અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/ઇચ્છાકુંવરીનું વિસર્જન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઇચ્છાકુંવરીનું વિસર્જન|સરૂપ ધ્રુવ}} <poem> રસ્તા પર છુટ્ટી જો...") |
(No difference)
|
Revision as of 06:36, 20 July 2021
ઇચ્છાકુંવરીનું વિસર્જન
સરૂપ ધ્રુવ
રસ્તા પર છુટ્ટી જો મૂકી દોં જાતને તો ખોટ ના રહે કશી વાતની,
મોટર નૈં, સ્કૂટર નૈં, બે પગની જાતરા; ને મનની સવારી ઘોડા સાતની!
મૂડ ને મિજાજ નથી મળતાં બજારે
એ તો કૂવાહવાડાની વાયકા,
શબ્દો થૈ અવતરતી લાગણીના સંમ
અમે લોહીભીના જીવ્યા કૈં દાયકા;
ઘટના, દુર્ઘટના ને હોનારત, આયખું કે આલબેલ આગામી ઘાતની!
આજુબાજુમાં રોજ રજવાડી તાયફા
ને અલગારી ભેખ અમે લીધો,
પગલે પગલે પછી તો પારખાં છે પંડનાં;
કે અક્ષરનો મારગ નહીં સીધો!
ઝબ્બક અણસાર કાંઈ પામ્યા પછીથી અમે પડતી મેલી છ્ વાત જાતની!
અરગટ પરગટ નવા અરથોની આશકા
ને માટી ભરભર ભુક્કો ભાળું,
લગભગ કડડભુસ્સ હચમચ આ માંચડો,
ને મૂરતને તૂટતી નહિ ખાળું;
માનવ મહેરામણમાં મૂકી દઉં તરતી પછી જાય બોલો ઇચ્છા તે માતની!
(સળગતી હવાઓ, ૧૯૯૫, પૃ. ૮૫)