી દેવાની પ્રતિજ્ઞાથી દલપતરામે સવાર, સાંજ તથા છ ઋતુનાં વર્ણનો લખ્યાં છે. પ્રકૃતિવર્ણન એ આપણે માટે કંઈક નવો વિષય તથા દલપતરામની રસ વિશેની કલ્પના પણ અવિકસિત એ બે કારણે આ કાવ્યો શુદ્ધ કવિતા તો નહિ છતાં દલપતરામની શક્તિનાં લાક્ષણિક ઉદાહરણ બન્યાં છે. ન્હાનાલાલ કહે છે તેમ આ ઋતુવર્ણન દેશમાં પલટાતી રાજઋતુનું વર્ણન છે. અહીં દલપતરામે ઋતુના વર્ણનની સાથે જનજીવનને વણી લીધું છે. દરેક વર્ણ્ય પદાર્થની જોડે કવિ જે ઉત્પ્રેક્ષાઓ મૂકે છે તે હંમેશાં ઔચિત્યવાળી નથી, છતાં વર્ણવાયેલા વિષયોની સ્વભાવોક્તિ કેટલીક વાર મનોહર બનેલી છે, તેમ જ કેટલાક અલંકારો પણ આહ્‌લાદક છે. દરેક ઋતુમાં કવિએ એકાદ રસને ઉત્તેજવાની નેમ રાખી છે, પણ તેમાં અમુક પદાર્થના અમુક રૂપમાં આ રસ દેખાય છે એવા વાચ્ય કથનથી વિશેષ, તેઓ ઓછું સાધી શક્યા છે. પોતાના વર્ણ્ય વિષયોમાં, વિગતોની પસંદગીમાં તથા તે સર્વના સમગ્ર આયોજનમાં દલપતરામની દૃષ્ટિ બહુ આગળ વધેલી નથી. આ કાવ્યોને કવિનાં પ્રયોગદશાનાં કાવ્યો તરીકે જોઈએ. અને તેમાંથી જે શુદ્ધ વર્ણનો મળે છે તેટલા ઉપર દૃષ્ટિ રાખીએ તો આમાંથી ઠીક પ્રમાણમાં રસવાળી સામગ્રી મળે તેમ છે. ઉદાહરણ તરીકે ‘બાપાની પીંપર’નો જાણીતો સુંદર ટુકડો ગ્રીષ્મના વર્ણનમાં છે; જોકે તેને તેમણે ફારસ તરીકે ઓળખાવ્યો છે! વસંતવર્ણનમાં અલંકારો કંઈક વિશેષ ઔચિત્યવાળા છે તથા તેમનું અતીવ રમણીયતાવાળું જાણીતું મુક્તક ‘અરે ન કીધાં ફૂલ કેમ આંબે?’ પણ એમાં છે.

