આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/P: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 3: Line 3:


'''Pageant ચલમંચ, ખેલ'''
'''Pageant ચલમંચ, ખેલ'''
મધ્યકાળમાં ધાર્મિક નાટકો જેના પર ભજવાતાં તે ચલમંચ. પૈડાં પર સરકતા આ મંચમાં બે ખંડ રહેતા. નીચલો ખંડ વેશભૂષા માટે ઉપયોગમાં લેવાતો; જ્યારે ઉપલો ખંડ રંગમંચ તરીકે વપરાતો, આ સંજ્ઞા નાટ્યપ્રયોગને પણ લાગુ પાડવામાં આવી છે.
:મધ્યકાળમાં ધાર્મિક નાટકો જેના પર ભજવાતાં તે ચલમંચ. પૈડાં પર સરકતા આ મંચમાં બે ખંડ રહેતા. નીચલો ખંડ વેશભૂષા માટે ઉપયોગમાં લેવાતો; જ્યારે ઉપલો ખંડ રંગમંચ તરીકે વપરાતો, આ સંજ્ઞા નાટ્યપ્રયોગને પણ લાગુ પાડવામાં આવી છે.
'''Palaeography પુરાલિપિશાસ્ત્ર'''
'''Palaeography પુરાલિપિશાસ્ત્ર'''
પ્રાચીન લખાણો, શિલાલેખો અને હસ્તપ્રતોને ઉકેલતું શાસ્ત્ર.
:પ્રાચીન લખાણો, શિલાલેખો અને હસ્તપ્રતોને ઉકેલતું શાસ્ત્ર.
'''Palilogy પુનરુક્તિ'''
'''Palilogy પુનરુક્તિ'''
મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે વાક્યખંડની પુનરાવૃત્તિ.
:મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે વાક્યખંડની પુનરાવૃત્તિ.
જેમકે, ‘કાન્ત’ના ‘વસન્તવિજય’ના પ્રારંભમાં આવતી પંક્તિ :
:જેમકે, ‘કાન્ત’ના ‘વસન્તવિજય’ના પ્રારંભમાં આવતી પંક્તિ :
“નહીં નાથ નહીં નાથ ન જાણે કે સવાર છે
{{Block center|'''<poem>“નહીં નાથ નહીં નાથ ન જાણે કે સવાર છે
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”</poem>'''}}
'''Palinode કથિતત્યાગ'''
'''Palinode કથિતત્યાગ'''
પોતાની આગલી કવિતામાં કવિએ જ કહ્યું હોય એને ખોટું ઠેરવવા કે એનો ત્યાગ કરવા નવા કથન દ્વારા કવિ વાતને સમતુલ કરતો હોય છે.
:પોતાની આગલી કવિતામાં કવિએ જ કહ્યું હોય એને ખોટું ઠેરવવા કે એનો ત્યાગ કરવા નવા કથન દ્વારા કવિ વાતને સમતુલ કરતો હોય છે.
'''Palindrome ઉભયવાચી'''
'''Palindrome ઉભયવાચી'''
બંને છેડેથી વાંચતાં એકની એક રીતે વંચાય એવો શબ્દ કે શબ્દસમૂહ.
:બંને છેડેથી વાંચતાં એકની એક રીતે વંચાય એવો શબ્દ કે શબ્દસમૂહ.
'''Pamphlet પત્રિકા'''
'''Pamphlet પત્રિકા'''
એકસોથી ઓછાં પૃષ્ઠ ધરાવતી પુસ્તિકા, જેમાં સામાન્ય રીતે ચર્ચાસ્પદ બનેલા કોઈ સમકાલીન પ્રશ્ન અંગે લાંબો લેખ પ્રગટ કરવામાં આવ્યો હોય.
:એકસોથી ઓછાં પૃષ્ઠ ધરાવતી પુસ્તિકા, જેમાં સામાન્ય રીતે ચર્ચાસ્પદ બનેલા કોઈ સમકાલીન પ્રશ્ન અંગે લાંબો લેખ પ્રગટ કરવામાં આવ્યો હોય.
'''Panegyric સ્તુતિગાન'''
'''Panegyric સ્તુતિગાન'''
કોઈ લોકસમુદાય સંસ્થા કે વ્યક્તિની સિદ્ધિને બિરદાવતું પ્રશસ્તિરૂપ કાવ્ય, લખાણ કે વક્તવ્ય, સ્તુતિગાન ઘણી વાર અતિશયોક્તિનો આશ્રય લે છે. નાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’ આ પ્રકારનું કાવ્ય છે.
:કોઈ લોકસમુદાય સંસ્થા કે વ્યક્તિની સિદ્ધિને બિરદાવતું પ્રશસ્તિરૂપ કાવ્ય, લખાણ કે વક્તવ્ય, સ્તુતિગાન ઘણી વાર અતિશયોક્તિનો આશ્રય લે છે. નાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’ આ પ્રકારનું કાવ્ય છે.
'''Panorama વિશાલ દૃશ્ય'''
'''Panorama વિશાલ દૃશ્ય'''
મુખ્યત્વે ચિત્રકલાના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા કોઈ એક વિશાળ દૃશ્યના સમગ્રદર્શી વર્ણન માટે પ્રયોજાય છે. ચિત્રકલાની આ વિભાવના નવલકથામાં અપાતા સ્થળવિશેષના વિસ્તૃત વર્ણન માટે પણ પ્રયોજાય છે.
:મુખ્યત્વે ચિત્રકલાના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા કોઈ એક વિશાળ દૃશ્યના સમગ્રદર્શી વર્ણન માટે પ્રયોજાય છે. ચિત્રકલાની આ વિભાવના નવલકથામાં અપાતા સ્થળવિશેષના વિસ્તૃત વર્ણન માટે પણ પ્રયોજાય છે.
'''Panoramic Method વિશાલદૃશ્યરીતિ'''
'''Panoramic Method વિશાલદૃશ્યરીતિ'''
નવલકથામાં વર્ણનકલાની એક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા વર્ણનપ્રચૂર નવલકથા લખવામાં આવે છે. સમયના વિશાળ પટને આવરી લઈ કોઈ એક યુગનો વિસ્તૃત આલેખ રજૂ કરતી ઐતિહાસિક નવલકથાઓના લેખનમાં પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
:નવલકથામાં વર્ણનકલાની એક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા વર્ણનપ્રચૂર નવલકથા લખવામાં આવે છે. સમયના વિશાળ પટને આવરી લઈ કોઈ એક યુગનો વિસ્તૃત આલેખ રજૂ કરતી ઐતિહાસિક નવલકથાઓના લેખનમાં પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
'''Pantheism સર્વાત્મવાદ'''
'''Pantheism સર્વાત્મવાદ'''
સમગ્ર વિશ્વ ઈશ્વર છે અને તેથી વિશ્વનો પ્રત્યેક અંશ ઈશ્વરનું જ પ્રકટીકરણ છે એવું માનતો વાદ. સાહિત્ય સંદર્ભે આ વાદ પૃથ્વી પરનું સમગ્ર જીવન દિવ્ય છે એવું પ્રસ્તુત કરે છે.
:સમગ્ર વિશ્વ ઈશ્વર છે અને તેથી વિશ્વનો પ્રત્યેક અંશ ઈશ્વરનું જ પ્રકટીકરણ છે એવું માનતો વાદ. સાહિત્ય સંદર્ભે આ વાદ પૃથ્વી પરનું સમગ્ર જીવન દિવ્ય છે એવું પ્રસ્તુત કરે છે.
'''Pantomime મૂક નાટ્ય'''
'''Pantomime મૂક નાટ્ય'''
વાચિક અભિનયના ઉપયોગ વિના રજૂ થતો નાટ્યપ્રયોગ, આ પ્રકારની રજૂઆતમાં પાત્રની ક્રિયા અને મનોસ્થિતિ પ્રગટ કરવા માટે અભિનેતા દ્વારા ચહેરાના હાવભાવનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરાય છે. શરીરના હલન-ચલનનો પણ અહીં અતિશયોક્તિપૂર્ણ ઉપયોગ કરાય છે.
:વાચિક અભિનયના ઉપયોગ વિના રજૂ થતો નાટ્યપ્રયોગ, આ પ્રકારની રજૂઆતમાં પાત્રની ક્રિયા અને મનોસ્થિતિ પ્રગટ કરવા માટે અભિનેતા દ્વારા ચહેરાના હાવભાવનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરાય છે. :શરીરના હલન-ચલનનો પણ અહીં અતિશયોક્તિપૂર્ણ ઉપયોગ કરાય છે.
મોલ્યેર દ્વારા પ્રતિપાદિત કૉમેડીઆ દ-લા-આર્ટના અનુસરણરૂપે આ નાટ્ય-પ્રકાર ઇંગ્લૅન્ડમાં ખેડાયો. ૧૮મી સદીના ઇંગ્લૅન્ડમાં આ નાટ્યપ્રકાર ઘણો પ્રસિદ્ધ થયો. વીસમી સદીમાં ચાર્લી ચેપ્લિને મૂક ફિલ્મોના અભિનયમાં આ નાટ્યપ્રયોગની લાક્ષણિકતાઓનો વિનિયોગ કર્યો.
:મોલ્યેર દ્વારા પ્રતિપાદિત કૉમેડીઆ દ-લા-આર્ટના અનુસરણરૂપે આ નાટ્ય-પ્રકાર ઇંગ્લૅન્ડમાં ખેડાયો. ૧૮મી સદીના ઇંગ્લૅન્ડમાં આ નાટ્યપ્રકાર ઘણો પ્રસિદ્ધ થયો. વીસમી સદીમાં ચાર્લી ચેપ્લિને મૂક ફિલ્મોના અભિનયમાં આ નાટ્યપ્રયોગની લાક્ષણિકતાઓનો વિનિયોગ કર્યો.
ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં અતિશયોક્તિના તરીકે પ્રચલિત નાટ્ય-પ્રકારમાં મૂક નાટ્યનાં પણ લક્ષણો હતાં.
:ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં અતિશયોક્તિના તરીકે પ્રચલિત નાટ્ય-પ્રકારમાં મૂક નાટ્યનાં પણ લક્ષણો હતાં.
'''Parabasis ઉપકલ્પિત વૃંદગીત'''
'''Parabasis ઉપકલ્પિત વૃંદગીત'''
પ્રાચીન ગ્રીક સુખાન્તિકામાં કવિ વતી પ્રેક્ષકોને ઉદ્દેશીને ગવાતા વૃંદગીતનો અંશ. આ અંશને નાટકના કાર્ય સાથે સંબંધ હોતો નથી.
:પ્રાચીન ગ્રીક સુખાન્તિકામાં કવિ વતી પ્રેક્ષકોને ઉદ્દેશીને ગવાતા વૃંદગીતનો અંશ. આ અંશને નાટકના કાર્ય સાથે સંબંધ હોતો નથી.
જુઓ : Chorus
:જુઓ : Chorus
'''Parable દૃષ્ટાંતકથા'''
'''Parable દૃષ્ટાંતકથા'''
માનવવર્તન કે વિચારસરણી સમજાવતી, નિદર્શક, ટૂંકી કથા. આ પ્રકારની કથામાં માનવવર્તન અંગે એવી સૂચક ટૂંકી કથા રજૂ કરવામાં આવે છે જેનો મૂળ હેતુ નૈતિક કે આધ્યાત્મિક રહસ્યને અન્યોક્તિ દ્વારા પ્રગટ કરી આપવાનો હોય છે. દૃષ્ટાંતકથાનું રહસ્ય ઉખાણાં કે પ્રહેલિકાની માફક પ્રયત્ન-પૂર્વક સમજવું પડે છે, ત્યારે એ સમજાય છે ત્યારે માર્મિક બની રહે છે. દૃષ્ટાંતકથાના નમૂનાઓ બાઈબલ, બૌદ્ધ જાતકકથાઓ વગેરેમાં મળી આવે છે.
:માનવવર્તન કે વિચારસરણી સમજાવતી, નિદર્શક, ટૂંકી કથા. આ પ્રકારની કથામાં માનવવર્તન અંગે એવી સૂચક ટૂંકી કથા રજૂ કરવામાં આવે છે જેનો મૂળ હેતુ નૈતિક કે આધ્યાત્મિક રહસ્યને અન્યોક્તિ દ્વારા પ્રગટ કરી આપવાનો હોય છે. દૃષ્ટાંતકથાનું રહસ્ય ઉખાણાં કે પ્રહેલિકાની માફક પ્રયત્ન-પૂર્વક સમજવું પડે છે, ત્યારે એ સમજાય છે ત્યારે માર્મિક બની રહે છે. દૃષ્ટાંતકથાના નમૂનાઓ બાઈબલ, બૌદ્ધ જાતકકથાઓ વગેરેમાં મળી આવે છે.
'''Parachronism કાલક્રમાન્તર'''
'''Parachronism કાલક્રમાન્તર'''
ઐતિહાસિક પ્રસંગને તેના વાસ્તવિક સમયથી પછીના સમયમાં બનેલો સૂચવવાનો કાલાનુક્રમિક દોષ, ઐતિહાસિક નવલકથાઓમાં ક્યારેક આવા વિગત દોષો જોવા મળે છે.
:ઐતિહાસિક પ્રસંગને તેના વાસ્તવિક સમયથી પછીના સમયમાં બનેલો સૂચવવાનો કાલાનુક્રમિક દોષ, ઐતિહાસિક નવલકથાઓમાં ક્યારેક આવા વિગત દોષો જોવા મળે છે.
જુઓ : Anachronism
:જુઓ : Anachronism
'''Paradigmatic Relationships ગણવર્તી સંબંધો'''
'''Paradigmatic Relationships ગણવર્તી સંબંધો'''
સોસૂરવાદી ભાષાવિચારમાં ભાષાના બંધારણની તપાસ ભાષાના ઘટક તત્ત્વો વચ્ચે રહેલા બે પ્રકારના પરસ્પરપૂરક સંબંધોના વિશ્લેષણને આધારે કરવામાં આવે છે; જે ક્રમવર્તી (Syntagmatic) અને ગણવર્તી (paradigmatic) સંબંધોથી ઓળખાય છે. ભાષાનાં તત્ત્વો જ્યારે એક પછી એક એવા ક્રમે ઉત્તરોત્તર કે આનુપૂર્વીમાં હોય (શબ્દમાં ધ્વનિઘટકો, વાક્યમાં રૂપઘટકો) ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ક્રમવર્તી સંબંધ કહેવાય છે. જે તત્ત્વો અમુક સંદર્ભમાં પરસ્પરને બદલે આવી શકતાં હોય તો તેમની વચ્ચેનો સંબંધ ગણવર્તી કહેવાશે. ધ્વનિસ્તર, રૂપસ્તરે તેમ જ અર્થસ્તરે આ બંને પ્રકારના સંબંધો મહત્ત્વના છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રક્રિયા ગણવર્તી છે, જ્યારે લક્ષણાની પ્રક્રિયા ક્રમવર્તી છે. સાહિત્યમાં આ સંજ્ઞાનું મહત્ત્વ સ્પષ્ટ છે.
:સોસૂરવાદી ભાષાવિચારમાં ભાષાના બંધારણની તપાસ ભાષાના ઘટક તત્ત્વો વચ્ચે રહેલા બે પ્રકારના પરસ્પરપૂરક સંબંધોના વિશ્લેષણને આધારે કરવામાં આવે છે; જે ક્રમવર્તી (Syntagmatic) અને ગણવર્તી (paradigmatic) સંબંધોથી ઓળખાય છે. ભાષાનાં તત્ત્વો જ્યારે એક પછી એક એવા ક્રમે ઉત્તરોત્તર કે આનુપૂર્વીમાં હોય (શબ્દમાં ધ્વનિઘટકો, વાક્યમાં રૂપઘટકો) ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ક્રમવર્તી સંબંધ કહેવાય છે. જે તત્ત્વો અમુક સંદર્ભમાં પરસ્પરને બદલે આવી શકતાં હોય તો તેમની વચ્ચેનો સંબંધ ગણવર્તી કહેવાશે. ધ્વનિસ્તર, રૂપસ્તરે તેમ જ અર્થસ્તરે આ બંને પ્રકારના સંબંધો મહત્ત્વના છે. રોમન યાકોબ્સનના મત મુજબ રૂપકની પ્રક્રિયા ગણવર્તી છે, જ્યારે લક્ષણાની પ્રક્રિયા ક્રમવર્તી છે. સાહિત્યમાં આ સંજ્ઞાનું મહત્ત્વ સ્પષ્ટ છે.
'''Paradox વિરોધાભાસ'''
'''Paradox વિરોધાભાસ'''
બાહ્ય નજરે સ્વવિરોધી અને અસંગત જણાતું, પણ આંતરિક રીતે કોઈ વિશેષ અર્થ ધરાવતું વિધાન કાવ્યમાં ‘વિરોધાભાસ’ એક પ્રયુક્તિ તરીકે પ્રયોજાય છે. ‘નવ્ય વિવેચન’માં આ સંજ્ઞા મહત્ત્વનું સ્થાન પામી છે. ક્લીએન્થ બ્રૂક્સના મત મુજબ કાવ્યની ભાષા એક રીતે વિરોધાભાસોની ભાષા છે.
:બાહ્ય નજરે સ્વવિરોધી અને અસંગત જણાતું, પણ આંતરિક રીતે કોઈ વિશેષ અર્થ ધરાવતું વિધાન કાવ્યમાં ‘વિરોધાભાસ’ એક પ્રયુક્તિ તરીકે પ્રયોજાય છે. ‘નવ્ય વિવેચન’માં આ સંજ્ઞા મહત્ત્વનું સ્થાન પામી છે. ક્લીએન્થ બ્રૂક્સના મત મુજબ કાવ્યની ભાષા એક રીતે વિરોધાભાસોની ભાષા છે.
'''Paraliepsis અધ્યાહરણ'''
'''Paraliepsis અધ્યાહરણ'''
શ્રોતાને ખબર હોય એવી અથવા ઉલ્લેખ કરવો ક્લેશકર હોય એવી વીગતને વક્તા આકસ્મિક મૌન દ્વારા પ્રત્યાવિત કરે એ અર્ધોક્તિ (Aposiopesis) છે, પરંતુ અધ્યાહરણ (Paraliepsis)માં તે વક્તા જાણે કશું કહેતો નથી એવો દેખાવ કરીને સંપૂર્ણ કહેવાનું કહી દે છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં વર્ણવેલા આક્ષેપ અલંકાર અને એના પ્રકારો વચ્ચે તેમ જ આ ગ્રીક અલંકારો વચ્ચે સામ્ય છે. ગુજરાતીમાં બાલમુકુન્દ દવેના ‘વડોદરા નગરી’ કાવ્યની પંક્તિઓ જુઓ :
:શ્રોતાને ખબર હોય એવી અથવા ઉલ્લેખ કરવો ક્લેશકર હોય એવી વીગતને વક્તા આકસ્મિક મૌન દ્વારા પ્રત્યાવિત કરે એ અર્ધોક્તિ (Aposiopesis) છે, પરંતુ અધ્યાહરણ (Paraliepsis)માં તે વક્તા જાણે કશું કહેતો નથી એવો દેખાવ કરીને સંપૂર્ણ કહેવાનું કહી દે છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં વર્ણવેલા આક્ષેપ અલંકાર અને એના પ્રકારો વચ્ચે તેમ જ આ ગ્રીક અલંકારો વચ્ચે સામ્ય છે. ગુજરાતીમાં :બાલમુકુન્દ દવેના ‘વડોદરા નગરી’ કાવ્યની પંક્તિઓ જુઓ :
“વડોદરાની વાંકી નારી વાંકા એનાં વેણ છે
{{Block center|'''<poem>“વડોદરાની વાંકી નારી વાંકા એનાં વેણ છે
સભાની અદબ રાખી કહેતો નથી કેવાં એનાં નેણ છે.”
