આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/I: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 74: | Line 74: | ||
:કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | :કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | ||
:જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | :જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | ||
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | :‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | ||
{{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | {{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | ||
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | ||
| Line 120: | Line 120: | ||
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ''' | '''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ''' | ||
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે. | :પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે. | ||
ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી. | :ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી. | ||
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે. | :આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે. | ||
:નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે. | :નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે. | ||
| Line 138: | Line 138: | ||
'''Intertextuality આંતરપાઠપરકતા''' | '''Intertextuality આંતરપાઠપરકતા''' | ||
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે. | :પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે. | ||
એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે. | :એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે. | ||
'''Intonation કાકુ, લયાત્મક પાઠ''' | '''Intonation કાકુ, લયાત્મક પાઠ''' | ||
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે. | :ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે. | ||
| Line 152: | Line 152: | ||
'''Invective અ૫ભાષિક''' | '''Invective અ૫ભાષિક''' | ||
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | :અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | ||
{{Block center|<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | {{Block center|'''<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | ||
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | ||
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | ||
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>}} | પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>'''}} | ||
'''Inversion પદવ્યુત્ક્રમ''' | '''Inversion પદવ્યુત્ક્રમ''' | ||
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | :વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | ||
:લાભશંકર ઠાકરની પંક્તિઓ : | :લાભશંકર ઠાકરની પંક્તિઓ : | ||
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | {{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | ||
ને ઊંચકી શકાતું નથી મૌન’. | ને ઊંચકી શકાતું નથી મૌન’.</poem>'''}} | ||
'''Invocation આહ્વાન''' | '''Invocation આહ્વાન''' | ||
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | :મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | ||
'''Irony વક્રતા''' | '''Irony વક્રતા''' | ||
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | :સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | ||
ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | :ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | ||
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | :વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | ||
:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | :વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | ||
Latest revision as of 06:04, 22 November 2025
I
Icon સંમૂર્તિ
- સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતો ત્રણ પ્રકારના હોવાનું જણાવે છે : સંમૂર્તિ (Icon), પ્રદર્શન (Index) અને સંકેત (Sign), સંમૂર્તિમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિનું તૈલચિત્ર એ મૂળ વ્યક્તિનો જ નિર્દેશ કરે છે એમાં રૂઢિ પર નહિ પણ વાસ્તવિક સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે.
Iconic criticism સંમૂર્તિપરક વિવેચન
- કવિતામાં સંમૂર્તિપરક પરિમાણોને લક્ષમાં લેતું વિવેચન. લેખન અને મુદ્રણને કારણે શબ્દસંકેતોને સ્થલગત વિન્યાસોમાં ઢળવાનો અવકાશ ઊભો થયો. સાહિત્ય મુખ્યત્વે લેખિત અને મુદ્રિત બન્યું. કવિતા ટાઈપરાઈટરથી પણ લખવા માંડી. વાચકોને ઉચ્ચારિત શબ્દને સ્થાને સફેદ કાગળ પરનાં કાળાં ચિહ્નોનો સામનો કરવાનો આવ્યો. કવિઓએ દૃશ્યસંકેતોની નિહિત રહેલી સંમૂર્તિ પરક શક્યતાઓને વધુ ને વધુ તાગ લેવા માંડ્યો. કવિઓનું માનવું છે કે મૂળભૂત રીતે પ્રતીકપરક આ કલામાં સંમૂર્તિપરક પરિમાણ ઉમેરવાથી અને કૃતિનાં દૃશ્યતત્ત્વોને પ્રત્યક્ષ કરવાથી કૃતિના કાવ્યત્વને સંકેતોની સંવેદ્યક્ષમતાને આધારે વિસ્તારી શકાય છે.
Iconoclast મૂર્તિભંજક
- પ્રચલિત કે પ્રસ્થાપિત માન્યતા, વહેમ, આચાર વગેરેનું ખંડન કરનાર.
Idealism આદર્શવાદ
- પરિપૂર્ણ કે આદર્શના રૂપમાં વસ્તુની રજૂઆત, જગત વિશે જે કાંઈ આપણે જાણીએ છીએ તે આપણા મનની કલ્પનાઓ જ છે અને તે જ કેવળ સત્ય છે એવો મત ધરાવતો વાદ. આ વાદને અનુસરનારા આદર્શવાદીઓ કહેવાય છે. સાહિત્યમાં પણ આ પ્રકારનો અભિગમ પ્રવર્ત્યો છે. પ્લેટોનો સાહિત્યવિચાર કેટલેક અંશે આદર્શવાદી છે.
Idealist આદર્શવાદ
- જુઓ : Idealism.
Idealization આદર્શીકરણ
- ૧૮૫૩માં પ્રકાશિત કરેલાં પોતાનાં વ્યાખ્યાનમાં ફ્રેન્ચ ચિંતક વિકતૉર કૂઝેંએ ઇન્દ્રિયો મારફતે પ્રાપ્ત થયેલી કાચી સામગ્રીને કવિચિત્ત કઈ રીતે સ્વરૂપ કે કાવ્યમાં રૂપાંતરિત કરે છે એ આત્મલક્ષી પ્રક્રિયાને પામવાનો પ્રયત્ન કર્યો છે. કૂઝેંનું માનવું છે કે સર્જક તરીકે ઈશ્વરને જે અર્થમાં સ્વીકારીએ છીએ એ અર્થમાં કવિ સર્જતો નથી, તો કવિ માત્ર અનુકરણ પણ કરતો નથી. વાસ્તવજગતમાંથી કવિ પોતાની સામગ્રી લે છે અને તદ્દન નોખા રૂપે એનું પુનઃસર્જન કરે છે. વાસ્તવજગતની સામગ્રીનું સ્વરૂપાન્તર એ કૂઝેંને મન આદર્શીકરણની પ્રક્રિયાનું પરિણામ છે. એમાં કવિચિત્તની ચયન અને પરિત્યાગની બેવડી ક્રિયા સંકળાયેલી છે, આ રીતે જોઈએ તો આદર્શીકરણ એ માનવચિત્ત દ્વારા નિસર્ગનું થયેલું અભાન ભાષ્ય છે.
Ideal Spectator તટસ્થ પ્રેક્ષક
- જીવનના બધા જ ભાગોમાં તટસ્થ પ્રેક્ષકની રીતે નિષ્પક્ષ વલણ ધરાવતી વ્યક્તિ. અંગ્રેજ નિબંધકાર એડિશન દ્વારા આ સંજ્ઞા પ્રસ્તુત અર્થમાં પ્રયોજવામાં આવી. વસ્તુનિષ્ઠ સાહિત્યલેખનમાં લેખક તટસ્થ પ્રેક્ષકની ભૂમિકા ભજવતો હોય છે.
Ide’e fixe ભાવગ્રસ્તતા
- વારંવાર જેના તરફ સર્જક વળે એવો વિચાર. એક પ્રકારની ભાવગ્રસ્તતા. ફ્રેન્ચ કવિ પોલ વૅલેરીએ આ ઘટનાને વિચાર કર્યો છે.
Ideology વિચારધારા
- વિચારધારા, વિચારો અને અભિગમોની એક એવી પદ્ધતિ છે, જેના દ્વારા લોકો વાસ્તવિકતા તથા પોતાના પારસ્પરિક સંબંધોને ઓળખે છે અને સામાજિક સમસ્યાઓ અને સંદર્ભોનું મૂલ્યાંકન કરે છે. એના માધ્યમથી સામાજિક તંત્રને સુવ્યવસ્થિત કરવા અને એમાં પરિવર્તન લાવવા માટે સામાજિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે, આ સંજ્ઞા પારિભાષિક અર્થમાં સૌપ્રથમ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી દે ત્રાસી (૧૭૯૭) એ અર્થશાસ્ત્ર અને રાજકારણના સંદર્ભમાં પ્રયોજી હતી. આધુનિક સાહિત્યવિચારમાં સાહિત્ય અને વિચારધારા વચ્ચેનો સંબંધ ઘણો મોટો છે. અને માકર્સવાદી સાહિત્યવિચારમાં એનું મોટું મૂલ્ય છે. આજનું મોટા ભાગનું સાહિત્ય કોઈને કોઈ વિચારધારાથી પ્રભાવિત રહ્યું છે.
Idiolect વ્યક્તિભાષા
- આધુનિક સમાજભાષાવિજ્ઞાનની સંજ્ઞા. એક જ વ્યક્તિ દ્વારા, એક જ સમયે, એક જ શૈલીમાં બોલાતી ભાષા વ્યક્તિભાષા એ ભાષાની પરિવર્તનપરક પ્રકૃતિની નીપજ છે.
Idiom વાગ્રીતિ, રૂઢિપ્રયોગ
- તાર્કિક કે વ્યાકરણિક અર્થથી જુદા અર્થમાં શબ્દોનો કે શબ્દસમૂહનો ભાષામાં વિશિષ્ટ વિનિયોગ, કાવ્યમાં કેટલીક પંક્તિ ‘વાગ્રીતિ’ બને છે.
- જેમકે રાવજી પટેલની પંક્તિ,
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’
Idyll ગ્રામગીત
- પદ્યમાં નિરૂપાયેલી ગ્રામજીવનની નિર્દોષ અને મુખ્યત્વે આદર્શવાદી ઘટના. પ્રસન્નતા અને સુખ એના વાતાવરણમાં હોય છે. ગ્રીક કવિ થિઓક્રિટસની રચનાઓ ગ્રામગીતોના પહેલા નમૂનાઓ છે.
Illusion ભ્રાન્તિ
- કોલરિજ કહ્યું છે તે પ્રમાણે ‘અશ્રદ્ધાના અભીષ્ટ નિરોધ’ દ્વારા નાટ્યગૃહના પ્રેક્ષકો વાસ્તવની ભ્રાન્તિનો અનુભવ કરે છે.
Image કલ્પન, પ્રતિરૂપ
- સૌન્દર્યનિષ્ઠ સંવેદન સાથે સંકળાયેલા મૂર્તતાના તત્ત્વને પોષતી, ઇન્દ્રિય-સંસ્કાર જગાડતી ભાષાભિવ્યક્તિ. ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, નેત્રેન્દ્રિય એમ જુદી જુદી ઇન્દ્રિયો સાથે સંલગ્ન કલ્પનો હોઈ શકે, શીતોષ્ણતાનાં અને સ્નાયુ સંવેદનનાં કલ્પનો પણ હોઈ શકે.
Imagery કલ્પનશ્રેણી
- સંકુલ અને સંદિગ્ધ, કલાત્મક અભિવ્યક્તિમાં એક કરતાં વધુ કલ્પનોની શ્રેણી પ્રયોજાય છે, કલ્પનશ્રેણી દ્વારા સાહિત્યાનુભવ મૂર્તતા ધારણ કરે છે.
