ગુજરાતી બાળવાર્તા સંપદા/બકરીની ફરિયાદ: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
'મારે પણ આજે તમારી સાથે શું થયું તેની વાત કરવી છે. અમે બધાં સાંકડે રસ્તે ચાલતાં’તા, | 'મારે પણ આજે તમારી સાથે શું થયું તેની વાત કરવી છે. અમે બધાં સાંકડે રસ્તે ચાલતાં’તા, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હાથીની વાતે હસતાં'તા | {{Block center|'''<poem>હાથીની વાતે હસતાં'તા | ||
હસતાં બચ્ચું લપસી પડ્યું, | હસતાં બચ્ચું લપસી પડ્યું, | ||
ઊંડા ખાડામાં ગબડી પડ્યું ! | ઊંડા ખાડામાં ગબડી પડ્યું ! | ||
પગ એનો ભાંગ્યો, | પગ એનો ભાંગ્યો, | ||
પાટો એને બાંધ્યો !'</poem>}}{{Poem2Open}} | પાટો એને બાંધ્યો !'</poem>'''}}{{Poem2Open}} | ||
આ તો અમે બધાં હાજર હતાં એટલે એને બચાવી લીધું પણ તમે સૌ વિચારો કે કોઈ પ્રાણી કે બચ્ચું એકલું નીકળ્યું હોય તો આવું બને ત્યારે એને કોણ બચાવે ? | આ તો અમે બધાં હાજર હતાં એટલે એને બચાવી લીધું પણ તમે સૌ વિચારો કે કોઈ પ્રાણી કે બચ્ચું એકલું નીકળ્યું હોય તો આવું બને ત્યારે એને કોણ બચાવે ? | ||
બધાંએ એક સૂરે કહ્યું, 'સાચી વાત છે તમારી. અમે એ જ ચર્ચા કરતાં હતાં. ચાલો આપણે કુંભારકાકાનું બધી વાત કરીએ.' ને પછી આખું ટોળું ઉપડ્યું કુંભારવાડે. જઈને બધી વાત કરી. વાત સાંભળીને કુંભારકાકાને થયું કે બધાંની વાત તો સાચી છે. વિચારવા જેવી છે. અત્યાર સુધી અમે અમારા કામ માટે માટી કાઢ્યા કરી... પણ એનું પરિણામ આવું આવશે એની તો કલ્પના પણ ન હતી ! | બધાંએ એક સૂરે કહ્યું, 'સાચી વાત છે તમારી. અમે એ જ ચર્ચા કરતાં હતાં. ચાલો આપણે કુંભારકાકાનું બધી વાત કરીએ.' ને પછી આખું ટોળું ઉપડ્યું કુંભારવાડે. જઈને બધી વાત કરી. વાત સાંભળીને કુંભારકાકાને થયું કે બધાંની વાત તો સાચી છે. વિચારવા જેવી છે. અત્યાર સુધી અમે અમારા કામ માટે માટી કાઢ્યા કરી... પણ એનું પરિણામ આવું આવશે એની તો કલ્પના પણ ન હતી ! | ||
Latest revision as of 03:30, 11 November 2025
ભારતીબહેન ગોહિલ
ચાર-પાંચ બકરીઓને આજે કંઈ ખાસ કામ હતું નહીં. નક્કી કર્યું ચાલો આજે સાથે મળીને ફરવા જઈએ. બચ્ચાં કહે અમે પણ સાથે આવીશું. સૌ ઊપડ્યાં ફરવાં. એમાં એક બકરી, ઉંમરમાં થોડી મોટી. એટલે બધાં તેને જમના કહીને બોલાવે. આ જમના બકરી ખૂબ વાતો કરે. અલકમલકની વાતો કરે. સૌને હસાવે. એટલેએ જ્યાં હોય ત્યાં સૌ હસતાં જ દેખાય. જમના બકરીએ આજે રસ્તામાં એક હાથીની વાર્તા માંડી. બાકીની બકરીઓ ચાલતી જાય ને વાર્તા સાંભળતી જાય. ‘એક હતો હાથી. એનું નામ વીરજી. વીરજીને તો ખાવાનો જબરો શોખ. આખો દિવસ બસ ખાખા કરે. એક વખત વધારે પડતું ખાવાથી એનું પેટ બગડ્યું. દૂર સુધી ગડગડાટ સંભળાય. એમાં થયા જાડા. ને પછી તો એવું થયું કે એ હાથી જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાં રસ્તો બગડે. રસ્તો બગડવાથી લિસ્સો થઈ ગયો. ને જે રસ્તા પર ચાલે તે લપસે. પછી તો
સસલું લપસ્યું....સ૨૨૨....