સભાની અદબ રાખી કહેતો નથી કેવાં એનાં નેણ છે.”</poem>'''}}
'''Parallelism સમાન્તરતા'''
'''Parallelism સમાન્તરતા'''
બાજુ બાજુમાં ગોઠવાયેલા વાક્યખંડોના અર્થોનું કે વાક્યખંડોની રચનાનું સાદૃશ્ય. કવિતાક્ષેત્રે નાદ કે અર્થની પુનરાવૃત્તિનો આ પ્રકાર જાણીતો છે. જેમ કે, જયેન્દ્ર શેખડીવાલાની પંક્તિઓ જુઓ :
:બાજુ બાજુમાં ગોઠવાયેલા વાક્યખંડોના અર્થોનું કે વાક્યખંડોની રચનાનું સાદૃશ્ય. કવિતાક્ષેત્રે નાદ કે અર્થની પુનરાવૃત્તિનો આ પ્રકાર જાણીતો છે. જેમ કે, જયેન્દ્ર શેખડીવાલાની પંક્તિઓ જુઓ :
“પર્વતના તોતિંગ ફાડવા સઢ
{{Block center|'''<poem>“પર્વતના તોતિંગ ફાડવા સઢ
મોકલ્યા કોણે અમને?
મોકલ્યા કોણે અમને?
સપનાના તોતિંગ તોડવા ગઢ
સપનાના તોતિંગ તોડવા ગઢ
મોકલ્યા કોણે અમને?
મોકલ્યા કોણે અમને?
કાણે અમને લગભગતાથી સાંધ્યાં?
કાણે અમને લગભગતાથી સાંધ્યાં?
અમને અટકળતાથી બાંધ્યા?”
અમને અટકળતાથી બાંધ્યા?”</poem>'''}}
'''Paralogic પરાતર્ક'''
'''Paralogic પરાતર્ક'''
જુઓ : Metamessage.
જુઓ : Metamessage.
'''Paraphrase અન્વયાન્તર'''
'''Paraphrase અન્વયાન્તર'''
અન્વયાન્તરનો મૂળ ગ્રીક અર્થ છે. બીજા શબ્દોમાં કહેવું. અર્થનું બીજા શબ્દોમાં પાઠાન્તર કરવું, પાઠભેદ આપવો. અન્વયાન્તર સાથે મૂળને વિસ્તારવાનો અર્થ પણ સંકળાયેલો છે. આમ તો કાવ્યક્ષેત્ર અન્વયાન્તરનો જે રૂઢ અર્થ છે તે વિવેચકોમાં માન્ય નથી. એક સ્પષ્ટ માન્યતા છે કે કાવ્યપંક્તિ કે કાવ્યનું અન્વયાન્તર સંભવિત નથી.
:અન્વયાન્તરનો મૂળ ગ્રીક અર્થ છે. બીજા શબ્દોમાં કહેવું. અર્થનું બીજા શબ્દોમાં પાઠાન્તર કરવું, પાઠભેદ આપવો. અન્વયાન્તર સાથે મૂળને વિસ્તારવાનો અર્થ પણ સંકળાયેલો છે. આમ તો કાવ્યક્ષેત્ર અન્વયાન્તરનો જે રૂઢ અર્થ છે તે વિવેચકોમાં માન્ય નથી. એક સ્પષ્ટ માન્યતા છે કે કાવ્યપંક્તિ કે કાવ્યનું અન્વયાન્તર સંભવિત નથી.
'''Paratactic Sentence પરાવિન્યાસ વાક્ય'''
'''Paratactic Sentence પરાવિન્યાસ વાક્ય'''
વાક્યવિન્યાસને વર્ણવવા માટે વપરાતી સંજ્ઞાઓમાંની મહત્ત્વની બે સંજ્ઞા છે : પરાવિન્યાસ વાક્ય અને ઉપવિન્યાસ વાક્ય (hypotactic sentence). પરાવિન્યાસ વાક્યમાં ‘અને’ ‘અથવા’ જેવાં પદો દ્વારા ઉપવાક્યોને સંયોજવામાં આવે છે. આ વાક્યનું અર્થઘટન પ્રમાણમાં સહેલું છે; જ્યારે ઉપવિન્યાસ-વાક્ય ગૌણતાવાચક સંયોજકો જેવા કે ‘જ્યારે’ જોકે વગેરેનો ઉપયોગ કરે છે. આથી વાક્યનું સ્વરૂપ સંકુલ બને છે. આ વાક્યના અર્થઘટન માટે ઉપવાક્યોની શ્રેણીમાંથી પસાર થવું પડે છે. કાવ્યમાં આ બે પ્રકારની વાક્યરચનાઓ કાવ્યની ભાષાસપાટીને ઓછીવત્તી અપારદર્શક કરવામાં સહાય કરે છે.
:વાક્યવિન્યાસને વર્ણવવા માટે વપરાતી સંજ્ઞાઓમાંની મહત્ત્વની બે સંજ્ઞા છે : પરાવિન્યાસ વાક્ય અને ઉપવિન્યાસ વાક્ય (hypotactic sentence). પરાવિન્યાસ વાક્યમાં ‘અને’ ‘અથવા’ જેવાં પદો દ્વારા ઉપવાક્યોને સંયોજવામાં આવે છે. આ વાક્યનું અર્થઘટન પ્રમાણમાં સહેલું છે; જ્યારે ઉપવિન્યાસ-વાક્ય ગૌણતાવાચક સંયોજકો જેવા કે ‘જ્યારે’ જોકે વગેરેનો ઉપયોગ કરે છે. આથી વાક્યનું સ્વરૂપ સંકુલ બને છે. આ વાક્યના અર્થઘટન માટે ઉપવાક્યોની શ્રેણીમાંથી પસાર થવું પડે છે. કાવ્યમાં આ બે પ્રકારની વાક્યરચનાઓ કાવ્યની ભાષાસપાટીને ઓછીવત્તી અપારદર્શક કરવામાં સહાય કરે છે.
'''Parenthesis નિક્ષિપ્ત શબ્દ'''
'''Parenthesis નિક્ષિપ્ત શબ્દ'''
વાક્યમાં વિશેષ સમજૂતી અથવા પુષ્ટિ માટે વચ્ચે મૂકેલાં શબ્દ કે વાક્ય. આવું વ્યાકરણની દૃષ્ટિએ આવશ્યક હોતું નથી અને તે સામાન્ય રીતે કૌંસમાં કે બે રેખાઓ વચ્ચે મુકાય છે.
:વાક્યમાં વિશેષ સમજૂતી અથવા પુષ્ટિ માટે વચ્ચે મૂકેલાં શબ્દ કે વાક્ય. આવું વ્યાકરણની દૃષ્ટિએ આવશ્યક હોતું નથી અને તે સામાન્ય રીતે કૌંસમાં કે બે રેખાઓ વચ્ચે મુકાય છે.
'''Parlance વાગ્ભેદ'''
'''Parlance વાગ્ભેદ'''
જુદા જુદા પ્રદેશ, વર્ગ, વ્યવસાયની બોલવાની લાક્ષણિક રીત. જેમ કે કાયદાની ભાષા, વિવેચનની ભાષા. વહીવટની ભાષા વગેરે.
:જુદા જુદા પ્રદેશ, વર્ગ, વ્યવસાયની બોલવાની લાક્ષણિક રીત. જેમ કે કાયદાની ભાષા, વિવેચનની ભાષા. વહીવટની ભાષા વગેરે.
'''Parody પ્રતિકૃતિ'''
'''Parody પ્રતિકૃતિ'''
કોઈ એક સાહિત્યકૃતિ, પાત્ર, પ્રસંગ કે વ્યક્તિના અનુકરણરૂપે લખાયેલી કટાક્ષપૂર્ણ કૃતિ. કોઈ પણ સાહિત્યની પ્રતિકૃતિનો લેખક, મૂળ લેખકની ભાષા, વિચારો કે શૈલીનું થોડાક ફેરેફારો સાથે અનુકરણ કરી તેને મૂળકૃતિથી વિપરીત વિષયવસ્તુ સાથે જોડી આપી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત દ્વારા કટાક્ષ નિષ્પન્ન કરે છે.
:કોઈ એક સાહિત્યકૃતિ, પાત્ર, પ્રસંગ કે વ્યક્તિના અનુકરણરૂપે લખાયેલી કટાક્ષપૂર્ણ કૃતિ. કોઈ પણ સાહિત્યની પ્રતિકૃતિનો લેખક, મૂળ લેખકની ભાષા, વિચારો કે શૈલીનું થોડાક ફેરેફારો સાથે અનુકરણ કરી તેને મૂળકૃતિથી વિપરીત વિષયવસ્તુ સાથે જોડી આપી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત દ્વારા કટાક્ષ નિષ્પન્ન કરે છે.
માત્ર હાસ્ય નિપજાવાના હેતુથી લખાયેલી પ્રતિકૃતિ હાસ્ય પ્રતિકૃતિ (Comic Parody) તરીકે અને ગંભીર હેતુઓથી લખાયેલી ગંભીર પ્રતિકૃતિ (Critical Parody) તરીકે ઓળખાય છે.
માત્ર હાસ્ય નિપજાવાના હેતુથી લખાયેલી પ્રતિકૃતિ હાસ્ય પ્રતિકૃતિ (Comic Parody) તરીકે અને ગંભીર હેતુઓથી લખાયેલી ગંભીર પ્રતિકૃતિ (Critical Parody) તરીકે ઓળખાય છે.
જેમ કે, ખબરદારનું ‘કુક્કટ દીક્ષા’.
જેમ કે, ખબરદારનું ‘કુક્કટ દીક્ષા’.
'''Paranomasia : Pun શબ્દરમત : શ્લેષ'''
'''Paranomasia : Pun શબ્દરમત : શ્લેષ'''
હળવા કે ગંભીર પ્રયોજનથી થતી શબ્દરમત. આ પ્રકારની શબ્દરમતો માટે સમાન ઉચ્ચારવાળા પણ જુદા અર્થવાળા શબ્દોનો વિશેષ પ્રમાણમાં વિનિયોગ થાય છે.
:હળવા કે ગંભીર પ્રયોજનથી થતી શબ્દરમત. આ પ્રકારની શબ્દરમતો માટે સમાન ઉચ્ચારવાળા પણ જુદા અર્થવાળા શબ્દોનો વિશેષ પ્રમાણમાં વિનિયોગ થાય છે.
'''Pastiche મિશ્રકૃતિ'''
'''Pastiche મિશ્રકૃતિ'''
અન્ય કૃતિઓનો વસ્તુ, સ્વરૂપ, શૈલી વગેરેના મિશ્રણ દ્વારા લખાયેલી અનુકૃતિ.
:અન્ય કૃતિઓનો વસ્તુ, સ્વરૂપ, શૈલી વગેરેના મિશ્રણ દ્વારા લખાયેલી અનુકૃતિ.
જુઓ : Collage, Parody.
:જુઓ : Collage, Parody.
'''Pastoral ગોપવિષયક'''
'''Pastoral ગોપવિષયક'''
સાહિત્યિક અભિવ્યક્તિની આ એક તરેહ છે, જે મુખ્યત્વે મધ્યકાલીન કવિતામાં યુરોપ તેમ જ એશિયામાં વિશેષ પ્રમાણમાં નિરૂપાઈ. ગોપસમાજને અનુલક્ષીને સાહિત્યસર્જન કરવાની લોકસાહિત્યની એક પ્રણાલીનું પણ અભિવ્યક્તિની આ તરેહમાં અનુસંધાન જોવા મળે છે. ગ્રામજીવનનું આલેખન કરતી અનેક સાહિત્યકૃતિઓ વિવિધ સાહિત્યપ્રકારો દ્વારા આ તરેહ અપનાવે છે.
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક તરેહ છે, જે મુખ્યત્વે મધ્યકાલીન કવિતામાં યુરોપ તેમ જ એશિયામાં વિશેષ પ્રમાણમાં નિરૂપાઈ. ગોપસમાજને અનુલક્ષીને સાહિત્યસર્જન કરવાની લોકસાહિત્યની એક પ્રણાલીનું પણ અભિવ્યક્તિની આ તરેહમાં અનુસંધાન જોવા મળે છે. ગ્રામજીવનનું આલેખન કરતી અનેક સાહિત્યકૃતિઓ વિવિધ સાહિત્યપ્રકારો દ્વારા આ તરેહ અપનાવે છે.
ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા સૌપ્રથમ વાર નોંધપાત્ર રીતે પ્રયોજાયેલી આ તરેહ ઊર્મિકવિતાનું નોંધપાત્ર લક્ષણ છે.
:ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા સૌપ્રથમ વાર નોંધપાત્ર રીતે પ્રયોજાયેલી આ તરેહ ઊર્મિકવિતાનું નોંધપાત્ર લક્ષણ છે.
જેમ કે નયન હ. દેસાઈની ગઝલમાં આ તરેહનો વિનિયોગ થયો છે :
:જેમ કે નયન હ. દેસાઈની ગઝલમાં આ તરેહનો વિનિયોગ થયો છે :
‘મા મને ગમતું નથી આ ગામમાં
{{Block center|'''<poem>‘મા મને ગમતું નથી આ ગામમાં
હાલ બચકું બાંધ આયર સાંભરે.’
હાલ બચકું બાંધ આયર સાંભરે.’</poem>'''}}
'''Pataphysics નત્વવિચાર'''
'''Pataphysics નત્વવિચાર'''
કાલ્પનિક ઉકેલોના વિજ્ઞાન તરીકે ઓળખાતી તત્ત્વવિચારવિષયક આ વ્યવસ્થા આલ્ફ્રેડ જેરી (Alfred Jarry) દ્વારા હયાતીમાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી આલ્ફ્રેડ જેરીના પ્રશંસક જૂથે એક સંસ્થા સ્થાપી જેના સભ્યો તરીકે યુજિન આયનેસ્કો, રેમોં કિવનો (Raymond Queneau), બોરિસ વિર્યાં (Boris Vian), ઝાક પ્રિવે Jacques Prevet) ઝયાં દુબુફે (Jean Dubuffet) વગેરે હતા. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે તર્ક અને ગાંભીર્યના પ્રદેશમાં નત્ત્વવિચાર એ મુખ્યત્વે અનર્થતા અને અતંત્રતાનું મુક્તિદાતા આક્રમણ છે. દાદાવાદે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આવું જ કાર્ય બજાવેલું.
:કાલ્પનિક ઉકેલોના વિજ્ઞાન તરીકે ઓળખાતી તત્ત્વવિચારવિષયક આ વ્યવસ્થા આલ્ફ્રેડ જેરી (Alfred Jarry) દ્વારા હયાતીમાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી આલ્ફ્રેડ જેરીના પ્રશંસક જૂથે એક સંસ્થા સ્થાપી જેના સભ્યો તરીકે યુજિન આયનેસ્કો, રેમોં કિવનો (Raymond Queneau), બોરિસ વિર્યાં (Boris Vian), ઝાક પ્રિવે Jacques Prevet) ઝયાં દુબુફે (Jean Dubuffet) વગેરે હતા. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે તર્ક અને ગાંભીર્યના પ્રદેશમાં નત્ત્વવિચાર એ મુખ્યત્વે અનર્થતા અને અતંત્રતાનું મુક્તિદાતા આક્રમણ છે. દાદાવાદે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આવું જ કાર્ય બજાવેલું.
'''Pathetic Fallacy ઊર્મિમય ભાવાભાસ'''
'''Pathetic Fallacy ઊર્મિમય ભાવાભાસ'''
જોન રસ્કિન દ્વારા પ્રસ્થાપિત કરાયેલી આ સંજ્ઞા સર્જકમાં પડેલી નિર્જીવ વસ્તુઓમાં માનવભાવોનું નિરૂપણ કરવાની વૃત્તિનું સૂચન કરે છે. ઊર્મિના તીવ્ર આવેગની પળે સર્જક આ રીતે બાહ્ય પદાર્થોને સજીવો તરીકે જુએ છે. રસ્કિન કવિઓના બે પ્રકારો રજૂ કરે છે :
:જોન રસ્કિન દ્વારા પ્રસ્થાપિત કરાયેલી આ સંજ્ઞા સર્જકમાં પડેલી નિર્જીવ વસ્તુઓમાં માનવભાવોનું નિરૂપણ કરવાની વૃત્તિનું સૂચન કરે છે. ઊર્મિના તીવ્ર આવેગની પળે સર્જક આ રીતે બાહ્ય પદાર્થોને સજીવો તરીકે જુએ છે. રસ્કિન કવિઓના બે પ્રકારો રજૂ કરે છે :
સર્જક કવિ (Creative Poet) અને પ્રેરિત કવિ (Inspired Poet) બીજા પ્રકારના કવિઓમાં ઊર્મિમય ભાવાભાસનો દોષ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એમ રસ્કિન માને છે. વડર્‌ઝવર્થ, કિટ્‌સ, ટેનિસન આદિને તે બીજા પ્રકારના અને શેક્સપિયર, હોમર, દાન્તેને પ્રથમ પ્રકારના કવિ તરીકે મૂલવે છે.
:સર્જક કવિ (Creative Poet) અને પ્રેરિત કવિ (Inspired Poet) બીજા પ્રકારના કવિઓમાં ઊર્મિમય ભાવાભાસનો દોષ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એમ રસ્કિન માને છે. વડર્‌ઝવર્થ, કિટ્‌સ, ટેનિસન આદિને તે બીજા પ્રકારના અને શેક્સપિયર, હોમર, દાન્તેને પ્રથમ પ્રકારના કવિ તરીકે મૂલવે છે.
'''Pathos કારુણ્ય'''
'''Pathos કારુણ્ય'''
ચોક્કસ પ્રકારની સાહિત્યકૃતિ દ્વારા ભાવકના ચિત્તમાં જાગતી દયા, સહાનુભૂતિ અને ગંભીરતાની મિશ્ર લાગણી,
:ચોક્કસ પ્રકારની સાહિત્યકૃતિ દ્વારા ભાવકના ચિત્તમાં જાગતી દયા, સહાનુભૂતિ અને ગંભીરતાની મિશ્ર લાગણી,
જુઓ : Pathetic Fallacy, Bathos, Empathy.
:જુઓ : Pathetic Fallacy, Bathos, Empathy.
'''Patronage આશ્રય'''
'''Patronage આશ્રય'''
જૂના સમયમાં કવિઓ, ચિત્રકારોને અપાતા રાજ્યાશ્રયની વિભાવના અત્યારના સમયમાં સર્જકોના રાજ્ય દ્વારા સાહિત્યિક સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા કરાતા સન્માનના અર્થમાં રૂપાંતરિત થઈ છે. રાજા ભોજ દ્વારા કવિ કાલિદાસને અપાયેલો આશ્રય નોબલ પારિતોષિક દ્વારા સન્માનિત નવલકથાકાર માર્કવેઝને મળેલા આશ્રયથી દેખીતી રીતે ભિન્ન છે.
