અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/બા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બા|રમણીક અગ્રાવત}} <poem> ક્યારેક મારી બા હસી પડતી ત્યારે એના...")
(No difference)

Revision as of 04:50, 22 July 2021


બા

રમણીક અગ્રાવત

ક્યારેક મારી બા હસી પડતી
ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી
તેવા ચળકતા લાલ રંગનું ઘર
દૂર દૂર દેખાય છે
એની આજુબાજુ ઝાંખાં પડી ગયેલાં સ્મરણોની ઝાંય
લાલ દીવાલો અને કેસરી છાપરાંવાળું મારું ઘર
બારીમાંથી ઢોળાતાં ફાટફાટ લીલાં આશ્ચર્યો
ગાઢા ભૂરા રંગની પશ્ચાદ્-ભૂમાં
સફેદ લસરકે ટપકું થતાં જતાં પંખી
દેખાય કે ન દેખાય
પણ આખાય ચિત્રને બાથમાં લઈને
હજીય મારી બા ઊભી છે
અવિચળ અવિશ્રાંત…
(ક્ષણ કમળ, ૧૯૯૧, પૃ. ૮)