રમણીક અગ્રાવતની કવિતા/હમ સબ એક હૈ

From Ekatra Wiki
Revision as of 03:02, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. નિશાચર

આ ભીડને જો એક ફૂંક મારું ને –
પણ પછી કરચો વાગે એનું શું?
બસ આ,

આ જ વિચારે કાચનું કમઠાણ પાલવીએ છીએ
બસમાં કોણી અડે, પારકો શ્વાસ ગળા લગી પૈસી જાય
આંગળીઓ ચેપાઈ જાય, ઝાલેલો સળિયો છૂટી પડે ધરાર
અરે અકસ્માત થઈ પડે તો અણગમતા આદમી જોડે પણ

એક મરણપથારી મળે,
તો ય સહી લઈએ છીએ બધું
સહેવાની આગોતરી ટિકિટ કઢાવીએ છીએ કણ્ડકટર પાસેથી

વહેતાં વૃક્ષો ને ડોલતી ક્ષિતિજ
ગતિશીલ આકારમાં ઢળી વધુ રૂપાળાં થઈ જતાં ઘર
પૂરપાટ સરતી ભૂમિનો ઘેરો રંગ નીરખવાનું બારીસુખ
બધાને નસીબ તો ક્યાંથી?

કડૂચા પરસેવાના સગપણે એકમેક અડોઅડ
ભીનીભદ ભાતમાં ગોઠવાઈ જઈએ છીએ

કણ્ડકટરની ઘણ્ટડીની રાહમાં અદ્ધરતાલ

અને પછી ભાગી છૂટવું પાછું જોયા વિના
બસ અટકે ન અટકે ત્યાં....

બારણામાંથી ફંગોળાતા જ
રાહ જોઈને ઊભેલું સૂત્ર વળગી પડે
‘સતયુગ આયેગા, અવશ્ય આયેગા.’