:જૂના સમયમાં કવિઓ, ચિત્રકારોને અપાતા રાજ્યાશ્રયની વિભાવના અત્યારના સમયમાં સર્જકોના રાજ્ય દ્વારા સાહિત્યિક સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા કરાતા સન્માનના અર્થમાં રૂપાંતરિત થઈ છે. રાજા ભોજ દ્વારા કવિ કાલિદાસને અપાયેલો આશ્રય નોબલ પારિતોષિક દ્વારા સન્માનિત નવલકથાકાર માર્કવેઝને મળેલા આશ્રયથી દેખીતી રીતે ભિન્ન છે.
'''Pattern તરેહ'''
'''Pattern તરેહ'''
કોઈ વ્યવસ્થાને સુસંગત અને લાક્ષણિક આકાર આપતું વૃત્તિઓ અને ગુણધર્મનું સંયોજન. સાહિત્યમાં ધ્વનિઓ અને શબ્દોનાં આંદોલનો દ્વારા અભિવ્યક્ત થતા પદ્ય-સ્વરૂપનો આ સત્તા નિર્દેશ કરે છે.
:કોઈ વ્યવસ્થાને સુસંગત અને લાક્ષણિક આકાર આપતું વૃત્તિઓ અને ગુણધર્મનું સંયોજન. સાહિત્યમાં ધ્વનિઓ અને શબ્દોનાં આંદોલનો દ્વારા અભિવ્યક્ત થતા પદ્ય-સ્વરૂપનો આ સત્તા નિર્દેશ કરે છે.
'''Pedantry પાંડિત્યાભાસ'''
'''Pedantry પાંડિત્યાભાસ'''
જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની વૃત્તિ. વધુ પડતાં અવતરણો, ઉલ્લેખ તથા અલ્પ પરિચિત ઉદાહરણોના ભારણવાળું લખાણ રજૂ કરવાનું વલણ. ગુણવત્તાની દૃષ્ટિએ સામાન્ય પણ જ્ઞાનપ્રદ હોવાનો આભાસ રચતું આ પ્રકારનું લખાણ પાંડિત્યાભાસી લેખન (Pedantic writing) તરીકે ઓળખાય છે.
:જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની વૃત્તિ. વધુ પડતાં અવતરણો, ઉલ્લેખ તથા અલ્પ પરિચિત ઉદાહરણોના ભારણવાળું લખાણ રજૂ કરવાનું વલણ. ગુણવત્તાની દૃષ્ટિએ સામાન્ય પણ જ્ઞાનપ્રદ હોવાનો આભાસ રચતું આ પ્રકારનું લખાણ પાંડિત્યાભાસી લેખન (Pedantic writing) તરીકે ઓળખાય છે.
'''Performance ભાષા-પ્રયોગ'''
'''Performance ભાષા-પ્રયોગ'''
ભાષાવિજ્ઞાની ચૉમ્સ્કીના મતે ભાષકનું ભાષા-સામર્થ્ય (Competence) એટલે એક પ્રકારની સર્જનક્ષમ શક્તિ. ભાષકના ચિત્તમાં રહેલું ભાષાવિષયક નિયમતંત્ર એટલે ભાષા-સામર્થ્ય અને આ નિયમતંત્ર અનુસાર પ્રયોજાતી પ્રત્યક્ષ ભાષાને ચૉમ્સ્કી ભાષા-પ્રયોગ કહે છે. ચૉમ્સ્કીના મતે ભાષા-સામર્થ્યના સ્તરે પ્રગટ થતી સર્જકતા નિયમવર્તી હોય છે, જ્યારે ભાષા પ્રયોગના સ્તરે પ્રગટ થતી સર્જકતા નિયમ અતિવર્તી હોય છે. સાહિત્ય-સર્જનમાં વ્યાકરણના નિયમથી વિચલિત થઈને ભાષાપ્રવૃત્તિ થતી જેવા મળે છે તે ભાષા-પ્રયોગની નિયમ-અતિવર્તી સર્જકતાને આભારી છે.
:ભાષાવિજ્ઞાની ચૉમ્સ્કીના મતે ભાષકનું ભાષા-સામર્થ્ય (Competence) એટલે એક પ્રકારની સર્જનક્ષમ શક્તિ. ભાષકના ચિત્તમાં રહેલું ભાષાવિષયક નિયમતંત્ર એટલે ભાષા-સામર્થ્ય અને આ નિયમતંત્ર અનુસાર પ્રયોજાતી પ્રત્યક્ષ ભાષાને ચૉમ્સ્કી ભાષા-પ્રયોગ કહે છે. ચૉમ્સ્કીના મતે ભાષા-સામર્થ્યના સ્તરે પ્રગટ થતી સર્જકતા નિયમવર્તી હોય છે, જ્યારે ભાષા પ્રયોગના સ્તરે પ્રગટ થતી સર્જકતા નિયમ અતિવર્તી હોય છે. સાહિત્ય-સર્જનમાં વ્યાકરણના નિયમથી વિચલિત થઈને ભાષાપ્રવૃત્તિ થતી જેવા મળે છે તે ભાષા-પ્રયોગની નિયમ-અતિવર્તી સર્જકતાને આભારી છે.
'''Periodical, Literary સાહિત્યિક સામયિક'''
'''Periodical, Literary સાહિત્યિક સામયિક'''
સાહિત્યિક કૃતિઓ, લેખોનું નિયમિત પ્રકાશન કરતું સામયિક. સાહિત્યના સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરવાની કામગીરી ઉપરાંત નવા સર્જકોને આરંભિક તખ્તો પૂરો પાડવાનું કાર્ય પણ આ પ્રકારનાં સામયિકો કરે છે. આ સામયિકોમાં વિવેચન લેખો, આસ્વાદો, સમીક્ષાઓ તથા સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે.
:સાહિત્યિક કૃતિઓ, લેખોનું નિયમિત પ્રકાશન કરતું સામયિક. સાહિત્યના સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરવાની કામગીરી ઉપરાંત નવા સર્જકોને આરંભિક તખ્તો પૂરો પાડવાનું કાર્ય પણ આ પ્રકારનાં સામયિકો કરે છે. આ સામયિકોમાં વિવેચન લેખો, આસ્વાદો, સમીક્ષાઓ તથા સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે.
'''Period Novel યુગનવલ'''
'''Period Novel યુગનવલ'''
કોઈ એક ચોક્કસ ઐતિહાસિક યુગના સમયગાળાની ભૂમિકા સાથે લખાયેલી નવલકથા.
:કોઈ એક ચોક્કસ ઐતિહાસિક યુગના સમયગાળાની ભૂમિકા સાથે લખાયેલી નવલકથા.
જેમ કે, મુનશીકૃત કથાત્રયી—‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતના નાથ” ‘રાજાધિરાજ’.
:જેમ કે, મુનશીકૃત કથાત્રયી—‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતના નાથ” ‘રાજાધિરાજ’.
'''Peripeteia અપેક્ષાવિપર્યય'''
'''Peripeteia અપેક્ષાવિપર્યય'''
ખાસ કરીને નાટ્યકૃતિમાં સારીમાંથી નરસી સ્થિતિમાં ઓચિંતુ થતું પરિવર્તન આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ પરિવર્તન અસાવધપણે નાયકે કરેલા કાર્યના પરિણામરૂપ અનપેક્ષિત આવી પડતી આપત્તિ હોય છે. ઍરિસ્ટોટલે નાટકના સંકુલ કાર્યના બે આધાર કલ્પ્યા છે. એમાં અભિજ્ઞાન ઉપરાંત અપેક્ષા-વિપર્યય છે.
:ખાસ કરીને નાટ્યકૃતિમાં સારીમાંથી નરસી સ્થિતિમાં ઓચિંતુ થતું પરિવર્તન આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ પરિવર્તન અસાવધપણે નાયકે કરેલા કાર્યના પરિણામરૂપ અનપેક્ષિત આવી પડતી આપત્તિ હોય છે. ઍરિસ્ટોટલે નાટકના સંકુલ કાર્યના બે આધાર કલ્પ્યા છે. એમાં અભિજ્ઞાન ઉપરાંત અપેક્ષા-વિપર્યય છે.
'''Periphrasis વ્યાસશૈલી'''
'''Periphrasis વ્યાસશૈલી'''
કવિ અભીષ્ટાર્થ કે વિવક્ષિતાર્થ સીધી રીતે રજૂ ન કરતાં ફેરવી ફેરવીને રજૂ કરે એ વ્યાસશૈલીનું ઉદાહરણ છે.
:કવિ અભીષ્ટાર્થ કે વિવક્ષિતાર્થ સીધી રીતે રજૂ ન કરતાં ફેરવી ફેરવીને રજૂ કરે એ વ્યાસશૈલીનું ઉદાહરણ છે.
જેમ કે, પિનાકિન ઠાકોરના ‘રસાયણ’ કાવ્યનો પ્રારંભ જુઓ :
:જેમ કે, પિનાકિન ઠાકોરના ‘રસાયણ’ કાવ્યનો પ્રારંભ જુઓ :
“શો આ પ્રચંડ જલનો જબરો જુવાળ!
{{Block center|'''<poem>“શો આ પ્રચંડ જલનો જબરો જુવાળ!
કંઠાર ફોડી સહુ સાંકડી પાળ જાળ
કંઠાર ફોડી સહુ સાંકડી પાળ જાળ
વેગે જતો ધસમસ્યો શું ફલંગ ફાળ
વેગે જતો ધસમસ્યો શું ફલંગ ફાળ
ઘુર્રાટતો ઝૂલવી કેસરી મત્ત યાળ.”
ઘુર્રાટતો ઝૂલવી કેસરી મત્ત યાળ.”</poem>'''}}
'''Personal Essay અંગત નિબંધ'''
'''Personal Essay અંગત નિબંધ'''
જેનો વિષય આત્મકથાત્મક હોય અને સંભાષણપરક રીતે અંગત શૈલીમાં લખાયા હોય તેવા નિબંધો.
:જેનો વિષય આત્મકથાત્મક હોય અને સંભાષણપરક રીતે અંગત શૈલીમાં લખાયા હોય તેવા નિબંધો.
'''Personal Heresy વ્યક્તિગત સંશોધનવિવાદ'''
'''Personal Heresy વ્યક્તિગત સંશોધનવિવાદ'''
વ્યક્તિગત સંશોધનવિવાદમાં બે સાહિત્યકારો કોઈ સત્યશોધ ખાતર જુદા પડવા માટે કઈ રીતે સંમત થાય છે તે દર્શાવતું વિવેચન.
:વ્યક્તિગત સંશોધનવિવાદમાં બે સાહિત્યકારો કોઈ સત્યશોધ ખાતર જુદા પડવા માટે કઈ રીતે સંમત થાય છે તે દર્શાવતું વિવેચન.
'''Personality વ્યક્તિત્વ'''
'''Personality વ્યક્તિત્વ'''
કૃતિમાં પ્રતિબિંબિત થતી સર્જકના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનું જીવનકથાત્મક વિવેચનનું વલણ છે. સર્જકનું વ્યક્તિત્વ આ સંદર્ભે વિવેચનમાં પ્રસ્તુત બને છે.
:કૃતિમાં પ્રતિબિંબિત થતી સર્જકના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનું જીવનકથાત્મક વિવેચનનું વલણ છે. સર્જકનું વ્યક્તિત્વ આ સંદર્ભે વિવેચનમાં પ્રસ્તુત બને છે.
'''Personification સજીવારોપણ'''
'''Personification સજીવારોપણ'''
કવિતામાં અત્યંત પ્રચલિત અલંકાર. કૃતિમાં નિર્જીવ પદાર્થ કે અમૂર્ત વિચારોને જીવંત પાત્ર તરીકે નિરૂપવામાં આવે અથવા તેમાં જીવંત પાત્રની લાક્ષણિકતાનું આરોપણ કરવામાં આવે ત્યારે આ અલંકારનો ઉપયોગ થયો ગણાય.
:કવિતામાં અત્યંત પ્રચલિત અલંકાર. કૃતિમાં નિર્જીવ પદાર્થ કે અમૂર્ત વિચારોને જીવંત પાત્ર તરીકે નિરૂપવામાં આવે અથવા તેમાં જીવંત પાત્રની લાક્ષણિકતાનું આરોપણ કરવામાં આવે ત્યારે આ અલંકારનો ઉપયોગ થયો ગણાય.
જેમકે : ‘બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો’ (ચંદ્રકાન્ત શેઠ)
:જેમકે :  
{{Block center|'''<poem>‘બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો’ (ચંદ્રકાન્ત શેઠ)
‘શહેરી થાંભલાઓ સાંભળે છે’
‘શહેરી થાંભલાઓ સાંભળે છે’
અતિ ઝાંખા ધૂમાડાના અવાજો’ (મનહર મોદી)
અતિ ઝાંખા ધૂમાડાના અવાજો’ (મનહર મોદી)</poem>'''}}
'''Perspective પરિપ્રેક્ષ્ય'''
'''Perspective પરિપ્રેક્ષ્ય'''
મૂળ લેટિન ભાષામાં આ સંજ્ઞા આંતરદૃષ્ટિના અર્થમાં પ્રયોજાય છે. સાહિત્યના વિશેષ સંદર્ભમાં તે લેખકની કૃતિ અથવા સમગ્ર સાહિત્યસર્જનના અનુસંધાનમાં વ્યક્ત થતી દૃષ્ટિ, દર્શનના અર્થમાં ઉપયોગમાં લેવાય છે લેખકના પરિપ્રેક્ષ્ય (Perspective)ની અભિવ્યક્તિ કૃતિમાં નિરૂપાતી ક્રિયા (Action), વિચારો (Ideas) તેમ જ પાત્રાલેખન (Characterisation) દ્વારા થાય છે.
:મૂળ લેટિન ભાષામાં આ સંજ્ઞા આંતરદૃષ્ટિના અર્થમાં પ્રયોજાય છે. સાહિત્યના વિશેષ સંદર્ભમાં તે લેખકની કૃતિ અથવા સમગ્ર સાહિત્યસર્જનના અનુસંધાનમાં વ્યક્ત થતી દૃષ્ટિ, દર્શનના અર્થમાં ઉપયોગમાં લેવાય છે લેખકના પરિપ્રેક્ષ્ય (Perspective)ની અભિવ્યક્તિ કૃતિમાં નિરૂપાતી ક્રિયા (Action), વિચારો (Ideas) તેમ જ પાત્રાલેખન (Characterisation) દ્વારા થાય છે.
'''Petitio Principi પુનરુક્તિ દોષ'''
'''Petitio Principi પુનરુક્તિ દોષ'''
એક જ વાક્ય, વિચાર કે ક્રિયાનું એક જ કૃતિમાં અકારણ થતું પુનરાવર્તન રસક્ષતિનું કારણ બને છે. તેથી તે પુનરુક્તિ દોષ તરીકે ઓળખાય છે.
:એક જ વાક્ય, વિચાર કે ક્રિયાનું એક જ કૃતિમાં અકારણ થતું પુનરાવર્તન રસક્ષતિનું કારણ બને છે. તેથી તે પુનરુક્તિ દોષ તરીકે ઓળખાય છે.
'''Phenomenology પ્રતિભાસમીમાંસા'''
'''Phenomenology પ્રતિભાસમીમાંસા'''
ઇન્દ્રિય સંસ્કારોમાં પ્રતિબિંબિત થતી અને દૃશ્યમાન થતી ઘટનાઓની પાછળ જે શરત રહેલી છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પ્રતિભાસમીમાંસા એ તત્ત્વજ્ઞાનનો આધુનિક સંપ્રદાય છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જર્મન તત્ત્વજ્ઞાની હૂસેર્લ દ્વારા આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો, મૅર્લોપૉન્તી, માર્ટીં હાઈડેગર જેવા વિચારકો દ્વારા આ વાદનો વિકાસ થયો. ૧૯૩૦માં પૉલીશ વિદ્વાન રોર્માં ઈન્ગાર્દને પ્રાતિભાષિક દૃષ્ટિબિંદુનો વિનિયોગ સાહિત્યના અનુભવને અભિવ્યક્ત કરવા માટે કર્યો. વુલ્ફગેન્ગ આય્‌ઝરનું ભાવક-પ્રતિભાવ વિવેચન (Reader-Response criticism) રૉબર્ટ જાઉસ(Jauss)નો ભાવન-સિદ્ધાંત (Reception Theory) વગેરે આ અભિગમ દ્વારા જ પ્રેરિત છે.
ઇન્દ્રિય સંસ્કારોમાં પ્રતિબિંબિત થતી અને દૃશ્યમાન થતી ઘટનાઓની પાછળ જે શરત રહેલી છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પ્રતિભાસમીમાંસા એ તત્ત્વજ્ઞાનનો આધુનિક સંપ્રદાય છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જર્મન તત્ત્વજ્ઞાની હૂસેર્લ દ્વારા આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો, મૅર્લોપૉન્તી, માર્ટીં હાઈડેગર જેવા વિચારકો દ્વારા આ વાદનો વિકાસ થયો. ૧૯૩૦માં પૉલીશ વિદ્વાન રોર્માં ઈન્ગાર્દને પ્રાતિભાષિક દૃષ્ટિબિંદુનો વિનિયોગ સાહિત્યના અનુભવને અભિવ્યક્ત કરવા માટે કર્યો. વુલ્ફગેન્ગ આય્‌ઝરનું ભાવક-પ્રતિભાવ વિવેચન (Reader-Response criticism) રૉબર્ટ જાઉસ(Jauss)નો ભાવન-સિદ્ધાંત (Reception Theory) વગેરે આ અભિગમ દ્વારા જ પ્રેરિત છે.
'''Phenomenon પ્રતિભાસ'''
'''Phenomenon પ્રતિભાસ'''
ચિત્ત અને ઇન્દ્રિયો દ્વારા સંવેદિત વસ્તુના બાહ્ય સ્વરૂપ સાથે સંકળાયેલી હકીકત, નિરીક્ષણ કે અનુભવ દ્વારા જ્ઞાત વસ્તુ, કોઈ વિરલ નોંધપાત્ર હકીકત કે ઘટના.
:ચિત્ત અને ઇન્દ્રિયો દ્વારા સંવેદિત વસ્તુના બાહ્ય સ્વરૂપ સાથે સંકળાયેલી હકીકત, નિરીક્ષણ કે અનુભવ દ્વારા જ્ઞાત વસ્તુ, કોઈ વિરલ નોંધપાત્ર હકીકત કે ઘટના.
જુઓ : Phenomenology.
:જુઓ : Phenomenology.
'''Philistinism ફિલિસ્ટિન વૃત્તિ'''
'''Philistinism ફિલિસ્ટિન વૃત્તિ'''
મેથ્યુ આર્નલ્ડે પ્રચલિત કરેલી સંજ્ઞા. તદ્દન સામાન્ય વિચારરુચિમાં સંતોષ ધરાવતો અને સંસ્કૃતિ તેમ જ સૌંન્દર્યનિષ્ઠ અભિરુચિ પરત્વે ઉપેક્ષા બતાવતો અભિગમ.
:મેથ્યુ આર્નલ્ડે પ્રચલિત કરેલી સંજ્ઞા. તદ્દન સામાન્ય વિચારરુચિમાં સંતોષ ધરાવતો અને સંસ્કૃતિ તેમ જ સૌંન્દર્યનિષ્ઠ અભિરુચિ પરત્વે ઉપેક્ષા બતાવતો અભિગમ.