વેનચરિત્ર

રસસિદ્ધિની આથી કંઈક વિશેષ સફળતા દલપતરામને ‘વેનચરિત્ર’માં મળી છે. આ કાવ્ય અનેક રીતે અગત્યનું છે. એમાં પ્રેમાનંદનાં આખ્યાનકાવ્યોનું અનુકરણ છે, સંસારસુધારાનો એક મહત્ત્વનો કાર્યક્રમ વિધવાવિવાહ તેનો વિષય છે, કવિની કાવ્યને રસલક્ષી કરવાની નેમ છે, તથા તે સાથે રસનાં વિભાવાદિક સહેલાઈથી પૂરાં પડે તેવી માનવચરિત્રની સામગ્રી પણ તેના વસ્તુમાં છે. એવી રીતે ઊંચું કળારૂપ નિપજાવવાની શક્યતાઓથી ભરેલી આ કૃતિમાં દલપતરામની કળાની પહોંચ કેટલે સુધીની છે તે જોવાની તક પણ કાવ્ય પૂરી પાડે છે. અને કૃતિને અંતે જણાય છે કે એ પહોંચ બહુ ઊંચી કોટિની નથી. આ લાંબા કાવ્યનાં ટૂંકાં ટૂંકાં પદોને પ્રેમાનંદનાં કડવાંનું ગૌરવ નથી. આખ્યાનનો પ્રારંભ, માંડણીની રીત કંઈક પ્રેમાનંદને મળતાં છે, પણ આખ્યાનની કળા પ્રેમાનંદ જેટલી બળવાન નથી. જેમ પ્રેમાનંદ પૌરાણિક પાત્રોને સમકાલીન ગુજરાતી પાત્રો બનાવે છે તેમ દલપતરામે પણ કર્યું છે. પણ એ ગુજરાતીકરણ પાત્રોમાં કશો મૌલિક વૈભવ પૂરી શક્યું નથી. પ્રેમાનંદનો નળ કે દમયંતી કે પુરોહિતો કે મુનિઓ રાજત્વનું કે બ્રહ્મત્વનું કોઈક અનોખું ગૌરવ અને આભિજાત્ય ધરાવી રાખે છે. તેમના વર્ણનમાં વાણીમાં એક પ્રકારની પ્રૌઢિ અને ગૌરવ પ્રેમાનંદ મૂકી આપે છે. દલપતરામનો વેન અને તેની રાણી તેમ જ પુરોહિત વગેરે કશાય ગૌરવ વગરનાં અમદાવાદી પોળનાં એક સાધારણમાં સાધારણ પાત્ર જેવાં બની જાય છે. જૂના પૌરાણિક કાળમાં, ઓગણીસમી સદીના ગુજરાતના વિધવાજીવનના પ્રશ્નો મૂકવામાં ઐતિહાસિક વાતાવરણનો દ્રોહ થાય છે એ વાતને, દલપતરામના આ પ્રકારની દૃષ્ટિના તદ્દન અભાવવાળા જમાનાને ધ્યાનમાં રાખી બહુ મોટી ખામી તરીકે મહત્ત્વ ન આપીએ તો ચાલે, પણ કાવ્યમાં આ હકીકત રસના અનૌચિત્યનું એક મોટું કારણ બને છે. આવા અનૌચિત્યનું સૌથી જલદ ઉદાહરણ તો એ છે કે કાવ્યના અંતભાગમાં પરણેલી વિધવાની છોકરી જે શાળામાં ભણવા જાય છે તે દલપતરામે સ્થપાવેલી કન્યાશાળા જ નીકળે છે!

વેનચરિત્રના રસો

આ ‘પૌરાણિક’ તથા ‘ઐતિહાસિક’ કાવ્યનો મોટો ભાગ સ્વતંત્ર રીતે જુદા જુદા રસોના પ્રસંગોનો છે; પણ દલપતરામમાં વિશુદ્ધ કાવ્યની જે નાનકડી સમૃદ્ધિ છે તે અહીં એકસરખી ટકેલી નથી. કાવ્યની પ્રસંગઘટનાનું ચણતર ઢીલું છે તથા તે પ્રસંગોનું ભાવનાતત્ત્વ ખૂબ વિષમ રૂપનું છે. આખા વિષયને સાદ્યંત અને સમગ્ર એવું કળારૂપ મળે છે કે નહિ તે જોવા જેટલી દૃષ્ટિ દલપતરામમાં નથી. તેઓ પ્રત્યેક પદ કે અમુક પ્રસંગ ઉપર જ નજર ઠેરવી તેને રસાત્મક બનાવી શકે છે, પણ પ્રસંગાંતર થતાં તેનો નવા પ્રસંગ સાથે સંવાદ રહે છે કે નહિ તથા કથાના તમામ પ્રસંગો પરસ્પર સંવાદી બને છે કે નહિ તે જોઈ શકતા નથી. આ આખ્યાનમાં કવિએ બે રસો ઉપજાવવાનો સંકલ્પ કર્યો છે : કરુણ અને હાસ્ય. કરુણ રસના કેટલાક પ્રસંગો સારા જામી શક્યા છે, પણ કેટલેક ઠેકાણે એ કરુણ જ કવિને અનભિપ્રેત રીતે હાસ્યનો વિભાવ બની જાય છે. આ કથામાંના હાસ્યના કેટલાક પ્રસંગો જાણીતા છે, પરંતુ તેની સામે ઘણું કહેવા જેવું છે. પ્રથમ તો હાસ્યને કરુણનો મારક ગણવામાં દલપતરામે મોટી ભૂલ કરી લાગે છે. એ રીતે કાવ્યમાં હાસ્યનો પ્રયોગ કૃત્રિમ બને છે, તેમ જ જનરુચિને વશ થનાર સ્થૂલ પ્રહસનકારની કોટિનો બને છે. આમાં વાંઢાની કથની હાસ્યપ્રધાન છતાં કરુણની વ્યંજક છે, જ્યાં નર્યું હાસ્ય ઉપજાવવાના પ્રયત્નો છે ત્યાં હમેશાં સુરુચિ જળવાયેલી નથી. કેટલીક વાર તો દલપતરામમાં કલ્પી ન શકાય તેવી અસંસ્કારી હાસ્યપ્રિયતા અહીં દેખાય છે. દલપતરામ એક સ્થળે વેનના ક્રોધનું વર્ણન કરે છે જે વેનને પ્રતાપી બતાવવાને બદલે હાસ્યાસ્પદ જ બનાવી મૂકે છે. આવી રીતે કાવ્યના રસો બનાવટી, અનૌચિત્યભર્યા અને ઘણા છીછરા છે, પાત્રોમાં આભિજાત્યનો અભાવ, કથાનકમાં સુરેખતાની ખામી, અને રસોમાં કૃત્રિમતા, આ કાવ્યની મોટી ખામીઓ છે, અને તે દલપતરામની એક મોટી કૃતિ હોવા છતાં તેને ઊંચી કૃતિ તરીકેનું સ્થાન અપાવવામાં મોટી નડતર બને છે. આમ છતાં આ કૃતિ તે કાળની એક લોકપ્રિય કૃતિ હતી. માણભટો તેની કથા કરતા હોવાનું કહેવાય છે. તેમ જ નર્મદના ‘હિંદુઓની પડતી’ને ‘સુધારાના બાઇબલ’નું ગૌરવ મળ્યું તેમ તેને ‘સુધારાના પુરાણ’નું ગૌરવ મળ્યું છે. પણ એથી યે વિશેષ તો ગુજરાતી ભાષાના એક મહત્ત્વના કાવ્યનું આમાં પુરઃસૂચન દેખાય છે તે એ કૃતિ અંગે એક ખાસ નોંધપાત્ર બિના છે. ‘વેનચરિત્ર’નો નાયક એક બળી મરતી વિધવાની સાથે સંવાદ કરી તેને બળતી બચાવે છે તેની સાથે ‘સ્નેહમુદ્રા’નો એ જ વસ્તુવાળો પ્રસંગ સંપૂર્ણ સામ્ય ધરાવે છે. ગોવર્ધનરામે ‘વેનચરિત્ર’ પરથી ‘સ્નેહમુદ્રા’નો એ જાણીતો પ્રસંગ યોજ્યો હોય તે સંભવિત છે.

