અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/બીક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીક|ભાગ્યેશ જહા}} <poem> એને મરણની અસર નથી થતી, સ્મરણની પણ અસર ન...") |
(No difference)
|
Revision as of 09:26, 21 July 2021
બીક
ભાગ્યેશ જહા
એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી,
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન આના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી
આ
પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.
શબ્દસૃષ્ટિ, સપ્ટે.