Imaginal psychology and criticism કલ્પનવર્તી મનોવિજ્ઞાન અને વિવેચન
- દેરિદાના વિનિર્મિતિવિચાર સાથે જેમ્ઝ હિલ્મનનો કલ્પનવર્તી મનોવિજ્ઞાન-વિચાર ખાસ્સું સામ્ય ધરાવે છે. બંનેએ પશ્ચિમના વિચારજગતમાં ચાલ્યા આવતાં અગ્રિમતાક્રમ અને વિરોધોના તર્કને ઊથલાવી નાખ્યા છે. સંકેતક પર સંકેતિતનો, શબ્દ પર અર્થનો, કલ્પન પર સંપ્રત્યય (concept)નો જે વિશેષાધિકાર હતો એ વિશેષાધિકારનો દેરિદા અને હિલ્મને છેદ ઉડાડ્યો છે. હિલ્મને બતાવ્યું કે જ્યારે જ્યારે આપણે કલ્પનનો અર્થ પૂછીએ છીએ ત્યારે ત્યારે કલ્પનાની સામે અપરાધ કરીએ છીએ. કલ્પન શું કહેવા માગે છે એનું અર્થઘટન કરવું એ વિશ્લેષણના હેતુનું મિથ્યાગ્રહણ છે. કલ્પનને કલ્પન રાખવું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે કલ્પન આપણને કલ્પનાશીલ શક્યતાઓની વચ્ચે મૂકે છે. પરંતુ ફ્રોઈડ અને યુંગે કલ્પનોને વિશદ પ્રતીકાત્મક અર્થમાં અનુવાદિત કરેલા. આની સામે હિલ્મન, જ્યારે કલ્પન સંકુલ અને સર્વાશ્લેષી છે. એવો આગ્રહ રાખે છે ત્યારે જોઈ શકાય છે કે અમૂર્ત સંપ્રત્યયની સર્વ સામાન્યતાને બદલે એ મૂર્ત કલ્પનની વૈયક્તિકતા પર ભાર મૂકે છે. ટૂંકમાં હિલ્મનને મતે સ્વપ્નનું અર્થઘટન તો વિરહસ્યીકરણનો પ્રયત્ન છે. સ્વપ્ન જોનારે કલ્પનને સંપ્રત્યયમાં રૂપાન્તરિત કર્યા વિના, એને વિરહસ્યીકૃત કર્યા વિના, એનું અર્થઘટન કે એનો અનુવાદ કર્યા વિના, સંવેદવું જોઈએ. કલ્પનનો સંપર્ક ગુમાવીએ તો જ કલ્પનનું અર્થઘટન જન્મે છે.
Imagination કલ્પના
- કોલરિજ કલ્પનાના બે ભેદ જણાવે છે : પ્રાથમિક (primary) કલ્પના અને દ્વૈતીયિક (secondary) કલ્પના. કોલરિજના મતાનુસાર પ્રાથમિક કલ્પના માનવિજ્ઞાનનું મુખ્ય સાધન છે અને તે સાર્વભૌમિક અને સામાન્ય છે, એના દ્વારા સર્જન અને વ્યવસ્થાનું નિર્માણ થાય છે.
- જ્યારે દ્વૈતીયિક કલ્પનામાં માનવઇચ્છાનું પ્રાધાન્ય છે. આ કલ્પના અનિયંત્રિત, અનિયોજિત, પરસ્પર વિરોધી એવાં તત્ત્વોમાં પૂર્ણ અન્વિતિ લાવીને એમાંથી એક નવું જ રૂપ સર્જે છે. આ કલ્પના કલાકારની વિશિષ્ટ શક્તિ છે.
- કલ્પના, સાહિત્યવિચારનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. કલ્પનોત્થ કહી શકાય તેવું સાહિત્ય મનુષ્યની કલ્પનાશક્તિને આભારી છે.
Imagination and Fancy કલ્પના અને તરંગ
- જુઓ : Esemplastic Imagination.
Imagism કલ્પનવાદ
- આંગ્લ-અમેરિકી સાહિત્યમાં ઈ. સ. ૧૯૧૨થી ૧૯૧૭ના ગાળાની એક સાહિત્યિક હલચલ. ઓગણીસમી સદીની કવિતાની ભાષાના અને એના રચનાબંધ તેમ જ અર્થપ્રસ્તારના વિરોધમાં કલ્પનવાદે કાવ્યભાષાનો કાયાકલ્પ સાધવાની દૃષ્ટિએ વાણી અને નિરૂપણના લાઘવનો તથા વિશદતા, ચોકસાઈ અને વિગતોના નક્કરપણાનો આદર્શ રજૂ કર્યો. કવિનું સાધ્ય છે વસ્તુલક્ષી કે આત્મલક્ષી અર્થનું યથાર્થ ચોક્કસ, સ્પષ્ટ, નક્કર વિગતોવાળું વર્ણન. વર્ણ્ય-વિષયના આ પ્રકારના નિરૂપણ માટે અત્યંત આવશ્યક એ છે કે સમર્પક ન હોય એવો કોઈ પણ શબ્દ વાપરવો નહીં, કલ્પન એ કલ્પનવાદીઓ માટે કાવ્યનું પાયાનું વિધાયક તત્ત્વ હતું.
- હ્યુલ્મ(Hulme)ને કલ્પનવાદના જનક અને એઝર પાઉન્ડને સ્થાપક ગણવામાં આવે છે.
Imagist કલ્પનવાદીઓ, બિંબવાદીઓ
- જુઓ : Imagism.
Imitation અનુકરણ, અનુકૃતિ
- સાહિત્યવિવેચનમાં આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજવામાં આવે છે :
- ૧. કલા અને સાહિત્યનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ નક્કી કરવા માટે.
- ૨. કોઈ એક સાહિત્યકૃતિનો અન્ય સાહિત્યકૃતિ સાથેનો સંબંધ સૂચવવા માટે.
- ૧. ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલ સાહિત્યને વાસ્તવિક જગત (પદાર્થો, માનવકાર્યો)ના અનુકરણ (mimesis) તરીકે ઓળખાવે છે. ૧૮મી સદી સુધી આ વિભાવનાનો સાહિત્યિક-વિવેચન ઉપર વિશેષ પ્રભાવ રહ્યો. ૧૯મી સદીમાં રોમેન્ટિક વિચારધારાએ કૃતિને સર્જકના કલ્પનાવ્યાપારના પરિણામરૂપ ગણી ‘અનુકરણ’ની વિભાવનાનો વિરોધ કર્યો.
- ૨. પ્રાચીન સમયમાં પ્રશિષ્ટ કૃતિઓને ભાષા, સ્વરૂપ, સામગ્રી, શૈલી વગેરેના અનુકરણ દ્વારા નવી કૃતિ રચવાના વલણની પ્રતિષ્ઠા થયેલી છે. ‘એન એસે ઑન ક્રિટિસિઝમ’માં પોપ આ વલણનો સ્વીકાર કરે છે.
Immitative form, fallacy of અનુકરણાત્મક સ્વરૂપનો દોષ
- કોઈ પણ કૃતિ યુગની અવ્યવસ્થા અને અતંત્રતાનું સીધું પ્રતિબિંબ કરે એને વીસમી સદીનો અમેરિકન વિવેચક આયવર વિન્ટર્ઝ ‘અનુકરણાત્મક સ્વરૂપનો દોષ’ તરીકે ઓળખાવે છે. આ સંજ્ઞા એવી પ્રક્રિયાનો સંકેત કરે છે જેમાં કવિતાની નકરી સામગ્રીથી સ્વરૂપ અભિભૂત થતું હોય. આધુનિક કવિ એની કવિતાની સ્વરૂપહીનતાને ન્યાય્ય ઠેરવવા પોતે બહારના અતંત્ર અને અવ્યવસ્થાપૂર્ણ યુગ વિશે લખી રહ્યો છે એવો તર્ક ધરે છે. એની પાછળ આ જ દોષ પડેલો છે.
Impassioned Prose રાગયુક્ત ગદ્ય
- મુક્ત છંદ(Verse Libre)ને પર્યાય. ગુજરાતી કવિતામાં નાનાલાલની ‘ડોલન શૈલી’ કે ‘અપદ્યાગદ્ય’ના રૂપમાં અસ્તિત્વમાં આવ્યો. આ પ્રકારની કાવ્યકૃતિના ગદ્યાગદ્ય અંગે વિવેચકોમાં મતભેદ રહ્યા છે.
Impersonal Construction પાત્રનિરપેક્ષ રચના
- ક્રિયાના કર્તાના ઉલ્લેખ વિના ક્રિયાનું વર્ણન કરવાની પદ્ધતિ, અભિવ્યક્તિની આ તરેહનો મહાકાવ્ય, કથાકાવ્ય જેવાં સ્વરૂપોમાં વ્યાપક વિનિયોગ કરવામાં આવે છે.
Impression ચિત્તસંસ્કાર, પ્રભાવ
- કોઈ કૃતિ કે પદાર્થ સાથેના બૌદ્ધિક કે માનસિક સંસર્ગની પ્રતિક્રિયારૂપ જન્મેલું વલણ, રસાસ્વાદન, વિવેચન કે સર્જનમાં આ પ્રકારના વલણનું ઘણું મોટું કાર્ય છે.
Impressionism ચિત્તસંસ્કારવાદ, પ્રભાવવાદ
- ચિત્રકલામાંથી સાહિત્યમાં આવેલી સંજ્ઞા. સર્જકના પોતાના પર પડેલા પ્રભાવને વર્ણવવાનું અને તે પ્રભાવ ભાવકને પહોંચાડવાનું વલણ ધરાવતો અભિગમ. આ વાદને વિગતોની ચોકસાઈમાં ઓછા અને મનની સ્થિતિ તરફ પ્રેરનારા શબ્દો સાથે વધારે સંબંધ છે. સાહિત્ય અને કલામાં આવો અભિગમ ધરાવનારાઓ પ્રભાવવાદી કહેવાય છે. સાહિત્યવિવેચનનો ઘણો મોટો ભાગે પ્રભાવવાદી છે.
Impressionist ચિત્તસંસ્કારવાદી, પ્રભાવવાદી
- જુઓ : Impressionism
Impressionistic criticism ચિત્તસંસ્કારવાદી વિવેચન
- જુઓ : Impressionism,
Impropriety of Diction પદાવલિ દોષ
- દેખીતી રીતે અયોગ્ય અને ભૂલભરેલો લાગે તેવો શબ્દોનો ઉપયોગ, શબ્દ પોતાના મૂળ અર્થથી વિચલિત થઈ નવા અર્થમાં પ્રયોજાવા લાગે ત્યારે મૂળ અર્થની સરખામણીમાં તેને નવો અર્થ અયોગ્ય લાગે, આ સ્થિતિમાં શબ્દનો ઉપયોગ પદાવલિ દોષ ઊભો કરે છે.
Improvisation શીઘ્રરચના
- લાંબા વિચાર કે સ્વાધ્યાય બાદ નહીં પણ તત્ક્ષણ થયેલી સાહિત્યિક રચના. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈ એક વિચારને આધારે તરત જ તૈયાર થતી નાટ્યકૃતિ(લીલા નાટ્ય)નું સૂચન કરે છે.
- જુઓ : Happening.
Incantation મંત્ર
- કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી.
- જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ :
- ‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં
હેમની કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે
સોનાના પારણા માંહે ઝૂલે’
Incongruity અસંગતિ, વિરોધ
- બે વિરોધી તત્ત્વોની સહોપસ્થિતિ દ્વારા સર્જાતી ભાવસ્થિતિ. હાસ્ય-રસનું આ મહત્ત્વનું અંગ છે. પ્રતિ-નાટ્ય (parody). વ્યંગ નાટ્ય વગેરેમાં તેનો વિશેષ પ્રમાણમાં વિનિયોગ થાય છે.
- આ પ્રકારની અસંગતિ પાત્રાલેખનમાં, વસ્તુ અને તેની વર્ણનશૈલીમાં કે પાત્ર અને તેની ભાષામાં, એમ વિવિધ સંયોજનોમાં જોવા મળે છે.
- પ્રહસન (Farce) જેવાં નાટ્યસ્વરૂપોમાં દેખીતા વિરોધની ભૂમિકાએ આ તત્ત્વ રહેલું હોય છે. જેમકે, ખૂબ જાડા અને ખૂબ પાતળા એવા બે મનુષ્યોની સહોપસ્થિતિ.
Index પ્ર-દર્શક
- સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતોના ત્રણ પ્રકાર હોવાનું જણાવે છે. સંમૂર્તિ (Icon) પ્રદર્શક (Index) અને સંકેત (Sign). આ બધામાં સંકેત અને સંકેતિત વચ્ચેનો સંબંધ જુદા જુદા પ્રકારનો છે. પ્રદર્શકમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કાર્યકારણનો હોય છે. ધુમાડો એ અગ્નિ હોવાનો સંકેત છે. પ્રાણીનાં પગલાં એ પ્રાણી ત્યાંથી પસાર થયું હોવાનો સંકેત છે.
Indirect Speech (oratio obliqua) પરોક્ષ ઉક્તિ
- વ્યાકરણની દૃષ્ટિએ અભિવ્યક્તિની બે મુખ્ય રીત : પ્રત્યક્ષ ઉક્તિ (Direct Speech) અને પરોક્ષ ઉક્તિ (Indirect speech) છે. આ બંને રીતોની અંતર્ગત રહેલા સર્વનામ અને કાળના ભેદોને આધારે :વૃત્તાન્તની બે શૈલીઓ નીપજે છે : અનુક્રમે, સંભાષણ અને અહેવાલ.
- નાટક, વાર્તા કે નવલકથામાં વસ્તુની આવશ્યકતા મુજબ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉક્તિ પ્રયોજવામાં આવે છે.
Individual Talent વૈયક્તિક પ્રતિભા
- કાવ્યવિવેચનમાં પરંપરા અને વૈયક્તિક પ્રતિભાના સંબંધની વિગતવાર ચર્ચા ટી. એસ. એલિયેટ તેમના ‘ટ્રેડિશન ઍન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલન્ટ’ નામના લેખમાં કરી છે. વડર્ઝવર્થ, કીટ્સ વગેરે કવિઓ આ પ્રકારના પ્રશિષ્ટ અભિગમની સામી બાજુની વિચારસરણી ધરાવે છે અને વૈયક્તિક પ્રતિભાને મહત્ત્વ આપે છે.
- સાહિત્યસર્જનમાં વૈયક્તિક પ્રતિભાની પ્રતિષ્ઠા કરવાના રંગદર્શી (Romantic) અભિગમનો વિરોધ કરતાં એલિયેટ પરંપરાનો પુરસ્કાર કરે છે. વૈયક્તિક પ્રતિભાની સાથોસાથ ઐતિહાસિક દૃષ્ટિની અનિવાર્યતા ઉપર ભાર મૂકતાં એલિયટ વસ્તુલક્ષી કલાકૃતિની પ્રતિષ્ઠા કરે છે.
Induction અનુમાન
- વિશેષ વાતો કે મુદ્દાઓ પરથી સામાન્ય નિયમ તારવવાની પ્રક્રિયા. સાહિત્યના સિદ્ધાંતવિચારમાં અનુમાન એ પ્રાથમિક તબક્કો છે. સાહિત્યમાં પ્રવર્તમાન કેટલાક વિશેષો પરથી સામાન્ય નિયમ તારવવામાં આવે છે અને અંતે તાર્કિક ભૂમિકાએ તેની સિદ્ધાંતરૂપે પ્રતિષ્ઠા કરવામાં આવે છે. સાહિત્યકૃતિમાં પ્રવર્તતા તાર્કિક સંબંધો સ્પષ્ટ કરવા માટે પણ અનુમાન ઘણું મહત્ત્વનું છે.
Infantilism બાલબુદ્ધિ
- પુખ્ત વ્યક્તિમાં ચાલુ રહેલાં બાલબુદ્ધિના એંધાણો. વિકાસના સ્તર પર જીવન સાથે અનુકૂલન ન સાધી શકનારા બાલવૃત્તિ કે બાલબુદ્ધિ ધરાવતા સાહિત્યના પાત્રસર્જન બાબતે આ સંજ્ઞા લાગુ પડે છે.
Influence પ્રભાવ, અસર
- મૌલિક સાહિત્યકૃતિના સર્જન પાછળ અગાઉના સાહિત્યનો સીધો કે પરોક્ષ પ્રભાવ રહેલો હોય છે. મૅથ્યૂ આર્નલ્ડ કવિતા વિશેની ચર્ચામાં કહે છે કે દરેક કવિએ તેના પૂર્વસૂરિઓનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. આર્નલ્ડની માફક ઘણા વિવેચકોએ આ પ્રકારની અસરનો સ્વીકાર કરેલો છે. કેટલીક વાર સાધારણ સ્તરનો સર્જક કોઈ ઉત્તમ કૃતિના પ્રભાવ હેઠળ સર્જન કરે છે ત્યારે તેની કૃતિ મૂળ કૃતિના નિકૃષ્ટ અનુકરણરૂપ જ હોય છે.
