અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/ચક્ર (એક માણસ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચક્ર (એક માણસ)|ભરત નાયક}} <poem> એક માણસ આગિયાના ઝબકારા ગણે બીજો...")
(No difference)

Revision as of 09:50, 19 July 2021


ચક્ર (એક માણસ)

ભરત નાયક

એક માણસ આગિયાના ઝબકારા ગણે
બીજો ઝબકારા પાછળ ભમે
હું ગૂંજામાં ભરી આગિયા
અંધારામાં આગળ વધ્યો


એક લિંગવૃંદ
મૃદંગ મંજીરા કીર્તનમાં ડોલતું આવતું
આ લિંગ મુંડનધારી ચળકતા ગૌરવર્ણાં
ભગવા વસ્ત્રથી સજ્જ–
કોઈના હાથે કમંડળ
કોઈકે સહ્યા ત્રિશૂળ
ક્યાંક ગળે વીંટાળી સર્પમાળ
રુદ્ર ૐકાર ગજવી
અબીલ ગુલાબી છોળમાં
માટોડી વીર્ય બિંદુમંડિત યોનિ દ્વારથી–
ભેગો હું-પ્રવેશતા રહ્યા
ગર્ભાગારમાં


જંગી મેદની આપસમાં મસ્તકો લણી
પરોવાઈને ધરણી પર ઢળી પડી
એક અશ્વપાળ
ખડકાયેલાં શબ વચ્ચે
મારી પુચ્છ, કેશવાળી જોઈ
આંખે ડાબલા પહેરાવી
મોંમાં ભરાવી લગામ સાહી
ધડના પુંજને ગુંદતો આગળ વધ્યો–
એને હું હઠાત્ પાછળ તાણતો રહ્યો
વિવશ વીખરાતી હણહણાટી સિવાય રણક્ષેત્રમાં સૂનકાર હતો.
વાસ્તવનું કાવ્ય.
કાવ્યનું વાસ્તવ.