અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/સ્મરણોનું એવું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણોનું એવું|ધ્રુવ ભટ્ટ}} <poem> સ્મરણોનું એવું કે ક્યાંક હ...") |
(No difference)
|
Revision as of 05:46, 20 July 2021
ધ્રુવ ભટ્ટ
સ્મરણોનું એવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતી કે ધોધમાર વરસ્યો વરસાદ
પગલાંની છાપ
ક્યાંક ઓગળતી આંખ, ક્યાંક ભીંજાતી લાગણી કે દૂર દૂર રવરવતા સાદ.
ફાગણનાં ફૂલ સમું એકાદું નામ ક્યાંક વગડાની શૂળ જેમ વાગે
પાંપણથી રઢિયાળું સપનું સરે ને ક્યાંક જંગલમાં આગ આગ લાગે
સરવરમાં
સંધ્યાના ઓગળતા રંગ, ક્યાંક રાત, ક્યાંક ચાંદની કે રોમ રોમ પડતી સવાર ક્યાંક હોય
સ્મરણોમાં ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતીનું ઝાડવું કે ધોધમાર વરસ્યો વરસાદ.
આખ્ખોયે બાગ ક્યાંક ઝાકળની જેમ સાવ ઓચિંતો આભ બની ઝૂકે.
સાતમા પતાળવાળો પરીઓનો દેશ કોઈ, મારો છે, લાવ, કરી રૂઠે.
પર્ણોની જેમ
જરા ફરફરતા હોઠ ક્યાંક ચૂપ, ક્યાંક વાણી કે રણણણણણણ રણઝણતો નાદ,
રેતીનું ઝાડવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક સ્મરણોમાં ધોધમાર વરસે વરસાદ.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૫, સંપા. રમણ સોની, ૧૯૯૮, પૃ. ૩૬)