અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/લાડકડી કાવ્યનો આસ્વાદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 161: Line 161:
દીકરી ચાલી પોતાને સાસરે.
દીકરી ચાલી પોતાને સાસરે.


{{center|*}}
<center>*</center>— જાણે
 
— જાણે


હું તો પિયર મેલીને સાસરે ચાલી રે
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે

Revision as of 15:24, 27 October 2025

લાડકડી કાવ્યનો આસ્વાદ

સુરેશ દલાલ

લાડકડી
બાલમુકુન્દ દવે

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે.

પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
—ને કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
—તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા:
એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
ને પારકાં કીધાં લાડકડી!

કન્યાવિદાયનો પ્રસંગ એ કરુણ-મંગલ અને મંગલ-કરુણ પ્રસંગ છે. બાલમુકુંદના આ ગીતમાં નાની નાની પંક્તિઓ છે — ઘરમાં જન્મથી દીકરી મોટી થાય, પરણવાલાયક થાય, એના જ જેટલા ટૂંકા સમય જેવી. શીર્ષકમાં પણ પૂરેપૂરું વાત્સલ્ય ભર્યું છે. ‘લાડકી’ નહીં, પણ ‘લાડકડી’. અને શીર્ષકથી માંડીને અંત સુધી આ શબ્દને — કહો કે હૃદયના અંતરતમ ભાવને, કવિએ—પિતાએ નર્યા લાડથી લડાવ્યો છે. પીઠી ચોળાતી હોય ત્યારથી, હૃદયમાં ઝીણીઝીણી વેદનાઓ જાગતી હોય છે. યોગ્ય વર, યોગ્ય પાત્ર મળ્યું એના આનંદની સાથે આ વેદના મળીભળી જાય છે. કન્યાને માટે પણ એક ધબકારો આનંદનો હોય છે અને એક ધબકારો વિષાદનો હોય છે. એકીસાથે વિરહ અને મિલન સાતતાળી અને સંતાકૂકડી રમતાં હોય છે. બધી વાતને ઢાંકી દે છે શુકનિયાળ ચૂંદડી.

બીજા અંતરમાં બે પંક્તિમાં કવિએ લાગણીને વિરલ આકાર આપ્યો છે. ‘આવો’ અને ‘જાઓ’ એ બંને શબ્દની વચ્ચે આશ્લેષ પણ છે અને વિશ્લેષ પણ છે. ‘દીકરો જન્મે તો સાકરો વહેંચાય છે ને દીકરીઓ સાપના ભારા મનાય છે’ એ વાતને કવિએ આંસુથી લૂંછી નાખી છે, આમ કહીને:

તું શાની સાપનો ભારો
તું તુલસીનો ક્યારો લાડકડી.

દીકરી ચકલીની જેમ ઊડી જાય છે, એવી વાત લોકગીતમાં આવે છે. એ વાતને કવિએ અહીં માંજીને મૂકી છે. દીકરીની માયા શીમળાની આછેરી છાયા જેવી છે એમ કહીને દીકરીના વિદાયટાણે આ છાયા વિના તાપ અને સંતાપ કેવો હશે એનો પ્રગાઢ પરિચય આપ્યો છે. પોતાની દીકરીને પારકી કરવી ત્યારે રૂંધ્યા ન રૂંધાય એવાં હીબકાંને છેવટે તો માબાપે પોતાના હૃદયમાં જ રૂંધવાનાં હોય છે. ગીતમાં ભાષાની સરળતા એ હૃદયની સરળતા ને નિખાલસતાનું પરિણામ છે.

કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલના ચોથા અંકમાં કન્યાવિદાયના પ્રસંગને અમર કર્યો છે. આપણે ત્યાં એનો અનુવાદ ચંદ્રવદન મહેતાએ અફલાતુન રીતે કર્યો છે. એની થોડીક ઉક્તિઓ જોઈએ:

આજે જાય શકુન્તલા પતિગૃહે, હૈયું અધીરું બને,
રૂંધાતે મમ કંઠ, આંસુ ઠરતાં, ચિંતાભર્યા લોચને;
વાત્સલ્યે વનવાસી વિહ્વલ બનું, હું જો કદી આવડો,
સંસારી તણી શી દશા થતી હશે પુત્રી જતાં સાસરે?
સંસારી તણી શી દશા થતી હશે પુત્રી જતાં સાસરે!

અર્થો હિ કન્યા પરકીય એવ,
કન્યા નકી છે ધન પારકાનું.
એને વળાવી પતિઘરે આજે,
પ્રસન્ન થતો મુજ અંતરાત્મા.

આ ગીતની સાથે અન્ય કાવ્યગીતો જોઈશું તો કન્યાવિદાયના હૃદયસ્પર્શી પ્રસંગને કવિઓએ કયા કયા સ્તર પર ઝીલ્યો છે એનો ખ્યાલ આવે:

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી

સોનાનું કંકણ ઘડાવ રે,
ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદૂર ભરાવ રે!
બારણિયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વળાવ રે.

જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે!

નાનો વીરો મારો રોકે રે પાલખી
આંસુના ઝરણાં વહાવી રે;
બાપુને ધીરજ ધરાવ મારા વીરા
જેણે મને કીધી પરાઈ રે!
– લોકગીત

*

દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠવે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડીશ—
બધું બરાબર છે
ક્યાંક કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી—
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન:
‘મારી દીકરી ક્યાં?

– જયન્ત પાઠક

સંગાથ

રોતાં મેલીશું મીઠું માયરું ને
વળી હસતાં ઝાલીશું તારો હાથ,
લીલુડા વન કેરી માયા મૂકીને
જશું પરદેશી, તારે સંગાથ.

નીલ નેણ સંગે હજી નેણ જરા પ્રોયાં,
થોડું થોડું મલક્યાં ને થોડું થોડું રોયાં,
જાણ્યાં–પ્રીછ્યાંને હવે ઝાઝા જુહાર
મને આવી મળ્યો અણજાણ્યો સાથ.

આંબલાની શીળી છાંય મેલીને ચાલશું,
હૂંફાળા તડકામાં પંથ નવે મ્હાલશું,
ડગલાં જ્યાં સાત હજી માંડ્યા ત્યાં
પામી ગયાં જનમોજનમનો સંગાથ.

– હરીન્દ્ર દવે

*

કન્યા વિદાય

સમી સાંજનો ઢોલ ઢબૂકતો
જાન ઊઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો
ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

– અનિલ જોશી

*

કન્યા વિદાય

દીકરી ચાલી પોતાને સાસરે:
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો આ કેવો સૂમસામ છે:
એનો સૂનકાર ઠેઠ ઘરે પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો:
થશે મૂંગી: ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આંસુઓ છલકે ઉદાસ રે…

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું.
જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ રે:
દીકરી ચાલી પોતાને સાસરે.

*
— જાણે


હું તો પિયર મેલીને સાસરે ચાલી રે
જાણે ઝાડથી છૂટી પડે ડાળી રે

બરો છોડું કે છોડું બચપણ મારું
નવો નાતો બંધાતા છોડું સગપણ સારું
મારી સાતમાંથી એક ખૂટે તાળી રે
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે.

મારા હાથમાં મુકાયો એક હાથ રે
છોડુ જાણીતા ને અણજાણ્યો સાથ રે
હૈયું ભર્યું ભર્યું તોયે લાગે ખાલી રે
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે.

૮-૨-૧૯૮૯


(કાવ્યવિશેષઃ બાલમુકુન્દ દવે)