અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિતા વિશે કવિતા (૪)|દિલીપ ઝવેરી}} <poem> કુલડીમાં ઢાંકેલા દેવત...")
(No difference)

Revision as of 04:59, 19 July 2021


કવિતા વિશે કવિતા (૪)

દિલીપ ઝવેરી

કુલડીમાં ઢાંકેલા દેવતાની જેમ
શબ્દોમાં જે હોય
એને ટેરવાંથી ફંફોસતાં દાઝી જવાય અને વીજળીવેગે ચીસ થઈને ઊછળે
તે કવિતા
કે પછી પોષમાં
કોઈ ઠૂંઠા થડની બખોલમાં સંતાડવા જતાં
આખા વનની સૂકી ડાળીઓ પર પાંદડાં જેવી લપેટો થઈને ઝગમગે
કે પછી દુઃખતા સાંધા પર હળવેકથી ફેરવતાં
ઘોડારમાંથી છોડ્યા ઊના લોહીની જેમ હડબડે
કે પછી ચૂલાના ગરભમાં સરી
આંધણની જેમ ખદબદે
કે પછી પગને અંગૂઠે વળગી
આ સકળને સાચ કરી
વળામણે ભેળી લઈને જાય તે.