'''Philology ભાષાશાસ્ત્ર'''
'''Philology ભાષાશાસ્ત્ર'''
તુલનાત્મક અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાન માટેની પરંપરિત સંજ્ઞા. ખાસ કરીને સાહિત્ય અને લિખિત દસ્તાવેજોના અભ્યાસ પર આધારિત તુલનાત્મક ભાષા-વૈજ્ઞાનિક સંશોધનો માટે આ સંજ્ઞા પ્રેયોજાય છે. આધુનિક ભાષાવિજ્ઞાનનાં મૂળ ૧૯મી સદીના ભાષાશાસ્ત્રીઓના કાર્યમાં છે.
:તુલનાત્મક અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાન માટેની પરંપરિત સંજ્ઞા. ખાસ કરીને સાહિત્ય અને લિખિત દસ્તાવેજોના અભ્યાસ પર આધારિત તુલનાત્મક ભાષા-વૈજ્ઞાનિક સંશોધનો માટે આ સંજ્ઞા પ્રેયોજાય છે. આધુનિક ભાષાવિજ્ઞાનનાં મૂળ ૧૯મી સદીના ભાષાશાસ્ત્રીઓના કાર્યમાં છે.
'''Philosophy તત્ત્વજ્ઞાન'''
'''Philosophy તત્ત્વજ્ઞાન'''
વાસ્તવના મૂળભૂત અને સામાન્ય સિદ્ધાંતોનું અભ્યાસ કરતું શાસ્ત્ર. આધુનિક યુગમાં ‘તત્ત્વજ્ઞાન’ સંજ્ઞા બૃહદ સંદર્ભમાં પ્રયોજાય છે. જેમ કે, ‘સાહિત્યનું તત્ત્વજ્ઞાન’, ‘વિજ્ઞાનનું તત્ત્વજ્ઞાન’.
:વાસ્તવના મૂળભૂત અને સામાન્ય સિદ્ધાંતોનું અભ્યાસ કરતું શાસ્ત્ર. આધુનિક યુગમાં ‘તત્ત્વજ્ઞાન’ સંજ્ઞા બૃહદ સંદર્ભમાં પ્રયોજાય છે. જેમ કે, ‘સાહિત્યનું તત્ત્વજ્ઞાન’, ‘વિજ્ઞાનનું તત્ત્વજ્ઞાન’.
'''Phoneme ધ્વનિઘટક'''
'''Phoneme ધ્વનિઘટક'''
ધ્વન્યાત્મક સાદૃશ્ય ધરાવતા ધ્વનિઓ(ઉપધ્વનિઘટકો)નો એવો સમૂહ જે બે ઉક્તિઓ વચ્ચેના અર્થભેદો સંકેતિત કરે છે. ધ્વનિઘટકને અમૂર્ત વાસ્તવ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મૂર્ત ધ્વનિસ્વરૂપગત (Phonological) પરિસ્થિતિમાં (જેમ કે શબ્દો/વાક્યો) માત્ર એના ભેદો (Variants) જ કાર્ય કરે છે, જે ઉપધ્વનિઘટકો (Allophones) તરીકે ઓળખાય છે.
:ધ્વન્યાત્મક સાદૃશ્ય ધરાવતા ધ્વનિઓ(ઉપધ્વનિઘટકો)નો એવો સમૂહ જે બે ઉક્તિઓ વચ્ચેના અર્થભેદો સંકેતિત કરે છે. ધ્વનિઘટકને અમૂર્ત વાસ્તવ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મૂર્ત ધ્વનિસ્વરૂપગત (Phonological) પરિસ્થિતિમાં (જેમ કે શબ્દો/વાક્યો) માત્ર એના ભેદો (Variants) જ કાર્ય કરે છે, જે ઉપધ્વનિઘટકો (Allophones) તરીકે ઓળખાય છે.
'''Phonetics ધ્વનિવિજ્ઞાન'''
'''Phonetics ધ્વનિવિજ્ઞાન'''
જુઓ : Phonology.
:જુઓ : Phonology.
'''Phonocentrism ધ્વનિકેન્દ્રિતા'''
'''Phonocentrism ધ્વનિકેન્દ્રિતા'''
જુઓ : Deconstruction.
:જુઓ : Deconstruction.
'''Phonology ધ્વનિઘટક વિજ્ઞાન, ધ્વનિસ્વરૂપવિજ્ઞાન'''
'''Phonology ધ્વનિઘટક વિજ્ઞાન, ધ્વનિસ્વરૂપવિજ્ઞાન'''
કોઈ એક ચોક્કસ ભાષાના ધ્વનિઓ, તેમની વચ્ચેના સંબંધો અને ભાષાકીય શ્રેણીઓમાં તેમની સંયોજાત્મક શક્યતાઓ (Combinatory Possibilities)નો અભ્યાસ કરતી ભાષાવિજ્ઞાનની શાખા.
:કોઈ એક ચોક્કસ ભાષાના ધ્વનિઓ, તેમની વચ્ચેના સંબંધો અને ભાષાકીય શ્રેણીઓમાં તેમની સંયોજાત્મક શક્યતાઓ (Combinatory Possibilities)નો અભ્યાસ કરતી ભાષાવિજ્ઞાનની શાખા.
ધ્વનિવિજ્ઞાન (Phonetics) અને ધ્વનિઘટકવિજ્ઞાન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે ધ્વનિવિજ્ઞાન ભાષાના ધ્વનિઓનું વર્ણન અને વર્ગીકરણ કરે છે, જ્યારે ધ્વનિઘટકવિજ્ઞાન આ વર્ણન વર્ગીકરણને કોઈ એક ચોક્કસ ભાષાની ધ્વનિવ્યવસ્થા વર્ણવવા માટે પ્રયોજે છે અને એ દ્વારા ધ્વનિપ્રક્રિયા સમજાવે છે. ધ્વનિઘટકવિજ્ઞાન મુખ્ય બે સિદ્ધાંતો સાથે કામ પાડે છે : બધી જ ભાષાઓને લાગુ પાડી શકાય એવા સિદ્ધાંતોની શોધ કરવી અને ભાષાવિશેષમાં પ્રર્વતતી ધ્વનિતરેહનું યોગ્ય વર્ણન આપવું.
ધ્વનિવિજ્ઞાન (Phonetics) અને ધ્વનિઘટકવિજ્ઞાન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે ધ્વનિવિજ્ઞાન ભાષાના ધ્વનિઓનું વર્ણન અને વર્ગીકરણ કરે છે, જ્યારે ધ્વનિઘટકવિજ્ઞાન આ વર્ણન વર્ગીકરણને કોઈ એક ચોક્કસ ભાષાની ધ્વનિવ્યવસ્થા વર્ણવવા માટે પ્રયોજે છે અને એ દ્વારા ધ્વનિપ્રક્રિયા સમજાવે છે. ધ્વનિઘટકવિજ્ઞાન મુખ્ય બે સિદ્ધાંતો સાથે કામ પાડે છે : બધી જ ભાષાઓને લાગુ પાડી શકાય એવા સિદ્ધાંતોની શોધ કરવી અને ભાષાવિશેષમાં પ્રર્વતતી ધ્વનિતરેહનું યોગ્ય વર્ણન આપવું.
આધુનિક ધ્વનિઘટકવિજ્ઞાન સંસર્જનાત્મક ધ્વનિઘટકવિજ્ઞાન (Generative phonology) તરીકે ઓળખાય છે. રોમન યાકોબ્સન, મૉરસ હેલ અને નૉમ ચૉમ્સ્કી એના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:આધુનિક ધ્વનિઘટકવિજ્ઞાન સંસર્જનાત્મક ધ્વનિઘટકવિજ્ઞાન (Generative phonology) તરીકે ઓળખાય છે. રોમન યાકોબ્સન, મૉરસ હેલ અને નૉમ ચૉમ્સ્કી એના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''Phonostylistics ધ્વનિશૈલી વિજ્ઞાન'''
'''Phonostylistics ધ્વનિશૈલી વિજ્ઞાન'''
ભાષાધ્વનિના અભિવ્યક્તિ કાર્યના અભ્યાસને લક્ષ્ય કરતી શૈલીવિજ્ઞાનની શાખાને ધ્વનિશૈલીવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે.
:ભાષાધ્વનિના અભિવ્યક્તિ કાર્યના અભ્યાસને લક્ષ્ય કરતી શૈલીવિજ્ઞાનની શાખાને ધ્વનિશૈલીવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે.
'''Picaresque Novel ધૂર્તભ્રમણકથા'''
'''Picaresque Novel ધૂર્તભ્રમણકથા'''
કોઈ એક સિદ્ધાંતહીન, શઠ વ્યક્તિને નાયક તરીકે રજૂ કરી તેની જીવનકથા નિરૂપતી નવલકથા. આ પ્રકારની નવલકથાના કથાનાયકને અનેક માલિકોના સેવક તરીકે પણ રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા વિવિધ સ્તરે સમાજનું કટાક્ષયુક્ત ચિત્રણ કરવામાં આવે છે.
:કોઈ એક સિદ્ધાંતહીન, શઠ વ્યક્તિને નાયક તરીકે રજૂ કરી તેની જીવનકથા નિરૂપતી નવલકથા. આ પ્રકારની નવલકથાના કથાનાયકને અનેક માલિકોના સેવક તરીકે પણ રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા વિવિધ સ્તરે સમાજનું કટાક્ષયુક્ત ચિત્રણ કરવામાં આવે છે.
૧૬મી સદીના સ્પેનમાં આ નવલકથા-પ્રકાર સૌ પ્રથમ ખેડાયો. અંગ્રેજી સાહિત્યમાં ડિફોની નવલકથા ‘મોલ ફ્લેન્ડર્સ’ આ પ્રકારની કૃતિ છે.
:૧૬મી સદીના સ્પેનમાં આ નવલકથા-પ્રકાર સૌ પ્રથમ ખેડાયો. અંગ્રેજી સાહિત્યમાં ડિફોની નવલકથા ‘મોલ ફ્લેન્ડર્સ’ આ પ્રકારની કૃતિ છે.
'''Picturesqueness ચિત્રાત્મકતા'''
'''Picturesqueness ચિત્રાત્મકતા'''
વાર્તાકલા અને ચિત્રકલાના મૂલ્યાંકન માટે એક કલાની બીજી કલા ઉપરની અસરનો સ્વીકાર થયેલો છે, તે રીતે વાર્તાસાહિત્યની કૃતિઓમાં જોવા મળતાં શબ્દચિત્રોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. ચિત્રાત્મકતા એ વર્ણનકલાનું મહત્ત્વનું લક્ષણ છે.
:વાર્તાકલા અને ચિત્રકલાના મૂલ્યાંકન માટે એક કલાની બીજી કલા ઉપરની અસરનો સ્વીકાર થયેલો છે, તે રીતે વાર્તાસાહિત્યની કૃતિઓમાં જોવા મળતાં શબ્દચિત્રોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. ચિત્રાત્મકતા એ વર્ણનકલાનું મહત્ત્વનું લક્ષણ છે.
'''Pirated edition અનધિકૃત આવૃત્તિ'''
'''Pirated edition અનધિકૃત આવૃત્તિ'''
ગ્રન્થસ્વામીત્વનો ભંગ કરતી બીજાના સાહિત્યગ્રન્થની અનધિકૃત આવૃત્તિ. અન્ય દેશમાંથી તફડાવેલા સાહિત્યની આ પ્રકારે અનધિકૃત આવૃત્તિ થતી હોય છે. આજે પ્રત્યેક અનધિકૃત આવૃત્તિ કોપીરાઈટનો ભંગ કરે છે.
:ગ્રન્થસ્વામીત્વનો ભંગ કરતી બીજાના સાહિત્યગ્રન્થની અનધિકૃત આવૃત્તિ. અન્ય દેશમાંથી તફડાવેલા સાહિત્યની આ પ્રકારે અનધિકૃત આવૃત્તિ થતી હોય છે. આજે પ્રત્યેક અનધિકૃત આવૃત્તિ કોપીરાઈટનો ભંગ કરે છે.
'''Pitch સ્વરારોહ'''
'''Pitch સ્વરારોહ'''
ઉચ્ચારણના ધ્વનિની સપાટીમાં થતી વધઘટ, ધ્વનિ-આંદોલનના આરોહ-અવરોહના ચોક્કસ બિંદુનું સૂચન આ સંજ્ઞા દ્વારા જે-તે સ્વરરચના કે છંદના સંદર્ભમાં સાપેક્ષ રીતે થાય છે. વાચિક અભિનયની એક લાક્ષણિકતા સૂચવવા પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
:ઉચ્ચારણના ધ્વનિની સપાટીમાં થતી વધઘટ, ધ્વનિ-આંદોલનના આરોહ-અવરોહના ચોક્કસ બિંદુનું સૂચન આ સંજ્ઞા દ્વારા જે-તે સ્વરરચના કે છંદના સંદર્ભમાં સાપેક્ષ રીતે થાય છે. વાચિક અભિનયની એક લાક્ષણિકતા સૂચવવા પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
'''Plagiarism સાહિત્યચોરી'''
'''Plagiarism સાહિત્યચોરી'''
સભાનપણે અને અનધિકૃત રીતે અન્ય લેખકના વિચારો કે એની ભાષાને પોતાને નામે ચઢાવી દેનાર લેખકની પ્રવૃત્તિને સાહિત્યચોરી કહેવાય છે. શબ્દાન્તરથી માંડીને સીધેસીધી ઉઠાંતરી પર્યંતની સાહિત્યચોરીની વિવિધ શક્યતાઓ છે.
:સભાનપણે અને અનધિકૃત રીતે અન્ય લેખકના વિચારો કે એની ભાષાને પોતાને નામે ચઢાવી દેનાર લેખકની પ્રવૃત્તિને સાહિત્યચોરી કહેવાય છે. શબ્દાન્તરથી માંડીને સીધેસીધી ઉઠાંતરી પર્યંતની સાહિત્યચોરીની વિવિધ શક્યતાઓ છે.
'''Play નાટ્યકૃતિ'''
'''Play નાટ્યકૃતિ'''
રંગભૂમિ ઉપર રજૂ કરવાના હેતુથી લખાયેલી નાટ્યાત્મક સાહિત્યકૃતિ.
:રંગભૂમિ ઉપર રજૂ કરવાના હેતુથી લખાયેલી નાટ્યાત્મક સાહિત્યકૃતિ.
જુઓ : Drama
:જુઓ : Drama
'''Play Within Play ગર્ભનાટક'''
'''Play Within Play ગર્ભનાટક'''
મુખ્ય નાટકના એક અંશ તરીકે રજૂ થતું નાનું નાટક, જે મુખ્ય નાટકના વસ્તુ સાથે સીધો યા આડકતરો સંબંધ ધરાવતું હોય. જેમ કે શેક્સપિયરનાં ‘હેમ્લેટ’, ‘મેઝર ફોર મેઝર’, તથા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં આવતાં ગર્ભनાટકો.
:મુખ્ય નાટકના એક અંશ તરીકે રજૂ થતું નાનું નાટક, જે મુખ્ય નાટકના વસ્તુ સાથે સીધો યા આડકતરો સંબંધ ધરાવતું હોય. જેમ કે શેક્સપિયરનાં ‘હેમ્લેટ’, ‘મેઝર ફોર મેઝર’, તથા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં આવતાં ગર્ભनાટકો.
'''Plot વસ્તુસંકલના, કથાનક'''
'''Plot વસ્તુસંકલના, કથાનક'''
ઈ. એમ. ફોસ્ટર ‘આસ્પેક્ટસ ઓવ ધ નૉવેલ’માં વસ્તુસંકલનાની સમજૂતી આ રીતે આપે છે : ‘વાર્તા એ સમયાનુક્રમે ગોઠવેલા પ્રસંગોનું નિરૂપણ છે.. વસ્તુસંકલના (plot) પણ પ્રસંગોનું નિરૂપણ જ છે, પરંતુ અહીં કાર્યકારણ ઉપર વિશેષ ભાર મુકાય છે. રાજા મત્યુ પામ્યો અને પછી રાણી મૃત્યુ પામી એ વાર્તા છે. રાજા મૃત્યુ પામ્યો અને શોકને લીધે રાણીનું અવસાન થયું એ વસ્તુસંકલના છે.”
:ઈ. એમ. ફોસ્ટર ‘આસ્પેક્ટસ ઓવ ધ નૉવેલ’માં વસ્તુસંકલનાની સમજૂતી આ રીતે આપે છે : ‘વાર્તા એ સમયાનુક્રમે ગોઠવેલા પ્રસંગોનું નિરૂપણ છે.. વસ્તુસંકલના (plot) પણ પ્રસંગોનું નિરૂપણ જ છે, પરંતુ અહીં કાર્યકારણ ઉપર વિશેષ ભાર મુકાય છે. રાજા મત્યુ પામ્યો અને પછી રાણી મૃત્યુ પામી એ વાર્તા છે. રાજા મૃત્યુ પામ્યો અને શોકને લીધે રાણીનું અવસાન થયું એ વસ્તુસંકલના છે.”
વસ્તુસંકલનાનાં ત્રણ મુખ્ય ઘટકતત્ત્વો છે : આરંભ (Beginning), મધ્ય (Middle) અને અંત (End). વાર્તા કે નવલકથાના સ્વરૂપની ચર્ચામાં વસ્તુસંકલના સૌથી મહત્ત્વના લક્ષણ તરીકે આગળ આવે છે.
વસ્તુસંકલનાનાં ત્રણ મુખ્ય ઘટકતત્ત્વો છે : આરંભ (Beginning), મધ્ય (Middle) અને અંત (End). વાર્તા કે નવલકથાના સ્વરૂપની ચર્ચામાં વસ્તુસંકલના સૌથી મહત્ત્વના લક્ષણ તરીકે આગળ આવે છે.
'''Plurisignation બહુસંકેતીકરણ'''
'''Plurisignation બહુસંકેતીકરણ'''
વિલ્યમ એમ્પસને બહુઅર્થતા માટે ‘સંદિગ્ધતા’ની સંજ્ઞા આપેલી, પણ આ સંજ્ઞા શંકા અને સંભ્રમ સાથે સંકળાયેલી હોવાથી એની પસંદગી કેટલાકને નહોતી રુચિ. ફિલિપ વ્હીલરાય્‌ટે આથી અર્થની સમૃદ્ધિને ચીંધી શકે એવી કોઈ વિધેયાત્મક સંજ્ઞાની શોધમાં આ બહુસંકેતીકરણનો પ્રસ્તાવ કર્યો છે.
:વિલ્યમ એમ્પસને બહુઅર્થતા માટે ‘સંદિગ્ધતા’ની સંજ્ઞા આપેલી, પણ આ સંજ્ઞા શંકા અને સંભ્રમ સાથે સંકળાયેલી હોવાથી એની પસંદગી કેટલાકને નહોતી રુચિ. ફિલિપ વ્હીલરાય્‌ટે આથી અર્થની સમૃદ્ધિને ચીંધી શકે એવી કોઈ વિધેયાત્મક સંજ્ઞાની શોધમાં આ બહુસંકેતીકરણનો પ્રસ્તાવ કર્યો છે.
'''Poem કાવ્ય'''
'''Poem કાવ્ય'''
લાક્ષણિક કે લયાત્મક શબ્દવિન્યાસો દ્વારા વિચારભાવ કે ઘટનાને વ્યક્ત કરતી પ્રાસયુક્ત કે પ્રાસહીન મુખ્યત્વે છાંદસ રચના.
:લાક્ષણિક કે લયાત્મક શબ્દવિન્યાસો દ્વારા વિચારભાવ કે ઘટનાને વ્યક્ત કરતી પ્રાસયુક્ત કે પ્રાસહીન મુખ્યત્વે છાંદસ રચના.
'''Poetester ઉપકવિ, પદ્યકાર'''
'''Poetester ઉપકવિ, પદ્યકાર'''
ઘણી ઓછી પ્રતિભાવાળો કવિ. આ કવિ કાં તો અનુકરણ કરે છે યા તો નર્યું નિર્જીવ પદ્ય લખે છે.
:ઘણી ઓછી પ્રતિભાવાળો કવિ. આ કવિ કાં તો અનુકરણ કરે છે યા તો નર્યું નિર્જીવ પદ્ય લખે છે.
'''Poetic Closure કાવ્ય-ઉપસંહાર'''
'''Poetic Closure કાવ્ય-ઉપસંહાર'''
કાવ્યના ઉપસંહારને અભિલક્ષિત કરતા ગુણધર્મો અને કાવ્યના અંતની રીતિ સાથે સંકળાયેલા સિદ્ધાંત. કાવ્યનો ઉપસંહાર ભાવક-ચિત્ત પર કેવી અસર પાડે છે તે આ સિદ્ધાંતનો મુખ્ય તપાસ-વિષય છે.
:કાવ્યના ઉપસંહારને અભિલક્ષિત કરતા ગુણધર્મો અને કાવ્યના અંતની રીતિ સાથે સંકળાયેલા સિદ્ધાંત. કાવ્યનો ઉપસંહાર ભાવક-ચિત્ત પર કેવી અસર પાડે છે તે આ સિદ્ધાંતનો મુખ્ય તપાસ-વિષય છે.
'''Poetic Competence કાવ્ય-સામર્થ્ય'''
'''Poetic Competence કાવ્ય-સામર્થ્ય'''
જુઓ : Competence
:જુઓ : Competence
'''Poetic Diction કાવ્યપદાવલિ'''
'''Poetic Diction કાવ્યપદાવલિ'''
જુઓ : Diction,
:જુઓ : Diction,
'''Poetic Drama કાવ્યનाटક'''
'''Poetic Drama કાવ્યનाटક'''
જુઓ : Dramatic poetry.
:જુઓ : Dramatic poetry.
'''Poetic Justice કવિન્યાય'''
'''Poetic Justice કવિન્યાય'''
ટૉમસ રાઈમર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સત્‌નો વિજય અને અસત્‌નો પરાજય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે.
:ટૉમસ રાઈમર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સત્‌નો વિજય અને અસત્‌નો પરાજય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે.
જેમ કે, ‘સરસ્વતીચંદ્ર’માં દર્શાવાયેલું પ્રમાદધનનું મૃત્યુ.
:જેમ કે, ‘સરસ્વતીચંદ્ર’માં દર્શાવાયેલું પ્રમાદધનનું મૃત્યુ.
'''Poetic Language કાવ્યભાષા'''
'''Poetic Language કાવ્યભાષા'''
સામાન્ય ભાષાનો ‘અતિચાર’ કે તેનું વિચલન એ કાવ્યભાષાનું મુખ્ય લક્ષણ છે. કાવ્યની અને તેથી સાહિત્યની અને વિજ્ઞાનની ભાષા વચ્ચે મહત્ત્વનો ભેદ એ અધિભાષા અને કાવ્યભાષાનો છે. અધિભાષા (Metalanguage) અને કાવ્યભાષા વચ્ચેનું અંતર મુખ્યત્વે છે. ‘સંહિતા’ અને સંદેશનું અંતર છે. સામાન્ય ભાષાના સંદર્ભમાં અધિભાષા ‘સંહિતા-સાપેક્ષ’ હોય છે જ્યારે કાવ્યભાષા સંદેશ-સાપેક્ષ હોય છે. કાવ્યનો વિશિષ્ટ અર્થ હકીકતે ‘સંદેશ’ની આંતરિક સંરચનાનું પરિણામ છે. કાવ્યભાષા સાહિત્યવિચારનું મુખ્ય અધ્યયનક્ષેત્ર છે.
:સામાન્ય ભાષાનો ‘અતિચાર’ કે તેનું વિચલન એ કાવ્યભાષાનું મુખ્ય લક્ષણ છે. કાવ્યની અને તેથી સાહિત્યની અને વિજ્ઞાનની ભાષા વચ્ચે મહત્ત્વનો ભેદ એ અધિભાષા અને કાવ્યભાષાનો છે. અધિભાષા (Metalanguage) અને કાવ્યભાષા વચ્ચેનું અંતર મુખ્યત્વે છે. ‘સંહિતા’ અને સંદેશનું અંતર છે. સામાન્ય ભાષાના સંદર્ભમાં અધિભાષા ‘સંહિતા-સાપેક્ષ’ હોય છે જ્યારે કાવ્યભાષા સંદેશ-સાપેક્ષ હોય છે. કાવ્યનો વિશિષ્ટ અર્થ હકીકતે ‘સંદેશ’ની આંતરિક સંરચનાનું પરિણામ છે. કાવ્યભાષા સાહિત્યવિચારનું મુખ્ય અધ્યયનક્ષેત્ર છે.
'''Poetic Licence કવિસ્વાતંત્ર્ય'''
'''Poetic Licence કવિસ્વાતંત્ર્ય'''
કલાકૃતિમાં ભાષા, વ્યાકરણ તથા વસ્તુના થતા વિનિયોગ સંદર્ભે સર્જકને પ્રદાન થતી સ્વતંત્રતા. કલાત્મક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતિની ભાષા, વ્યાકરણ, વસ્તુ વગેરે પાસાંઓને સામાન્યતઃ અસ્વીકૃત પદ્ધતિએ વિનિયોગ કરવાનું આ વલણ અને તે માટે સર્જકને અપાતી છૂટછાટ સાહિત્યસર્જનનાં પરંપરાગત લક્ષણો છે. સ્થલ-દોષ, કાલ-દોષનો કવિ-સ્વાતંત્ર્યના આ સિદ્ધાન્ત મુજબ સ્વીકાર કરવામાં આવે છે.
:કલાકૃતિમાં ભાષા, વ્યાકરણ તથા વસ્તુના થતા વિનિયોગ સંદર્ભે સર્જકને પ્રદાન થતી સ્વતંત્રતા. કલાત્મક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતિની ભાષા, વ્યાકરણ, વસ્તુ વગેરે પાસાંઓને સામાન્યતઃ અસ્વીકૃત પદ્ધતિએ વિનિયોગ કરવાનું આ વલણ અને તે માટે સર્જકને અપાતી છૂટછાટ સાહિત્યસર્જનનાં પરંપરાગત લક્ષણો છે. સ્થલ-દોષ, કાલ-દોષનો કવિ-સ્વાતંત્ર્યના આ સિદ્ધાન્ત મુજબ સ્વીકાર કરવામાં આવે છે.
'''Poetic Madness સર્જનઉન્માદ'''
'''Poetic Madness સર્જનઉન્માદ'''
સર્જક અભિવ્યક્તિ સાથે કલ્પના(Imagination)નો સંબંધ એક ભૂમિકાએ સર્જક અને ઉન્મત્ત વ્યક્તિ(Madman)ની સરખામણી કરવા વિચારકોને પ્રેરે છે. સોક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ આ માન્યતાનો સૈદ્ધાન્તિક સ્વીકાર કરે છે. ‘The wound and the Bow’ નામના નિબંધમાં એડમન્ડ વિલ્સન આ સિદ્ધાન્તનો વિગતે વિચાર કરે છે. અહીં Wound-ઘા-સર્જક ચિત્તની ઉન્મત્તાવસ્થાનું અને Bow–ધનુષ્ય કલાનું સૂચન કરે છે. આ સિદ્ધાન્ત અનુસાર સાહિત્યકૃતિ એ સર્જકપક્ષે ચિત્તશુદ્ધિ(Catharsis)નું કાર્ય કરે છે. ટૉમસ મૅન, કેનિથ બર્ક વગેરે વિવેચકો આ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. કલાવાદી વિવેચનાનું પ્રતિપાદન કરતા વિચારકો—જેવા કે ક્રોંચે, આઈ. એ. રિચડર્‌ઝ—આ સિદ્ધાન્તનો વિરોધ કરે છે. તેમના મત પ્રમાણે સર્જક એ સામાન્ય મનુષ્યથી ઓછો સ્વસ્થ નહીં, બલ્કે તેનાથી વધુ સ્વસ્થ હોય છે.
:સર્જક અભિવ્યક્તિ સાથે કલ્પના(Imagination)નો સંબંધ એક ભૂમિકાએ સર્જક અને ઉન્મત્ત વ્યક્તિ(Madman)ની સરખામણી કરવા વિચારકોને પ્રેરે છે. સોક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ આ માન્યતાનો સૈદ્ધાન્તિક સ્વીકાર કરે છે. ‘The wound and the Bow’ નામના નિબંધમાં એડમન્ડ વિલ્સન આ સિદ્ધાન્તનો વિગતે વિચાર કરે છે. અહીં Wound-ઘા-સર્જક ચિત્તની ઉન્મત્તાવસ્થાનું અને Bow–ધનુષ્ય કલાનું સૂચન કરે છે. આ સિદ્ધાન્ત અનુસાર સાહિત્યકૃતિ એ સર્જકપક્ષે ચિત્તશુદ્ધિ(Catharsis)નું કાર્ય કરે છે. ટૉમસ મૅન, કેનિથ બર્ક વગેરે વિવેચકો આ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. કલાવાદી વિવેચનાનું પ્રતિપાદન કરતા વિચારકો—જેવા કે ક્રોંચે, આઈ. એ. રિચડર્‌ઝ—આ સિદ્ધાન્તનો વિરોધ કરે છે. તેમના મત પ્રમાણે સર્જક એ સામાન્ય મનુષ્યથી ઓછો સ્વસ્થ નહીં, બલ્કે તેનાથી વધુ સ્વસ્થ હોય છે.
'''Poetic prose કાવ્યપરક ગદ્ય, રાગયુક્ત ગદ્ય'''
'''Poetic prose કાવ્યપરક ગદ્ય, રાગયુક્ત ગદ્ય'''
ઘણી કાવ્યપ્રવિધિઓનો વિનિયોગ કરતું અલંકૃત અને પરિષ્કૃત ગદ્ય. સ્વર-વ્યંજનસંકલનાથી નીપજેલી લયની વિવિધ તરેહો સહિતનું તેમ જ કલ્પન-પ્રતીકાદિ સામગ્રીની રમણીય સંદિગ્ધતા સહિતનું, લઘુકૃતિઓમાં કે પ્રલંબ-કૃતિઓના નાના પરિચ્છેદોમાં પ્રયોજાતું આ ગદ્ય ‘ભાવાત્મક તાપમાન’ ઊભું કરવાના ઉપાદાન રૂપ હોય છે.
:ઘણી કાવ્યપ્રવિધિઓનો વિનિયોગ કરતું અલંકૃત અને પરિષ્કૃત ગદ્ય. સ્વર-વ્યંજનસંકલનાથી નીપજેલી લયની વિવિધ તરેહો સહિતનું તેમ જ કલ્પન-પ્રતીકાદિ સામગ્રીની રમણીય સંદિગ્ધતા સહિતનું, લઘુકૃતિઓમાં કે પ્રલંબ-કૃતિઓના નાના પરિચ્છેદોમાં પ્રયોજાતું આ ગદ્ય ‘ભાવાત્મક તાપમાન’ ઊભું કરવાના ઉપાદાન રૂપ હોય છે.
જેમ કે, મુકુન્દ પરીખની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’ના અનેક ગદ્યખંડો,
:જેમ કે, મુકુન્દ પરીખની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’ના અનેક ગદ્યખંડો,
'''Poetics કાવ્યવિજ્ઞાન'''
'''Poetics કાવ્યવિજ્ઞાન'''
સાહિત્યનો સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર. સાહિત્યશાસ્ત્રનું કાર્ય સાહિત્યની પ્રકૃતિની વ્યાખ્યા આપવાનું, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોમાં રહેલાં સર્વવ્યાપક તત્ત્વોની શોધ કરી તેમની તારવણી કરવાનું છે. સાહિત્ય-કૃતિ અન્ય લખાણોથી કઈ રીતે જુદી પડે છે અને કઈ શરતો નીચે કોઈ પણ સર્જનાત્મક લખાણ સાહિત્ય બને છે તેનું સૈદ્ધાંતિક વર્ણન કરવાનું તેમજ તેનું નિયમતંત્ર સ્પષ્ટ કરવાનું’ છે. ‘કાવ્યશાસ્ત્ર’ (poetics) એ ઍરિસ્ટોટલ દ્વારા રચાયેલો અને આ વિષયનો વૈજ્ઞાનિક કહી શકાય તેવો ગ્રંથ છે. કાવ્યવિજ્ઞાનમાં માન્યતાઓના ભેદને કારણે અનેક અભિગમો જન્મ્યા છે. આધુનિક કાવ્યવિચારમાં ભાષાવૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, સમાજવૈજ્ઞાનિક વગેરે અભિગમો જાણીતાં છે.
:સાહિત્યનો સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર. સાહિત્યશાસ્ત્રનું કાર્ય સાહિત્યની પ્રકૃતિની વ્યાખ્યા આપવાનું, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોમાં રહેલાં સર્વવ્યાપક તત્ત્વોની શોધ કરી તેમની તારવણી કરવાનું છે. સાહિત્ય-કૃતિ અન્ય લખાણોથી કઈ રીતે જુદી પડે છે અને કઈ શરતો નીચે કોઈ પણ સર્જનાત્મક લખાણ સાહિત્ય બને છે તેનું સૈદ્ધાંતિક વર્ણન કરવાનું તેમજ તેનું નિયમતંત્ર સ્પષ્ટ કરવાનું’ છે. ‘કાવ્યશાસ્ત્ર’ (poetics) એ ઍરિસ્ટોટલ દ્વારા રચાયેલો અને આ વિષયનો વૈજ્ઞાનિક કહી શકાય તેવો ગ્રંથ છે. કાવ્યવિજ્ઞાનમાં માન્યતાઓના ભેદને કારણે અનેક અભિગમો જન્મ્યા છે. આધુનિક કાવ્યવિચારમાં ભાષાવૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, સમાજવૈજ્ઞાનિક વગેરે અભિગમો જાણીતાં છે.
'''Poetism કાવ્યવાદ'''
'''Poetism કાવ્યવાદ'''
માકર્‌સવાદી સિદ્ધાન્તકાર કરીલ તીગે (Karel Teige) આ વાદનો પુરસ્કાર કર્યો. એમના આ વાદ મુજબ કવિએ શહેરીજીવનના ઇન્દ્રિયજન્ય આનંદોને અને શહેરીજીવનના નવા યાંત્રિક અનુભવોને નિરૂપ્યા. આ વાદે શ્લેષમાં વ્યક્ત થયેલા કા�વ્યશબ્દનો અને અન્ય શબ્દરમતોનો પણ સ્વીકાર કરેલો. દાદાવાદ અને ઇટાલિયન ભવિષ્યવાદથી પ્રભાવિત આ વાદ છેવટે ઝેક પરાવાસ્તવવાદમાં ભળી ગયો.
:માકર્‌સવાદી સિદ્ધાન્તકાર કરીલ તીગે (Karel Teige) આ વાદનો પુરસ્કાર કર્યો. એમના આ વાદ મુજબ કવિએ શહેરીજીવનના ઇન્દ્રિયજન્ય આનંદોને અને શહેરીજીવનના નવા યાંત્રિક અનુભવોને નિરૂપ્યા. આ વાદે શ્લેષમાં વ્યક્ત થયેલા કા�વ્યશબ્દનો અને અન્ય શબ્દરમતોનો પણ સ્વીકાર કરેલો. દાદાવાદ અને ઇટાલિયન ભવિષ્યવાદથી પ્રભાવિત આ વાદ છેવટે ઝેક પરાવાસ્તવવાદમાં ભળી ગયો.
'''Poet Laureate રાજ-કવિ'''
'''Poet Laureate રાજ-કવિ'''
જુઓ : Laureate,
:જુઓ : Laureate,
'''Poet Maudit અભિશપ્ત કવિ'''
'''Poet Maudit અભિશપ્ત કવિ'''
આ ફ્રેન્ચ સંજ્ઞા છે. ‘અભિશપ્ત કવિ’ સમાજથી દેશવટો પામ્યો હોય એવી અને પોતાને પ્રાપ્ત થયેલી સર્જકપ્રતિભા વરદાન નહિ, પણ અભિશાપ છે એવી લાગણી ધરાવતો હોય છે.
:આ ફ્રેન્ચ સંજ્ઞા છે. ‘અભિશપ્ત કવિ’ સમાજથી દેશવટો પામ્યો હોય એવી અને પોતાને પ્રાપ્ત થયેલી સર્જકપ્રતિભા વરદાન નહિ, પણ અભિશાપ છે એવી લાગણી ધરાવતો હોય છે.
'''Poetry કવિતા'''
'''Poetry કવિતા'''
નરસિંહરાવે ‘કાવ્યની શરીરઘટના’ લેખમાં સ્પષ્ટ કરતાં કહ્યું છે કે કવિતા એટલે poetry, કવિત્વ પ્રવૃત્તિ અને કાવ્ય એટલે વિશિષ્ટ છૂટક કવિત્વરચના, કવિત્વકૃતિ (Poem)
:નરસિંહરાવે ‘કાવ્યની શરીરઘટના’ લેખમાં સ્પષ્ટ કરતાં કહ્યું છે કે કવિતા એટલે poetry, કવિત્વ પ્રવૃત્તિ અને કાવ્ય એટલે વિશિષ્ટ છૂટક કવિત્વરચના, કવિત્વકૃતિ (Poem)
'''Poetry Reading કાવ્યપઠન'''
'''Poetry Reading કાવ્યપઠન'''
કવિ અથવા કલાકાર દ્વારા કાવ્યનું વિધિસરનું પઠન. કવિ સંમેલનો, કાવ્ય-શિબિરો વગેરે કાર્યક્રમોમાં આ પ્રકારનું પઠન થતું હોય છે. કાવ્યપઠનના કાર્યક્રમો રેડિયો, ટેલિવિઝન દ્વારા પણ રજૂ થાય છે. ઉર્દૂ સાહિત્યની મુશાયરાની પરંપરાનું પણ આ સંજ્ઞા દ્વારા સૂચન થઈ શકે છે.
:કવિ અથવા કલાકાર દ્વારા કાવ્યનું વિધિસરનું પઠન. કવિ સંમેલનો, કાવ્ય-શિબિરો વગેરે કાર્યક્રમોમાં આ પ્રકારનું પઠન થતું હોય છે. કાવ્યપઠનના કાર્યક્રમો રેડિયો, ટેલિવિઝન દ્વારા પણ રજૂ થાય છે. ઉર્દૂ સાહિત્યની મુશાયરાની પરંપરાનું પણ આ સંજ્ઞા દ્વારા સૂચન થઈ શકે છે.