ફાર્બસવિરહ

દલપતરામનું સૌથી વિશેષ રસયુક્ત સર્જન જો કોઈ હોય તો તે ‘ફાર્બસવિરહ’ છે. જોકે એમાં ય પદ્યની પામર ચમત્કૃતિમાં કવિ સરી પડે છે, અર્થચમત્કૃતિના કેટલાક નબળા પ્રયત્નો છે, તથા થોડોક વિસંવાદી ગદ્યાળુ ભાગ આવે છે, તેમ છતાં આ ત્રણ દૂષક તત્ત્વોને દલપતકલમની પ્રકૃતિગત લાક્ષણિકતાઓ તરીકે વીસરી જવા પછી આ કાવ્યમાં ઘણું સઘન અને રસત્વની કોટિએ પહોંચતું વસ્તુ મળી આવે છે, દલપતરામની આ સાચી આત્મલક્ષી કૃતિ છે. એમાં મિત્રવિરહની ઊંડી અંતર્વ્યથાને બળે કેટલાંક ચિરંતન સૌંદર્યભર્યાં મુક્તકો અને ઉદ્‌ગારો સર્જાઈ ગયાં છે. દલપતરામે જે થોડાક સોરઠા લખેલા છે તેમાંના ઉત્તમ કહેવાય તેવા સોરઠા પણ આ કાવ્યમાં છે. આપણી કરુણપ્રશસ્તિઓમાં પહેલી કૃતિ તરીકે તથા જીવનભર ટકેલી પ્રગાઢ મિત્રતાની અમર ગાથા તરીકે આ કૃતિ ઘણા ઊંચા સ્થાને બેસે તેવી છે.

