અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવનીત ઉપાધ્યાય/ગમતીલા ગામેથી કાગળ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગમતીલા ગામેથી કાગળ|નવનીત ઉપાધ્યાય}} <poem> ગમતીલા ગામેથી કાગળ...") |
(No difference)
|
Revision as of 09:21, 21 July 2021
ગમતીલા ગામેથી કાગળ
નવનીત ઉપાધ્યાય
ગમતીલા ગામેથી કાગળ આવ્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે
મોર મને વનમાં બોલાવે એવું કૈં સંભળાતું…રે
અંબોડો ગીતોથી ગૂંથું મનડું મારું ગાતું…રે
મારા સમ મારામાં પડઘો દરિયાનો સંભળાયો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે
મારી ઉપરથી ધુમ્મસના દિવસો લ્યો વીંખાયા…રે
મારી આંખે નીલા નીલા નભનાં નભ દેખાયાં…રે
આંખોએ આંસુનો ઉત્સવ ઘડી ઘડી શણગાર્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે
(દરિયાનો પડઘો, ૧૯૮૯, પૃ. ૬૭)