અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/આવ ત્યારે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આવ ત્યારે|નીતિન મહેતા}} <poem> લખાયલા શબ્દોમાં ખાલીપણું ચૂપચા...")
(No difference)

Revision as of 09:25, 19 July 2021


આવ ત્યારે

નીતિન મહેતા

લખાયલા શબ્દોમાં
ખાલીપણું ચૂપચાપ બેસી ગયું છે
હવે આ છેલ્લી ચાલમાં
ભલે કોઈ સાથે નથી
માત્ર મારે જ ચાલવાનું છે
જાણું છું
તું હાંફળુંફાંફળું થયું છે
જલદી મને છોડશે નહીં
હજીયે તું મને
થોડું ચલાવશે
થોડું થોડું હંફાવશે
વધારે ને વધારે થકાવશે
વારંવાર રીબાવશે
હું તો
ચાલીશ હાંફીશ થાકીશ રીબાઈશ
પણ શરણે તો નહીં જ
દરેક માંદગી મને થોડો થોડો
ભૂંસતી જાય છે
ને
તારી છબી
ચોખ્ખી થતી જાય છે
પણ તું મને
બદલી શકશે નહીં
ચાલ બહુ થયું
હવે ભાષા વિનાના પ્રદેશમાં
પહેલાં હું પહોચું
તું શું છે જાણવા
તને થોડો સમય મળી જશે
અચ્છા તો –
તું પાછળ પાછળ આવ.
(૧૪-૯-૨૦૦૬)