< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું
ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સાકરલાલ અમૃતલાલ દવે
જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ; વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ અંગેની ગર્લ્ઝ હાઇસ્કૂલ અમદાવાદમાં શિક્ષક છે.
પુનાની ડેકન કૉલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઇંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એેવો, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટૉયના ‘The Christian Teaching’ પુસ્તકનો અનુવાદ ‘જીવનસિદ્ધિ’ એ નામથી છપાવ્યો છે.
સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે.
એમના ગ્રંથોની યાદી:
અનુવાદ | મૂળ ગ્રંથ | પ્રકાશનની સાલ |
અનંગભસ્મ | Prof. Bain's “The Ashes of a God” | સને ૧૯૧૬ |
નીલનેની | “A Draught of the Blue.” | ” ૧૯૧૭ |
જીવનસિદ્ધિ | Tolstoy's “The Christian Teaching” | ” ૧૯૨૯ |