'''Point of view દૃષ્ટિબિંદુ'''
'''Point of view દૃષ્ટિબિંદુ'''
કર્તાના કૃતિ પરત્વેના નિશ્ચિત વલણને સૂચવતું દૃષ્ટિબિંદુ. સાહિત્યકૃતિના સંદર્ભમાં ત્રણ પ્રકારના દૃષ્ટિબિંદુઓ હોય છે : ૧. ભૌતિક (Physical), ૨. માનસિક (Mental), ૩. અંગત (Personal). ભૌતિક દૃષ્ટિબિંદુમાં સર્જક કૃતિની સામગ્રીને સ્થળ (Space) અને કાળ(Time)ના સંદર્ભમાં કઈ રીતે મૂલવે છે તેનું સૂચન છે. માનસિક દૃષ્ટિકોણમાં કૃતિના વસ્તુ તરફ સર્જકની લાગણીઓ તથા તેના અભિગમોનો સંકેત મળે છે. અંગત દૃષ્ટિકોણમાં કૃતિની રજૂઆતની પદ્ધતિનું સૂચન છે—જેમ કે પ્રથમ પુરુષમાં લખાતી કૃતિ કે ત્રીજા પુરુષમાં લખાતી કૃતિ. કેટલીક કૃતિઓમાં કથાનો સૂત્રધાર કૃતિનું દૃષ્ટિબિંદુ રજૂ કરતો હોય છે. આ સંજ્ઞા મુખ્યત્વે કથા સાહિત્યના સંદર્ભમાં પ્રયોજાય છે.
:કર્તાના કૃતિ પરત્વેના નિશ્ચિત વલણને સૂચવતું દૃષ્ટિબિંદુ. સાહિત્યકૃતિના સંદર્ભમાં ત્રણ પ્રકારના દૃષ્ટિબિંદુઓ હોય છે : ૧. ભૌતિક (Physical), ૨. માનસિક (Mental), ૩. અંગત (Personal). ભૌતિક દૃષ્ટિબિંદુમાં સર્જક કૃતિની સામગ્રીને સ્થળ (Space) અને કાળ(Time)ના સંદર્ભમાં કઈ રીતે મૂલવે છે તેનું સૂચન છે. માનસિક દૃષ્ટિકોણમાં કૃતિના વસ્તુ તરફ સર્જકની લાગણીઓ તથા તેના અભિગમોનો સંકેત મળે છે. અંગત દૃષ્ટિકોણમાં કૃતિની રજૂઆતની પદ્ધતિનું સૂચન છે—જેમ કે પ્રથમ પુરુષમાં લખાતી કૃતિ કે ત્રીજા પુરુષમાં લખાતી કૃતિ. કેટલીક કૃતિઓમાં કથાનો સૂત્રધાર કૃતિનું દૃષ્ટિબિંદુ રજૂ કરતો હોય છે. આ સંજ્ઞા મુખ્યત્વે કથા સાહિત્યના સંદર્ભમાં પ્રયોજાય છે.
'''Pornography બીભત્સ સાહિત્ય'''
'''Pornography બીભત્સ સાહિત્ય'''
જાતીય સંબંધોને નિરૂપતું અને સ્વલ્પ કે નહિવત્‌ કલામૂલ્ય ધરાવતું સાહિત્ય. આવા સાહિત્યનો મુખ્ય હેતુ વાચકની જાતિયવૃત્તિને ઉશ્કેરવાનો હોય છે.
:જાતીય સંબંધોને નિરૂપતું અને સ્વલ્પ કે નહિવત્‌ કલામૂલ્ય ધરાવતું સાહિત્ય. આવા સાહિત્યનો મુખ્ય હેતુ વાચકની જાતિયવૃત્તિને ઉશ્કેરવાનો હોય છે.
'''Portrait શબ્દચિત્ર'''
'''Portrait શબ્દચિત્ર'''
આસ્વાદલક્ષી કે સર્જનાત્મક સાહિત્યિક કૃતિમાં મળતું વ્યક્તિવિશેષનું શબ્દચિત્ર. ભાષા દ્વારા વ્યક્તિ કે પાત્રનું ચિત્ર ઉપસાવવાની આ પ્રવિધિનો લલિત નિબંધોમાં વિશેષ વિનિયોગ થયેલો જોવા મળે છે. પેટલીકરકૃત ‘ગ્રામચિત્રો’ તથા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટકૃત ‘નામરૂપ’માં આ પ્રકારનાં શબ્દચિત્ર જોવા મળે છે.
:આસ્વાદલક્ષી કે સર્જનાત્મક સાહિત્યિક કૃતિમાં મળતું વ્યક્તિવિશેષનું શબ્દચિત્ર. ભાષા દ્વારા વ્યક્તિ કે પાત્રનું ચિત્ર ઉપસાવવાની આ પ્રવિધિનો લલિત નિબંધોમાં વિશેષ વિનિયોગ થયેલો જોવા મળે છે. પેટલીકરકૃત ‘ગ્રામચિત્રો’ તથા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટકૃત ‘નામરૂપ’માં આ પ્રકારનાં શબ્દચિત્ર જોવા મળે છે.
'''Positivism પ્રત્યક્ષવાદ'''
'''Positivism પ્રત્યક્ષવાદ'''
અનુભવવાદ અને પ્રતિભાસમીમાંસાનું વૈજ્ઞાનિકતા–અભિમુખ સ્વરૂપ. પ્રત્યક્ષવાદ તથ્યોની સમજૂતી સાથે નહીં પણ તથ્યોના શુદ્ધ વર્ણન સાથે સંકળાયેલો છે. પ્રત્યક્ષવાદ અનેક શાખાઓમાં વહેંચાયેલો છે : કોમ્તે (Comte)નો પ્રશિષ્ટ પ્રત્યક્ષવાદ, માક(Mach)ની અનુભવનિષ્ઠ આલોચના (Empiriocriticism) અને કાર્નેપ વિટ્‌ગન્સ્ટીન વગેરેનો તાર્કિક પ્રત્યક્ષવાદ
:અનુભવવાદ અને પ્રતિભાસમીમાંસાનું વૈજ્ઞાનિકતા–અભિમુખ સ્વરૂપ. પ્રત્યક્ષવાદ તથ્યોની સમજૂતી સાથે નહીં પણ તથ્યોના શુદ્ધ વર્ણન સાથે સંકળાયેલો છે. પ્રત્યક્ષવાદ અનેક શાખાઓમાં વહેંચાયેલો છે : કોમ્તે (Comte)નો પ્રશિષ્ટ પ્રત્યક્ષવાદ, માક(Mach)ની અનુભવનિષ્ઠ આલોચના (Empiriocriticism) અને કાર્નેપ વિટ્‌ગન્સ્ટીન વગેરેનો તાર્કિક પ્રત્યક્ષવાદ
'''Post-modernism અનુ-આધુનિક્તાવાદ'''
'''Post-modernism અનુ-આધુનિક્તાવાદ'''
બીજા વિશ્વયુદ્ધ પછીના સાહિત્ય અને કલાનો નિર્દેશ કરતી સંજ્ઞા. અનુઆધુનિકતાવાદ અત્યંત વિધ્વંસક વિચારસરણી ધરાવે છે. સાહિત્ય અને કળાને લગતા ઘણાખરા પારંપરિક ખ્યાલોનો એમાં ત્યાગ થયો છે. આ વાદના મત મુજબ ઉચ્ચતર ગણાતી કલાકૃતિઓને એક વર્ગે પોતાના હેતુઓ માટે ઊંચી ઠરાવી છે. નીચી કોટિનું લોકભોગ્ય ને હલકું ગણાતું સાહિત્ય એ જ સાચું સાહિત્ય છે. સંસ્કૃતિના અન્ય ક્ષેત્રોની જેમ સાહિત્ય અને કલામાં પણ આ એક આત્મઘાતક આવિષ્કાર હોવાનું કેટલાકને લાગે છે.
:બીજા વિશ્વયુદ્ધ પછીના સાહિત્ય અને કલાનો નિર્દેશ કરતી સંજ્ઞા. અનુઆધુનિકતાવાદ અત્યંત વિધ્વંસક વિચારસરણી ધરાવે છે. સાહિત્ય અને કળાને લગતા ઘણાખરા પારંપરિક ખ્યાલોનો એમાં ત્યાગ થયો છે. આ વાદના મત મુજબ ઉચ્ચતર ગણાતી કલાકૃતિઓને એક વર્ગે પોતાના હેતુઓ માટે ઊંચી ઠરાવી છે. નીચી કોટિનું લોકભોગ્ય ને હલકું ગણાતું સાહિત્ય એ જ સાચું સાહિત્ય છે. સંસ્કૃતિના અન્ય ક્ષેત્રોની જેમ સાહિત્ય અને કલામાં પણ આ એક આત્મઘાતક આવિષ્કાર હોવાનું કેટલાકને લાગે છે.
'''Pot-boiler ઉપાર્જન લેખન'''
'''Pot-boiler ઉપાર્જન લેખન'''
માત્ર અર્થોપાર્જનના હેતુથી જ સર્જાયેલી હોય એવી કલા કે સાહિત્યકૃતિ. આ પ્રકારના લેખક કે કલાકારનું પણ આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે, અઢારમી સદીથી આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. અંગ્રેજી સાહિત્યમાં જૉન્સનની નવલકથા Rasselas (૧૭૫૯) – જે લેખકની માતાના અંતિમ સંસ્કાર કરવા તથા તેનું દેવું પૂરું કરવાના પૈસા કમાવવાના હેતુથી લખાયેલી) —આનું ઉત્તમ ઉદાહરણ છે.
:માત્ર અર્થોપાર્જનના હેતુથી જ સર્જાયેલી હોય એવી કલા કે સાહિત્યકૃતિ. આ પ્રકારના લેખક કે કલાકારનું પણ આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે, અઢારમી સદીથી આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. અંગ્રેજી સાહિત્યમાં જૉન્સનની નવલકથા Rasselas (૧૭૫૯) – જે લેખકની માતાના અંતિમ સંસ્કાર કરવા તથા તેનું દેવું પૂરું કરવાના પૈસા કમાવવાના હેતુથી લખાયેલી) —આનું ઉત્તમ ઉદાહરણ છે.
જુઓ : Hack writing
જુઓ : Hack writing
'''Practical criticism વિનિયુક્ત વિવેચન'''
'''Practical criticism વિનિયુક્ત વિવેચન'''
સાહિત્યકૃતિનો આસ્વાદ કરવો અને તે આસ્વાદનું ભાષાકીય વિધાનોમાં વર્ણન કરવું એ વિનિયુક્ત વિવેચનનું મુખ્ય પ્રયોજન છે. સૈદ્ધાંતિક વિવેચન અને વિનિયુક્ત વિવેચન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે સૈદ્ધાંતિક વિવેચન સાહિત્ય કે સાહિત્યના સ્વરૂપ અંગેનું સૈદ્ધાંતિક માળખું રચવાનો પ્રયાસ કરે છે, જ્યારે વિનિયુક્ત વિવેચન સૈદ્ધાન્તિક ભૂમિકાને આધારે કૃતિનો વ્યક્તિગત અભ્યાસ કરે છે.
:સાહિત્યકૃતિનો આસ્વાદ કરવો અને તે આસ્વાદનું ભાષાકીય વિધાનોમાં વર્ણન કરવું એ વિનિયુક્ત વિવેચનનું મુખ્ય પ્રયોજન છે. સૈદ્ધાંતિક વિવેચન અને વિનિયુક્ત વિવેચન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે સૈદ્ધાંતિક વિવેચન સાહિત્ય કે સાહિત્યના સ્વરૂપ અંગેનું સૈદ્ધાંતિક માળખું રચવાનો પ્રયાસ કરે છે, જ્યારે વિનિયુક્ત વિવેચન સૈદ્ધાન્તિક ભૂમિકાને આધારે કૃતિનો વ્યક્તિગત અભ્યાસ કરે છે.
'''Pragmatics વ્યવહારવિજ્ઞાન'''
'''Pragmatics વ્યવહારવિજ્ઞાન'''
સંકેત અને સંકેત-યોજક (User) વચ્ચેના સંબંધનું અધ્યયન કરતું વિજ્ઞાન
:સંકેત અને સંકેત-યોજક (User) વચ્ચેના સંબંધનું અધ્યયન કરતું વિજ્ઞાન
ચાર્લ્સ મોરિસના જણાવ્યા મુજબ કોઈ પણ સંકેતતંત્રનું ત્રણ પ્રકારે અધ્યયન થઈ શકે : સંકેતોના ગુણધર્મો અને તેમના પરસ્પર સાથેના સંબંધનું અધ્યયન, તે વાક્યવિન્યાસ (Syntactics); સંકેતોના સંકેતિત સાથેના સંબંધનું અધ્યયન તે અર્થવિજ્ઞાન (Semantics); અને સંકેત અને સંકેત-યોજક (User) વચ્ચેના સંબંધનું અધ્યયન તે વ્યવહારવિજ્ઞાન (Pragmatics).
:ચાર્લ્સ મોરિસના જણાવ્યા મુજબ કોઈ પણ સંકેતતંત્રનું ત્રણ પ્રકારે અધ્યયન થઈ શકે : સંકેતોના ગુણધર્મો અને તેમના પરસ્પર સાથેના સંબંધનું અધ્યયન, તે વાક્યવિન્યાસ (Syntactics); સંકેતોના સંકેતિત સાથેના સંબંધનું અધ્યયન તે અર્થવિજ્ઞાન (Semantics); અને સંકેત અને સંકેત-યોજક (User) વચ્ચેના સંબંધનું અધ્યયન તે વ્યવહારવિજ્ઞાન (Pragmatics).
૧૯૭૦માં યેરુસલેમમાં ‘સિમ્પોઝિયમ ઓન પ્રેગ્મેટિક્સ ઑવ નેચરલ લેંગ્વેજિઝ’નું આયોજન થયેલું અને તેના ફળરૂપે ‘વ્યવહારવૈજ્ઞાનિક કાવ્યવિજ્ઞાન’નો જન્મ થયો. આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓનું એવું માનવું છે કે એવી સંખ્યાબંધ સાહિત્યિક ઘટનાઓ છે, જેનું અર્થઘટન ‘સંસર્જનાત્મક વ્યાકરણ’ના સિદ્ધાંત માળખાં અંદર રહીને કરવું શક્ય નથી, પણ વ્યવહારવિજ્ઞાન એ દિશામાં ઘણું મોટું કાર્ય કરી શકે તેમ છે.
:૧૯૭૦માં યેરુસલેમમાં ‘સિમ્પોઝિયમ ઓન પ્રેગ્મેટિક્સ ઑવ નેચરલ લેંગ્વેજિઝ’નું આયોજન થયેલું અને તેના ફળરૂપે ‘વ્યવહારવૈજ્ઞાનિક કાવ્યવિજ્ઞાન’નો જન્મ થયો. આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓનું એવું માનવું છે કે એવી સંખ્યાબંધ સાહિત્યિક ઘટનાઓ છે, જેનું અર્થઘટન ‘સંસર્જનાત્મક વ્યાકરણ’ના સિદ્ધાંત માળખાં અંદર રહીને કરવું શક્ય નથી, પણ વ્યવહારવિજ્ઞાન એ દિશામાં ઘણું મોટું કાર્ય કરી શકે તેમ છે.
પાઠ-ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન, નિરૂપણ-વિજ્ઞાન શૈલીવિજ્ઞાન વગેરેમાં વ્યવહાર વિજ્ઞાનનું મહત્ત્વનું અર્પણ છે. વેન ડિક (Van Dijk) ગ્રીસ (Grice), હેન્ડ્રિક્સ (Hendricks), મેઅરી પ્રાટ (Pratt) વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:પાઠ-ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન, નિરૂપણ-વિજ્ઞાન શૈલીવિજ્ઞાન વગેરેમાં વ્યવહાર વિજ્ઞાનનું મહત્ત્વનું અર્પણ છે. વેન ડિક (Van Dijk) ગ્રીસ (Grice), હેન્ડ્રિક્સ (Hendricks), મેઅરી પ્રાટ (Pratt) વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''Preamble પુરોવચન'''
'''Preamble પુરોવચન'''
જુઓ : Foreward, Prologue, Introduction, Preface
:જુઓ : Foreward, Prologue, Introduction, Preface
'''Preterition અધ્યાહરણ'''
'''Preterition અધ્યાહરણ'''
જુઓ : Paraliepsis.
:જુઓ : Paraliepsis.
'''Primary Source પ્રાથમિક આધાર'''
'''Primary Source પ્રાથમિક આધાર'''
સાહિત્યક્ષેત્રે પ્રમાણભૂત માહિતી ધરાવતી વ્યક્તિને કે પુસ્તકને પ્રાથમિક આધાર કહે છે.
:સાહિત્યક્ષેત્રે પ્રમાણભૂત માહિતી ધરાવતી વ્યક્તિને કે પુસ્તકને પ્રાથમિક આધાર કહે છે.
પ્રાથમિક કે પ્રત્યક્ષ ન હોય તેમ જ મૂળગત ન હોય એને દ્વૈતીયિક (secondary) આધાર કહેવામાં આવે છે.
:પ્રાથમિક કે પ્રત્યક્ષ ન હોય તેમ જ મૂળગત ન હોય એને દ્વૈતીયિક (secondary) આધાર કહેવામાં આવે છે.
ઉમાશંકર જોશી સંપાદિત ‘સર્જકની આંતરકથા’માં સર્જકો વિશેનો પ્રાથમિક આધાર છે, જ્યારે આ જ સર્જકો વિશે અન્ય દ્વારા અન્યત્ર મળતાં રેખાંકનો તે દ્વૈતીયિક આધાર ગણાય.
:ઉમાશંકર જોશી સંપાદિત ‘સર્જકની આંતરકથા’માં સર્જકો વિશેનો પ્રાથમિક આધાર છે, જ્યારે આ જ સર્જકો વિશે અન્ય દ્વારા અન્યત્ર મળતાં રેખાંકનો તે દ્વૈતીયિક આધાર ગણાય.
'''Primitivism આદિમતાવાદ'''
'''Primitivism આદિમતાવાદ'''
સમાજમાં પ્રવર્તમાન ધોરણોથી ઓછા નાગરિક અને ઓછા આધુનિક ધોરણની પસંદગી કરનાર વાદ. આ વાદ પોતાની જીવનશૈલીનું પ્રતિમાન દૂરના ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિનું કે જૂનવાણી ગણાતી સંસ્કૃતિની જીવનશૈલીમાં શોધે છે. મોટા ભાગના દેશોના સાહિત્યમાં આદિમતાવાદી તત્ત્વ જોવા મળે છે.
:સમાજમાં પ્રવર્તમાન ધોરણોથી ઓછા નાગરિક અને ઓછા આધુનિક ધોરણની પસંદગી કરનાર વાદ. આ વાદ પોતાની જીવનશૈલીનું પ્રતિમાન દૂરના ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિનું કે જૂનવાણી ગણાતી સંસ્કૃતિની જીવનશૈલીમાં શોધે છે. મોટા ભાગના દેશોના સાહિત્યમાં આદિમતાવાદી તત્ત્વ જોવા મળે છે.
'''Prochronism કાલવ્યુત્ક્રમ'''
'''Prochronism કાલવ્યુત્ક્રમ'''
જુઓ : Anachornism.
:જુઓ : Anachornism.
'''Problematics સમસ્યાશાસ્ત્ર'''
'''Problematics સમસ્યાશાસ્ત્ર'''
લૂઈ અલ્થુઝર દ્વારા પ્રચલિત સંજ્ઞા. ચોક્કસ પ્રકારની સમસ્યાની સ્થાપના માટે, સમસ્યા અંગે નિર્ણય કરવા માટે કે સમસ્યા અંગેની વિચારણા માટે કોઈ શબ્દ કે સંપ્રત્યયનો વિનિયોગ થઈ શકે એવા સૈદ્ધાંતિક કે વૈચારિક માળખાને (Frame Work) ‘સમસ્યાશાસ્ત્ર’ કહે છે.
