અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/માગશરની અમાવાસ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માગશરની અમાવાસ્યા|જયદેવ શુક્લ}} <poem> આકાશનાં લાખ્ખો, કરોડો,...") |
(No difference)
|
Revision as of 05:00, 20 July 2021
માગશરની અમાવાસ્યા
જયદેવ શુક્લ
આકાશનાં
લાખ્ખો, કરોડો,
અબ્બજો કાણાં
ચમકતા બરફથી
પુરાઈ ગયાં છે.
કાંટાળા અન્ધકારમાં
એ
અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
આંખ જેવાં
ચમકે છે.
ગોટેગોટ અન્ધકાર
વધુ ને વધુ છવાતો જાય છે.
કાળા કાળા ગઠ્ઠા
આમતેમ અથડાય છે.
શ્વાસ ડચુરાય છે.
જો સૂરજ ઊગે તો...
કદાચ...
સવારે સૂરજ પણ
બરફનું ગચ્ચું બની જાય તો?!
કાંટાળા અન્ધકારમાં
દીવાસળી શોધું છું.
વાટ જડતી નથી.
(સમીપે-૧, સપ્ટેમ્બર)