વાંદરો લપસ્યો....સ૨૨૨....
ઘેટું લપસ્યું....સ૨૨૨...
શિયાળ લપસ્યું.... સ૨૨૨....
અને આમ જે જે પ્રાણી લપસ્યાં તે ‘ઓય મા’ ‘ઓય મા’ કરતાં ઊભાં થાય ને પછી ઊભી પૂંછડીએ ભાગે ! જંગલમાં તો ચર્ચા થવા લાગી. ઉપાય માટે સૌ અવનવી યુક્તિઓ કહેવા લાગ્યાં. કોઈએ કહ્યું, હાથીને રસ્તા પર ચાલવા પ્રતિબંધ લગાવી દો, કોઈએ કહ્યું, એને ખાવાનું ઓછું કરાવી દો. કોઈએ વળી એને મજબૂત ઝાડ સાથે બાંધી દો એવું કહ્યું તો એક સૂચન એવું પણ આવ્યું કે એની પૂંછડી સાથે મોટી કોથળી બાંધી દો....રસ્તો બગડે જ નહીં !’ જ્યાં કોથળી બાંધવાની વાત આવી ત્યાં બકરીઓ અને તેનાં બચ્ચાં કાંઈ હસે...કાંઈ હસે....હસી હસીને બધાં બેવડ જ વળી ગયાં! હજુ તો હસવાનું બંધ નહોતું થયું એવામાં એક લવારુનો પગ લપસ્યો અને રસ્તાની બાજુમા આવેલ એક મોટા ખાડામાં તે જઈ પડ્યું. આ જોઈ બધી બકરીઓનું હસવાનું બંધ થઈ ગયું ને ખાડામાં જોવા લાગી. બચ્ચું તો ‘બેં...બે...’ કરતું હતું. તેની મદદે જવું પણ કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યાં જમનાની નજર એક નાનકડી કેડી પર પડી. બધી બકરીઓ તે કેડી પરથી ધીમે ધીમે ઉતરીને બચ્ચાં પાસે પહોંચી ગઈ. બચ્ચું તો ડરનું માર્યું ગભરાઈ ગયું હતું. માને જોતા જ વળગી પડ્યું. બધાંએ સાથે મળીને તેને રસ્તા પર ચડાવ્યું. પગમાં વાગેલું એટલે લંગડું લંગડું ચાલે. ત્યાં પાટો બાંધ્યો અને વાડાભણી ચાલવા લાગ્યાં. ચાલતાં ચાલતાં રસ્તામાં એક ઘેટું મળ્યું. તેણે બચ્ચાંની સામે જોઈ પૂછ્યું, ‘બકરીબેન, બકરીબેન, બચ્ચું કેમ લંગડાતું ચાલે ?’
બકરી કહે, ‘વાત કરોમાં...
સાંકડે રસ્તે ચાલતાં’તા,
હાથીની વાતે હસતાં’તા,
હસતાં બચ્ચું લપસી પડ્યું,
ઊંડા ખાડામાં ગબડી પડ્યું !’
‘અરે ! એવું થયું ? બિચારું બચ્ચું.’ ઘેટાએ કહ્યું. ત્યાંથી થોડા આગળ ચાલ્યાં. મોટા ઝાડના છાંયે એક સભા ભરાઈ હતી. બધી બકરીઓ કુતૂહલવશ ત્યાં સાંભળવા ઊભી રહી ગઈ. તેને રસ પડ્યો. એટલા માટે કે અહીં પેલા ખાડાની જ ચર્ચા ચાલતી હતી. વાત એવી હતી કે પહેલા ખા ખાડો આટલો ઊંડો ન હતો. અહીં એક ઘાસનું મેદાન હતું....ને બાજુમાંથી ગામના બધા જ કુંભાર વાસણો બનાવવા માટે માટી લઈ જતા હતા. ધીમે ધીમે બાજુના ગામમાંથી પણ કુંભાર આવવા લાગ્યા. પરિણામે મેદાન ઘટતું ગયું ને ઊંડા ખાડા પડવા લાગ્યા. અહીં કેટલાયે સાપના દર હતાં તે તૂટી ગયાં. સાપ આજુબાજુ જગ્યા જોઈને નીકળી ગયા. નાનાં નાનાં પ્રાણીઓ પણ ઘાસ ઊગતું બંધ થઈ ગયાં ને ખોરાક શોધવા બીજે ચાલ્યાં ગયેલાં. જમના આગળ આવીને કહે, ‘મારે પણ આજે તમારી સાથે શું થયું તેની વાત કરવી છે. અમે બધાં સાંકડે રસ્તે ચાલતાં’તા,
હાથીની વાતે હસતાં’તા
હસતાં બચ્ચું લપસી પડ્યું,
ઊંડા ખાડામાં ગબડી પડ્યું !
પગ એનો ભાંગ્યો,
પાટો એને બાંધ્યો !’
આ તો અમે બધાં હાજર હતાં એટલે એને બચાવી લીધું પણ તમે સૌ વિચારો કે કોઈ પ્રાણી કે બચ્ચું એકલું નીકળ્યું હોય તો આવું બને ત્યારે એને કોણ બચાવે ? બધાંએ એક સૂરે કહ્યું, ‘સાચી વાત છે તમારી. અમે એ જ ચર્ચા કરતાં હતાં. ચાલો આપણે કુંભારકાકાનું બધી વાત કરીએ.’ ને પછી આખું ટોળું ઉપડ્યું કુંભારવાડે. જઈને બધી વાત કરી. વાત સાંભળીને કુંભારકાકાને થયું કે બધાંની વાત તો સાચી છે. વિચારવા જેવી છે. અત્યાર સુધી અમે અમારા કામ માટે માટી કાઢ્યા કરી... પણ એનું પરિણામ આવું આવશે એની તો કલ્પના પણ ન હતી ! હવે થાય પણ શું ? થોડી વાર વિચાર કર્યા પછી તેને એક યુક્તિ મળી. કહે, ‘તમે બધાં સરકાર આપો તો સાથે મળીને આપણે ખાડા બુરી દઈએ ને હા....ચોમાસુ માથે જ છે... તો સાથે સાથે ઝાડ વાવવાની તૈયારી પણ કરી લઈએ.’ બધાં કુંભારકાકા પણ પોતાના સાથીદારો અને ગધેડાઓ સાથે પહોંચી ગયા. કોઈના હાથમાં પાવડો, કોઈના હાથમાં ત્રિકમ તો કોઈના હાથમાં તગારું. બધાં મહેનત કરવાં લાગ્યાં. થોડા દિવસમાં તો જમીન હતી એના કરતાં પણ સુંદર...સમથળ બની ગઈ. સાથે સાથે ચોમાસામાં ઝાડ ઉગાડવાની તૈયારી પણ કરી લીધી. બધાં હવે ખૂબ ખુશ હતાં. પેલા બકરીના બચ્ચાંને વચ્ચે રાખીને સૌ આજુબાજુ ગોઠવાઈ ગયાં ને ગાવા લાગ્યાં.
‘સાંકડે રસ્તે ચાલતાં’તા,
હાથીની વાતે હસતાં’તા,
હસતાં બચ્ચું લપસી પડ્યું,
ઊંડા ખાડામાં ગબડી પડ્યું !
પગ એનો ભાંગ્યો,
પાટો એને બાંધ્યો !
કુંભારકાકાને વાત કરી,
બકરીની ફરિયાદ કરી,
સાથેમળીને ઉપાય કર્યા,
મહેનત કરીને ખાડા બુર્યા !’
બસ.... હવે સૌ આકાશ તરફ તાકી રહ્યાં હતાં. ક્યારે વરસાદ આવે ને ક્યારે મેદાન લીલુંછમ થાય. કેમ કે ઝાડ અને ઘાસ સાથે સૌની મહેનત પણ ઊગી નીકળવાની હતી !