ભરત વિંઝુડાની ગઝલસંપદા/બચાવો હરિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 17:02, 12 November 2025


બચાવો હરિ

હરિએ બનાવેલ જનથી ડરી
અહીં કોઈ બોલ્યું, બચાવો હરિ
હતી એક વ્યક્તિ અહીં એકલી
અટૂલી અને કોઈએ આંતરી
ખબર ના પડી ગોળ દુનિયા મહીં
પગથિયું ચડી કે નીચે ઊતરી
છબી થઈ જવાયું છે જે ભીંતની
ઊભી છે તે સામે અરીસો ધરી
એ સારું થયું કે ન સાધુ થયા
ન સંસાર છોડ્યો ન થઈ મશ્કરી

(સહેજ અજવાળું થયું)