હરિલીલામૃત

‘હરિલીલામૃત’ એ સ્વામી સહજાનંદની જીવનલીલાઓને પદ્યબંધમાં રજૂ કરતી દલપતરામની અંતિમ વયની કૃતિ છે. દસ વરસ જેટલા લાંબા સમય સુધી વડતાલના મંદિરમાં રહીને તેના આચાર્યની હૂંફાળી છાયામાં કવિએ લખેલી આ કૃતિના કર્તા તરીકે આચાર્ય વિહારીલાલનું નામ મુકાયું છે એ ઘટના આવી ધાર્મિક કૃતિના કર્તૃત્વ વિશે દલપતરામને કશો આગ્રહ ન હોય, યા તો તેમણે ધર્મગુરુને તે સમર્પી દીધું હોય એ કારણે પણ સંભવે છે. પરંતુ કૃતિમાં પૂરેપૂરી પ્રવર્તતી દલપતશૈલી તેના કર્તૃત્વ વિશે કશી શંકા રહેવા દે તેમ નથી. તેમ એમના કર્તૃત્વ વિશે સંપ્રદાય તરફથી પણ કશો ઇન્કાર નથી. દલપતરામની બીજી બધી કૃતિઓના સમુચ્ચય જેટલું આ વિસ્તીર્ણ કાવ્ય સ્વામી સહજાનંદના જીવનની ઘટનાઓ-’લીલા’ઓનું વર્ણન આપે છે. આ કાવ્ય ગુજરાતના જીવનમાં એક કાળે મહત્ત્વનો ભાગ ભજવી ગયેલા આ સંપ્રદાયની ભાવનાનું નિરૂપણ હોવા ઉપરાંત તે વખતના ગુજરાતનું એક કીમતી ચિત્ર છે. આ કૃતિની કાવ્ય તરીકેની મર્યાદાઓ ઘણી છે, દલપતરામની પોતાની મર્યાદાઓ ઉપરાંત વિષયની પોતાની મર્યાદાઓ પણ એમાં ઉમેરાયેલી છે. વળી આ કાવ્યનો હેતુ પણ ઉત્તમ કવિતા બનાવવાનો નહિ, પણ ધર્મગુરુની લીલાઓનું અશેષ માહાત્મ્ય રજૂ કરવાનો છે; એટલે આમાં રસદૃષ્ટિએ વસ્તુના ઔચિત્ય યા વિવેકનો પ્રસંગ ઊભો થાય તેમ નથી. તેમ છતાં કેટલાક પ્રસંગોમાં દલપતરામની કલમ વિશેષ ઝળકે છે, દા.ત. સહજાનંદ સ્વામીનું ગવર્નરને મળવા રાજકોટ જવું, તથા તેમનું અક્ષરધામપ્રયાણ જેવા પ્રસંગો ઇતિહાસ અને કાવ્ય બંને દૃષ્ટિએ રસાવહ બનેલા છે. આ લાંબું કાવ્ય સંસ્કૃત ઢબે રૂપમેળ વૃત્તોમાં લખાયેલ છે, જોકે દેશી ઢાળ પણ એમાં ઠીકઠીક વપરાયા છે. સંસ્કૃત મહાકાવ્યની રીતે તેની સર્ગરચના થયેલી છે એ પણ ધ્યાન ખેંચનારું તત્ત્વ છે. દલપતરામની બીજી કૃતિઓ કરતાં અહીં શબ્દની પ્રૌઢિ પણ વિશેષ છે. જેમકે,

સાધ્યો અષ્ટાંગયોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને,
શોધી વેદાંતતત્ત્વો સકળ ગ્રહિ લિધાં જેમ સિંધૂથિ રત્ને.
આધિ વ્યાધી ઉપાધિ પ્રણત જનતણી ટાળિ કીધી સમાધી,
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધી વંદું માયા અબાધી. ૧-૧-૩૪

