પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 49: | Line 49: | ||
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું | ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું | ||
::::તો, પપ્પા, હવે ફોન મૂકું? | ::::તો, પપ્પા, હવે ફોન મૂકું? | ||
</poem> | |||
===૩. રિસામણે જતી કણબણનું ગીત.=== | |||
<poem> | |||
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર – | |||
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર | |||
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો | |||
::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું! | |||
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું | |||
::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું | |||
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર– | |||
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી, | |||
::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ | |||
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા | |||
::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ | |||
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર – | |||
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર | |||
</poem> | </poem> |
Revision as of 06:26, 20 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. તમે ભલે ઘર છોડી ચાલ્યાં
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણિયે
ટાંકા લેતી આંગળિયું કૈં તરતવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉમ્બરમાં
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્યઃ યાદ એ વળીવળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં
ઑળિપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં
૨. પપ્પા, હવે ફોન મૂકું?
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું અને STD-ની ડાળથી ટહૂકું?
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ
તોય એ તો ઉઘડે છે... રંભભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
૩. રિસામણે જતી કણબણનું ગીત.
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા હીંચકો અને હું
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર