આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Aestheticism: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 13:12, 20 November 2025
Aestheticism
Aestheticism સૌન્દર્યવાદ
- સૌન્દર્યવાદ એ સૌન્દર્યનિષ્ઠ ઝુંબેશ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલી યુરોપીય ઘટના છે, જેના તત્ત્વવિચારનું કેન્દ્ર ફ્રાન્સમાં હતું અને જેનાં મૂળ કૅન્ટ જેવાના જર્મન સિદ્ધાન્તમાં પડેલાં હતાં. ફ્રેન્ચ સૌન્દર્યવાદના સિદ્ધાંતો ઇંગ્લૅન્ડમાં ૧૯૮૦ની આસપાસ દાખલ કરનારાઓમાં ઓસ્કર વાઈલ્ડ અને વોલ્તર પિતર અગ્રણી હતા. આ સંદર્ભમાં પિતરનું વિધાન છે : ‘કલા ખાતર કલાનો પ્રેમ’ (જુઓ, Art for Art’s sake) મૂલ્યોનું બીભત્સીકરણ અને કલાઓના વાણિજ્યકરણ સામેનો આ વાદનો અવાજ છે. આ વાદ સાથે ‘સૌન્દર્યનું પરમ મૂલ્ય’ સંકળાયેલું છે.