દલપતરામનું સ્થાન

દલપતકાવ્યની આ રીતની કળાસમદ્ધિ છે. કાવ્યકળાનાં એમણે ખેડેલાં શબ્દ અને અર્થચમત્કૃતિનાં તત્ત્વોનું આજે સ્વતંત્ર ગૌરવ રહ્યું નથી. એમના સમયના અનંતવિધ સામાજિક વિષયો અને પ્રશ્નો આજે હયાત નથી. જે થોડાંએક કાવ્યોમાં રસલક્ષી બનવાનો યત્ન છે તેમાં પણ તેમનું ઉડ્ડયન ઘણું નીચું છે. આમ દલપતકાવ્યનું રસતત્ત્વ ઘણું અલ્પ છે, છતાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં દલપતરામનું સ્થાન કાવ્યકળાના ઊંડા ઉપાસક તરીકે રહેશે જ. એમનો ઉપાસનાવિધિ જુદો હતો, કાવ્યકળાની બાલદશાનો હતો, છતાં જેટલા પ્રમાણમાં તે સાચા દિલનો હતો તેટલા પ્રમાણમાં તે માનાર્હ છે. દલપતરામની શબ્દાર્થચમત્કૃતિવાળી આ બોધક શૈલી ગુજરાતના કાવ્ય ઉપર ઘણા લાંબા વખત લગી પોતાની છાપ મૂકી જાય છે, અને ‘દલપતશાહી’નું સામ્રાજ્ય ઘણો કાળ એક ચકવે પ્રવર્તે છે. ઘણા નાના કવિઓ દલપતના આશીર્વાદ મેળવી તેમને પગલે પગલે ચાલે છે અને તેમની શૈલીમાં કૃતાર્થતા અનુભવે છે. પણ ગુજરાતી કવિતાની કૃતાર્થતા દલપતરીતિમાં અટકી રહેવાથી નથી એ વાતનો ખ્યાલ દલપતરામના જીવનકાળમાં જ જન્મે છે અને દલપતરીતિ કાવ્યની ઉત્તમ રીતિ તરીકેનું સ્થાન જોતજોતામાં ગુમાવી બેસે છે. દલપતરીતિનો પ્રથમ વિરોધ નર્મદ તરફથી જ થાય છે અને આ ‘રરરા’ની રીતિ સામે તે ‘જોસ્સા’ની રીતિને વહેતી મૂકે છે. પરંતુ નર્મદ પણ એ જોસ્સાને કળારૂપ આપી શકતો નથી, અને તે પછીની કવિતા ઉપર તેમની માન્યતાની અસર પણ બહુ જ અલ્પ રહે છે. ગુજરાતી કવિતાને દલપતરીતિમાંથી નવી અને ઊંચી કોટિની રીતિમાં લઈ જવાનું કાર્ય દલપતરામના શિષ્ય બાળાશંકરને હાથે સિદ્ધ થાય છે અને દલપતરીતિની મર્યાદિત કળાસંપત્તિનો સાચો ક્યાસ બાળાશંકરના મિત્ર મણિલાલના હાથે આપણને મળે છે. મણિલાલ નર્મદ તરફના સાચા છતાં કંઈક ઊર્મિલ પક્ષપાતથી દલપત તરફ જરા કઠોર બને છે, છતાં દલપતરામના મૃત્યુ સાથે ‘દલપતશાહી’નો અંત આવ્યો છે એ રીતનું તેમનું વિધાન સાવ ખોટું પણ નથી. લગભગ નિરક્ષર એવા સમાજને પોતાની અલ્પ છતાં પુરુષાર્થભરી સાક્ષરતાથી મુગ્ધ કરી અપૂર્વ લોકપ્રિયતા મેળવનાર દલપતરામની કવિતા હવેથી પ્રૌઢ સાક્ષરતાના જમાનામાં જીવંત રસવાહક તત્ત્વ તરીકે નહિ, પણ એક ઐતિહાસિક અવશેષ તરીકેનું સ્થાન મેળવવા લાગે છે.

દલપતરીતિના ચિરંજીવ અંશો

તેમ છતાં દલપતરીતિ એ સાવ મૃતપ્રાય થયેલી વસ્તુ નથી. એનામાં એક એવું લક્ષણ છે જે હમેશાં જીવતું રહેલું છે, એ છે એની બાલોપયોગિતા. દલપતરામનું કળામાનસ બાલદશાનું છે, અને ગુજરાતના ઘણા કવિઓએ બાલદશામાં દલપતશૈલીનો આશ્રય લઈ આગળ પગલાં ભર્યાં છે. એ રીતે દલપતરીતિ કવિતામાર્ગમાં પ્રથમ પગથિયું બની શકવાની અમુક ખાસ ક્ષમતા ધરાવે છે. આ રીતિનો આથી યે વિશેષ ઉપયોગ બાલદશામાં રહેતા સમાજને માટે છે. ઊંચી ગ્રહણશક્તિનો જેમનામાં અભાવ હોય તેવા વાચકો માટે, તથા સમુદાયો માટે, કે સભાઓ માટે પ્રવૃત્ત થતી કવિતાને માટે આ શૈલી વિશેષ અનુરૂપ નીવડે તેમ છે. હળવા હાસ્ય તેમ જ કટાક્ષને માટે આ શૈલીનું અલ્પગાંભીર્ય બહુ મદદગાર બને છે. અને કાવ્ય માટે આવી હળવી સહજગમ્ય પાતળી શૈલીની પણ હમેશાં જરૂર છે. આ શૈલીમાં કાવ્યકલાનું સર્વસ્વ આવી જતું નથી, છતાં એમાં કાવ્યનું જે અમુક અલ્પત્વ છે તે પણ મહત્ત્વનું નથી એમ નહિ કહી શકાય. દલપતરીતિની બોધકતાને બાદ કરી નાખીને તેમાં અર્થવ્યંજકતાનો સમર્થ વિનયોગ કરી, તથા કળાનાં ઉચ્ચ રસતત્ત્વોને જાળવી રાખી હરેક પ્રકારના બાલમાનસને કવિતાભિમુખ કરવાના કાર્યમાં આ બાળશૈલી હમેશાં કામ આવ્યા કરશે.