Influence, the anxiety of પ્રભાવનો ઉદ્વેગ
- હેરોલ્ડ બ્લૂમની કાવ્યમીમાંસામાં મહત્ત્વનો ભાગ એના કાવ્યપરક પ્રભાવના વિચારનો છે. કાવ્યની શક્તિ જગત સાથેના સંઘર્ષમાંથી નહિ પરંતુ પુરોગામી કાવ્યો સાથેના પ્રેમભર્યા સંઘર્ષમાંથી જન્મે છે. એટલે કે કાવ્યનો અર્થ જો કાવ્ય જ હોય તો તે અન્ય કાવ્ય છે, કાવ્ય પોતે નહિ, એવો બ્લૂમનો દાવો છે. આ રીતે સાહિત્યની ઉત્ક્રાંતિના અને આંતરકૃતિત્વના મનોવૈજ્ઞાનિક અર્થઘટન પર ભાર મૂકનાર બ્લૂમે નવાગન્તુક કવિના એના પુરાગામીઓ સાથેના સંબંધને લક્ષમાં રાખી પ્રભાવ અંગે છ પ્રકારો વર્ણવ્યા છે : વિસન (Clinamen) કવિ પુરોગામીના કાર્યને જ્યાં સુધી પહોંચવું જોઈતું હતું ત્યાં સુધી આગળ પહોંચાડે છે; પરિષ્કરણ (Tessora) કવિ પુરોગામીના શબ્દોને જાળવે છે ખરો, પણ જુદી રીતે એને અભિવ્યક્તિ આપી એના અધૂરા કાર્યને પૂરું કરે છે; રિક્તીકરણ (Kenosis); કવિ પુરોગામીથી પોતાનો વિચ્છેદ કરી પુરોગામીના વારસાનો ત્યાગ કરી પોતાની કાવ્યાત્મક જાતને ઉલેચવાનો પ્રયત્ન કરે છે; અનુશોધન (Daemonization) પુરોગામીને પોતાની રચનામાં ખબર ન હોય એવું તત્ત્વ શોધી કાઢી કવિ એને ખપમાં લે છે; વિશોધન (Askesis) કવિ પુરોગામીથી પોતાને અળગો કરે છે, અને પોતાનું એકાંત સ્થાન રચી લે છે; પરિણમન (Apophrades) : કવિ પુરોગામીની રચનાની સંમુખ થાય છે અને આપણને લાગે છે કે જાણે પુરોગામી પાછો ફર્યો છે, પરંતુ વધુ પરિણત સ્થિતિમાં.
Initial incident પ્રારંભિક ઘટના
- આ ઘટના દ્વારા નાટકમાં કથાનકને ઉપસાવતો સંઘર્ષ શરૂ થાય છે.
Innate સહજાત
- જ્ઞાનનું ઉપાર્જન નથી થતું પણ તે સહજાત છે. તેવી અનુભવવાદથી વિરુદ્ધની બુદ્ધિવાદી વિચારણા. ભાષા એ મનુષ્યજાતિની વિશિષ્ટ સહજાત શક્તિ છે. દેકાર્ત હમ્બોલ્ટ અને નોમ ચૉમ્સ્કી વગેરે આ મતના પુરસ્કર્તાઓ છે.
Innuendo વક્રોક્તિ
- સીધા કથનને બદલે સૂચનની રીતિ.
Inscape and instress આંતરફલક અને આંતરબલ
- આ બંને સંજ્ઞાઓ ગેરાર્ડ મેન્લી હોપકિન્સે પ્રયોજેલી. વિશિષ્ટ વૈયક્તિક સ્વરૂપને તેમ જ પ્રાકૃતિક પદાર્થની એકતાને હોપકિન્સ આંતરફલક કહે છે; જ્યારે વસ્તુ જેને આધારે ટકે છે, જેને આધારે આંતરફલક નક્કી થાય છે, એને એ આંતરબલ કહે છે.
Insight આંતરદૃષ્ટિ, સૂઝ
- કલાકારની મૌલિકતા અંગેનાં અનેક પરિબળોમાંનું એક પરિબળ તે કલાકારની સર્જકતા માટેની આંતરદૃષ્ટિ. આને સર્જનસૂઝ (cerative insight) પણ કહી શકાય.
- આ જ પ્રમાણે વિવેચકપક્ષે અપેક્ષિત તટસ્થતા, મૂલ્યાંકન કરવાની ક્ષમતા વગેરેમાં વિવેચકની વિવેચનસૂઝ, વિવેચનદૃષ્ટિ (critical insight) કામ કરતી હોય છે.
Insinuation (or Innuendo) વ્યંજના
- પ્રગટ રીતે ન કહેતાં સૂચક રીતે વાત રજૂ કરવાની પદ્ધતિ. ભાષા દ્વારા વિચારની અભિવ્યક્તિની આ વિશિષ્ટ તરેહ છે.
