અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/હોય છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હોય છે|પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)}} <poem> ::::::::::::સમજી નહ...") |
(No difference)
|
Revision as of 12:08, 21 July 2021
હોય છે
પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)
સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે!
મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.
માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.
વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.
સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.
સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.