  1. * ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.

    ‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’

    ‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’

    શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને

    ‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.

    આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?

  2. * ગરબી કે દેશી રાગોથી ઓછાં સંગીતવાળા સંસ્કૃત છન્દ નવલ બલોનાં શરીર રચવા ક. દ. ડા.એ દાખલ કર્યાં. નવાં બલ નાનાં ન હતાં, ગરબીઓમાં તે સમાય એમ નહિ ભાસ્યું હોય. સંસ્કૃત વૃત્તો તરફ લોકની પૂજ્યબુદ્ધિ હતી, નવાં ચેતનનાં એ શરીર બને તો નવાં ચેતન ઉપર કદાચ તે પૂજ્યબુદ્ધિ ઢળે એમ હતું. વળી પુરાણ પિતૃકુલ સાથે પુનઃ સમ્બન્ધ યોજાય એ પણ હેતુ હશે, કે પછી મહાપળના ચિંતનપૂરનો સંગીતકેલિ ઉપર અજ્ઞાત જય કારણભૂત હોય. ન્હાનાલાલ દ. કવિ, ‘સાહિત્યમંથન’, પૃ. ૧૨૩.
  3. * સંસારસુધારાના બીજા વિષયમાં પ્રગતિશીલ છતાં પ્રેમની બાબતમાં અત્યંત ભડક બતાવતા દલપતરામ આ વિષયમાં પણ મર્યાદાપુરઃસરના પ્રગતિશીલ હતા. તેમણે સ્ત્રીપુરુષનાં ઇચ્છાલગ્ન થવાં જોઈએ, એ રીતની વાત ઘણી વાર કહેલી છે. ‘માંગલિક ગીતાવલિ’નાં નાયક-નાયિકાની વૌઠાના મેળાની આ ભૂમિકા ગીતોની અંદર નહિ, પણ તે સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રકટ થયાં ત્યારે તેની પ્રસ્તાવનામાં મુકાયેલી છે દલપતરામની કૃતિઓ જ્યારે મોટા ‘દલપતકાવ્ય’માં સંગ્રહાઈ ત્યારે તેમના પ્રથમ પ્રકાશનની આવૃત્તિની પ્રસ્તાવનાઓ વગેરે કાઢી નાખવામાં આવી છે તે ઠીક થયું નથી લાગતું. આ ગીતાવલિની ભૂમિકા રૂપેની આ મહત્ત્વની હકીકત વિના આ ગીતોનો રંગ જુદો જ બની જાય છે. આવી હાનિકારક કાપાકાપીના બીજા ઉદાહરણ રૂપે ‘હંસકાવ્યશતક’ને લઈ શકાય, જેમાંથી મૂળનો રસિક સંવાદ, જેમાં કાવ્યનાં મુક્તકો ગૂંથેલાં હતાં, તે દલપતકાવ્યમાં લેતી વેળા કાઢી નાખેલો છે.
  4. * ઉદાહરણ રૂપે,

    અરે ઝેર અભિમાન તજ કડવાશ તણું,
    કુટિલના કથનની એવી કડવાશ છે;
    વાયસ ઠગાઈ તણો તજી દે વિશેષ ગર્વ,
    એવી ઠગાઈનો ઠાઠ ઠગ લોક પાસ છે;
    નિરદયપણાનું ન રાખીશ તું વાઘ માન.
    દયાહીણ એવા દેશી રાજાઓના દાસ છે;
    મન વિષે મોટું જમદૂત શું ગુમાન રાખે,
    ઘણા દુષ્ટ જાલમીનો જગમાં નિવાસ છે.