બે હજાર ચોવીસ સમક્ષ/સ્ત્રી – રવીન્દ્ર પારેખ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
સ્ત્રી, પુરુષ કે અન્ય લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિઓની સમસ્યા, સંઘર્ષ, સિદ્ધિ પર પ્રકાશ પાડતાં અનેક સંશોધનો, અભ્યાસો થયાં છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રકાશિત થઈ છે અને સતત સર્જન થઈ રહ્યું છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. રવીન્દ્રભાઈએ સાહિત્યસર્જન સાથે અન્ય સામાજિક મુદ્દાઓ પરના પોતાના વિચારો વર્તમાનપત્રની કોલમમાં વ્યક્ત કર્યા છે. બત્રીસ પ્રકરણો અને ૧૨૮ પાનાંમાં સમેટાયેલું ‘સ્ત્રી’કેન્દ્રિત લેખન પત્રકારની ભાષામાં સામ્પ્રત ઘટનાઓ, મુદ્દાઓ અને સામજિક અસરનું સતત વિશ્લેષણ કરે છે એવી છાપ ઊભી થાય છે. એમણે લખેલાં પ્રકરણોનાં શીર્ષકો પણ ધ્યાન ખેંચે છે. જેમ કે સ્ત્રીનું કાલ્પનિક લેખન પણ આત્મકથનાત્મક કેમ ગણાય છે? લગ્ન સ્વતંત્રતા પરની તરાપ છે એ ખરું? લગ્નનો સારો વિકલ્પ લગ્ન જ છે એવું ખરું? સ્ત્રીઓને ઘરની બહાર વિકસવાની તકો ઓછી છે. સ્ત્રીઓને માધ્યમો જે શીખવે છે તેમાં ઘણું ખૂટે છે. કોઈ વાતનો હવે જાણે છોછ રહ્યો જ નથી. લગભગ દરેક પ્રકરણની શરૂઆત સવાલથી થાય છે અને અંતે પણ વાચકોને સવાલ કરવાનું વલણ અહીં આંખે ઊડીને વળગે એવું છે.

લેખકનું પોતાનું ધ્યાન સ્ત્રીઓની સમસ્યાઓ પર રહે છે છતાં તેઓ પોતાની વાતમાં સ્ત્રી-પુરુષ સમાનતા બરાબર સાચવે છે એટલે સ્ત્રીઓ પણ આમ કરે છે કે તેમ કરે છે અથવા આવી કે તેવી હોય છે એવી વાત ઘરેલુ જીવનથી લઈ કારકિર્દી,  વ્યવસાય અને ગુનાખોરી સહિતનાં ક્ષેત્રો અંગે કરતા રહે છે. લેખનમાં અનેક મુદ્દાનું, સામ્પ્રત ઘટનાઓનું પુનરાવર્તન પણ અનેકવાર થયું છે જેમ કે બાળલગ્નો. આરોગ્ય, દહેજ, શિક્ષણ, બળાત્કાર, સ્ત્રીઓની સાથે થતો વ્યવહાર. સ્ત્રી સ્ત્રીની સામે કેમ છે જેવી બાબતોની અત્યંત બોલકી રજૂઆત થઈ છે. એમણે ગુલ મકાઈ-મલાલા યુસુફઝાઈ, કૌશિકી ચક્રવર્તી. સિંધુતાઈ, સુષ્મા સ્વરાજ જેવાં સકારાત્મક પાત્રોની પ્રશંસા સાથે અમૃતા પ્રીતમ, તસ્લીમા નસરીન કે કુન્દનિકાબહેનનો આત્યંતિક સ્તરે સ્ત્રી-મુદ્દાઓને વાચા આપતી લેખિકાઓ તરીકે બે-એક વાર ઉલ્લેખ કર્યો છે. સ્ત્રીઓના ઉદ્ધાર માટે નર્મદ, રાજા રામમોહન રાય, ગાંધીજી જેવા પુરુષોના નક્કર પ્રયાસોની નોંધ લીધી છે.

અમુક મુદ્દે લેખક સાથે મતાંતરને અવકાશ છે અને એ ધ્યાન દોરવાની ખાસ જરૂર મને લાગે છે, હવે જે તે સમયના પુરુષોના પ્રયત્નોની અવગણના કર્યા સિવાય કેવળ સ્ત્રીની દૃષ્ટિએ નર્મદ, રાજા રામમોહન રાય કે ગાંધીજીના વિચારોનો પુનઃ અભ્યાસ કે ચકાસણી થઈ રહ્યાં છે, એ બધું આ નાનકડા લેખમાં સ્પષ્ટ કરવું શક્ય નથી. આ પુસ્તક અઝીઝ ટંકારવી અને ભગતભાઈ શેઠને અર્પણ થયું છે તે નોંધવું જોઈએે.

એક વાત સાચી છે કે પરાપૂર્વથી ચાલી આવેલી કેટલીક સમસ્યાઓ વિશે વાંરવાર, મોટેથી બોલીને સમાજનું ધ્યાન સતત ખેંચવું પડતું હોય છે. નારીમુક્તિ-આંદોલનની શરૂઆત તો છેક ૧૮૫૭ આસપાસ થઈ અને ૧૯૧૦થી તો સ્ત્રીઓનાં સંમેલનો દ્વારા વૈશ્વિક સ્તરે ફેલાઈ. ૧૯૭૫માં યુનોએ આંતરરાષ્ટ્રીય મહિલાદિન અને દસ વર્ષ માટે મહિલા દશક દ્વારા સ્ત્રીઓનાં દરજ્જા અને સ્થાન અંતર્ગત વિવિધ મુદ્દે પૂરી દુનિયાનું ધ્યાન આકર્ષવા વિવિધ કાર્યક્રમો, સૂત્રો, લક્ષ્યો આપ્યાં. આમ ૧૯૭૫–૨૦૨૫ના સમય દરમિયાન એ વેગવંત બની છે. નર, નારી કે નાન્યતર જાતિના સમસ્યા-કેન્દ્રિત વિચારવિમર્શ માટે પુસ્તકો કે અન્ય માધ્યમો દ્વારા અભિવ્યક્તિ માટે સઘન અભ્યાસ અને અનુભવનું સત્ય અનિવાર્ય છે એવું મને લાગે છે. હવે સમાનતાના માપદંડમાં ધીમી ગતિએ પરિવર્તન આવી રહ્યું છે તે સમાજશાસ્ત્રીઓની જેમ લેખક પણ સ્વીકારે છે. બે-એક પ્રકરણો એમણે સમાજશાસ્ત્રીય દૃષ્ટિથી અભ્યાસયુક્ત લખ્યાં પણ છે.  

સ્ત્રીઓ પર આચરવામાં આવતી હિંસા, સ્ત્રીઓનો દરજ્જો જેવા મુદ્દે ચારેક દાયકા કાર્યરત રહી હોવાથી મને કે મારા જેવી વિચારધારા ધરાવનાર માટે આ પુસ્તકમાં વર્ણવાયેલી વાસ્તવિકતા, હકીકતો કે વિચારો નવા તો ન કહેવાય છતાં એને સતત ચકાસતા રહેવું જોઈએ તેથી કોઈ પુરુષ પોતાની માનવીય સંવેદનશીલતાની અભિવ્યક્તિ સમજપૂર્વક કરે તો તે આવકાર્ય ગણાય એમ માની પુસ્તકને આવકાર.