Inspiration પ્રેરણા
- કલાકૃતિના સર્જન પાછળ કામ કરતા એક મહત્ત્વના પરિબળ તરીકે પ્રેરણાનો વિવેચકો તથા સર્જકો દ્વારા વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર કરવામાં આવે છે. સર્જનની પળે સર્જક અને અન્ય સામાન્ય માણસની ચેતનામાં રહેલા તફાવત માટે પણ પ્રેરણાને કારણભૂત માનવામાં આવે છે. પ્લેટોના મતે સાધારણ કક્ષાનો કવિ પણ પ્રેરણાના બળે ઉત્તમ કાવ્ય રચી શકે અને ઉત્તમ કવિ તેના અભાવે સાધારણ કાવ્ય રચે એમ બને. પ્રાચીન સમયમાં પ્રેરણાને દૈવી શક્તિ તરીકે જોવામાં આવતી. આધુનિક સમયમાં આ તત્ત્વનો સ્વીકાર માનસશાસ્ત્રીય ભૂમિકાએ કરાય છે. તે અનુસાર ફ્રોઈડના મતે પ્રેરણા ‘અજાગૃત ચિત્ત’માંથી ઉદ્ભવે છે, તો પરાવાસ્તવવાદીઓ તર્ક શૂન્યતા તથા અંકુશના અભાવમાં પ્રેરણાનાં મૂળ જુએ છે.
- પ્રશિષ્ટ પ્રણાલીના સર્જકો, વિવેચકોએ આ વિચારનો વિરોધ કર્યો છે; તેઓએ પ્રેરણાને સ્થાને કલાકારની કેળવણી, જ્ઞાન અને તાલીમનો પુરસ્કાર કર્યો છે. નવલકથાકારો ફ્લોબેર તથા ફૉકનરે પણ આ વિચારનો વિરોધ કરેલો છે.
Intentional fallacy આશયદોષ
- લેખકના આશયને વિવેચનના ધોરણ તરીકે સ્વીકાર કરવો તે આશય દોષ. આધુનિક વિવેચન કૃતિના ઇતરના કોઈ તત્ત્વની ખેવના કરતું નથી; એને અસંગત ગણે છે. આથી જ લેખક, એના આશયને સિદ્ધ કરવામાં સફળ કે નિષ્ફળ ગયો એ સંદર્ભે સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરવાની બાબતમાં ઘણા વિવેચકો અસંમત છે. આઈ. એ રિચર્ડ્ઝ અને ટી. એસ. એલિયટના વિવેચનમાં આ આશયદોષ અંગેનો વિરોધ છે.
Interdisciplinary આંતર-વિદ્યાકીય
- પદાર્થ કે પ્રકૃતિ પ્રત્યેના આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કોઈ પદાર્થ કે વિષય પરત્વે એક કરતાં વધુ વિષયોના સંદર્ભમાં તપાસ કરવાનું વલણ ધરાવે છે. જેમકે, વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભાષાવિજ્ઞાન એ આંતર-વિદ્યાકીય વિજ્ઞાન બન્યું છે. આજનો ભાષાવિજ્ઞાની ભાષા વિશેની સમજણ કેળવવા માટે જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, ગણિત વગેરે અનેક વિજ્ઞાનો અને ઉપ-વિજ્ઞાનોની મદદ લે છે. શૈલીવિજ્ઞાન એ સાહિત્ય, ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરે વચ્ચેની આંતર-વિદ્યાકિય પ્રવૃત્તિનું જ પરિણામ છે.
Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ
- પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે.
- ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી.
- આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે.
- નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે.
Interlude અંતરાવલિકા
- ૧૫મી અને ૧૬મી સદીમાં ઇંગ્લૅન્ડમાં પ્રચલિત એવી નાટિકા જે દીર્ઘ નાટકના બે અંકોની વચમાં, કે રાજ-દરબાર અથવા મહાશાળાઓમાં કોઈ સમારંભની વચમાં ભજવવામાં આવતી, તેનો મુખ્ય આશય મનોરંજન પૂરું પાડવાનો હોઈ તેનું વસ્તુ હાસ્યપૂર્ણ રહેતું.
- સંસ્કૃત નાટકોમાં આવતા ‘વિષ્કંભક’ સાથે આ પ્રકારની નાટિકા માત્ર સ્થાન-સામ્ય ધરાવે છે—વિષ્કંભક પણ બે અંકોની વચમાં આવતો ભાગ છે, પણ તે સ્વતંત્ર નાટિકા નથી.
Internal Deviation આંતર-વિચલન
- ભાષાવિજ્ઞાની સેમ્યુઅલ લેવિન દ્વારા પ્રચલિત સંજ્ઞા. લેવિનના મત મુજબ વિચલન બે પ્રકારનાં છે. આંતર-વિચલન અને બાહ્ય વિચલન. કવિતાનો શેષભાગ જેનું ધોરણ હોય અને જે કવિતાની પાર્શ્વભૂમિમાં થતું હોય તે આંતર-વિચલન તરીકે ઓળખાય છે. જેમકે એક જ કવિતામાં પ્રાસબદ્ધ રીતે ગોઠવાયેલી પંક્તિઓમાં કોઈ પંક્તિ પ્રાસ વગરની દાખલ થઈ હોય કે કવિતાના છંદમાં ફેરફાર કરી બીજો છંદ મૂકવામાં આવે તો તે આંતર-વિચલન થયું કહેવાશે.
Internal Time આંતર-સમય
- કથા-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં સમય સ્થળ અને ક્રિયાના વિનિયોગની વિભિન્ન પદ્ધતિઓ મુજબ કૃતિનું સ્વરૂપ નક્કી થતું હોય છે.
- સમય એ નવલકથાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. વૃત્તાન્તની અનિવાર્ય શરત મુજબ નવલકથામાં સમયનું આભાસી, કાલ્પનિક રીતે સંકોચન થાય છે. તેમ છતાં ભૌગોલિક સમય સાથે તેનું તાર્કિક અનુસંધાન હોય છે. નવલકથામાં આ રીતે બાહ્ય સમય નિરૂપાય છે.
