મિથ્યાભિમાન/રંગભૂમિ વ્યવસ્થા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 14: Line 14:
{{center|उपस्कर}}
{{center|उपस्कर}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાટકનો ખેલ કરતાં આટલો સામાન જોઈએ. ચાર વૃદ્ધ અને પાંચ જુવાન, એ રીતે સૂત્રધાર સુદ્ધાં નવ ખેલાડી, અને નરઘાં સારંગી સાથે ગાનારા ત્રણ મળી કુલ બાર જણા હોય ત્યારે આ નાટક કરી શકે
આ નાટકનો ખેલ કરતાં આટલો સામાન જોઈએ. ચાર વૃદ્ધ અને પાંચ જુવાન, એ રીતે સૂત્રધાર સુદ્ધાં નવ ખેલાડી, અને નરઘાં સારંગી સાથે ગાનારા ત્રણ મળી કુલ બાર જણા હોય ત્યારે આ નાટક કરી શકે.
{{Poem2Close}}.
{{Poem2Close}}
<center>
<center>
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"

Revision as of 16:34, 27 October 2025

રંગભૂમિ વ્યવસ્થા

મુંબાઈ જેવા શહેરોમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય, તેમાં તો સર્વે પ્રકારની સગવડ હોય છે;પણ જ્યાં નાટકશાળા ન હોય ત્યાં આ નીચે લખ્યાં પ્રમાણે રંગભૂમિની ગોઠવણ કરવી.

સાહેબ લોકોને ત્યાં લાકડાના ચોકઠાં સાથે જડેલા પડદા હોય છે, એવો એક પડદો રંગભૂમિમાં એક તરફ મૂકવો, અથવા ભોંયમાં બે વાળીયો ખોસીને ચાર પાંચ હાથ પહોળો, અને છ હાથ ઊંચો એવો એક પડદો કે કનાત ઉભી કરી મૂકવી. પાત્રો રંગભૂમિમાં પ્રવેશ કરે તે એ પડદા પાછળ થી નીકળી આવે, અને એ જ રસ્તે પાછાં જાય. કોઈ સમે એવો પ્રસંગ આવે, ઘરમાં જવાનું કે રસોડામાંથી કાંઈ લઈ આવવાનું લખ્યું હોય; ત્યાં ઉપલા પડદા પાછળ જૈ આવીને કહે કે હું ઘરમાં જઈ આવ્યો.

એ પડદા તરફ ખેલ જોનારા લોકોને બેસવા દેવા નહિ; કારણ કે તે રંગભૂમિનો દરવાજો છે, એમ જાણવું.

બીજો મોટો પડદો અદ્ધર લટકાવેલો કે કનાત, અથવા છૂટો પડદો એવો જોઈએ કે નાટકનો અંક પૂરો થતાં જ્યાં લખ્યું હોય કે પડદો પડ્યો, તે સમે પાત્રને બોલવાનો છેલ્લો શબ્દ પૂરો થતાં ઝડપથી પડદો પડે, ત્થી સઘળામ્ પાત્રો અદર્શ થઈ જાય ; ફક્ત સૂત્રધાર અને ગાનારા સભાસદોની નજરે પડે, એમ રંગભૂમિની તૃતીયાંસ જગા તે પડદાથી અદર્શ થવી જોઈએ. તેત્ની પાછળ નવા અંકના પાત્રોની ગોથવણી થયા પછી, ઝડપથી તે પડદો ઉઘડે. ખેલમાં જંગલનું સ્થળ કલ્પવું હોય, ત્યારે ઝાડના ડાળાં કે મોટાં ઝાડોના ચિત્રોવાળો પડદો ગોઠવવો; અને સમુદ્ર સ્થળ કલ્પવું હોય તો તેવાં ચિત્રાઅલો પડદો ગોઠવવો જોઈએ. જોનારા પુરૂષો અને સ્ત્રીઓને બેસવાની જૂદી જગાની હદ નક્કી કરી રાખવી.

उपस्कर

આ નાટકનો ખેલ કરતાં આટલો સામાન જોઈએ. ચાર વૃદ્ધ અને પાંચ જુવાન, એ રીતે સૂત્રધાર સુદ્ધાં નવ ખેલાડી, અને નરઘાં સારંગી સાથે ગાનારા ત્રણ મળી કુલ બાર જણા હોય ત્યારે આ નાટક કરી શકે.

દફતરો પાટલા કાળા કાંબળાવાળા ભરવાડના પોશાક થાળીઓ હળદરનો ગાંગડો સાદા સિપાઈ નો પોશાક લોટા મુત્સદીનો પોશાક પવાલાં પાડીનો વેષ* નવું હાંલ્લું દોરી, પાણી સીંચવાની બ્રાહ્મણનો ખડિયો ટૂંકા પોતિયાં વળગણી
બ્રાહ્મણના પોશાક ખાટલો
સ્ત્રીઓના પોશાક
ઉદાહરણ દવાતો
વાટવો
વાડકા
તુળશી કે ફૂલ
ઝાડવાળું કુંડુ
લાકડીઓ
ઘી પીરસવાની વાઢી
તુંબડું
રંગલાનો પોશાક
જૂનું હાંલ્લું
ટીપણું
જમવા પહેરવાના અબોટિયાં
જૂની પાઘડી
દર્ભની જુડી
બતક
  • કાળો, કાબળો, પુંછડું, કાગળનું બનાવેલું પાડીનું મોં, શિંગડા સુદ્ધાં.

જે ગામમાં આ નાટકનો ખેલ કરવો હોય, તે ગામના રાજાનું નામ દફતદાર, ફોજદાર અથવા દિવાનનું નામ, નગરશેઠનું, નામીચા નાણાવટીનું, શાસ્ત્રીનું અને વૈદ્ય મહારાજનું નામ પૂછી રાખવું. જ્યાં તેઓનાં નામનો ખપ પડે ત્યાં લેવા. પાત્રોમાં તેનાં નામ ધરાવવાં નહિ.