ભરત વિંઝુડાની ગઝલસંપદા/શરીરમાં: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|<br>થયો}}
{{Heading|<br>શરીરમાં}}
 
{{Block center|<poem>
મારા પહેલાં થાકી ગયો હું જ વિવમાં
બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં
લાગી જરા તરસ તો તરસનું જ નામ લઈ
પાણી જરાક રેડી દીધું છે રુધિરમાં
પોતાની જાતને જ ગળે બાંધવી પડે
ડૂબી શકાય તો જ મીરાંમાં કે મીરમાં
એ જેમ અંધકારમાં દીવો થઈ ગયાં
હું ફૂલ થઈ ગયો છું વહેતા સમીરમાં
દર્પણ ઉપરથી આંખ ઉઠાવી શક્યાં નહીં
ખૂંપી ગયું છે તીર સ્વયંમ્ નાં જ તીરમાં


{{Block center|<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો
ને લિસોટો પછી સળંગ થયો
ઊડવાની જરાક ઇચ્છાનો-
એકડો ઘૂંટતાં પતંગ થયો
કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એક રંગ થયો
તારની જેમ એક માણસ પણ
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.


<small>{{right|(સહેજ અજવાળું થયું)}}</small></poem>}}
<small>{{right|(સહેજ અજવાળું થયું)}}</small></poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સર્જક-પરિચય
|previous = થયો
|next = શરીરમાં
|next = પગ ઉપર પડ
}}
}}