:લૂઈ અલ્થુઝર દ્વારા પ્રચલિત સંજ્ઞા. ચોક્કસ પ્રકારની સમસ્યાની સ્થાપના માટે, સમસ્યા અંગે નિર્ણય કરવા માટે કે સમસ્યા અંગેની વિચારણા માટે કોઈ શબ્દ કે સંપ્રત્યયનો વિનિયોગ થઈ શકે એવા સૈદ્ધાંતિક કે વૈચારિક માળખાને (Frame Work) ‘સમસ્યાશાસ્ત્ર’ કહે છે.
'''Problem Play સમસ્યા-નાટ્ય'''
'''Problem Play સમસ્યા-નાટ્ય'''
૧૯મી સદીના ફ્રાન્સમાં આ નાટ્યપ્રકારનો ઉદ્‌ભવ થયો. કોઈ એક ચોક્કસ સામાજિક સમસ્યાનું નિરૂપણ કરી તે અંગે ઉકેલ દર્શાવતું આ પ્રકારનું નાટક પ્રતિપાદન-નાટ્ય (Thesis Play) તરીકે પણ ઓળખાય છે. પ્રચારનાટ્યા (Propaganda Play)ની વિભાવનાનો પણ આ પ્રકારના નાટકમાં સમાવેશ થાય છે. ઇબ્સનનું ‘ડૉલ્ઝ હાઉસ’ આ પ્રકારનું નાટક છે, ઇબ્સન ઉપરાંત ગોલ્સવર્ધી તથા શોએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સમસ્યા નાટ્ય (Problem play)ના એક પ્રકાર તરીકે વિવાદ-નાટ્યો (Discussion plays) પણ અસ્તિત્વમાં આવ્યાં, જેમાં જુદાં જુદાં પાત્રો દ્વારા ભિન્ન દૃષ્ટિબિંદુઓની રજૂઆત કરવાનું વલણ હોય છે. શોનું ‘એપલ કાર્ટ’ આ પ્રકારનું નાટક છે.
:૧૯મી સદીના ફ્રાન્સમાં આ નાટ્યપ્રકારનો ઉદ્‌ભવ થયો. કોઈ એક ચોક્કસ સામાજિક સમસ્યાનું નિરૂપણ કરી તે અંગે ઉકેલ દર્શાવતું આ પ્રકારનું નાટક પ્રતિપાદન-નાટ્ય (Thesis Play) તરીકે પણ ઓળખાય છે. પ્રચારનાટ્યા (Propaganda Play)ની વિભાવનાનો પણ આ પ્રકારના નાટકમાં સમાવેશ થાય છે. ઇબ્સનનું ‘ડૉલ્ઝ હાઉસ’ આ પ્રકારનું નાટક છે, ઇબ્સન ઉપરાંત ગોલ્સવર્ધી તથા શોએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સમસ્યા નાટ્ય (Problem play)ના એક પ્રકાર તરીકે વિવાદ-નાટ્યો (Discussion plays) પણ અસ્તિત્વમાં આવ્યાં, જેમાં જુદાં જુદાં પાત્રો દ્વારા ભિન્ન દૃષ્ટિબિંદુઓની રજૂઆત કરવાનું વલણ હોય છે. શોનું ‘એપલ કાર્ટ’ આ પ્રકારનું નાટક છે.
ગુજરાતી સાહિત્યમાં ‘દર્શક’નાં મોટા ભાગનાં નાટકો ઐતિહાસિક નાટકો હોવાની સાથોસાથ સમસ્યા-નાટ્યો પણ બને છે.
:ગુજરાતી સાહિત્યમાં ‘દર્શક’નાં મોટા ભાગનાં નાટકો ઐતિહાસિક નાટકો હોવાની સાથોસાથ સમસ્યા-નાટ્યો પણ બને છે.
'''Progressivism પ્રગતિવાદ'''
'''Progressivism પ્રગતિવાદ'''
જુઓ : Conservatism.
:જુઓ : Conservatism.
'''Projective Verse પ્રસર કાવ્ય'''
'''Projective Verse પ્રસર કાવ્ય'''
મુક્ત પદ્ય(Free Verse)નો આ એક પ્રકાર છે. કોઈ પણ પ્રકારના છંદનો આધાર લીધા વિના રચાયેલું કાવ્ય. આ પ્રકારના કાવ્યમાં વિરામચિહ્નોનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા કાવ્યને તીવ્ર ગતિ આપવાનો પ્રયત્ન થયો હોય છે. ‘કાવ્યનું સ્વરૂપ એ માત્ર વસ્તુનો પ્રસ્તાર છે’ એવી માન્યતા આ પ્રકારની કાવ્યરચનાના મૂળમાં રહેલી છે.
:મુક્ત પદ્ય(Free Verse)નો આ એક પ્રકાર છે. કોઈ પણ પ્રકારના છંદનો આધાર લીધા વિના રચાયેલું કાવ્ય. આ પ્રકારના કાવ્યમાં વિરામચિહ્નોનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા કાવ્યને તીવ્ર ગતિ આપવાનો પ્રયત્ન થયો હોય છે. ‘કાવ્યનું સ્વરૂપ એ માત્ર વસ્તુનો પ્રસ્તાર છે’ એવી માન્યતા આ પ્રકારની કાવ્યરચનાના મૂળમાં રહેલી છે.
આ કાવ્ય-પ્રકાર અને તેની વિભાવના ૧૯૫૦ની આસપાસ નવ્યવિવેચનના પ્રતિકારરૂપે અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યાં.
:આ કાવ્ય-પ્રકાર અને તેની વિભાવના ૧૯૫૦ની આસપાસ નવ્યવિવેચનના પ્રતિકારરૂપે અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યાં.
'''Prolepsis પૂર્વ ઝબકાર'''
'''Prolepsis પૂર્વ ઝબકાર'''
જુઓ : Flash forward.
:જુઓ : Flash forward.
'''Prologue આમુખ પ્રાક્‌કથન'''
'''Prologue આમુખ પ્રાક્‌કથન'''
મૂળ ગ્રીક અર્થમાં આ સંજ્ઞા કોરસના પ્રવેશ અગાઉ નાટકમાં રજૂ થતી પૂર્વ ભૂમિકા માટે પ્રયોજાતી હતી. હવે કૃતિના આરંભમાં રજૂ થતી પરિચયાત્મક નોંધ માટે તે પ્રયોજવામાં આવે છે.
:મૂળ ગ્રીક અર્થમાં આ સંજ્ઞા કોરસના પ્રવેશ અગાઉ નાટકમાં રજૂ થતી પૂર્વ ભૂમિકા માટે પ્રયોજાતી હતી. હવે કૃતિના આરંભમાં રજૂ થતી પરિચયાત્મક નોંધ માટે તે પ્રયોજવામાં આવે છે.
'''Propaganda પ્રચાર'''
'''Propaganda પ્રચાર'''
સત્તરમી સદીમાં રોમન કૅથલિક ચર્ચ દ્વારા પરદેશમાં ધર્મપ્રચાર માટે સાધુઓની કેળવણી અર્થે રચાયેલી સમિતિ આ સંજ્ઞા દ્વારા ઓળખાતી હતી. સાહિત્યમાં આ સંજ્ઞા રાજકીય, સામાજિક, ધાર્મિક કે નૈતિક વિચારધારાનો પ્રચાર કરતી સાહિત્યકૃતિ કે સાહિત્યિક પ્રવૃત્તિના સંદર્ભમાં પ્રયોજવામાં આવે છે. આમ પ્રચારાત્મક (Propogandistic) નવલકથા કે નાટક કોઈ એક સિદ્ધાંત કે માન્યતાને પ્રચાર કરવાના હેતુથી લખાય છે.
:સત્તરમી સદીમાં રોમન કૅથલિક ચર્ચ દ્વારા પરદેશમાં ધર્મપ્રચાર માટે સાધુઓની કેળવણી અર્થે રચાયેલી સમિતિ આ સંજ્ઞા દ્વારા ઓળખાતી હતી. સાહિત્યમાં આ સંજ્ઞા રાજકીય, સામાજિક, ધાર્મિક કે નૈતિક વિચારધારાનો પ્રચાર કરતી સાહિત્યકૃતિ કે સાહિત્યિક પ્રવૃત્તિના સંદર્ભમાં પ્રયોજવામાં આવે છે. આમ પ્રચારાત્મક (Propogandistic) નવલકથા કે નાટક કોઈ એક સિદ્ધાંત કે માન્યતાને પ્રચાર કરવાના હેતુથી લખાય છે.
'''Prophetic tradition ક્રાન્તપરંપરા'''
'''Prophetic tradition ક્રાન્તપરંપરા'''
કવિ અને પયગંબરને સાથે સાથે સાંકળવાની એક લાંબી પરંપરા છે. બંને દ્રષ્ટા છે, બંને પોતાની બહારથી આવતી પ્રેરણાના વાહકો છે. પયગંબર કવિતાની સઘન ભાષાત્મક તીવ્રતાથી સંદેશ આપે છે. કવિ પણ પયગંબર માફક વૈયક્તિક નિયતિ અને સમસ્ત પ્રવાહની નિયતિના મિલનબિંદુએ પહોંચવા મથે છે. કવિવ્યક્તિનું પ્રજાની નિયતિ સાથેનું આ તાદાત્મ્ય કાવ્યક્ષેત્રે પયગંબરી પરંપરા—ક્રાન્ત પરંપરા—તરીકે ઓળખાય છે.
:કવિ અને પયગંબરને સાથે સાથે સાંકળવાની એક લાંબી પરંપરા છે. બંને દ્રષ્ટા છે, બંને પોતાની બહારથી આવતી પ્રેરણાના વાહકો છે. પયગંબર કવિતાની સઘન ભાષાત્મક તીવ્રતાથી સંદેશ આપે છે. કવિ પણ પયગંબર માફક વૈયક્તિક નિયતિ અને સમસ્ત પ્રવાહની નિયતિના મિલનબિંદુએ પહોંચવા મથે છે. કવિવ્યક્તિનું પ્રજાની નિયતિ સાથેનું આ તાદાત્મ્ય કાવ્યક્ષેત્રે પયગંબરી પરંપરા—ક્રાન્ત પરંપરા—તરીકે ઓળખાય છે.
'''Propriety ઔચિત્ય'''
'''Propriety ઔચિત્ય'''
રૂચિ અને શુદ્ધિનાં ધોરણો સાથેની સંગતતા. ૧૮મી સદીમાં વિષયવસ્તુને ઉચિત એવી શૈલીના અભ્યાસ પરત્વે પશ્ચિમમાં વધુ ધ્યાન અપાતું ત્યારે આ સંગતતાનું મૂલ્યવિશેષ હતું. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ક્ષેમેન્દ્ર દ્વારા કવિતાના પ્રાણપ્રદ ધર્મરૂપે ઔચિત્યની સૈદ્ધાન્તિક રીતે પ્રતિષ્ઠા થવા પામી છે.
:રૂચિ અને શુદ્ધિનાં ધોરણો સાથેની સંગતતા. ૧૮મી સદીમાં વિષયવસ્તુને ઉચિત એવી શૈલીના અભ્યાસ પરત્વે પશ્ચિમમાં વધુ ધ્યાન અપાતું ત્યારે આ સંગતતાનું મૂલ્યવિશેષ હતું. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ક્ષેમેન્દ્ર દ્વારા કવિતાના પ્રાણપ્રદ ધર્મરૂપે ઔચિત્યની સૈદ્ધાન્તિક રીતે પ્રતિષ્ઠા થવા પામી છે.
'''Propulsive theory પ્રેરકતાવાદ'''
'''Propulsive theory પ્રેરકતાવાદ'''
કાવ્યની સર્જનપ્રક્રિયા અંગે ડૉ. ભાયાણીએ બે વાદનો પુરસ્કાર કર્યો છે : પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ (finalist Theory). પ્રેરકતાવાદના મતે કશુંક પૂર્વવતી બળ પાછળથી ધકેલે છે; જ્યારે પ્રયોજનવાદના મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે.
:કાવ્યની સર્જનપ્રક્રિયા અંગે ડૉ. ભાયાણીએ બે વાદનો પુરસ્કાર કર્યો છે : પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ (finalist Theory). પ્રેરકતાવાદના મતે કશુંક પૂર્વવતી બળ પાછળથી ધકેલે છે; જ્યારે પ્રયોજનવાદના મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે.
'''Prose ગદ્ય'''
'''Prose ગદ્ય'''
ભાષાકીય અભિવ્યક્તિનાં જે જે સ્વરૂપોમાં આયોજિત લયનો અભાવ હોય તે બધાં સ્વરૂપો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. કવિતાની ભાષાની અસરવાળું ગદ્ય કાવ્યમય ગદ્ય (Poetic Prose) તરીકે ઓળખાય છે તથા ગદ્યમાં લખાતી કવિતા ગદ્યકવિતા તરીકે ઓળખાય છે. નવલકથા નિબંધ વગેરે મુખ્યત્વે વિચારપ્રધાન અભિવ્યક્તિનાં કલાસ્વરૂપો સામાન્ય રીતે ગદ્યમાં લખાય છે.
:ભાષાકીય અભિવ્યક્તિનાં જે જે સ્વરૂપોમાં આયોજિત લયનો અભાવ હોય તે બધાં સ્વરૂપો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. કવિતાની ભાષાની અસરવાળું ગદ્ય કાવ્યમય ગદ્ય (Poetic Prose) તરીકે ઓળખાય છે તથા ગદ્યમાં લખાતી કવિતા ગદ્યકવિતા તરીકે ઓળખાય છે. નવલકથા નિબંધ વગેરે મુખ્યત્વે વિચારપ્રધાન અભિવ્યક્તિનાં કલાસ્વરૂપો સામાન્ય રીતે ગદ્યમાં લખાય છે.
'''Prose poem ગદ્યકાવ્ય'''
'''Prose poem ગદ્યકાવ્ય'''
ગદ્યને અખત્યાર કરી લખાયેલું કાવ્ય, અલંકાર, પ્રાસ, આંતરપ્રાસ, સ્વરવ્યંજન સંકલના અને ચકિત કરી દેનારાં કલ્પનોનો કદાચિત અહીં આશરો લેવાય છે. બૉદલેરનાં ગદ્યકાવ્યો ઉત્તમ ઉદાહરણો છે. ગુલામમોહમ્મદ શેખના ‘અથવા’ કાવ્યસંગ્રહમાં આ પ્રકારના ઘણા નમૂના છે.
:ગદ્યને અખત્યાર કરી લખાયેલું કાવ્ય, અલંકાર, પ્રાસ, આંતરપ્રાસ, સ્વરવ્યંજન સંકલના અને ચકિત કરી દેનારાં કલ્પનોનો કદાચિત અહીં આશરો લેવાય છે. બૉદલેરનાં ગદ્યકાવ્યો ઉત્તમ ઉદાહરણો છે. ગુલામમોહમ્મદ શેખના ‘અથવા’ કાવ્યસંગ્રહમાં આ પ્રકારના ઘણા નમૂના છે.
'''Prosaism ગદ્યાળુતા'''
'''Prosaism ગદ્યાળુતા'''
ગદ્યાળવી શૈલી કે ગદ્યાળવા લક્ષણ માટે વપરાતી સંજ્ઞા.
:ગદ્યાળવી શૈલી કે ગદ્યાળવા લક્ષણ માટે વપરાતી સંજ્ઞા.
'''Prosody પદ્યરચનાશાસ્ત્ર, છંદોરચનાશાસ્ત્ર'''
'''Prosody પદ્યરચનાશાસ્ત્ર, છંદોરચનાશાસ્ત્ર'''
છંદ, લય, પંક્તિ, પ્રાસ વગેરેને સમાવતા પદ્યકરણના સિદ્ધાંત અને વ્યવહારનો વ્યવસ્થિત અભ્યાસ કરતું શાસ્ત્ર,
:છંદ, લય, પંક્તિ, પ્રાસ વગેરેને સમાવતા પદ્યકરણના સિદ્ધાંત અને વ્યવહારનો વ્યવસ્થિત અભ્યાસ કરતું શાસ્ત્ર,
'''Protagonist નાયક'''
'''Protagonist નાયક'''
નાટક કે નવલકથાનું મુખ્ય પાત્ર,
:નાટક કે નવલકથાનું મુખ્ય પાત્ર,
જુઓ : Hero, Antagonist.
:જુઓ : Hero, Antagonist.
'''Proverb કહેવત'''
'''Proverb કહેવત'''
લોકભાષાનો એક જાણીતો પ્રકાર. કહેવત કોઈ એક માનવસમૂહ કે જાતિના સામૂહિક અનુભવનો બહુસંયોગી (Multivalent) કાવ્યાત્મક સાર છે. એની પ્રકૃતિ યાદૃચ્છિક નહીં, પણ તાર્કિક છે. કહેવત એ ભાષાનો અસાધારણ વિનિયોગ છે. કહેવતોનો ઉપયોગ યોગ્ય પરિસ્થિતિજન્ય સંદર્ભમાં એક ઉકિત તરીકે કે કથા અથવા અન્ય નિરૂપણાત્મક સાહિત્યમાં સંરચનાત્મક ઘટક તરીકે થાય છે.
:લોકભાષાનો એક જાણીતો પ્રકાર. કહેવત કોઈ એક માનવસમૂહ કે જાતિના સામૂહિક અનુભવનો બહુસંયોગી (Multivalent) કાવ્યાત્મક સાર છે. એની પ્રકૃતિ યાદૃચ્છિક નહીં, પણ તાર્કિક છે. કહેવત એ ભાષાનો અસાધારણ વિનિયોગ છે. કહેવતોનો ઉપયોગ યોગ્ય પરિસ્થિતિજન્ય સંદર્ભમાં એક ઉકિત તરીકે કે કથા અથવા અન્ય નિરૂપણાત્મક સાહિત્યમાં સંરચનાત્મક ઘટક તરીકે થાય છે.
'''Pseudonym ઉપનામ, તખલ્લુસ'''
'''Pseudonym ઉપનામ, તખલ્લુસ'''
પોતાના મૂળ નામ ઉપરાંત લેખકે પોતે ધારણ કરેલું અન્ય નામ. જેમ કે, રામનારાયણ પાઠકે ગુજરાતી સાહિત્યમાં વાર્તા, કાવ્ય અને નિબંધનું અનુક્રમે ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ જેવાં ઉપનામોથી સર્જન કર્યું હતું.
:પોતાના મૂળ નામ ઉપરાંત લેખકે પોતે ધારણ કરેલું અન્ય નામ. જેમ કે, રામનારાયણ પાઠકે ગુજરાતી સાહિત્યમાં વાર્તા, કાવ્ય અને નિબંધનું અનુક્રમે ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ જેવાં ઉપનામોથી સર્જન કર્યું હતું.
જુઓ : Allonym અને Nome de plume.
:જુઓ : Allonym અને Nome de plume.
'''Psychedelic મનોશામક'''
'''Psychedelic મનોશામક'''
શાંત અને અક્ષુબ્ધ મનઃસ્થિતિને વર્ણવવા માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. વળી આનંદોત્તેજક ઇન્દ્રિય સંવેદનો અને ઇન્દ્રિયભ્રમો માટે પણ આ સંજ્ઞા પ્રયોજાય છે. મૂર્ચ્છનાની સ્થિતિમાં મૂકતા એલ. એસ. ડી. જેવાં મનોશામક દ્રવ્યો ઘણી વાર વિશેષ પ્રકારના સાહિત્યસર્જનનું કારણ બન્યાં છે જેમ કે, કોલરિજનું ‘કુબ્લાખાન’.
