ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

From Ekatra Wiki
Revision as of 08:41, 15 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ બત્રીસમી પુસ્તિકા છે. કવિ ખબરદારનો જન્મ ૧૯૮૧ના નવેમ્બરની છઠ્ઠીએ થયેલો. આ શ્રેણીમાં એમના વિશેનો લઘુગ્રંથ શતાબ્દી વર્ષમાં પ્રગટ કરવાનો નિર્ણય કરી આ કામ ડૉ. રમણ સોનીને સોંપ્યું. તેમણે સહૃદયતા અને ચીવટપૂર્વક આ લઘુગ્રંથ સમયસર તૈયાર કરી આપ્યો એ માટે તેમનો આભારી છું. આ ‘શ્રેણી’ની અન્ય પુસ્તિકાઓ પુનર્મુદ્રણમાં છે અને બીજી કેટલીક નવી પ્રગટ થઈ રહી છે. સાહિત્યરસિકો અને વિવેચકોએ આ પ્રવૃત્તિને ઉમળકાભેર આવકાર આપ્યો છે એ માટે તેમના પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવું છું.

રમણલાલ જોશી

ર, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૩ એપ્રિલ ૧૯૮૨