પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 180: | Line 180: | ||
નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક | હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક | ||
અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી? | કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી? | ||
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા! | કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા! | ||
જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી | કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી | ||
યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | ||
</poem> | </poem> |
Revision as of 07:13, 20 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. તમે ભલે ઘર છોડી ચાલ્યાં
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણિયે
ટાંકા લેતી આંગળિયું કૈં તરતવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉમ્બરમાં
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્યઃ યાદ એ વળીવળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં
ઑળિપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં
૨. પપ્પા, હવે ફોન મૂકું?
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું અને STD-ની ડાળથી ટહૂકું?
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ
તોય એ તો ઉઘડે છે... રંભભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
૩. રિસામણે જતી કણબણનું ગીત.
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા હીંચકો અને હું
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
૪. ઝાડવું ઝૂરે
ગામથી દૂર
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?
સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ
પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
કૈંક ચોમાસાં જીરવ્યાંઃ શીળા વાયરાઃ તીણા તાપ
મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
–એ જ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
૫. તું તારી રીતે જા
કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા
તું તારી રીતે જા
બંધ ઓરડા કદી ન ઝીલે કોં શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા
હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ
રોજ ધૂળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કા થા?
કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત
તું ફાવે તે ગા
તું તારી રીતે જ
૬. કાંડું મરડ્યું
કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝબ્ દઈ ઝાલી નેણે
જોઈ-જોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કીભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે-મ્હેણે
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંયે મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
કાંડું મરડ્યું એણે
૭. ધોમધખ્યા બપ્પોર
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક
ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી
એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર
ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ
તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર
એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં
ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
૮. કોના હોઠે
ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયાં કોને ગોતે?
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા?
૯. ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક
અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી?
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા!
જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી
યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા