અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/મૃત્યુ ગંગાજળિયું દે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ ગંગાજળિયું દે| એસ. એસ. રાહી}} <poem> મેલું ઘેલું ફળિયું દ...") |
(No difference)
|
Latest revision as of 06:03, 21 July 2021
મૃત્યુ ગંગાજળિયું દે
એસ. એસ. રાહી
મેલું ઘેલું ફળિયું દે,
સાવ તૂટેલું નળિયું દે.
દૂર રહું ભારે નજરોથી,
એવું બસ માદળિયું દે.
પરવા ક્યાં છે ઊંચાઈની,
પોચું પોચું તળિયું દે.
ધોધમાર તો માત્ર કલ્પના,
હવામાન વાદળિયું દે.
છીનવી લે તમરાનું દળ,
અંધારું ઝળહળિયું દે.
છો ને તરસ્યો છું જીવનમાં,
મૃત્યું ગંગાજળિયું દે.