અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/તણખલું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તણખલું| યોગેશ જોષી}} <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં...") |
(No difference)
|
Revision as of 10:53, 21 July 2021
તણખલું
યોગેશ જોષી
ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને!