ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/સદાશિવ ટપાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઝવેરચંદ મેઘાણી}}
[[File:Zaverchand Meghani.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|સદાશિવ ટપાલી | ઝવેરચંદ મેઘાણી}}
{{Heading|સદાશિવ ટપાલી | ઝવેરચંદ મેઘાણી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/40/Sadashiv_Tapali-Meghani.mp3
}}
સદાશિવ ટપાલી • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન : શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘થાવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે!’
‘થાવા જ દઉં નહિને! પાટે ચડવા જ દઉં નહિને! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે!’

આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાળોટાના રણકાર સારા બોલ્યા.
આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર સારા બોલ્યા.

‘જોયું! મારી તાળી પણ સાક્ષી પૂરે છે!’ એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહીછલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દૃષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુક્લાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો.

Line 98: Line 118:
પણ જીવતર ક્યાં નવલકથા છે! આવા કશા જ દટણપટણની જરૂર ન પડી. એવો એક દિવસ સીધી-સાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચંપાતાં ચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા – મારવાની હિંમત ભીડી.
પણ જીવતર ક્યાં નવલકથા છે! આવા કશા જ દટણપટણની જરૂર ન પડી. એવો એક દિવસ સીધી-સાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચંપાતાં ચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા – મારવાની હિંમત ભીડી.

મંગળા એટલું જ બોલીઃ ‘આમાંથી અને બહાર કાઢ. પછી શૈરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું.’
મંગળા એટલું જ બોલીઃ ‘આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું.’

સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યુંઃ ‘આ નદીની સાક્ષીઃ આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.’
સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યુંઃ ‘આ નદીની સાક્ષીઃ આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.’
Line 115: Line 135:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/જક્ષણી|જક્ષણી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/વહુ અને ઘોડો|વહુ અને ઘોડો]]
}}