અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પીયૂષ પંડ્યા ‘જ્યોતિ'/ખરતી ઉદાસી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખરતી ઉદાસી|પીયૂષ પંડ્યા ‘જ્યોતિ'}} <poem> આ પાનખરમાં કેવી પર્ણ...") |
(No difference)
|
Revision as of 07:23, 19 July 2021
ખરતી ઉદાસી
પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’
આ પાનખરમાં કેવી પર્ણો સમી
ખરી રહી છે ઉદાસી આપણી!
કેટકેટલી ક્ષણોથી
સાચવી રાખેલી વેદનાને આજુબાજુ બધે
ખરતી વિખરાતી જોવાની મઝા કેવી આવે છે?
મિલનમાં તો રોજરોજ
ટહુકે ખોરડે આપણે વસંતપંચમી,
આ પનખરમાં જ
જાણી શકાય છે
ધુમ્મસના દરિયામાં ડૂબેલા સૂરજવાળા દિવસોને;
આપણી વસંતના દિવસો તો પ્રિયે!
પળ પળમાં ગણી શકાય તેટલા,
કેવા અજાણ્યા અજાણ્યા લાગે છે!
એવી વસંત ક્યાં
ચિરપરિચિત આપણી પાનખર
ઉભયને અદ્વૈત નથી કરતી શું?
તો પછી ચાલ,
આપણે પાનખરમાં
ખરી રહેલી ઉદાસીના દૃશ્યને માણીએ.