અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/દાદાના આંગણામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાદાના આંગણામાં|માધવ રામાનુજ}} <poem> દાદાના આંગણામાં કૉળેલા...") |
(No difference)
|
Revision as of 11:10, 19 July 2021
દાદાના આંગણામાં
માધવ રામાનુજ
દાદાના આંગણામાં કૉળેલા આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ
પછી માળામાં ફરક્યું વેરાન...
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ ન’તા ઊતર્યા,
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર
ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન
દાદાના આંગણામાં કૉળેલા આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન...
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં
પોઢેલાં હાલરડાં જાગ્યાં,
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં;
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ
પછી માળામાં ફરક્યું વેરાન...