અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/છેલ રમતૂડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છેલ રમતૂડી|દલપત પઢિયાર}} <poem> છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પા...")
(No difference)

Revision as of 11:44, 20 July 2021


છેલ રમતૂડી

દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે.
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ને પાદર થરથરે રે લોલ.
આવો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં.
એલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખીને વાયક પાછાં ફરે રે લોલ.
લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઉતારો નેવાં જરે છલે રે લોલ.
પેલી મારીડાને બાગ
મરવો નંઈ બોલે.
(ભોંયબદલો, ૧૯૮૨, પૃ. ૯૭)