અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/તણખલું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તણખલું|પ્રવીણ દરજી}} <poem> ::::::તણખાય ડુંગર જો તણખે તણખલું મલકા...") |
(No difference)
|
Revision as of 09:59, 19 July 2021
તણખલું
પ્રવીણ દરજી
તણખાય ડુંગર જો તણખે તણખલું
મલકાય જંગલ જો મલકે તણખલું.
કદી આભની ખોજ કરતું તણખલું
કદી તાગતું સારો દરિયો તણખલું.
ઊંચકો તો ઊંચકાય રમતાં તણખલું
ફૂંકો તો ફૂંકાય હસતાં તણખલું.
કિરણોને કણકણમાં વેરે તણખલું
શબનમને બાઝીને ચૂમે તણખલું.
હવામાં ઝકોરે કદી ઠાઠમાઠે
કદી જીર્ણ મંદિરની પાટે તણખલું.
ઝૂમે કણ્વના મૃગચર્મે તણખલું
ઝૂલે રેશમી પાંપણો પર તણખલું.
ભરી મહેફિલોમાં કૂદતું તણખલું
મૈયતમાં મૂંગું ઝૂરતું તણખલું.
નજર માંડી એને ઉવેખી જુઓ તો
સમજશો તીખું તાતું કેવું તણખલું!
કિનારે રહી પગ પખાળે તણખલું,
પડે અગ્નિમાં પણ મઝેથી તણખલું.
કદી સાપનું દર કે જોગીની ગુફા
કદી ચકલીની ચાંચે ફરતું તણખલું.
ભલે તોલ એનો ન કશો લોકને મન
મમતામાં જીતે ડુંગરને તણખલું.
‘શાયર’ ન એને જવાની કે ઘડપણ
ધબકતું સતત એ લગન છે તણખલું.