મિથ્યાભિમાન/ફોજદારી ઈન્સાફ: Difference between revisions
No edit summary |
(+૧) |
||
| Line 149: | Line 149: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જીવરામભટ્ટને ચોર લઈ જાય છે | ||
|next = | |next = જીવરામભટ્ટનો મંદવાડ | ||
}} | }} | ||
Latest revision as of 03:04, 29 October 2025
અંક ૭ મો
ફોજદારી ઈન્સાફ
अंक ७ मो
પાત્ર—૧ ફોજદાર. ૨ શિરસ્તેદાર. ૩—૪ પોલિસના સિપાઈઓ. ૫.રઘનાથભટ્ટ. ૬ સોમનાથ. ૭ જીવરામભટ્ટ. ૮ રંગલો.
સ્થળ—ફોજદારની કચેરી.
(પડદો ઉપડ્યો—ત્યાં ગાદી તકિયા ઉપર ફોજદાર અને શિરસ્તેદાર બેઠા છે, આગળ દફ્તરો પડ્યાં છે અને પોલિસનો એક સિપાઈ ઉભો છે.)
ફોજદાર—(શિરસ્તેદારને) પેલો સાગો [1]લુંટાયો હતો તેના ચોર કાચી કેદમાં છે, તેનું નામ કાઢો.
શિરસ્તેદાર—સિપાઈ જમાદારને બોલાવો.
સિપાઈ—અચ્છા સાહેબ. (જાય છે.)
જમાદાર—(આવીને) સલામ સાહેબ.
ફોજદાર—કેમ જમાદાર,પેલો સાગો લુંટનારા ચોર કાંઈ કબૂલ કરે છે કે નહિ?
જમાદાર—અરે ખાવિંદ એ તો બડા લુચ્ચા હે.
ફોજદાર—બધા ચોર લોકો હવે અંગ્રેજી કાયદાથી વાકેફ થયા છે, માટે એમ તો કબૂલ કરવાના જ નહિ. જ્યારે તેમના ઉપર ગાયકવાડી ખૂબ ચલાવીએ ત્યારે જ ચોરી કબૂલ કરે.
જમાદાર—મેરી ઉમરમેં તો કોઈ એસા દેખા નહિ હે, ગાયકવાડી ચલાયે બિના ચોરી કબુલ કરી હોયગી.
ફોજદાર—આ ચોર ઉપર તેમ કર્યું કે નહિ.
જમાદાર—હા, સાહેબ. જબ મર જાયે એસા માર મારા તબ સબ બાત કબૂલ કીની, ઓર ચોરીકા મુદ્દાબી બતાતા હે. (રઘનાથભટ્ટ અને સોમનાથ આવે છે.)
રઘના૰—આશીર્વાદ, રાજાધિરાજ.
ફોજદાર—આવો મહારાજ,પગે લાગું.
સોમના૰—અન્નદાતા, અમે ઘણી વાર થઈ બહાર આવીને બેશી રહ્યા છીએ. હવે અમારી ચોરીના મુદ્દાનો તપાસ કરવો જોઈએ.
ફોજદાર—કેટલા રૂપૈયાનો તમારો માલ ચોરાયો છે?
રઘના૰—રાજાઘિરાજ બે હજાર રૂપૈયા ખરચતાં મળે નહિ, એવી ચોરી થઈ છે.
ફોજદાર—અરે! રામ! રામ! બિચારા બ્રાહ્મણને ભીખ માગતા કર્યા તો—અરે જમાદાર!
જમાદાર—હાજર સાહેબ!
ફોજદાર—ગઈ રાતે આ બ્રાહ્મણને ઘેરથી ચોર પકડાયો,તેને તમે કાંઈ સમજુતી આપી કે નહિ?
જમાદા૰—અરે! ખાવિંદ, સારી રાત સમજાયા;ઓર અબી તક સમજાયા, લેકિન ઓ તો કુછ કબૂલ કરતાઈ નહિ.
ફોજદાર—(રઘનાથ ભટ્ટને)કેટલા ચોર તમે દીઠા હતા?
સોમના૰—અન્નદાતા, ચાર કે પાંચ હતા, એવું મને લાગે છે.
ફોજદા૰—(જમાદારને) બીજા ચોરોનાં નામ તે ચોર બતાવે છે કે નહિ?
જમાદા૰—નહિ સાહેબ, કુછ નહિ બતાતા. ઓ બમનકું ગાલિઆં દેતા હે ,સો સુનકે હમકું બોત ગુસ્સા લાગતા હે.
ફોજદા૰—તે શું કહે છે?
જમાદા૰—એ તો સાલા કહેતા હે કે મેં તો બમનકા જમાઈ લગતા હું.
ફોજદા૰—ત્યારે એના ઉપર ગાયકાવાડી ખૂબ ચલાવોને? તે વિના કાંઈ કબૂલ કરશે?
રંગલો—(જમાદારને) હં! એ તો તમે તમારે આંખો મીંચીને ખૂબ માર મારોને! પછી બધાં સારાં વાનાં થશે.
જમાદા૰—ખાવિંદ,બોત ગાયકવાડી ચલાઈ. એવી તો હમને અબી તલક કોઈ ચોર પર ચલાઈ નહિ હે.
ફોજદા૰— જાઓ, જાઓ! તેને બેક વધુ સમજુતી આપોઃ અને ગમે તેમ કરીને ચોરીનો માલ પાછો આપે એવું કરો, તો તમને ઈનામ અપાવીશું; અને વળી તમારી તારીફનો રિપોર્ટ કરીશું, તેથી તમને મોટા પગારની જગો મળશે; અથવા ખાનબહાદુરનો ખેતાબ મળશે.
જમાદા૰—અચ્છા સાહેબ, આપકી મહેરબાની.(તે જાય છે.)
રઘના૰—ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ! જ્યારે તે ચોરને ખૂબ દમ ભીડાવશો, ત્યારે તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે, નહિ તો નહિ કરે.
ફોજદાર—જમાદારને કાંઈ કહેવું પડે એમ નથી. ચોરને મરણતોલ માર મારશે, પછી તો તમારૂં નશીબ.
રંગલો—ખરીવાત છે,કાંતો નશીબ ઉઘડે છે, ને કાંતો ફૂટે છે.
સોમના૰—અન્નદાતા,જગતમાં રહી શકાય નહિ,એવી અમારે માથે થઈ છે.
ફોજદા૰—હા મહારાજ, હા. બે હજાર રૂપૈયાની ચોરી, તે શું ન્હાનીસૂની વાત છે? એ તો તમ જેવા ગરીબ માણસને મનખાના ગયા જેવું.
જમાદા૰—(આવીને) ખાવિંદ એ તો મૂઆ જેસા હો ગયા, લેકીન કુચ્છ મુદ્દા કબૂલ કરતા નહિ.
રંગલો—હજી કાચું હશે. છેક મરી ગયો નહિ હોય.
ફોજદાર—ત્યારે આપણે શું કરીએ? ભોગ બિચારા ગરીબ બ્રાહ્મણોના. એનાં નશીબ.
રઘના૰—અન્નદાતા, અમે માર્યા જઈએ છીએ.
ફોજદા૰—ભોગ તમારા! હવે અમે શું કરીએ?
સોમના૰—હજી બેક વધારે ધમકી દેવરાવો તો?
ફોજદાર—હવે વધારે તે કેટલી ધમકી દેવરાવીએ? કહે છે કે આ ચોર મૂઆ જેવો થઈ ગયો. કદાપિ કાચી કેદમાં મરી જાય, તો અમે ગુન્હેગાર ઠરીએ; અને તમારા સારૂ નોકરી ખોઈ બેશીએ. પછી ત્રણ ખૂણાની ટોપી કોઈની નહિ, તે તમને ખબર છે?
રઘના૰—ત્યારે શું કચેરીમાં આવીને તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે?
ફોજદા૰—કચેરીમાં તો કોઈ કબૂલ કરે નહિ.એવો કોણ ગાંડો હોય કે જાણી જોઈને ચોર થાય? તમારી તરફનો પૂરાવો મજબૂત હશે તો તે ચોરને કેદની શિક્ષા થશે;પણ ચોરીનો માલ હાથ આવવાનો નહિ.
સોમના૰—ચોરને કેદની શિક્ષા થાય, એમાં અમારા ઘરમાં શું રંધાયું?
રઘના૰—(સોમનાથના કાનમાં) જરૂર! જમાદારને તે ચોરે લાંચ આપી. નહિ તો બીજા લોકોની ચોરીનો મુદ્દો કબૂલ કરાવે છે, અને આપણો કેમ કબૂલ ના કરાવે?
રંગલો—(સભા સામે જોઈને) આ ગામના ફોજદાર કે તેમના કારકુન કોઈ આટલામાં છે કે? કેમ સાહેબ તમને એમાંથી કંઈ મળવાનું ખરૂં કે? જો મળવાનુ હોય તો તેમાંથી આ નાટક મંડળી ઉપર પણ કાંઈક મહેરબાની કરજો.
રઘના૰—તેથીજ ફોજદાર ઢીલું મૂકે છે તો.
ફોજદા૰—(જમાદારને) હશે, તે ચોરને કચેરીમાં લાવો.
જમાદા૰—ખાવિંદ, ઓ ચલ સકે એસા નહિ હે. બોત આજારી હે.
ફોજદા૰—વારૂ, ખાટલામાં ઘાલીને લાવો.
(જમાદાર તથા સિપાઈ બંને જઈને ખાટલામાં ઘાલીને ઉપર ચાદર ઓઢાડીને લાવે છે)
ફોજદા૰—પણે એક ખુણે ખાટલો મૂકો. (તેમ મૂકે છે.)
રંગલો૰—અરે! લઈ જાઓને પરભાર્યા મસાણમાં; નહિ તો આ કચેરીના લોકોને અભડાવશે.
જીવરા૰—(ઝીણા સ્વરે) અરે! મને મારી નાખ્યો રે બાપ!
રંગલો૰— આ મિથ્યાભિમાનનું ફળ.
જમાદા૰—(ધમકી દઈને) છાનામાના પડ રહે.
ફોજદા૰—તે શું કહે છે?
જમાદા૰—ઓ તો સાલા કહેતા હે કે મેરેકું માર ડાલા.
રંગલો૰—અરે! સારાં નશીબ જાણને, કે આટલો જીવતો રહ્યો છે. નહિ તો કાચી કેદમાંથી તો કંઈક પરભાર્યા મસાણમાં ગયેલા છે, તેનો પત્તોજ લાગ્યો નથી.
ફોજદા૰—(શિરસ્તેદારને) કાંઈ ફીકર નહિ. જુબાની લેતાં પણ કદાપિ એમ બોલે, તો તે વાત લખવાની જરૂર નથી. કેમકે એ તો બધા ચોર લોકો એવું બોલવા શીખ્યા છે. કે, મુદ્દો કબુલ કરવા સારૂ મને માર માર્યો.
શિરસ્તે૰—રઘનાથભટ્ટ, પહેલી તમારી જુબાની લખાવો.
રઘના૰—અમારા કર્મ ફૂટ્યાં, હવે અમારી શી જુબાની લખાવવી છે?
રંગલો૰—હજી તો કર્મ ફુટવાનાં આગળ છે.
રઘના૰—આ હાથોહાથે ચોર પકડાયો છે, તો પણ અમારા ગરીબ માણસની ચોરીનો ક્યાં પત્તો લાગવાનો છે!!
ફોજદા૰—મહારાજ, સમાલી જુબાની લખાવો, જો બેઅદબી બોલશો તો શિક્ષા થશે.
સોમના૰—સમય તો એવોજ છે, કે ઉલટો ચોર કોટવાળને દંડે.
શિરસ્તે૰—તમારૂં નામ રઘનાથભટ્ટ?
રઘના૰—હા, મારૂં નામ રઘનાથભટ્ટ? (તે લખે છે.)
શિરસ્તે૰—તમારા બાપુનું નામ?
રઘના૰—મારા બાપુનું નામ અમથારામ.
શિરસ્તે૰—જાતે ખેડાવાળ, ગોમતીવાળ કે રોઢવાળ, કે પલેવાળ છો?
રઘના૰—અમે લાડુવાળ બ્રાહ્મણ છીએ. (હાથે લાડવો વાળી દેખાડે છે.)
શિરસ્તે૰—તમારી ઉમર કેટલા વરસની છે?
રઘના૰—આશરે પચાશ વર્ષ થયાં હશે. પછી દશવીશ આમ કે પછી દશવીશ આમ.
શિરસ્તે૰—તમારો ધર્મ?
રઘના૰—મિષ્ટાનપંથીનો ધર્મ.
શિરસ્તે૰—શો ધંધો કરો છો?
રઘના૰—પત્રાળી ભરવાનો.
શિરસ્તે૰—કિયા મહોલ્લામાં રહો છો?
રઘના૰—ઢેડપરીમાં
શિરસ્તે૰—કહો કે પરમેશ્વર માથે રાખીને સાચેસાચું લખાવીશ.
રઘના૰—પરમેશ્વર માથે રાખીને આ રાજ્યના દસ્તુર પ્રમાણે સાચેસાચું લખાવીશ
શિરસ્તે૰—કહો કે જુઠું લખાવું તો મને પરમેશ્વર પૂછે!
રઘના૰—જેવા તમને પરમેશ્વર પૂછે, એવો અમને પણ પરમેશ્વર પૂછે.
શિરસ્તે૰—કહો શી રીતે થયું?
રઘના૰—ગઈ રાતે અમારા ઘરમાં ચોર પેઠા હતા.
શિરસ્તે૰—કેટલા ચોર હતા?
રઘના૰—આશરે ચારપાંચ ચોર હતા, પણ ખરેખરો તો એકજ અમારા જોવામાં આવ્યો.
શિરસ્તે૰—પછી શું થયું?
રંગલો૰—પછી શું થયું તે શું? ખુબ હાથરસ લીધો.
સોમના૰—(રઘનાથભટ્ટના કાનમાં)(બાઈડીઓનું નામ દેશો નહિ, નહિ તો બાઈડીઓને કરીમાં બોલાવશે.)
રઘના૰—પછી અમે બુમો પાડી, એટલે બીજા ચોર નાશી ગયા અને એક પકડાયો.
શિરસ્તે૰—કોણે પકડ્યો?
રઘના૰—ચોકીના સિપાઈઓ આવી પહોંચ્યા તેઓએ પકડ્યો.
શિરસ્તે૰—ઘરમાં દીવો હતો કે અંધારું હતું?
રઘના૰—અંધારૂં હતું. દીવો ઓલવાઈ ગયો હતો.
રંગલો૰—એ તો અંધારે બહેરૂં કૂટાઈ ગયું.
શિરસ્તે૰—ક્યાંઈ ખાતર પાડ્યું છે કે? ક્યાં થઈને પેઠા?
રઘના૰—ખાતર તો ક્યાંઈ પડેલું જણાતું નથી.
શિરસ્તે૰—સિપાઈ આવ્યા ત્યારે ખડકીનું બારણું બંધ હતું કે ઉઘાડું હતું કે ઉઘાડું હતું?
રઘના૰—બારણું બંધ હતું, તે સિપાઈઓએ બારણું ઠોક્યું, એટલે અમારી ઘરવાળીએ—ના, ના, મેં જ ઉઘાડ્યું હતું.
રંગલો૰—જો જો, પરમેશ્વર માથે રાખીને સાચેસાચું બોલજો.
શિરસ્તે૰—ત્યારે ચોર કિયે રસ્તે થઈને નાશી ગયા?
રઘના૰—તે તો અમને કાંઈ ખબર પડી નહિ.
રંગલો૰—નશીબમાંથી ઉતર્યા હતા, અને નશીબને રસ્તે ગયા.
શિરસ્તે૰—તમે ચોરને ઓળખી શકશો કે?
રઘના૰—એમાં શું ઓળખવું છે? સિપાઈઓ અમારા પકડી ગયા એજ તો. આ ખાટલામાં સૂતો છે તે.
રંગલો૰—હા, એને ફાંસી દેવાનો અત્યારે હુકમ કરો, તો રઘનાથભટ્ટ બહુ રાજી થાય.
શિરસ્તે૰—ત્યાં ખાટલા પાસે જઈને, એનું મોં જુઓ.
રઘના૰—રાતે અંધારામાં અમે ચોરનું મોં દીઠું નથી.
શિરસ્તે૰—ત્યાં જઈને જુઓ, કાંઈ પણ નિશાની બતાવી શકો છો?
રઘના૰—(ચોરનું મોં જોવા જાય છે.)
રંગલો૰—મશાલ પાસે રાખીને ખૂબ નિહાળીને જો જો! લાવો બીજી બે ચાર મશાલો કરાવીશું?
રઘના૰—(ચાદર ઉંચી કરી, મોં જોઈને) અરે! જીવરામભટ્ટ તમે ક્યાંથી?
રંગલો૰—ક્યાંથી તે ક્યાંથી? ચિત્રલેખા હરણ કરી લાવી.
જીવ૰— અરે મારા મિથ્યાભિમાને મને આ દશાએ પહોંચાડ્યો. હું હવે બેજા કોઈનો વાંક કાઢતો નથી.
રંઅલો૰— હવે સમજ્યો. આટલા દહાડા તો ખબર પડતી નહોતી.
રઘના૰—(ફોજદારને) મહારાજ, આ તો અમારો જમાઈ છે તેનેજ ચોર લઈ ગયા હતા, બીજી કાંઈ જણસ અમારી ચોરાઈ નથી.
ફોજદા૰—(શિરસ્તેદારને) હવે કેમ કરવું?
રંગલો૰—કેમ કરવું તે શું? હવે શિરસ્તા પ્રમાણેજ તો.
શિરસ્તે૰—આ કામ અધરથી કહાડી નાંખવું પડશે. નહિ તો વળી એમાંથી સો લફરાં જાગે.
ફોજદા૰—એને ઘેર લઈ જવા દેશું કે?
રંગલો૰—અરે! અહીં કચેરીમાં ખોરી ઘાલોને!
શિરસ્તે૰—ન લઈ દઈએ તો થોડી વારમાં મરી જાય એવો છે અને જો કામના કાગળો રાખીએ તો સાહેબ કહેશે કે જાહેર કર્યા વિના ઘેર કેમ જવા દીધો?
ફોજદા૰—ખરી વાત છે, એમજ કરવું પડશે. વારૂ દફતદાર [2] સાહેબની સલાહ લેશું.
રંગલો૰—એમાં ગફલતદાર સાહેબની સલાહ શી લેવીજ છે?મારી સલાહ લ્યોને!
શિરસ્તે૰—એમાં દફતરદારની સલાહ લેવાની જરૂર નથી.
રંગલો૰—કાંઈ આવું કામ પહેલવહેલું નથી. દર મહિનામાં ચાર પાંચ કામ અધરથી ઉદાવવાં પડતાં હશે.
જમાદા૰—રાતે વો ક્યા કહેતાથા કે મેં રઘનાથભટ્ટકા જમાઈ હું લેકીન હમે જાના કે એ તો મિજાજમેં બોલતા હે.
ફોજદા૰—(રઘનાથભટ્ટને)જાઓ. હવે એનો ખાટલો તમારે ઘેર લઈ જાઓ.
રંગલો૰—કરજે વળી મિથ્યાભિમાન. રામ બોલો ભાઈ રામ! આવજો આ ગામના બ્રાહ્મણો, મારા જીવરામભટ્ટને મસાણ સુધી પહોંચાડવા. તમે રોતા રોઆ આવશો તો તમારા ઘરના માણાસ મરશે ત્યારે હું પણ રોતો રોતો મસાણ સુધી પહોંચાડવા આવીશ. (મશાલીને) કેમ અલ્યા! તું આવીશ કે નહિ? નહિ આવે તો પછી તરી ડોશી મરશે ત્યારે કોણ આવશે?
શિરસ્તે૰—બચારાને જીવતાં મસાણમાં લઈ જવાની વાત શા વાસ્તે કરે છે? હજી તો જીવે છે.
(પડદો પડ્યો.)
ગાનારા ગાય છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.