અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/મારું ગામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારું ગામ|મનહર તળપદા}} <poem> વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘ...")
(No difference)

Revision as of 06:12, 20 July 2021


મારું ગામ

મનહર તળપદા

વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જદાય મારું ગામ,
ડુંગરના ડચકારે ભાંભરતી સીમમાં આખું ઘૂમરાય મારું ગામ.

ડાંગરના ચાસમાં પગલાં ઘૂમે ને
ઉપર તડકાનાં માથોડું નીર!
આંબલી ને પીપળીના બપ્પોરી દાવમાં
મોરપીંછ આંખોનાં અથડાતાં તીર!

પથ્થરની કોર પર મેંદી ભરેલું કોક હડકાતું આજ રૂડું નામ.
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.

ધૂણીની આસપાસ દાદાની વાતમાં
રાજા ને રાણીનો જામે શો ડાયરો!
નીંદર ભરેલી પછી આંખમાં ઊગી તે જાય
પરીઓના દેશનો ફરફરતો વાયરો!

લાખ લાખ અસવારો ઊતરે અંધારના ને સમણાતું જાય મારું ગામ,
વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ.