અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /શહેરમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહેરમાં|સાહિલ પરમાર}} <poem> રહ્યાં ફરતાં તૃપ્તિની આશ લઈ અમે ઝ...") |
(No difference)
|
Revision as of 05:16, 20 July 2021
શહેરમાં
સાહિલ પરમાર
રહ્યાં ફરતાં તૃપ્તિની આશ લઈ અમે ઝાંઝવાંના શહેરમાં
મળ્યાં જોવા ધૂંધળાં દૃશ્ય સેંકડો નેજવાના શહેરમાં.
ન નમન ફળ્યાં – ન પૂજા ફળી – ન ફળી નમાજ કે બંદગી
ને સુખડી જેવો જનમ વીતી ગયો ટીલવાના શહેરમાં.
હજી ઝાંખોપાંખોય અંશ ક્યાં મળ્યો છે સફળતાનો કોઈને?
કૂવો શોધવામાં જ વ્યસ્ત છે બધાં રાંઢવાના શહેરમાં.
હતું પાન તુલસીનું છાબડામાં છતાંય ઊંચું ગયું નહીં,
મળ્યાં માણસો કાં વજન વિહોણાં જ ગાજવાના શહેરમાં.
નથી પારખી શક્યાં જે ખુશી લઈ આવતી ખુશીનાં શુકન
અને માંગલિકનો અરથ પૂછ્યા કરે શ્રી-સવાના શહેરમાં.
કરે છે એ વાતે અમારો પીછો યા કમનસીબીનાં લશ્કરો,
નથી અમને સાગરના સગડ મળ્યા ખારવાના શહેરમાં.
શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ ૨૦૧૪