- ક્યારેક કથાકાર કે કૃતિના પાત્ર કે પાત્રોનાં ચિત્તમાં જ મનોગત એકોક્તિ-(Interior Monologue)ની પદ્ધતિએ કથાની રજૂઆત થાય ત્યારે ભૌગોલિક સમય સાથે કથાના સમયને તાર્કિક અનુસંધાન ન રહેતાં કથામાં આંતર-સમયનું નિરૂપણ થયું છે એમ કહેવાય. આ પ્રકારની કથા-લેખનની પદ્ધતિ ચેતના-પ્રવાહ તરીકે ઓળખાય છે.
Interpolation પ્રક્ષેપ
- નવી સામગ્રીના પ્રક્ષેપ કે સંપાદકીય ટિપ્પણના કારણે કૃતિમાં થતા ફેરફારો. મહાભારત કે ગુજરાતી આખ્યાન-સાહિત્યમાં કાળક્રમે જુદા જુદા સર્જકો દ્વારા મૂળ સામગ્રીમાં પ્રક્ષેપો થતા રહ્યા છે.
Interpretation અર્થઘટન
- વિવેચનનું એક મહત્ત્વનું ઉપકરણ. અર્થઘટન એટલે સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાન્ત વિશેની અભિધારણા (Hypothesis). સાહિત્યિક કૃતિમાંના ઘટકો જે રીતે પારસ્પરિક સંબંધોથી જોડાતા હોય છે, એમની વચ્ચે જે વ્યવસ્થા સ્થાપવામાં આવી હોય છે તેને વિશેની આ તપાસ છે. આધુનિક વિવેચન-વિચારમાં અર્થઘટનનો મુદ્દો ઊહાપોહનું કારણ બન્યો છે. સુઝન સોન્ટાગ, હર્શ (Hirsch) વગેરેના આ અંગેના વિવાદો જાણીતા છે.
Intertextuality આંતરપાઠપરકતા
- પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે.
- એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે.
Intonation કાકુ, લયાત્મક પાઠ
- ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે.
- બીજા અર્થમાં આ સંજ્ઞા કાવ્યકૃતિના કે અન્ય સામગ્રીના લયબદ્ધ પઠનને ઓળખવા માટે પણ પ્રયોજવામાં આવે છે.
Intrigue વૈદગ્ધ્ય પ્રયોગ
- સંકુલ કથાનકવાળાં નાટકો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે.
Introduction આમુખ
- કૃતિની સામગ્રી અને શૈલી વિશે આછો ખ્યાલ આપતો હોય તેવો કોઈ પણ સાહિત્યકૃતિના આરંભમાં રજૂ થતો પ્રાસ્તાવિક લેખ કે નિબંધ, આ દ્વારા મૂળ કૃતિમાં પ્રવેશવાનું ભાવક માટે સરળ બને છે. સામાન્ય રીતે આ પ્રકારનો લેખ કૃતિના લેખક દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હોય છે અને તેમાં તે પુસ્તક-લેખન પાછળ લેખકના હેતુની સ્પષ્ટતા સમાવી લેવામાં આવી હોય છે.
Intuition અંતઃસ્ફુરણા
- આત્મસૂઝ કે સહજબોધ. આને કારણે કોઈ પણ વસ્તુ વિશેનું જ્ઞાન સભાન વિચાર બાદ નહીં પરંતુ સહજ અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થાય છે.
- કાવ્યાભિવ્યક્તિ (poetic expression)માં અંતઃસ્ફુરણાનું મહત્ત્વ સ્વીકારી કેટલાક વિચારકોએ દર્શાવ્યું છે કે કવિતા એ અનુકૃતિ નહીં પરંતુ લાગણી (feeling) અને કલ્પનાના સાહજિક મિશ્રણના પરિણામરૂપ એટલે કે અંતઃસ્ફુરણાને આધારે લખાય છે.
- ક્રોચેએ પોતાની કાવ્યમીમાંસા દ્વારા આ કાવ્યસિદ્ધાન્ત વહેતા મૂક્યો. કેન્ટ, બર્ગસૉં, શોપનહાઉઅર, ટી. ઈ. હ્યૂમ વગેરે વિચારકોએ શુદ્ધ અંતઃસ્ફુરણા તરીકે કવિતાનો વિચાર કર્યો છે.
Invective અ૫ભાષિક
- અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી
‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’
Inversion પદવ્યુત્ક્રમ
- વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે
- લાભશંકર ઠાકરની પંક્તિઓ :
‘અવાજને ખોદી શકાતો નથી!
ને ઊંચકી શકાતું નથી મૌન’.
Invocation આહ્વાન
- મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે.
Irony વક્રતા
- સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ
- ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.
- વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે.
- વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે.
Ivory tower ચન્દન-મહેલ
- ફ્રેન્ચ સાહિત્ય વિવેચક સેંત બવે ૧૯મી સદીમાં પહેલીવાર આ સંજ્ઞા પ્રયોજેલી. આ સંજ્ઞા દુન્યવી બાબતોથી દૂરતા, વ્યાવહારિક સમજણ પરત્વેનો તિરસ્કાર અને દૈનંદિન અસ્તિત્વ પરત્વેની ઉદાસીનતા સૂચવે છે. કવિઓને મોટેભાગે ચંદન-મહેલના વાસીઓ તરીકે ઓળખાવવામાં આવે છે. જોકે શેલીએ એના વિવેચનમાં કવિઓને જગતના અસ્વીકૃત ઘડવૈયા તરીકે સ્વીકાર્યા છે.