ભરત વિંઝુડાની ગઝલસંપદા/અઘરાં કરો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:43, 14 November 2025

૪૩
અઘરાં કરો

કામ કરવાં હોય તો અઘરાં કરો,
એક નદીમાંથી ઘણાં ઝરણાં કરો!
પહાડ માફક ઊભા રહેવા જોઈએ,
જો કરો તો પાણીના ઢગલા કરો!
દેહ આખો લઈને આવો એમ નહીં,
કહીએ કે મારા ઘરે પગલાં કરો!
સાદ પાડું છું હું મારી જાતને,
કામ કોઈનું નથી, જલસા કરો!
સામસામેની દીવાલો જે જુએ,
એ જુએ નહીં એટલે પરદા કરો!
કામ આવીને કહે હું કામ છું,
કોઈ પણને કરવા દો અથવા કરો!

(તમે કવિતા છો)