અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લ રાવલ/ગોબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગોબો|પ્રફુલ્લ રાવલ}} <poem> થાય છે આખે આખો અસબાબ આપી દઉં ભૂંસી...")
(No difference)

Revision as of 07:09, 20 July 2021


ગોબો

પ્રફુલ્લ રાવલ

થાય છે આખે આખો અસબાબ આપી દઉં
ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ
જમે બાળપણમાં ભંૂસતો’તો કાળી પાટી પરના અક્ષરો!
વા સી દઉં સ્મૃતિ મંજૂષાને તાળું,
ને ફાડી નાખું સ્ને હતરસ્યા કાગળો
ઓલવા યેલી અપેક્ષામાં
નથી રાખવું મારે કશું જ
મારું ન કહી શકાય તેવું!
ભલે ફાટતાં રહે, નથી સાંધવા વસ્ત્રો,
ભલે ઊખડ્યા કરે ભીંત પરથી પોપડા એક પછી એક,
હવે નથી સમારવી દીવા લ!
નથી સંચારવું ચૂતું છાપરું!
ભલે પછડાઈ પછડાઈને ગોબાઈ જાય વા સણો,
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!