વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/W: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|W}} {{hi|'''Weak reader મુગ્ધ વાચક''' સાહિત્યકૃતિનું મનમોજે અહેતુક વાચન કરતો વાચક.}} {{hi|'''Weak text શિથિલ પાઠ''' જુઓ, strong text}} {{hi|'''Weltliteratur વિશ્વસાહિત્ય''' ગ્યોથેએ આપેલી સંજ્ઞા. ૧૮૨૭થી ૩૧ જાન્યુઆરીએ પોતાના મ...") |
(No difference)
|
Latest revision as of 02:56, 3 December 2025
W
Weak reader મુગ્ધ વાચક સાહિત્યકૃતિનું મનમોજે અહેતુક વાચન કરતો વાચક.
Weak text શિથિલ પાઠ જુઓ, strong text
Weltliteratur વિશ્વસાહિત્ય ગ્યોથેએ આપેલી સંજ્ઞા. ૧૮૨૭થી ૩૧ જાન્યુઆરીએ પોતાના મંત્રી એકરમાનની સાથે થયેલી વાતચીત દરમિયાન યુરોપિયન સાહિત્યને બદલે ગ્યોથેએ પહેલીવાર આ શબ્દ વાપરેલો; અને સ્પષ્ટ કરેલું કે રાષ્ટ્રીય સાહિત્યનો કશો અર્થ રહ્યો નથી. આપણે અન્ય દેશોના સાહિત્યને પણ જોવું જોઈએ. આમ ગ્યોથે પાસેથી વિશ્વસાહિત્યની અને એથી છેવટે તુલનાત્મક સાહિત્યની ભૂમિકા પ્રાપ્ત થઈ છે.
Weltshmarz વિશ્વયાતના અસ્પષ્ટ અજંપો અને અસંતોષ, જીવનની યાતના અને ઘોર નિરાશાવાદ કલા અને સાહિત્યમાં સાર્વત્રિક રીતે સૂચવાય છે એને વ્યક્ત કરતી સંજ્ઞા.
Wen and Wu ‘વેન’ અને ‘વુ’ ચીની નાટકપરંપરાના આ બે પ્રમુખ વર્ગો છે. વેન નગરસંબંધી છે અને વુ સૈન્યસંબંધી છે.
Whorfian hypothesis હોર્ફની અવધારણા જગત અંગેની મનુષ્યના સંવેદનને ભાષા નક્કી કરે છે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત અમેરિકન નૃવંશશાસ્ત્રી હોર્ફે આપેલો છે.