અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ઢૂંકડાં લગ્નનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢૂંકડાં લગ્નનું ગીત|નિરંજન યાજ્ઞિક}} <poem> આંબલિયે હોય એને પ...") |
(No difference)
|
Revision as of 06:27, 20 July 2021
ઢૂંકડાં લગ્નનું ગીત
નિરંજન યાજ્ઞિક
આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!
તોરણમાં હોય, મોર એને ક્હેવાય,
અને ઉમ્બરમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!
મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!
ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ,
અને આંખોમાં ત્રબકે એ? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!