અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કૂંચી આપો, બાઈજી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૂંચી આપો, બાઈજી!|વિનોદ જોશી}} <poem> કૂંચી આપો, બાઈજી! તમે કિયા...")
(No difference)

Revision as of 11:11, 21 July 2021


કૂંચી આપો, બાઈજી!

વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકા પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી!

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી!
(ગુજરાતી કવિતાચયન : ૨૦૦૦, સંપા. ધીરેન્દ્ર મહેતા, પૃ. ૧૦૬)