આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 103: Line 103:




'''Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ'''
 
:કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત સાપેક્ષતાવાદ(જુઓ, Relativism)થી વિરુદ્ધનો છે.
 
'''Abstract અમૂર્ત'''
:મૂર્તની, આ વિરોધી સંજ્ઞા છે. કલાના ક્ષેત્રે અમૂર્ત એટલે અપ્રતિનિધાનશીલ. એટલે કે એમાં પ્રાકૃતિક જગતની વસ્તુઓના સામ્યનો અભાવ છે. કાવ્યશાસ્ત્રમાં મોટે ભાગે મૂર્ત કરતાં અમૂર્તનું ઓછું મૂલ્ય અંકાયું છે. કવિતાની મૂર્તતા ઉપર વારંવાર ભાર મુકાયો છે. ટી. એસ. એલિયટ જ્યારે ‘વસ્તુલક્ષી સહસંયોજક’ની વાત કરે છે ત્યારે એમાં અમૂર્તતાથી મૂર્તતા તરફનો ઝોક જોઈ શકાય છે.
'''Abstract poetry અમૂર્ત કવિતા'''
:જેનો અર્થ મુખ્યત્વે નાદતત્ત્વ પર નિર્ભર હોય એવી કવિતા. અમૂર્ત ચિત્રકલા રંગ અને આકારોનો જે પ્રકારે ઉપયોગ કરે છે એ પ્રકારે નાદતત્ત્વનો ઉપયોગ કરતી કવિતા માટે ડેમ ઇડિથ સિટવલે (Dame Edith sitwell) પહેલવહેલીવાર આ સંજ્ઞા પ્રયોજી છે. અમૂર્ત ચિત્રકલા વાસ્તવિક પદાર્થોના પ્રતિનિધાન વગર જેમ રંગ અને આકારોની રચના દ્વારા અર્થ સંવહે છે તેમ અમૂર્ત કવિતા પ્રારંભિક અર્થને અતિક્રમી નાદસંપત્તિ ઊભી કરવાના સંદર્ભમાં શબ્દોની પસંદગી કરે છે.
'''Absurd અસંબદ્ધ, અયુક્ત, ‘એબ્સર્ડ’'''
:માનવ-અસ્તિત્વ અંગેના આધુનિક ચિંતનમાં એક એવું વલણ બહાર આવ્યું કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે, અને તે પોતાનાથી કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને કામૂનાં ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યાર બાદ સેમ્યૂઅલ બેકિટ, ઈઅનેસ્કો, હેરલ્ડ પિન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂ૫ થિયેટર ઑવ ધી એબ્સર્ડનો ઉદ્‌ભવ થયો.
:બીજા વિશ્વયુદ્ધ પછી આ અસ્તિત્વવાદી લેખકોએ નાટકો દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું. બેકિટનું ‘વેઇટિંગ ફોર ગોદો’ (૧૯૫૨) અને ઈઅનેસ્કોનું ‘ધ ચેર્સ’ (૧૯૫૧) આ પ્રકારનાં નાટકો છે.
:લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત ‘એક ઊંદર ને જદુનાથ’થી ગુજરાતી રંગભૂમિમાં આ પ્રકારનું નાટ્યલેખન અસ્તિત્વમાં આવ્યું.
'''Accent સ્વરભાર'''
'''Accent સ્વરભાર'''
:સ્વર કે શબ્દ પર ભાર દઈને થતો ઉચ્ચાર અને આને કારણે વાક્યખંડ કે વાક્યમાં શબ્દની ઊભી થતી પ્રત્યગ્રતાની માત્રા, ભાવક પંક્તિનો કયો અર્થ ઇચ્છે છે એને આધારે સ્વરભાર ક્યાં આવશે એ નક્કી થઈ શકે છે.
:સ્વર કે શબ્દ પર ભાર દઈને થતો ઉચ્ચાર અને આને કારણે વાક્યખંડ કે વાક્યમાં શબ્દની ઊભી થતી પ્રત્યગ્રતાની માત્રા, ભાવક પંક્તિનો કયો અર્થ ઇચ્છે છે એને આધારે સ્વરભાર ક્યાં આવશે એ નક્કી થઈ શકે છે.