:શાંત અને અક્ષુબ્ધ મનઃસ્થિતિને વર્ણવવા માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. વળી આનંદોત્તેજક ઇન્દ્રિય સંવેદનો અને ઇન્દ્રિયભ્રમો માટે પણ આ સંજ્ઞા પ્રયોજાય છે. મૂર્ચ્છનાની સ્થિતિમાં મૂકતા એલ. એસ. ડી. જેવાં મનોશામક દ્રવ્યો ઘણી વાર વિશેષ પ્રકારના સાહિત્યસર્જનનું કારણ બન્યાં છે જેમ કે, કોલરિજનું ‘કુબ્લાખાન’.
'''Psychic Distance માનસિક દૂરત્વ'''
'''Psychic Distance માનસિક દૂરત્વ'''
કલાકૃતિ અને ભાવક વચ્ચે એક ખાસ પ્રકારનું માનસિક દૂરત્વ હોવું જરૂરી છે એવો મત ધરાવતો સૌન્દર્ય શાસ્ત્રીય સિદ્ધાંત. આ સિદ્ધાંતના પ્રવર્તક અંગ્રેજ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યશાસ્ત્રી એડવર્ડ બ્યૂલો (Bullow) છે. બ્યૂલોના મત અનુસાર ‘માનસિક દૂરત્વ’ સૌન્દર્યાનુભૂતિની પ્રાથમિક શરત છે.
:કલાકૃતિ અને ભાવક વચ્ચે એક ખાસ પ્રકારનું માનસિક દૂરત્વ હોવું જરૂરી છે એવો મત ધરાવતો સૌન્દર્ય શાસ્ત્રીય સિદ્ધાંત. આ સિદ્ધાંતના પ્રવર્તક અંગ્રેજ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યશાસ્ત્રી એડવર્ડ બ્યૂલો (Bullow) છે. બ્યૂલોના મત અનુસાર ‘માનસિક દૂરત્વ’ સૌન્દર્યાનુભૂતિની પ્રાથમિક શરત છે.
'''Psycholexicology મનોકોશવિજ્ઞાન'''
'''Psycholexicology મનોકોશવિજ્ઞાન'''
ભાષાવિજ્ઞાનક્ષેત્રે અર્થવિજ્ઞાનની નવી શાખા. આ શાખા ભાષાના શબ્દકોશ ઘટકના મનોવૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. મૂળ વિચાર એવો છે કે ભાષકો, રોજિંદા શબ્દોના વિનિયોગ માટે પ્રત્યક્ષની પ્રક્રિયાઓના ગણ સાથે શબ્દકોશની સામગ્રીનું સાહચર્ય કરી શકવા સમર્થ હોવા જોઈએ. તો જ, પરિવેશના નિર્દેશેલાં લક્ષણો કે વસ્તુઓ ચોક્કસ શરતોનું પરિપાલન કરે છે કે કેમ, એની કસોટી થઈ શકે. સાહિત્યકાર પણ શબ્દકોશ ઘટકનો વિનિયોગ કરતો હોવાથી આ અને અન્ય શરતો એને લાગુ પડી શકે છે.
:ભાષાવિજ્ઞાનક્ષેત્રે અર્થવિજ્ઞાનની નવી શાખા. આ શાખા ભાષાના શબ્દકોશ ઘટકના મનોવૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. મૂળ વિચાર એવો છે કે ભાષકો, રોજિંદા શબ્દોના વિનિયોગ માટે પ્રત્યક્ષની પ્રક્રિયાઓના ગણ સાથે શબ્દકોશની સામગ્રીનું સાહચર્ય કરી શકવા સમર્થ હોવા જોઈએ. તો જ, પરિવેશના નિર્દેશેલાં લક્ષણો કે વસ્તુઓ ચોક્કસ શરતોનું પરિપાલન કરે છે કે કેમ, એની કસોટી થઈ શકે. સાહિત્યકાર પણ શબ્દકોશ ઘટકનો વિનિયોગ કરતો હોવાથી આ અને અન્ય શરતો એને લાગુ પડી શકે છે.
'''psycholinguistics મનોભાષાવિજ્ઞાન'''
'''psycholinguistics મનોભાષાવિજ્ઞાન'''
ભાષાકીય વર્તન અને તેની પાછળ રહેલી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના સહસંબંધનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા, મનોભાષાવિજ્ઞાન સંજ્ઞા સૌપ્રથમ ૧૯૫૦ના અરસામાં પ્રયોજાઈ હતી, પરંતુ એક સ્વાયત્ત શિસ્ત તરીકે તેનો વિકાસ ૧૯૫૭માં ભાષાવિજ્ઞાની નોમ ચૉમ્સ્કીના આગમન પછી થયો. ચૉમ્સ્કીનાં સંસર્જનાત્મક વ્યાકરણે સૌપ્રથમ વાર મનોવિજ્ઞાનીઓને ભાષાકીય વર્તન તરફના તેમના અભિગમની પુનર્વિચારણા કરવા માટે સક્રિય કર્યા અને તે મનોભાષિક ક્રાન્તિનું મુખ્ય કારણ બન્યું. માહિતી-સિદ્ધાન્ત (Information Theory), અધિગમ સિદ્ધાંત (Learning Theory) સંચાર યાંત્રિકી (Communication Engineering), જનીનવિજ્ઞાન, સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન વગેરેનો આ શાખાના વિકાસમાં મોટો ફાળો છે. ૧૯૭૫ પછી સક્રિય બનેલા ‘મનોચિકિત્સાપરક કાવ્યવિજ્ઞાન’ (‘’Psychotherapeutic poetics) અને ઉત્તર સંરચનાવાદના વિકાસમાં મનોભાષાવિજ્ઞાનનું મહત્ત્વનું અર્પણ છે. નામ ચૉમ્સ્કી, રોજર બ્રાઉન, લેનેબર્ગ, જ્યોર્જ મિલર વગેરે આ વિજ્ઞાનના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:ભાષાકીય વર્તન અને તેની પાછળ રહેલી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના સહસંબંધનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા, મનોભાષાવિજ્ઞાન સંજ્ઞા સૌપ્રથમ ૧૯૫૦ના અરસામાં પ્રયોજાઈ હતી, પરંતુ એક સ્વાયત્ત શિસ્ત તરીકે તેનો વિકાસ ૧૯૫૭માં ભાષાવિજ્ઞાની નોમ ચૉમ્સ્કીના આગમન પછી થયો. ચૉમ્સ્કીનાં સંસર્જનાત્મક વ્યાકરણે સૌપ્રથમ વાર મનોવિજ્ઞાનીઓને ભાષાકીય વર્તન તરફના તેમના અભિગમની પુનર્વિચારણા કરવા માટે સક્રિય કર્યા અને તે મનોભાષિક ક્રાન્તિનું મુખ્ય કારણ બન્યું. માહિતી-સિદ્ધાન્ત (Information Theory), અધિગમ સિદ્ધાંત (Learning Theory) સંચાર યાંત્રિકી (Communication Engineering), જનીનવિજ્ઞાન, સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન વગેરેનો આ શાખાના વિકાસમાં મોટો ફાળો છે. ૧૯૭૫ પછી સક્રિય બનેલા ‘મનોચિકિત્સાપરક કાવ્યવિજ્ઞાન’ (‘’Psychotherapeutic poetics) અને ઉત્તર સંરચનાવાદના વિકાસમાં મનોભાષાવિજ્ઞાનનું મહત્ત્વનું અર્પણ છે. નામ ચૉમ્સ્કી, રોજર બ્રાઉન, લેનેબર્ગ, જ્યોર્જ મિલર વગેરે આ વિજ્ઞાનના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''Psychological Criticism મનાવૈજ્ઞાનિક વિવેચન'''
'''Psychological Criticism મનાવૈજ્ઞાનિક વિવેચન'''
સાહિત્યકૃતિનાં અધ્યયનમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાન્તોનો વિનિયોગ કરતો અભિગમ. કૃતિના અર્થઘટનમાં મનોવિજ્ઞાન કીમતી સહાય આપી શકે એવી અભિગમની માન્યતા છે. સાહિત્યકૃતિના અધ્યયન પાછળ સર્જકના ચિત્તમાં કયાં પરિબળો કામ કરી રહ્યાં હોય છે, સર્જનની પ્રક્રિયા અને તેનું સ્વરૂપ, સર્જકના ચેતન અને અવચેતન મનની ગતિવિધિઓનું કૃતિમાં પ્રાકટ્ય વગેરે આ અભિગમના મુખ્ય અભ્યાસવિષયો છે. ઝાક લકાં (Lacan) જેવા ફ્રેન્ચ મનોવિશ્લેષકની અચેતન અંગેની વિચારણા સાહિત્યકૃતિના ભાવનમાં મદદરૂપ નીવડે તેવી છે. સોસૂરની ભાષાવિચારણા પર આધારિત આ વિચારણા અચેતનના કાર્યને ગણવર્તી અને ક્રમવર્તી વર્ગમાં જુએ છે. લકાંએ આ રીતે ભાષાના પ્રતિમાનનો અચેતનના વિશ્લેષણમાં વિનિયોગ કર્યો છે. આ વિચારણા ફ્રોઇડના ઘનીકરણ (Condensation) અને સ્થાનાન્તરણ (displacement)ના ખ્યાલોની સમાંતર છે.
:સાહિત્યકૃતિનાં અધ્યયનમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાન્તોનો વિનિયોગ કરતો અભિગમ. કૃતિના અર્થઘટનમાં મનોવિજ્ઞાન કીમતી સહાય આપી શકે એવી અભિગમની માન્યતા છે. સાહિત્યકૃતિના અધ્યયન પાછળ સર્જકના ચિત્તમાં કયાં પરિબળો કામ કરી રહ્યાં હોય છે, સર્જનની પ્રક્રિયા અને તેનું સ્વરૂપ, સર્જકના ચેતન અને અવચેતન મનની ગતિવિધિઓનું કૃતિમાં પ્રાકટ્ય વગેરે આ અભિગમના મુખ્ય અભ્યાસવિષયો છે. ઝાક લકાં (Lacan) જેવા ફ્રેન્ચ મનોવિશ્લેષકની અચેતન અંગેની વિચારણા સાહિત્યકૃતિના ભાવનમાં મદદરૂપ નીવડે તેવી છે. સોસૂરની ભાષાવિચારણા પર આધારિત આ વિચારણા અચેતનના કાર્યને ગણવર્તી અને ક્રમવર્તી વર્ગમાં જુએ છે. લકાંએ આ રીતે ભાષાના પ્રતિમાનનો અચેતનના વિશ્લેષણમાં વિનિયોગ કર્યો છે. આ વિચારણા ફ્રોઇડના ઘનીકરણ (Condensation) અને સ્થાનાન્તરણ (displacement)ના ખ્યાલોની સમાંતર છે.
ફ્રોઇડ, યુંગ અને લકાં જેવા મનોવિશ્લેષકોનાં આંતરવિદ્યાકીય સંશોધનોએ ઉત્તરસંરચનાવાદી સાહિત્યવિચારને સાહિત્યકૃતિ પણ અચેતનની જેમ જ કાર્ય કરે છે એવું માનવા પ્રેર્યા છે. આઈ. એ. રિચડર્‌ઝ, મૉડ બૉડકિન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:ફ્રોઇડ, યુંગ અને લકાં જેવા મનોવિશ્લેષકોનાં આંતરવિદ્યાકીય સંશોધનોએ ઉત્તરસંરચનાવાદી સાહિત્યવિચારને સાહિત્યકૃતિ પણ અચેતનની જેમ જ કાર્ય કરે છે એવું માનવા પ્રેર્યા છે. આઈ. એ. રિચડર્‌ઝ, મૉડ બૉડકિન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''psychological Novel મનોવૈજ્ઞાનિક નવલકથા'''
'''psychological Novel મનોવૈજ્ઞાનિક નવલકથા'''
પાત્રોની માનસિક પરિસ્થિતિનું પૃથક્કરણાત્મક પદ્ધતિએ નિરૂપણ કરતી નવલકથા. આ નવલકથામાં બાહ્યઘટનાને સ્થાને પાત્રોના ચિત્તમાં થતી આંતરિક ઘટનાને વિશેષ લક્ષ અપાય છે. મધ્યયુગીન અંગ્રેજ લેખક ચૉસરથી આ પરંપરાનો આરંભ થયો, ત્યાર બાદ જેમ્ઝ જોય્‌સ, ડૉરથી રિચર્ડસન, ડી. એચ, લૉરન્સ, વર્જિન્ય વૂલ્ફ વગેરેએ આ નવલકથા પ્રકારનું વિશેષ ખેડાણ કર્યું.
:પાત્રોની માનસિક પરિસ્થિતિનું પૃથક્કરણાત્મક પદ્ધતિએ નિરૂપણ કરતી નવલકથા. આ નવલકથામાં બાહ્યઘટનાને સ્થાને પાત્રોના ચિત્તમાં થતી આંતરિક ઘટનાને વિશેષ લક્ષ અપાય છે. મધ્યયુગીન અંગ્રેજ લેખક ચૉસરથી આ પરંપરાનો આરંભ થયો, ત્યાર બાદ જેમ્ઝ જોય્‌સ, ડૉરથી રિચર્ડસન, ડી. એચ, લૉરન્સ, વર્જિન્ય વૂલ્ફ વગેરેએ આ નવલકથા પ્રકારનું વિશેષ ખેડાણ કર્યું.
'''Puff પ્રશંસાલેખ'''
'''Puff પ્રશંસાલેખ'''
પુસ્તકના વેચાણને વધારવા પુસ્તકની નકરી ગુણપ્રશંસા કરતું ટૂંકું અવિવેચનાત્મક લખાણ.
:પુસ્તકના વેચાણને વધારવા પુસ્તકની નકરી ગુણપ્રશંસા કરતું ટૂંકું અવિવેચનાત્મક લખાણ.
'''Puffery જૂથકેન્દ્રી વિવેચન'''
'''Puffery જૂથકેન્દ્રી વિવેચન'''
સાહિત્યજૂથોના ઉપાર્જનરૂપ વિવેચનનો પ્રકાર. આ પ્રકારે, સાહિત્યજૂથના લેખકો એકબીજાની કૃતિઓના વધુ પડતા વખાણ કરે છે.
:સાહિત્યજૂથોના ઉપાર્જનરૂપ વિવેચનનો પ્રકાર. આ પ્રકારે, સાહિત્યજૂથના લેખકો એકબીજાની કૃતિઓના વધુ પડતા વખાણ કરે છે.
'''Pun શબ્દશ્લેષ'''
'''Pun શબ્દશ્લેષ'''
જુઓ : Paronomasia.
:જુઓ : Paronomasia.
'''pure poetry શુદ્ધ કવિતા'''
'''pure poetry શુદ્ધ કવિતા'''
કૌતુકરાગીતાની ઝુંબેશે પશ્ચિમમાં વાગ્મિતાનો અંત આણ્યો. મુદ્રણને કારણે અવાજ પરથી કાગળ પર અને સાંભળવા પરથી જોવા પર ઝોક વધ્યો. કવિતા જીવંત જગતથી અવિભાજ્ય હતી તે વિમુક્ત થઈ. આથી જીવનથી અલગ કવિતા એની પોતીકી સામગ્રી અને પોતીકાં મૂલ્યો વચ્ચે સ્થાપિત થઈ. જીવન અને કવિતા વચ્ચનો સંપર્ક વધુ ને વધુ દૂરવર્તી થતો ગયો, એમાં શુદ્ધ કવિતાનાં બીજ પડેલાં છે.
:કૌતુકરાગીતાની ઝુંબેશે પશ્ચિમમાં વાગ્મિતાનો અંત આણ્યો. મુદ્રણને કારણે અવાજ પરથી કાગળ પર અને સાંભળવા પરથી જોવા પર ઝોક વધ્યો. કવિતા જીવંત જગતથી અવિભાજ્ય હતી તે વિમુક્ત થઈ. આથી જીવનથી અલગ કવિતા એની પોતીકી સામગ્રી અને પોતીકાં મૂલ્યો વચ્ચે સ્થાપિત થઈ. જીવન અને કવિતા વચ્ચનો સંપર્ક વધુ ને વધુ દૂરવર્તી થતો ગયો, એમાં શુદ્ધ કવિતાનાં બીજ પડેલાં છે.
શુદ્ધ કવિતાની વિભાવના અને એનો સિદ્ધાન્ત ૧૯મી સદીની અધવચમાં વિકસ્યાં. એડગર ઍલન પોથી પ્રભાવિત બૉદલેરથી શરૂ થયેલી શુદ્ધ કવિતા મેલાર્મે, વર્લેં, રેમ્બો અને વેલેરી જેવા મૂલ્યવાન કવિઓથી સમૃદ્ધ થતી આવી. શુદ્ધ કવિતાની વિભાવના પ્રતીકવાદી ઝુંબેશ અને કવિઓ સાથે સઘન રીતે સંકળાયેલી છે. પ્રતીકવાદી શુદ્ધ કવિતાનો આદર્શ કવિતાને સંગીતની કક્ષાએ પહોંચાડવાનો રહ્યો છે.
શુદ્ધ કવિતાની વિભાવના અને એનો સિદ્ધાન્ત ૧૯મી સદીની અધવચમાં વિકસ્યાં. એડગર ઍલન પોથી પ્રભાવિત બૉદલેરથી શરૂ થયેલી શુદ્ધ કવિતા મેલાર્મે, વર્લેં, રેમ્બો અને વેલેરી જેવા મૂલ્યવાન કવિઓથી સમૃદ્ધ થતી આવી. શુદ્ધ કવિતાની વિભાવના પ્રતીકવાદી ઝુંબેશ અને કવિઓ સાથે સઘન રીતે સંકળાયેલી છે. પ્રતીકવાદી શુદ્ધ કવિતાનો આદર્શ કવિતાને સંગીતની કક્ષાએ પહોંચાડવાનો રહ્યો છે.
'''Puritanism શુદ્ધિવાદ'''
'''Puritanism શુદ્ધિવાદ'''
સોળમી સદીના ઇંગ્લૅન્ડના ચર્ચમાં ધર્મવિષયક સુધારાઓ સૂચવતો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. સત્તરમી સદીમાં રાજકીય પક્ષ તરીકે તેનું રૂપાંતર થયું. ધર્મમાં ‘શુદ્ધિ’ અંગેના તેના કેટલાક સિદ્ધાન્તો સાહિત્યમાં વિશેષ અર્થમાં સમાવાયા. આ દ્વારા સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ ઉપર ભાર મૂકવામાં આવ્યો.
:સોળમી સદીના ઇંગ્લૅન્ડના ચર્ચમાં ધર્મવિષયક સુધારાઓ સૂચવતો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. સત્તરમી સદીમાં રાજકીય પક્ષ તરીકે તેનું રૂપાંતર થયું. ધર્મમાં ‘શુદ્ધિ’ અંગેના તેના કેટલાક સિદ્ધાન્તો સાહિત્યમાં વિશેષ અર્થમાં સમાવાયા. આ દ્વારા સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ ઉપર ભાર મૂકવામાં આવ્યો.
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2