અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશરફ ડબાવાલા/જાદુ કરે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાદુ કરે|અશરફ ડબાવાલા}} <poem> મન મહીં ઊઠતાં વમળ જે અંગ પર જાદુ...") |
(No difference)
|
Revision as of 06:57, 20 July 2021
જાદુ કરે
અશરફ ડબાવાલા
મન મહીં ઊઠતાં વમળ જે અંગ પર જાદુ કરે,
અંગ ભીતરને ચડેલા રંગ પર જાદુ કરે.
તું કૃપા મારા ઉપર કરજે તો કરજે એટલી,
દૃશ્ય એવું આપજે કે અંધ પર જાદુ કરે.
આ સફરમાં ચાલનારાં હાર માને એ પછી,
પગ વગરના ઓલિયાઓ પંથ પર જાદુ કરે.
ફૂલ છેલ્લા દમ ભરે છે ધૂળની સાથે અને,
એક નાનકડી લહેરખી ગંધ પર જાદુ કરે.
લાવ ચોસઠ જોગણી સમ લાગણીઓ ટેરવે,
જો કરે કામણ શબદને, છંદ પર જાદુ કરે.